two soul mates in Gujarati Short Stories by Drashti.. books and stories PDF | બે આત્માનું મિલન

Featured Books
Categories
Share

બે આત્માનું મિલન

આજ એક એવા પ્રેમી પંખીડાની વાત કરવા જઈ રહી છું જે ખરેખર બે આત્માઓનું મિલન છે.. સાચો પ્રેમ કોને કહેવાય તેના વિશે હું પ્રથમવાર love story લખવાં જઈ રહી છું. આશા રાખું છું કે આપ સૌ ને જરૂર ગમશે..

સુરજ અને જાનવી ધોરણ 11થી એકજ શાળામાં ભણી રહ્યા હતા. ધોરણ 11એટલે લગભગ 17 વર્ષની ઉંમર.. આ ઉંમરમાં આકર્ષણને પ્રેમનું નામ અપાય જાય એ સહજ છે.. સુરજને જાનવી પહેલી નજર માં જ ગમી ગયેલી. તે દિલથી જાનવીને પસંદ કરતો. જાનવી પણ ભણવામાં હોશિયાર હતી સ્કૂલની દરેક સ્પર્ધામાં ભાગ લેતી હતી. બંન્ને માં એક સામ્યતા હતી બંન્ને ને ડાન્સમાં બહુ રસ. બંન્ને સ્કૂલની દરેક ડાન્સ કમ્પિટિશનમાં ભાગ લેતા.. સુરજનું આકર્ષણ દિવસો જતા વધતું જતું હતું પણ બંન્ને એ ક્યારેય એકબીજા સાથે વાત નહિ કરેલી.. હા બંન્ને ઘણીવાર ઝગડો કરતા.. દિવસો જતા રહ્યા અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાનું reading વેકેશન પડ્યું...

બંન્ને એકજ ટ્યુશનમાં જતા એટલે વધુ કોન્ટેક્ટમાં આવ્યા અને આમ પણ કેહવાય છે ને કે જેનું મિલન નિશ્ચિત છે તેને ઉપરવાળો કોઈ પણ સંજોગે મેળવી જ દે છે.. બંન્ને સારા મિત્ર બન્યા અને બંન્ને વચ્ચે મેસેજમાં વાતો થવા લાગી...

ધોરણ 12ની પરીક્ષા પુરી થઈ અને વેકેશનમાં બંન્ને મિત્રો વધુ નજીક આવી ગયા. સુરજને ઘણીવાર ઈચ્છા થતી કે પોતે જાનવીને પોતાના દિલની વાત કરે પણ તે ડરતો કે ક્યાંક જાનવી મિત્રતા પણ તોડી નાખશે તો..? સામી બાજુ જાનવીના મન માં સુરજ એક સારો મિત્ર સિવાય કશું નહોતો.. સમય જતા બંન્ને એ સાથે કોલેજમાં એડમિશન લીધુ. અને સાથેજ બસમાં જતા આવતા અને બંન્ને એક બીજાના કલોઝ ફ્રેન્ડ બની ગયા હતા. જાનવી પણ પોતાના દરેક પ્રોબ્લેમ સુરજ સાથે શેર કરતી. આમજ ફર્સ્ટ યર પૂરું થવા આવ્યું...

સૂરજના એક નજીકના મિત્રને સૂરજની ફીલિંગ્સની ખબર હતી તેણે સુરજને કહ્યું કે તું હવે જાનવી ને પ્રપોઝ કર...

એકદિવસની વાત બંન્ને કોલેજ જવા માટે બસસ્ટોપ પર બસની રાહ જોતા ઉભા હતા. સુરજ એના ફ્રેન્ડ સાથે અને જાનવી એની ફ્રેન્ડ સાથે. બસની રાહ જોવામાં બહુ મોડું થઈ ગયું અને બસ પણ આવી નહિ આથી તે દિવસે કોલેજ જવાનુ ટાળી બંન્ને પોતપોતાના ઘેર પાછા ફર્યા. ઘેર આવતાજ બંન્ને ની મેસેજમાં વાતો શરુ થઈ જતી. આ વખતે સુરજનો મેસેજ આવ્યો...

"દીકુ શું કરે છે?"
"કઈ નહિ જમી ઉભી થઈ પોપટ..." જાનવી સુરજને મજાક માં પોપટ કહેતી..

"એક વાત કહું દીકુ? "સુરજે મેસેજમાં કહ્યું..

"હા બોલ ને"..

"તું નારાજ તો નહિ થાય ને?"

"ના, કહે શું વાત છે?"

"દીકુ મારાં બધા ફ્રેંડ્સને એવું લાગે છે કે આપણે બંન્ને એક બીજાને ચાહયે છીએ બોલ તને શું લાગે છે? "-સુરજે ચાલાકી ભર્યું પ્રપોસલ મૂકી દીધું જેથી બંન્નેની મિત્રતા પણ ના તૂટે..

જાનવીના હાથ ધ્રુજી ગયા તે સૂરજની ફીલિંગ્સને પામી ગઈ.તેને લાગ્યું કે જો ના કહીશ તો સુરજને દુઃખ લાગશે અને મિત્રતા તૂટી જશે.. તેણે સુરજને પૂછ્યું..

"તને શું લાગે છે તું કે ને? "-ધ્રુજતા હાથે જાનવીએ જવાબ મોકલ્યો..

"તું સામાં સવાલ ન કર હા કે ના જવાબ આપ.. "સુરજનો રિપ્લાય આવ્યો.

હવે જાનવીને પાક્કી ખાતરી થઈ ગઈ કે સુરજ તેને ચાહે છે..પોતે સૂરજને hurt કરવાનહોતી માંગતી..ઘણીવાર તેણે કોઈ રિપ્લાય ના આપ્યો..સુરજના મેસેજ પર મેસેજ ચાલુ થઈ ગયા..અંતે જાનવીએ જવાબ આપ્યો..
"હા, મને પણ એવું લાગે છે કે આપણે એક બીજાને ચાહીએ છીએ "- જાનવીએ જવાબ આપ્યો..

"I love you..." સૂરજનો રિપ્લાય...

અને બસ સુરજ જાનવીને જીવથી વધુ સાચવવા લાગ્યો.જાનવીએ જે પ્રેમની શરૂઆત મિત્રતા સાચવવા કરી હતી તે જ પ્રેમમાં જાનવી પોતે પણ ડૂબી ગઈ અને પોતે પણ સુરજને ચાહવા લાગી..જાનવી સુરજ માટે "દીકુ" માંથી હવે "જાનુ " બની ગઈ...

બંન્ને સાથે કોલેજ પુરી કરી અને સુરજે પોલીસની પરીક્ષા પાસ કરી પોલીસ તરીકે જોબ મેળવી.જાનવી એ પોતાની સ્ટડી આગળ વધારી.સમય પસાર થતો ગયો અને બંન્ને એક બીજાના જીવવાનું કારણ બની ગયા..

બંન્નેના વિચાર મળતા, બંન્નેની લાગણીઓ મળતી, બંન્નેના સ્વભાવ મળતા પણ બસ બંન્નેની જ્ઞાતિ ના મળી......સમાજ નામનો આ રાક્ષસ બંન્નેને ભરખી ગયો...
બંન્ને એ એકબીજાના પરિવારને મનાવવા ખુબ મહેનત કરી પણ કોઈ ના માન્યું.આથી બંન્નેએ નક્કી કર્યું કે મેરેજ કરી ઘરે મનાવી લેશું..

બંન્ને એ સવારે કોર્ટમેરેજ કર્યા અને સાંજે મંદિરમાં પણ લગ્ન કર્યા..સુરજ પોતાની જાનુ માટે પાનેતર લઇ આવ્યો...

"ખબરના રહી કે ક્યાંરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ..
સ્કૂલડ્રેસથી શરુ થયેલી સફર પાનેતર સુધી પહોંચી ગઈ.. "
બંન્ને લગ્ન કરી પહેલા જાનવીના ઘરે માતા પિતાને મનાવવા ગયા ખુબ કરગર્યા પણ કોઈ માન્યું નહિ.જાનવીના કુટુંબીજનો બોલ્યા કે "હવે તું અમારા કુળની દીકરી નથી. "સુરજ જાનવીને લઇ પોતાના ઘેર ગયો..પોતાના ઘરે પણ બંન્ને એ બધાને બહુ સમજાવ્યા પગે પડ્યા પણ ત્યાંથી પણ જવાબ મળ્યો"આ અમારા કુળની નથી માટે આ અમારા ઘરની વહું ના બની શકે "

સુરજ જાનવીને પોતે જ્યાં જોબ કરતો ત્યાં દૂર લઈને જતો રહ્યો.બંન્ને ક્વાટરમાં સુખેથી રહેવા લાગ્યા.બંન્ને પરિવારને યાદ કરી ક્યારેક રડી લેતા પણ સમય જતા બધા સમજી જશે એમ સમજી રહેવા લાગ્યા.સુરજ જોબ કરતો સાંજે આવી જાનવીના ખોળામાં માથું રાખી પોતાની આખા દિવસની કથની કરતો..જાનવી ઘણીવાર મજાક માં કહેતી "જોજો હું મરી જઈશ ને તોય તમને હેરાન કરવા આવીશ તમને ક્યારેય એકલા નહિ મુકું" સુરજ ગુસ્સે થઈ જાનવીને ચૂપ કરાવી દેતો...

આમ જ સમય પસાર થયો અને જાનવીને સારા દિવસો આવ્યા..હા જાનવી પ્રેગનેંટ થઈ..સુરજ અને જાનવીના સ્વપ્ન સરોવરમાં એક કમળનું ફૂલ ખીલવાનું હતું..સુરજ જાનવીની વધુ કાળજી લેવા લાગ્યો તેને થયું કે હવે પરિવારજનો તેને અપનાવી લેશે પણ હજુ આ બંન્ને ને અપનાવવા કોઈ રાજી ન હતું.

સુરજને દિવસ રાત જાનવીની ચિંતા થતી તે જોબ પર પણ કામ પૂરતો જ જતો પણ હા પાડોશી બધા જાનવીનું ખુબજ ધ્યાન રાખતા.

જાનવીને આઠમોં મહિનો ચાલતો હતો.એક દિવસ ક્વાટરમાં નીચે કોઈકના લગ્નનું ફંકશન હતું બધા નીચે હતા અને જાનવી પોતાના ઘરે સુરજ સાથે હતી સૂરજને અચાનક પોલીસસ્ટેશનથી કોલ આવ્યો અને જવાનુ થયું. જાનવી બોલી " તમે ચિંતા ન કરો આરામથી જાઓ કંઈક હશે તો હું તરત કોલ કરીશ "પણ કોણ જાણે આજ સુરજનો જીવ ના ચાલ્યો પણ છતાં ડ્યૂટી ના કારણે તેને જવું પડ્યું..

જાનવીને અચાનક પેટમાં દુખાવો શરુ થયો ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ રૂંધાવા લાગ્યો તેને સુરજને ઘણા ફોન કર્યા પણ સુરજ ફોન ના ઉપાડી શક્યો કેમ કે તે ઇમર્જન્સી ડ્યુટી પર હતો.જાનવી જમીન પર પડી તેણે ઘણી બુમ પાડી પણ નીચે ફંકશન શરુ હતું કોઈએ બુમ સાંભળી નહિ જાનવી બેભાન થઈ ગઈ..

જાનવીના પાડોશી આવ્યા અને જાનવીનું ઘર ખુલ્લું જોઈ અંદર ગયા તો જાનવી બેભાન પડી હતી..તેને દવાખાને લઇ ગયા અને સુરજને જાણ કરી..સુરજ દવાખાને પહોંચે એ પેલા જાનવી દુનિયા છોડીને જતી રહી..તેનું બાળક પેટમાં જ મૃત્યુ પામ્યું હતું અને તેનું ઝેર જાનવીને પણ ચડ્યું હતું..

જાનવીને ઘરે લાવ્યા.સુરજ બસ જાનવીને વળગીને ચીસો પાડતો હતો જાનવીના સાસરિયા અને પિયરિયાં વાળા બધા આવ્યા પણ સુરજે જાનવીની લાશ કોઈને અડવા ન દીધી તે બોલ્યો "આ તમારા કુળની દીકરી નથી કે તમારા કુળની વહું નથી આ મારી જાનુ છે તેને કોઈ અડશો નહિ ""જો તમે વહેલા થોડા આવ્યા હોત તો આજ મારી જાનુ આ દુનિયામાં હોત તમે આવવામાં બહુ મોડું કર્યું હવે તમારું કોઈનું કામ નથી.. "

સુરજે જાનવીની અંતિમક્રિયા બધું એકલા હાથે કર્યું. આમનામ સમય જતો ગયો સુરજ એકલોજ રહેતો અને એ બધા ને કહેતો કે મારી જાનુ મારી સાથે જ છે અને તે જાનવીને ફીલ પણ કરતો..

એક દિવસ રાત્રે સુરજના સપનામાં જાનવી આવી તેણે સુરજને કહ્યું " સુરજ હું એક નવા સબંધ સાથે ફરી તારા જીવનમાં આવીશ." સુરજ દિવસ રાત એ વિચારતો કે જાનવી તેને શું કહેવા માંગતી હતી..

આમનામ 8 દિવસ પસાર થઈ ગયા.એક દિવસ સુરજ પોલીસ સ્ટેશન હતો અને પોતાના ટેબલ પર ફોન રણક્યો અને માહિતી મળી કે સિવિલ હોસ્પિટલની પાછળના ભાગમાં કાંટાની વાડ માંથી એક નવજાત બાળકી મળી આવી છે.સૂરજ અને તેની પોલીસટીમ ત્યાં પહોંચી સુરજે બાળકીને જોઈ ત્યાં જ તેને તેમાં નાની જાનવી દેખાઈ...તેણે તે બાળકીને છાતીસમીપ ચાંપી લીધી અને તરત જ પોતાના સાહેબને કહ્યું કે જો આ બાળકીના માતા પિતા નહિ મળે તો હું આ બાળકીને દત્તક લઈશ..

અને બન્યું પણ એવુજ સુરજે તે બાળકીને દત્તક લીધી તેને જીવવા માટે ફરી એક કારણ મળ્યું.અને ફરી એક રાત એ બાળકીને ઘોડિયામાં સુવાડી સુરજ પથારીમાં પડ્યો કે તરત એને સપનામાં જાનવી દેખાઈ અને જાનવી બોલી, "લે ના રહી શકી તારા વિના..એક નવા સંબંધ સાથે આવી ગઈ ને તને હેરાન કરવા..." સુરજ ઓચિંતાનો જાગી ગયો અને પેલી બાળકીના ઘોડિયા પાસે જઈ ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને પોતાનો હાથ બાળકીના માથા પર ફેરવતો રહ્યો................................
ઈશ્વર પણ બીજો જન્મ આપવા મજબુર થઈ જાય છે જયારે પ્રેમ શરીર સાથે નહિ આત્મા સાથે થાઈ છે....

-દ્રષ્ટિ