Sky Has No Limit - 25 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-25

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-25

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-25
મોહીત મલ્લિકા ઓફીસથી પાછા આવીને વાત કરી રહેલાં. મોહીત આજે સ્વસ્થ હતો એને એવી ગ્લાની હતી કે મલ્લિકા પ્રેગનન્ટ છે અને હું એને ત્રણ દિવસથી સરખું બોલાવી નથી રહ્યો નથી સરખો વર્તી રહ્યો. એટલે ઓફીસથી આવીને એણે મલ્લિકાને થોડુ વ્હાલ કર્યું. અને સોરી પણ કહ્યું પણ એને એ સમજાતું નહોતું કે મલ્લિકાનો ફોન પહેલાં એણે ઉપાડ્યો જ નહીં પછી સ્વીચ ઓફ થઇ ગયો હતો. મલ્લિકા બહાનું કાઢીને તરત બાથરૂમમાં ઘૂસી પછી મોહીતે પ્રશ્નો કર્યા એનાં મલ્લિકા સંતોષજનક જવાબ ના આપી શકી. મોહીત મનમાં ને મનમાં વિચારો કરતો રહ્યો. એને સમજાતું જ નહોતું કે મલ્લિકા કેમ આમ કરી રહી છે ? અને જૂઠુ પણ બોલી રહી છે. એનાં ચહેરાં પર સ્પષ્ટ દેખાતું હતું કે એ ડરી રહી છે અને જૂઠૂ બોલી રહી છે.
મોહીત બાથરૂમમાંથી ફ્રેશ થઇને બહાર આવ્યો અને મીતાબહેને પૂછ્યું "ભાઇ જમવાની તૈયારી કરું ? મોહીતે કહ્યું હાં તમે તૈયારી કરો ત્યાં સુધી હું બહાર ગાર્ડનમાં આંટો મારીને આવુ છું એમ કહી એ ગાર્ડન તરફ ગયો ત્યારે મલ્લિકા માળી સાથે માથાકૂટ કરી રહી હતી.
મોહીતે કહ્યું "મલ્લિકા અંધારું થવા આવ્યું છે તું અંદર આવ અને એ પણ ગાર્ડનમાં ગયા વિના અંદર આવી ગયો એણે મલ્લિકાને કહ્યું "શું તું માણસો જોડો માથાકૂટ કરે છે હજી આપણે અહીં આવે માંડ પાંચ દિવસ થયાં છે ધીમે ધીમે બધુ સેટ થઇ જશે. તું જમવાની તૈયારી કરાવ મેં મીતાબહેને કહ્યું છે મારે જમી લેવું છે ભૂખ પણ લાગી છે.
મલ્લિકાએ ડાઇનીંગ ટેબલે તૈયાર કરવા મેરીને કહ્યું ત્યારે જોસેફ કાચનાં મગ લૂછી રહેલો એ જોઇને મોહીતે કહ્યું "લૂછી રાખ પણ જરૂર નહીં પડે આમેય હું લેવાનો નથી. જોસેફ સમજીને કામ કરતો રહ્યો.
જમવાનું પતાવીને બધો સ્ટાફ જતો રહ્યો અને મોહિત અને મલ્લિકા પોતાનાં રૂમમાં આવ્યાં.
મલ્લિકાએ મોહીતને આડો પડેલો જોયો એ બોલી "મોહુ આમે ઠંડી ખૂબ છે. તને ઠંડી નથી લાગતી ? મને તો ખૂબ લાગે છે.
મોહીતે સપાટ અવાજે કહ્યું "હીટર ચાલુ જ છે ને ? ચાલુ ના હો તો ચાલુ કરી દે ઠંડી નહીં લાગે.
મલ્લિકા મોહીત સાથે મસ્તી કરવા ગઇ એણે ક્યું મારું હીટર તો તું જ છે લઇ લેને મને તારામાં મારી ઠંડી ઉડી જશે. મોહીત પડ્ખું ફરી ગયો અને બોલ્યો હું થાક્યો છું સૂઇ જા શાંતિથી... મારો એવો કોઇ મૂડ નથી. મલ્લિકા કચવાતે મને બ્લેન્કેટ ઓછી સૂઇ ગઇ.
મોહીત સૂવાનો અભિનય કરી રહેલો પણ એની આંખમાં બીલકુલ નીંદર નહોતી એનાં મનમાં સવારથી સાંજ સુધીનો ઘટનાક્રમ આંખ સામે ચલચિત્રની જેમ ફરી રહેલો. અને થયુ મેં એને ઓફીસ કાર લઇને જવા ક્યું કારણ કે એનો ઓફીસ એરીયા સાઉથ સાઇડ છે. હું નોર્થમાં.. પણ પછી બપોરે ફોન કરું છું એ ફોન નથી ઉપાડતી.. ફરી કરુ છું તો સ્વીચ ઓફ કરે છે અને મીસીસ એક્ષ સાથે શોપીંગમાં જાય છે ? અને ખબર નથી કે ફોન સ્વીચ ઓફ છે ? કે એણે જ જાણીને કરેલો ?
એની ઓફીસે ફોન કરુ છું તો કહે છે બાર વાગે મેમ નીકળી ગયેલાં ? તો એણે એમ કેમનાં કીધું કે કોઇની સાથે નીકળી ગયેલાં મીસીસ એક્ષ તો એની ઓફીસમાં જ છે ને ? ઠીક છે હવે બે દિવસ રજા છે કંઇ નહીં થાય મારાથી પણ આનો ભેદ શોધવો પડશે ભલે જે ઇન્કવાયરી કરવી પડે મલ્લિકા જુઠુ કેમ બોલી ? ઘરે આવ્યા પછી મારાં પ્રશ્નોથી ડઘાઇ ગયેલી એનો ચહેરો સ્પષ્ટ કહી રહેલો કે એ જૂઠું બોલી રહી છે. કંઇ નહીં જૂઠુ છૂપાયે છૂપાશે નહીં.
બધાં વિચાર કરતો એ નિરાશ થઇ ગયો કે મારી સાથે કેમ આવું થયું ? મેં એ શું નથી આપ્યું ? આટલી મહેનત પછી એનાં સ્વપ્નાનું ઘર સુખસાહેબી બધુ જ આપ્યું છતાં એ મારી સાથે કેમ આવુ કરે છે ?
ક્યાંય સુધી મોહીત પડી રહ્યો. મોડી રાત્રીના સુધી ઊંઘ ના આવી એ પથારીમાં બેઠો થયો એણે જોયું મલ્લિકા તો નઘરોળની જેમ બિન્દાસ ઊંઘી રહી છે.. જાણે ઘોડા વેચીને નિરાંતે સૂતી હતી.
મોહીતે એની બાજુમાં એનો ફોન જોયો અને કૂતૂહૂલ થયું કે એની બેટરી ઉતરી ગઇ હતી તો આવ્યાં પછી ફોન એણો ચાર્જીગમાં જ નથી મૂક્યો. લાવ ચેક કરીને હું ચાર્જીંગમાં મૂકી દઊ.. એમ વિચારી ઉઠી પથારીની બહાર નીકળી મલ્લિકા સાઇડ જઇને હળવેથી મલ્લિકા ઉઠી ના જાય એની કાળજી રાખીને ફોન ઉપાડ્યો. ફોનની સ્વીચ દબાવી રાખી અને જોયુંનો ફોનની બેટરીતો 70% ચાર્જ બતાવે છે એને આશ્ચર્ય થયું હવે એ ઊંડા વિચારોમાં પડી ગયો કે બેટરી તારી આટલી બધી છે તો એ જૂઠુ કેમ બોલી ? એતો નક્કી જ થઇ ગયું કે એણે સમજીને ફોન સ્વીચ ઓફ કરેલો બેટરી ઉતરી ગઇ નહોતી જ. એણે ફોનનો સ્ક્રીન જોયો ફો ચાલુ કરવા પ્રયત્ન કર્યો પરંતુ સ્ક્રીન લોક હતો આ બીજું આશ્ચર્ય હતું એ સ્ક્રીન લોક રાખતી જ નહોતી. હવે કેમ રાખ્યુ છે ? શું ગરબડ છે ?
એનાં મનમાં વિચારોનું તાંડવ ચાલવા લાગ્યું એ ઘણો હર્ટ થઇ રહેલો એનુ મગજ છટક્યુ અને એણે રૂમની બહાર નીકળી કીચનમાં જઇને બોટલ ઉઠાવી અને સીધી જ મોઢે માંડી અને 2/3 પેગ જેટલી વ્હીસ્કી નીટ પીં ગયો અને પછી બોટલ બાજુમાં મૂકીને એ નાસ્તો શોધવા માંડ્યો તો કીચનમાં એક કાચની બરણીમાં ભરેલી સેવો જોઇ એણે એ કાઢીને બાઉલમાં લીધી અને ખાવા લાગ્યો.
થોડીવારએ એમજ બેસી રહ્યો. પચી એને લાગ્યુ એને નીંદર આવી રહી છે એ બધુ એમજ રાખી પાછો બેડરૂમમાં આવીને સૂઇ ગયો.
****************
સવાર પડી મલ્લિક ઉઠી ગઇ હતી એણે એની બાજુમાં પોતાનો મોબાઇલ ના જોયો એ ગભરાઇ એણે આજુબાજુ જોયું એને થયું મોહીતનાં હાથમાં તો નથી ગયો ને ? ત્યાં એ રૂમની બહાર આવીને કીચનમાં જોયું. કબાટ ખૂલ્લાં હતાં પછી ડાઇનીંગ હોલમાં જોયું ડાઇનીંગ ટેબલ પર ખૂલ્લી બોટલ પડી હતી અને બાજુમાં સેવો ભરેલો બાઉલ એમાંથી થોડી સેવો ખાધેલી હતી અને મોહીત બધુ જ એમજ રાખીને સૂઇ ગયો લાગે છે એણે જોયું કે એનો મોબાઇલ ડાઇનીંગ ટેબલ પર પડ્યો છે.
એ મોબાઇલ જોઇને ગભરાઇ ગઇ કે મોબાઇલ મોહીતે ચેક કર્યો છે પણ ઓપન નહીં થયો હોય પોતાની ચતુરાઇ પર આટલા ટેન્શનમાં સ્માઇલ આવી ગયું.
મલ્લિકાએ મેઇનડોર અને ગાર્ડનનું કાચનું ડોર ખોલી નાંખ્યું અને સમય થતાં મેરી, જોસેફ અને મીતાબેન પણ આવી ગયાં હતાં. બોબ આવીને બેઠેલો સીક્યુરીટી સાથે વાતો કરતો હતો. મોહીત હજી ઉઠ્યો જ નહોતો.
મલ્લિકા મીતાબેનને આજનું અને કાલનું સવાર-સાંજનું મેનું સમજાવી રહી હતી મીતાબેન કહ્યું " મેમ તમે કહેશો એવું અને એટલું બની જશે તમે ચિંતા ના કરશે પણ મને મેરી અને જોસેફની મદદની જરૂર પડશે પ્લીઝ.
મલ્લિકાએ કહ્યું "હાં હું એ લોકોને સૂચના આપી દઊં છું તમને જે જરૂર પડે એ એ લોકો મદદ કરશે.
મલ્લિકાએ જોસેફને કહ્યું સર ઉઠે પહેલાં જ તું સ્ક્રીન અને સાઉન્ડ સીસ્ટમ બધુ બહાર ગાર્ડનમાં સેટ કરે છે આજે ફોરકાસ્ટમાં વરસાદ કે કંઇ છે નહીં કલીયર છે બધુ સર બહાર જ બેસશે.
મીતાબેનને મલ્લિકા માટે થતું આશ્ચર્ય થઇ રહ્યુ હતું કે મેમ આજે વ્હેલાં ઉઠી બધી એરેન્જમેન્ટ કરાવી રહેલાં છે અને વ્હેલાં ઉઠનાર સર હજી ઊંઘી રહ્યાં છે.
જોસેફ મલ્લિકાની સૂચના પ્રમાણે ગાર્ડનમાં બધીજ ગોઠવણ કરવા માંડી અને મલ્લિકા ગાર્ડન સાઇડ જઇને માળીને બોલાવીને તૈયાર ફૂલોનો પોટ ગાર્ડન લાઇનમાં વરન્ડામાં ગોઠવાયા કીધુ અને માળી એ કામ કરવા લાગી ગયો.
મલ્લિકા રૂમમાં આવી મોહીત તો ઘરઘસાટ ઊંઘતો હતો એ બાથ લેવા ગઇ. થોડીવારમાં બાથ લઇને આવી ગઇ અને તૈયાર થઇને બહાર નીકળી ગઇ અને ઇન્ટરકોમમાં રીંગ વાગી મલ્લિકાએ ઉઠાવી.. સીક્યુટીએ કહ્યું "તમારાં બધાં ગેસ્ટ આવ્યાં છે મેમ."
મલ્લિકાએ કહ્યું એ બધાંને માનપૂર્વક અંદર લઇ આવો અને ગેસ્ટ બધાં આવી ગયાં કોટેજ જોઇને આંખો ચાર થઇ ગઇ મલ્લિકાએ હાથનાં ઇશારે ચૂપ રહેવા કહ્યું અને બધાને બેડરૂમ તરફ દોરી ગઇ...
બેડરૂમમાં જઇને મલ્લિકાએ મોહીતને ઢંઢોળ્યો અને બોલી "ઉઠને મોહું જોને કોણ આવ્યું છે ? મોહીતે માંડ આંખો ખોલીને જોયું તો અવાક થઇ ગયો.
વધુ આવતા અંકે પ્રકરણ-26