sambandh samjo to chantar na samjo to bhangaan in Gujarati Motivational Stories by Bindu books and stories PDF | સબંધ સમજો તો ચણતર ના સમજો તો ભંગાણ

The Author
Featured Books
Categories
Share

સબંધ સમજો તો ચણતર ના સમજો તો ભંગાણ

"

સુરુચિ અને સુરેખ નવા ઘરમાં જ્યારે રહેવા જાય છે તો અગાઉથી જ નક્કી કરેલો બંનેનો દ્રઢ નિશ્ચયી હોય છે કે હવે જે પણ કંઈ કરશું તે સાથે મળીને જ કરશું અને હંમેશા સાથે જ રહીશું સુરતથી સુરુચિ અને સુરેખ નવા શહેરમાં રહેવા જવાનો મક્કમ નિર્ણય લે છે ત્યારે પરિવારના અન્ય સદસ્યો તો ખૂબ જ તેમનાથી નારાજ હોય છે પરંતુ એકબીજાને ચાહનારુ આ દંપતિ એક નવા નિશ્વય સાથે રહેવા જવા માટે નિણૅય લે છે અને કરેલા સંકલ્પ પ્રમાણે નવા શહેરમાં સ્થાઈ થવાનું વિચારી લે છે....
સુરુચિ અને સુરેખ એટલે એક એવું દંપતી કે જે વડીલોના દ્વારા લગ્નગ્રંથી થી જોડાયેલું હતું વડીલોની સંમતિ ના આધારે બંને એકબીજાને બસ જોયેલા અને વડીલોના મોહર મારેલા આ સંબંધને લીધે લગ્નગ્રંથીથી જોડાઇ ગયા.. નવા નવા લગ્નજીવન દરમ્યાન મને વચ્ચે ઘણી બાબતોમાં મતભેદ થતા પરંતુ ક્યારેય મનભેદ ન થતા બંને એકબીજાને ખુબ જ ચાહતા હતા જો સુરુચિ તેના પિયરે જાય તો સુરેખ ને ક્યાંય ચેન જ ન પડે... તો સુરુચિ પણ સુરેખ ને યાદ કર્યા કરે... બંને એકબીજાની પસંદ અને નાપસંદ નું પણ એટલું જ ધ્યાન રાખે કયો કલર, કઈ dish, કયું મુવી ક્યાં ફરવા જવું છે આ બધી જ બાબતો એકબીજા સાથે ચર્ચા કરીને જ નિર્ણય લે. વળી સુરુચિને જ્યારે પિયરથી તેડવા જવાની હોય ત્યારે સુરેખ ખૂબ જ આનંદિત થઇ ઊઠે... અને જ્યારે તહેવારો નિમિત્તે સુરુચિ ને પિયર જવાનું હોય ત્યારે બંને એટલા જ ઉદાસ થઈ જાય મનોમન...
બન્નેના પરિવારના સભ્યો સગાઈ થઈ ત્યારથી તો છેક લગ્ન થયા તે દરમિયાન નાની નાની બાબતો ના કારણે કે થોડી અસમજ ના કારણે સંબંધોમાં થોડી થોડી ખટાશ આવવા લાગી બંને પક્ષે જતું ન જ કરવું એવો જાણે દ્રઢ નિશ્ચય જ કરી લીધો... પણ આ બન્ને પરિવારો ની વચ્ચે
સુરેખ અને સુરુચિ જાણે પીસાઈ રહ્યા હતા ઘણી વખત તેમની વચ્ચે પણ વિવાદ થઈ જતા અમુક પારિવારિક બાબતોના કારણે તેમ છતાં બંને એકબીજા માટે જ જાણે બન્યા હોય એવું લાગતું. વળી પારિવારિક સંબંધો ના કારણે ઘણી વખત સુરેખ પોતાની જોબ માં પણ યોગ્ય ધ્યાન નો આપી શકતો... માટે પારિવારિક સંબંધો ના કારણ ની અસર આર્થિક બાબતો પર પડવા માંડી... હદ તો ત્યાં થઈ ગઈ કે સુરુચિ ના પરિવારના લોકોએ આ વખતે તહેવાર કરવા આવેલી સુરુચિ ને સાસરે ન મોકલવા નો નિશ્ચય કરી લીધો સુરેખ ને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે નાની ઉંમરનો અહમ કામ કરી ગયો અને તેણે પણ નક્કી કર્યું કે હવે તો તેની પત્નીને તેડવા ન જ જવી... તહેવારો પૂરા થઈ ગયા અને સુરુચિ સુરેખ ની રાહ જોતી ક્યારે આવશે... પણ આ બાજુ સુરુચિ ને પણ ઘરમાંથી કહેવામાં આવ્યું કે હવે ત્યાં જવાનું નથી સુરુચિ વારંવાર બધાને પૂછતી સુરેખ ની શું ભૂલ છે? ભૂલ તો થોડી આપણી થોડી મારા સાસરિયાની પણ છે તો એનું કારણ અમારે શા માટે ભોગવવું... હવે તો કોઈ પ્રસંગો દરમ્યાન સુરુચિ ના પિયરના અન્ય કુટુંબીજનો પણ કાના- ફુશી કરવા માંડ્યા કે આ લોકોને હવે છૂટું થઈ જવાનું છે સુરુચિ આ વાત સાંભળીને મનમાં ને મનમાં રળ્યા કરતી પણ તેમણે (સુરુચિ અને સુરેખ)વિચારી લીધું હતું કે જો છૂટા થઈ જશું તો અન્ય કોઈ પણ પાત્ર સાથે ફરીથી વિવાહના સંબંધમાં નહીં જોડાય.. ખરેખર બંને વચ્ચે ખૂબ જ આત્મીયતા હતી પરંતુ પરિવારના અન્ય લોકોના સબંધોની ખટાસ ના કારણે બંને વગર વાંકે જ જુદા થઈ ગયા... સુરુચિ તેની પાકી બહેનપણી ને જ્યારે મળે છે ત્યારે સુજાતા ને પોતાના દિલની વાત કરે છે સુજાતા પણ હવે વિચારે છે કે આ બંનેને અલગ તો નહિ જ પડવા દઉં... અને સુરેખ ને ફોન કરી ને સુરુચિ ના હૃદયની વાત કરે છે કે સમાજમાં હવે કેવી વાતો થાય છે સુરેખ પણ સુરુચીને અનહદ ચાહતો એપણ નિશ્ચય કરે છે કે ના હું હંમેશા રુચિની સાથે જ રહીશ સુરુચિ નહીં તો કોઈ પણ નહીં...
અને બંને, બંને પરિવારના અન્ય સભ્યોની વિરોધમાં જઈને ફરીથી ઘર વસાવવા માટે એક નિશ્ચય કરે છે અને જીવનમાં આગળ વધે છે અત્યારે બંનેનો ખૂબ જ પ્રેમાળ પરિવાર છે...
(આપણા સમાજમાં એવા ઘણા બધા પરિવારો હોય છે કેજે પોતાની પરંપરા અને ખોટી વિચારસરણીને લઈને યુવા યુગલો ને ન કરવાનું કરવા માટે પ્રેરતા હોય છે.. બની શકે તો કોઈ પરિવારને જોડવા પ્રયત્ન કરવો નહીં કે તોડવા...🙏જય દ્વારકાધીશ 🙏