sister is serching you my brother (part 5) in Gujarati Fiction Stories by Bhavna Jadav books and stories PDF | બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5)

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5)

આગળનાં અંકમાં તમે જોયુકે...

અમર અને પ્રથમ ના દુસ્વપ્ન એ અવનીની ઊંઘ હરામ કરી નાખીછે. એ ખૂબ વિમાસણમાં છે કે કેમ એને એવું સ્વપ્ન સુતા ને જાગતા આવેછે.. એ બહાને ભાઈ એને શુ કહેવા
માંગે એણે ખૂબ વિચારીને પછી તાંત્રિક નો સંપર્ક કરવાનો નિર્ણય કરેછે..

એના પર્સમાં અમર એ એક વાર મૂકેલું અઘોરી બાબા નું વિઝિટિંગ કાર્ડ ફંફોસીને કાડેછે. અને ત્યાં સવારે જવાનો નિર્ધાર કરેછે..

હવે જોઈએ આગળ..

અવની રેડી થયીને કાર્ડમાં આપેલ નંબર ડાયલ કરેછે.

રિંગ વાગેછે..
ટ્રીન ટ્રીન...ટ્રીન...ટ્રીન..

અવની : હેલો મિસ્ટર ભૈરવનાથ બાબા બોલે છે..?

ભૈરવનાથ : હા હું જ છું બોલો મેડમ શુ તકલીફ છે

અવની : એતો રૂબરૂ મળીને જ કહેવાશે ફોન માં નય મજા
આવે.

ભૈરવનાથ : ઓકે એડ્રેસ ખબર છેને..?

અવની : હા, બસ નીકળું જ છું..


***

અવની એક એડ્રેસ મુજબ જગ્યાએ જાયછે.
લગભગ અસ્તવ્યસ્ત હાલતમાં એક નાનું મકાન હોયછે બહારથી એકદમ જર્જરીત ભીંતો અને છત માં તિરાડો અંદર ધીરેથી દરવાજો ખોલેછે..

કડકડકડકડ..(દરવાજા ખુલવાનો અવાજ)

(ત્યાંજ ઉપરથી એક ગરોળી સીધી અવની પર પડેછે અને અવની ચીસ પાડી ઉઠેછે..

ત્યાં હાજર એક માણસ એને શાંત રહેવા ઇશારાથી જણાવેછે.. અવની થોડા સંકોચ સાથે આગળ વધેછે..)

(આસપાસનો નજરો અતિ ભયાવહ હતો..
એક કાળા કપડાં પહેરેલો માણસ લગભગ 50 આસપાસ ઉંમરનો બોવ અનુભવી હોય એવો. એની દાઢી મૂંછની સફેદી પરથી લાગતું હતું. એના હાથમાં દોરા ધાગા અને ગળામાં વિવિધ જાતની માળાઓનું ઝૂમખું હતું, એના દાંત વચ્ચે થોડી જગ્યા હતી એ વિચિત્ર લાગી રહ્યો હતો.. પણ અવનીની મજબૂરી હતી એટલે એ મળવા આગળ જાયછે.)

(અઘોરી બાબા નું આવું રૂપ એણે જીવનમાં પહેલી વાર જોયું હતું.. એને પોતાની હાલત પર દયા આવતી હતી ક્યાં એ કોલેજ, અભ્યાસ અને સરસ પ્રેમથી જીવન જીવતી હતી અને એક પળ માં કેવું પાસું પલટાય ગયું. સઘળું છીનવાય ગયું ને એ નોંધારી બની ગયી હતી)

બોલ બેટા તારે કેમ આવું પડ્યું..?

(અઘોરીએ પૂછતાં જ અવનીની તંદ્રા તૂટીને એ અઘોરીને પ્રથમ અને અમરના મોત થી લઈને સપનાની સઘળી હકીકત કહી એને ઉપાય જણાવવા કહ્યું.)

અઘોરી એને ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી થોડી વાર હાથમાં રહેલી માળાઓને આંખો બંધ કરી જલતા અગ્નિ સમક્ષ કશુંક મંત્રોચ્ચાર કરવા લાગ્યો . એ ધ્યાનમગ્ન હતો પણ કશીક અજીબ અને અદ્રશ્ય શક્તિ એ એને એક ઝાટકાભેર ત્યાંથી ઉછાળીને દૂર ફંગોળી દીધો..

એને બોવ પ્રયત્ન કર્યા બચવાના પણ એક અદ્રશ્ય આત્મારૂપી પડછાયો એને ખેંચીને લાઇ ગયો.. એ જોઈને અવની ભયભીત થયીને મુઠ્ઠી વાળીને ત્યાંથી ભાગી જાયછે..

અવની ની પાછું વળીને જોવાની હિંમત નથી થતી.. દોડતા દોડતા એને એક ઠોકર વાગેછે. અને નીચે પટકાયછે
ત્યાંજ એ અઘોરીનો મૃત:પ્રાય દેહ લટકતી હાલતમાં એની તરફ ઘસી આવે છે અને એ લગભગ ચીસ પાડી ઉઠેછે. અને ત્યાંજ ભેભાન થયી જાયછે..

એ ભાનમાં આવેછે ત્યારે પોતાને એક નાના દવાખાનામાં આરામ કરતી પામેછે ..આસપાસ ડોકટર, નર્સ , એક ભાઈ અને એક પોલીસ દેખાય છે.

અવનીને બોલી શકાતું નથી એનું શક્તિ જાણે કે' ક્ષીણ થયી ગયી હોય છે..એને ગળે ડૂમો બાજી જાયછે એ ઇશારાથી એની સાથે થયેલું જાણવા પ્રયત્ન કરતા એને પોલીસ જણાવે છે..

તમે આ ભાઈને રસ્તામાં બેભાન હાલતમાં જોવા મળતા ડોક્ટરને ત્યાં લાવ્યા જ્યાં ડોકટરે મને પણ કોલ કરીને જણાવ્યું. જેથી તમારી સાથે શુ થયું એ જાણવા મળે..તમારો બયાન જરૂરી છે પ્રથમ અને અમરના કેસને સોલ્વ કરવા.

(અવની મનમાં વિચારે કે હું આગોરીની વાત કરીશ તો પણ આ લોકો માનશે નહીં અને મને ગાંડી સાબિત કરશે.. એટલે એને ખોટુ બોલીને વાત ને છુપાવી.. )

" બસ ચક્કર આવી ગયા હતા સર.. "

" ઓકે મેડમ , ધ્યાન રાખો તમારું "કહીને ત્યાંથી પોલીસ નીકળી ગયા.

આગળ સફર ઓર રહસ્યમયી થવાનો છે વાંચતા રહેજો અને કમેન્ટ રેટિંગ કરતા રહેજો

તમે આગળ શું થશે એ તમારી રીતે ગેસ કરીને પણ જણાવી શકો તો ત્યાં સુધી આવજો

# લોકડાઉન નું પાલન કરજો
# સ્વસ્થ રહેજો ,મસ્ત રહેજો