Prince and Priya - 1 in Gujarati Fiction Stories by પુર્વી books and stories PDF | પ્રિન્સ અને પ્રિયા - 1

Featured Books
Categories
Share

પ્રિન્સ અને પ્રિયા - 1

ભાગ-૧- પહેલી નજર

પ્રિયા અરે ઓ પ્રિયા! આ જો પેપરમાં એડ આવી છે સ્પોકન ઈંગ્લીશ નાં શર્ટિફાઈડ કોર્શની. તને બહુ ગમે છે ને, તો આજે જ આપણે જતા આવીયે. સારૂં મંમ્મિ કહીને પ્રિયા કોલેજ જવા માટે નીકળે છે.

બીજી તરફ પ્રિન્સ એની મનપસંદ નોકરીએ જવાની તૈયારી કરતો હોય છે. ઘરમાં નવા જ પરણીને આવેલા ભાભી ઉત્સાહ સાથે તેને પૂછે છે, પ્રિન્સ ભાઈ ! આજે તમે ઓફિસે થી થોડાક વહેલાં આવી શકશો? તમારા ભાઈને લગ્ન વખતે બહુ રજાઓ પાડી હતી તો નથી આવી શકાય એમ. પ્રિન્સ હજુ કંઈ જવાબ આપે તેની પહેલાંજ તેનાં મમ્મી-પપ્પા બન્ને પૂછી લે છે કે કેમ શું થયું? ક્યાં જવું છે? એનાં ભાભી પછી પેલા સ્પોકન ઈંગ્લીશનાં ક્લાસની વાત કરે છે. એમને પણ એ ક્લાસમા જવાની ખુબ જ ઈચ્છા હોય છે. પછી તો બસ પ્રિન્સને કહી દેવામાં આવે છે કે બેટા તારે પણ શીખવાની જરૂર તો છે જ, તો એક કામ કર. તું પણ ભાભી જોડે જ ક્લાસ ચાલું કરી લે એટલે બન્નેને જોડે શીખવા પણ મળે અને તારા ભાભીને એકલા આવવા જવા નો પ્રશ્ન ના ઉદ્ભવે. પ્રિન્સને આમ અચાનક કોઈ તેના જીવનમાં નિર્ણય કરે તે પસંદ નહોતું. પણ મંમ્મી પપ્પા પાસે કોનું ચાલ્યું છે! પ્રિન્સ આજ સુધી જ્યાં પણ ક્લાસમાં કે સ્કૂલ કોલેજ માં જાય, તો એનો બાળપણનો મિત્ર એના જીગરજાન દોસ્ત વગર ના જાય. એટલે એને આ ક્લાસ વીશે વાત કર્યા વગર પ્રિન્સ કંઈ પણ નક્કી કરવા નહોતો માંગતો. પણ ભાભીને લઈને જવા વાળી વાતમાં પ્રિન્સ પાસે હા પાડવા સીવાય કોઈ રસ્તો જ નહોતો.

સાંજ પડી. પ્રિયા તેનાં મમ્મીને લઈને કોર્સની અને ફી ની તપાસ કરવા માટે જાય છે. અને ઘરેથી જ મન બનાવી લીધું હતું એટલે કોર્સ ની ફી ભરીને એડમિશન પણ લઈ જ લે છે. તો બીજી તરફ પોતાના આઝાદ જીવનથી ટેવાયેલા પ્રિન્સને વહેલાં આવવાની ઈચ્છા નહોતી. એ દિવસે તો કામ બહુ છે સોરી ભાભી કહીને ટાળી દે છે. અને પછી છેવટે પ્રિન્સનાં ભાઈ જ આવીને ભાભીને ક્લાસમાં બધી તપાસ કરવા માટે લઈ જાય છે. પ્રિન્સ રાત્રે ઘરે પહોંચે છે ત્યારે હોમ અદાલતમાંથી સીધો ફેંસલો સંભળાવવામાં આવે છે. જો બેટા નોકરી તો આખી જિંદગી કરવાની જ છે. પેલા તારી કોલેજ પૂરી કર અને આ ક્લાસ માં જવાનું ચાલુ કર કાલથી જ તારા ભાભી સાથે.

બીજા દિવસે સવારે પ્રિન્સ ઓફિસે જવા નીકળે છે અને પ્રિયા કોલેજ. બંને એક બીજા થી અજાણ એક જ શહેરમાં પોત પોતાના જીવનમાં વ્યસ્ત હતા. સાંજ પડી. ક્લાસ નો પહેલો દિવસ હતો. સમય કરતાં થોડું વહેલા પહોંચવાની આદતે પ્રિયાને વહેલાં પહોંચાડી દીધી અને વાત વાતમાં ૨-૩ બહેનપણીઓ પણ બની ગઈ. બીજી તરફ પ્રિન્સ ધર્મ સંકટ અનુભવી રહ્યો હતો. ભાભી સાથે કોઈ ક્લાસ માં જવામાં શરમ અનુભવતો હતો. ને કેમ ના અનુભવે? અમુક ઉંમર પછી ભણવાની જગ્યાએ જો કોઈ વ્યક્તિ સાથે આવે, એટલે લોકો તો મજાક ઉડાવે જ. છેવટે તેણે ગમે તેમ કરીને તેનાં ખાસ મિત્ર નિરવને પણ કલાસ કરવા માટે મનાવી લીધો. અને પછી દેવર, ભાભી,અને નિરવ પહોંચે છે ક્લાસમાં.

ક્લાસના બારણાં માંથી અંદર આવતી વખતે પ્રિન્સ અને પ્રિયા એકબીજાને પહેલી વખત જોવે છે. બંનેની નજર એક થાય છે અને પછી બંને બીજી તરફ નજર ફેરવી લે છે. આ જ એ ક્ષણ હતી જ્યાંથી કિસ્મત પ્રિન્સ અને પ્રિયા ને મેળવવા માટેની પ્રેમથી ભરેલી રમત ચાલુ કરે છે.