jaane-ajaane - 56 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (56)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જાણે-અજાણે (56)

લગ્નની શરૂઆત પહેલાં જ શંકાના વાદળો છવાય ગયાં હતાં. અને હવે કૌશલ સાથે વાત કરવી વધારે જરૂરી બની ચુકી હતી.

તે કૌશલને શોધતી શોધતી મંદિર સુધી પહોંચી ગઈ. કૌશલ ત્યાં જ હતો. તેનાં ચહેરાં પર આજે એક અલગ જ શાંતિ દેખાય રહી હતી. પણ જેટલી શાંતિ કૌશલનાં ચહેરાં પર હતી તેટલી જ અશાંતિ અને અજંપો રેવાને હતો. જાણે-અજાણે રોહને રેવાનાં મનમાં ગુંચવણનાં બીજ રોપી દીધાં હતાં. તેણે પાછળથી કહ્યું " કૌશલ.... " અને કૌશલની બંધ આંખો ધીમેથી ખુલતાં હોઠ પર એક મોટી મુસ્કાન સાથે તેણે પાછળ જોયું. " મને ખબર જ હતી તું અહિયાં જરૂર આવીશ. " કૌશલે કહ્યું. રેવાનું મૌન સેવાય રહેલું જોઈ કૌશલે કારણ પુછ્યું.

રેવાએ પોતાની વાત એક પ્રશ્નથી શરૂ કરી.
" તું કોને પ્રેમ કરે છે કૌશલ?.. રેવાને કે નિયતિ ને?..." કૌશલે થોડું હસતાં કહ્યું " આ કેવો પ્રશ્ન છે?.. બંને તો તારાં જ નામ છે ને! "

રેવા : છતાં પણ મારે જાણવું છે .....

કૌશલે (થોડું વિચારીને) : રેવાને.. કેમકે તે જ છે જેને મેં સમજી છે. રેવા જ છે જેની સાથે હું આટલાં સમય થી રહ્યો છું. અને રેવા જ છે જેને હું પસંદ કરું છું.

રેવા : તો તારાં મનમાં નિયતિની જગ્યા ક્યાં છે?.. તેનો ખુણો છે તારાં મનમાં?

કૌશલ : જો રેવા. હું નિયતિને નથી ઓળખતો. ના મેં તેને જાણવાની કોશિશ કરી છે. હું એ વ્યક્તિત્વ ને ચાહું છું જે હંમેશા મારી સામે રહ્યું છે.

રેવા : સરખી રીતે જવાબ આપ કૌશલ.

કૌશલ ( થોડું આશ્ચર્ય સાથે ): સીધો જવાબ એ છે કે હું નિયતિથી બંધાયેલો નથી. મને નિયતિથી કોઈ ફર્ક નથી પડતો. હું રેવા સાથે લગ્ન કરવા માંગું છું. શું તું હંમેશા રેવા બનીને રહીશ મારી સાથે?

રેવાને જેની બીક હતી તે જ જવાબ કૌશલ પાસેથી મળ્યો. કૌશલને નિયતિથી કોઈ લાગણી નહતી. પણ રોહનની વાતો પરથી રેવાને બીક હતી કે જો નિયતિનું વ્યક્તિત્વ જીવતું થઈ ગયું તો કૌશલ તેનાથી દુર ના થઈ જાય. કૌશલનાં પ્રશ્ન નો કોઈ જવાબ રેવાએ આપ્યો નહીં. આ જોઈ કૌશલ થોડો વિચારમાં પડી ગયો. તેને સમજાય નહતું રહ્યું કે કેમ આજે રેવા અને નિયતિ વચ્ચે તે ફસાય રહ્યો છે. રેવાનો ચહેરો થોડો તેની તરફ ઉંચો કરતાં કૌશલે પુછ્યું " શું વાત છે ?... આજે કેમ રેવા અને નિયતિ માં તું જાતે ફસાય છે અને મને પણ ફસાવે છે?. "

રેવાનાં આંખોમાં આંસુ ભરાય આવ્યાં. અને તેણે ધીમેથી કહ્યું " હું પણ માણસ છું કૌશલ... રેવા બનવું મારી મજબુરી હતી. પણ નિયતિ હું જન્મજાત જ છું. પરિસ્થિતિ એક સમાન ના રહે અને જો ભવિષ્ય માં એ પલટાય જાય અને ફરીથી નિયતિનું વ્યક્તિત્વ બહાર આવી જાય તો તું મને છોડી દઈશને? કેમકે તને રેવા જોઈએ છે?.."
કૌશલે રેવાનો જવાબ આપતાં પહેલાં તેનાં આંસુ લુછ્યાં. અને કપાળે તેનાં હોઠોનાં સ્પર્શ સાથે તેણે કહ્યું " અરે પાગલ છોકરી...... તું મને સમજે શું છે?... હું તને પ્રેમ કરું છું. રેવા નામને નહીં. અને મારો કહેવાનો મતલબ એમ હતો કે હું ખુશ છું તારાં આ વ્યવહાર- વર્તનથી. તો તારે પાછળ વળીને જોવાની શું જરૂર છે?.. તારાં ભૂતકાળમાં શું બન્યું તે મને ખબર નથી. પણ મને હમણાંનું તો ખબર છે ને!.. તો બસ પાછળ વળીને જોવાની જરૂર નથી. "
" પણ કૌશલ..."
" ના.. કશું પણ...પરંતુંની જરૂર નથી." અને કૌશલે રેવાને રોકી દીધી. રેવા પુછવાં માંગતી હતી કે શું કૌશલને રોહન સાથેનાં સંબંધથી કોઈ વાંધો તો નથી ને!... કે કોઈ પ્રશ્ન તો નથી ને!.. પણ કૌશલે તેને બોલવા જ ના દીધી. અને કૌશલની મીઠી વાતો સાંભળી તેણે પણ વધારે કોશિશ ના કરી. અને આખરે હાલ પુરતું રેવાનું મન શાંત થઈ ગયું.

બીજી તરફ તેમનાં લગ્નની તૈયારીઓ જોશ જોશમાં ચાલું થઈ હતી. પણ આ તૈયારીઓમાં ઘર્ષણ ઘણાં ચાલી રહ્યાં હતાં. હા.... અમી અને વંદિતા. વાત વાતમાં ઝઘડતાં આ બન્નેને જોઈ આસપાસના લોકો પણ ત્રાસી ગયાં હતાં. નાની નાની વાતમાં ભિન્ન પડતાં વિચારો તેનું કારણ હતું. પણ આ જ ઝઘડાઓ રેવા તરફનો તેમનો પ્રેમ પણ સાબિત કરી રહ્યાં હતાં.

સૌથી મોટું પૂજન એટલે ગણેશ પૂજન. કોઈપણ શુભ કામની શરૂઆત તેનાથી થાય એટલે કામ સફતાથી પાર પડવાની એક ધાર બંધાય જાય. અને બધી વિધિમાં તે સૌપ્રથમ હતું. "એમ તો છોકરી પક્ષ અને છોકરાં પક્ષનાં ઘરમાં આ વિધિ પુરી પાડવાની હોય પણ અહીંયા તો બંને એક જ જગ્યા છે તો ભેગી જ પૂજા કરવી સારી રહેશે." શેરસિંહે કહ્યું. દાદીમાં અને બીજા લોકોને તેમાં કોઈ વાંધો ના લાગ્યો એટલે ચોકમાં જ પૂજનની ગોઠવણી ચાલું થઈ. સામગ્રીની સજાવટમાં પણ અમી અને વંદિતા ઝઘડી રહ્યા હતાં. આ જોઈ રોહન એકદમ બોલી ઉઠ્યો " તમેં બંને ક્યારેય ઝઘડો બંધ ના કરી શકો ને?!... આટલો પ્રેમ કરો છો નિયતિ ને? " રોહન થોડું મિત્રતા વધારવાની કોશિશ કરતો હોય તેમ અમી અને વંદિતા બંનેનાં મનમાં થયું . પણ બંને માથી કોઈપણ એ રોહનનો જવાબ ના આપ્યો અને તે ચાલ્યા ગયાં. પૂજાનો સમય થયો અને બધાં ભેગાં થવા લાગ્યાં. કૌશલ પણ તૈયાર થઈ ત્યાં પહોંચી ગયો હતો. નવાં કપડાંમાં તે આજે નવી જ રીતે શોભી રહ્યો હતો. ચહેરાં પર ખુશીની લાલી હતી. અને ચાલ-ઢાલમાં એકદમ રોબ. આજ સુધી કૌશલ આટલો પ્રભાવી નહતો લાગતો. બધાની નજર તેની તરફ આકર્ષી રહેલો કૌશલ તો માત્ર સામેથી આવતી રેવામાં જ અટકી રહ્યો. નાના પગલે આગળ વધતી રેવા પણ કૌશલને ટક્કર આપવા તૈયાર હતી. શરમ સાથે ઝૂકેલી નજરે પણ તેમાં પણ છુપતા છુપાતી કૌશલને જોતી નજરોથી જ તે ઘાયલ થઈ રહ્યો હતો. અમી અને વંદિતાએ તૈયાર કરેલી રેવાનાં વખાણ સાંભળીને તેનો શ્રેય લેવાં તે બંને આગળ આવી ગયાં. આ જોઈને પણ બધાં એકસાથે હસી પડ્યાં. " સમજુ છોકરીઓ થઈ ને બેટાં તમેં કેમ આમ ઝઘડો છો?.." સરપંચજીએ સમજાવવાની કોશિશ કરી. " હું નથી ઝઘડતી આ ઝઘડે છે.." બંને એ એકબીજા તરફ આંગળી ચિંધી એકસાથે બોલી ઉઠ્યાં. અને બીચારાં સરપંચજી પણ ચુપ થઈ ગયાં.
પંડિતજીનાં કહેવાં પ્રમાણે પૂજા આગળ વધવા લાગી. મંત્રોચ્ચાર સાથે ચારે તરફ વાતાવરણ શુધ્ધ બનવાં લાગ્યું. ત્યાં પૂજામાંથી થોડી ચોરી ચોરી વાતો કરતાં રેવા કૌશલને કહેવાં લાગી " શું વાત છે... આટલો તૈયાર કોનાં માટે થયો છે?.." અને મોં છુપાવી હસવા લાગી. હાથ જોડી બેઠેલો કૌશલ બોલ્યો " છે એક.. તને શું?.. તેની નજર મારી તરફ આકર્ષી રાખવા કરવું પડે ને!.." રેવાને વળતો જવાબ મળતાં તે ચુપ ના રહી શકી. અને કહ્યું " આમ વધારે તૈયાર ના થાઓ... બીજાં કોઈની નજર આકર્ષાય જશે તો મારું શું થશે!" અને બંને એકબીજાં તરફ જોતાં હસવા લાગ્યાં. વંદિતા નાની હતી પણ ઘણી સમજું હતી એટલે તેણે આ જોઈ ધીમેથી પાછળથી કહ્યું " બસ કરો... તમારી વાતો સંભળાય છે મને... " " તો શું થયું?.. ના સાંભળીશ.. બધાને તારાં જેમ બોરીંગ ના બનાવી દઈશ. મસ્ત રોમાંસમાં ખલેલ તો ના નાખીશ!.." અમીએ તરત કહ્યું. અને રેવા અને કૌશલ પોતાની વાતોને છોડી આ બંનેની વાતોમાં હસવા લાગ્યાં. અને આજુબાજુના લોકો ધ્વારા તેમને ટોકવામાં આવ્યાં એ અલગ.

ધીમે ધીમે વાતાવરણ લગ્નની મસ્તીમાં ફેરવાય રહ્યું હતું. દરેક વ્યકિત ખુશીથી તેમાં પોતાનો ભાગ ભજવી રહ્યાં હતાં. બસ રોહન જ એક એવો વ્યક્તિ હતો જે એકપણ કામમાં ભાગ નહતો ભજવી રહ્યો પણ એક જગ્યાં બેસી દરેક વસ્તુ પર નજર રાખી બેઠો હતો. ખબર નહીં તેનાં મનમાં શું ચાલી રહ્યું હતું. જેમ જેમ બીજી વિધિઓ આગળ વધવા લાગી તેમ રોહન ઘણાં પ્રયત્નો કરી રહ્યો હતો અમી અને વંદિતાનાં મિત્ર બનવાનો. પણ બંને માથી એકપણ રોહનને પસંદ નહતી કરી શકી રહી. રોહન તરફ તેમનાં વિચારો સારાં બની જ નહતાં રહ્યાં. પણ એકબીજાને કહેવાની પણ મહેનત કોઈએ કરી નહિ.

બીજી અમુક પૂજા પછી પીઠી ચોળવાનો દિવસ પણ આવ્યો. અને રીત મુજબ એકપછી એક આવી બધાં રેવા અને કૌશલને પીઠી લગાવી રહ્યાં હતાં. આ વાતનો ફાયદો ઉઠાવી રોહન પણ રેવાની નજીક જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પીઠી ભરેલો હાથ લઈ તે રેવાના ચહેરાં તરફ વધવા લાગ્યો. આ જોઈ રેવા થોડી ગભરાય. રેવાને હજું બીક હતી કે રોહન જ એક માણસ છે જે કૌશલના મનમાં શક પેદા કરી શકે છે. મારાં વિરુદ્ધ ભડકાવી શકે છે. પણ તે બધાની વચ્ચે ના પણ નહતી કહી શકતી. રોહન પગ, ઘુટણ, ખભાં અને ચહેરાં પર પીઠી લગાવી રહ્યો. પણ તેનો સ્પર્શ કંઈક અજીબ જ લાગી રહ્યો હતો. આ વાત વંદિતાએ અને અમીએ તરત જોઈ લીધી. અને જેમતેમ કરી બહાનાથી રોહનને દૂર કર્યો. કૌશલનું આ કશાં મા કોઈ ધ્યાન ના ગયું. પણ આ વાત પર ચુપ રહેવાય તેમ નહતું. વંદિતા અને અમી નિરાશાંથી નીચી ઝૂકાવેલી નજરે બેઠેલી રેવાને તાકી રહી. આ વાતની ચોખવટ માંગવા બંને અવસરની રાહમાં હતાં.

પણ શું તે બંને રેવાને રોહનથી દુર રાખવામાં સફળ થઈ શકશે? કે રોહન નિયતિને પામવાની કોશિશમાં સફળ થઈ જશે?.. દરેક વાત ઘણાં બધાં વળાંકો સુધી આવીને અટકી રહે.....



ક્રમશઃ