Priyanshi - 14 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | પ્રિયાંશી - 14

Featured Books
Categories
Share

પ્રિયાંશી - 14

" પ્રિયાંશી " ભાગ-14

માયાબેનના સમજાવ્યા પછી પ્રિયાંશી થોડી શાંત થઈ. તેને એવું લાગ્યું કે મેં ભુલથી મુકેશભાઈના ઘરે જન્મ લઇ લીધો હતો. મારા સાચા મમ્મી-પપ્પા તો આજ છે, જેમણે મને ખૂબજ લાડ-પ્યારથી મોટી કરી મને આટલું સરસ ભણાવી છે અને તેણે નક્કી કર્યું કે ગમે તે થાય પણ હું તેમનો ઉપકાર જીવનભર નહિ ભૂલું.

મિલાપ અને પ્રિયાંશીના એંગેજમેન્ટ ગોઠવાયા તે દરમિયાન મિલાપને યુ.એસ.એ.ના વિઝા મળી ગયા હતા. હવે તેણે યુ.એસ.એ. જવાની ટિકિટ પણ લઇ લીધી હતી. પંદર દિવસ પછી તે યુ.એસ.એ. જવાનો છે. તેને જરાપણ જવાની ઇચ્છા નથી પણ પપ્પા મિહિરભાઇની ઇચ્છાને કારણે તે "ના" પાડી શકતો નથી.

મિલાપ અને અંજુબેનને યુ.એસ.એ.ની તૈયારીમાં પડી ગયા છે. એક રવિવારે મિલાપ પ્રિયાંશીને પોતાના ઘરે લઇ આવ્યો,હવે તે જવાનો છે તેથી પ્રિયાંશીને થોડા દિવસ ત્યાં રોકાવા ફોર્સ કરતો હતો પણ પ્રિયાંશી એ રીતે રોકાવા તૈયાર ન હતી. એ રવિવારે ઘરે કોઈ ન હતું. અંજુબેન અને મિહિરભાઇ સામાજિક કામથી બહાર ગયા હતા.

મિલાપને પ્રિયાંશી સાથે ઘણી બધી વાતો કરવી હતી. મિલાપના રૂમમાં બંને જણ એકલા જ હતા. મિલાપના રૂમમાં બંને જણ એકલા જ હતા.તેણે પ્રિયાંશીને પોતાની બાથમાં ભીડી લીધી અને બોલવા લાગ્યો કે, " આજે હું તને છોડવાનો નથી. " પ્રિયાંશીના હોઠ ઉપર મિલાપના હોઠ ગોઠવાઈ ગયા. મિલાપે એક ચુસ્ત ચુંબન લઇ લીધું. પ્રિયાંશીને પણ જાણે પ્રેમનો નશો ચઢ્યો હતો. શરમથી તેના ગાલ લાલ થઇ ગયા હતા. તેની કથ્થઇ રંગની આંખો જાણે ઢળેલી હતી. તે આંખ ઉંચી કરવાનું નામ નહતી લેતી. મિલાપે બે-ત્રણ વાર કહ્યું કે, " મારી સામે તો જો ડાર્લિંગ પણ પ્રિયાંશીની આંખ ઉંચી જ થતી ન હતી. એટલામાં મોહનકાકાએ દરવાજો ખખડાવ્યો અને જમવા માટે બંનેને બોલાવ્યા. મિલાપને તો આજે ભૂખ પણ લાગી ન હતી. મિલાપે કહ્યું, " કાકા, તમે જમી લો અમે બંને પછી જમીશું. " કહી મોહનકાકાને વિદાય કર્યા.

તે પ્રિયાંશી સાથે વાતો કરી રહ્યો હતો, બસ બકબક કરી રહ્યો હતો, " પિયુ, હું જલ્દીથી પાછો આવી જઇશ, તું ચિંતા ન કરીશ હોંને અને તું મને ભૂલી તો નહિ જાય ને, હું તારા બહુ બધા ફોટોગ્રાફ્સ સાથે લઇ જવાનો છું. મારા હોસ્ટેલના રૂમમાં તારા અને આપણાં બધા ફોટોગ્રાફ્સ લગાવી દેવાનો છું. બે વર્ષ તો ક્યાંય પૂરા થઇ જશે પછી હું આવી જઇશ, પછી આપણાં લગ્ન થઇ જશે અને હા લગ્ન ખૂબ ધામધૂમથી કરવાના છે હોં, અને પછી આપણે એક સરસ હોસ્પિટલ બનાવીશું અને હા પિયુ મારે બે-ત્રણ બચ્ચા જોઇશે હોં એક બચ્ચુ નહિ ચાલે. "

પ્રિયાંશી વચ્ચે જ બોલી, " અરે બસ બસ ક્યાં સુધી વાત પહોંચાડે છે, છેક બચ્ચા સુધી. તું શાંતિથી જઇને આવી જા પછી સૌથી પહેલા આપણે હોસ્પિટલ બનાવીશું પછી પછી લગ્ન કરીશું ઓકે ?"

" ઓકે માય ડિઅર કહેતા મિલાપે પ્રિયાંશીના ગાલ પર બે-ત્રણ કિસ કરી લીધી.

સાંજ પડી ગઇ, મિલાપને અને પ્રિયાંશીને તો વાતોમાં ને વાતોમાં ખબર જ ન પડી. આજે બંનેમાંથી કોઇને ભૂખ પણ લાગી ન હતી.

પ્રિયાંશી પાણી લેવા માટે બહાર ડ્રોઇંગરૂમમાં ગઇ તો મોહનકાકા ટી.વી. જોતા જોતા ઉભા થઇ ગયા અને પૂછવા લાગ્યા, " શું જોઈએ છે બેટા તમારે ? અને તમે અને બાબાસાહેબ જમી લો નહિ તો બેન આવી ને મારી ઉપર ગુસ્સો કરશે. "

" હા હા, જમી લઇએ કાકા " કહેતા પ્રિયાંશી પાણીની બોટલ લઈને રૂમમાં ગઇ. મિલાપ અને પ્રિયાંશીએ થોડું થોડું જમી લીધું. અંજુબેન અને મિહિરભાઇ આવી ગયા એટલે મિલાપ પ્રિયાંશીને ઘરે મૂકવા ગયો.

હવે મિલાપને જવાનો દિવસ નજીક આવી ગયો હતો. વિચારીને પ્રિયાંશીના ધબકારા વધી જતા હતા પણ તે કંઇપણ મિલાપને જણાવવા માંગતી ન હતી. નહિ તો મિલાપ પણ ઢીલો પડી જશે તેમ વિચારતી હતી. બે વર્ષ જ છે ક્યાંય પૂરા થઇ જશે ત્યાં સુધી હું મારી પણ કરીયર બનાવી લઉ તેમ તે વિચારતી હતી.