dil ni vaat dayri ma - 3 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | દિલ ની વાત ડાયરી માં - 3

Featured Books
Categories
Share

દિલ ની વાત ડાયરી માં - 3

આગળ જોયુ કે એરપોર્ટ માં રેહાન ની નજર રીયા પર પડે છે. રેહાન અને રીયા બંને સાથે લંડન જઇ રહ્યા છે. હવે આગળ જોઇએ...


રેહાન અને રિષીતા તેમનો સામાન ગોઠવી સીટ પર બેસે છે. રેહાન ને રીયા દેખાય છે કેમ કે રીયા ની સીટ ક્રોસ માં જ હોય છે. ૧૨ કલાક ની મુસાફરી માં રેહાન દસ-પંદર વખત રીયા ને જોઇ છે કે રીયા શું કરે છે.. ડિનર કર્યા બાદ રીયા મેગેઝીન વાંચી ને સુઇ જાય છે પરંતુ રેહાન ની ઊંઘ તો હરામ થઈ ગઈ હોય છે. સૂતેલી રીયા ને રેહાન જોયા જ કરે છે અને આ બધુ રિષીતા નોટીસ કરે છે. ૧૨ કલાક બાદ ફ્લાઇટ લંડન ના હીથ્રો એરપોર્ટ પર લેન્ડ થાય છે. રીયા ને લેવા માટે કંપની તરફથી એક વ્યકિત આવ્યો હોય છે જ્યારે રેહાન અને રિષીતા ને લેવા તેમની બહેન અને જીજાજી આવ્યા હોય છે. રેહાન જોઇ છે કે રીયા ને લેવા એક વ્યકિત આવ્યો હોય છે જેના હાથ માં રીયા પટેલ નામ નું બોર્ડ અને નીચે કંપની નું નામ લખ્યું હોય છે. રીયા પોતાનું નામ વાંચી સીધી એ વ્યકિત પાસે જઇ ને ઊભી રહે છે, ત્યારે રેહાન ને રીયાનું નામ ખબર પડે છે અને એ કંપની નું નામ પણ વાંચી લે છે. શેફાલી રેહાન અને રીષીતા ને જોઈ ને બૂમ પાડે છે અને પછી ત્રણેય ભાઇ-બહેન એકબીજા ને હગ કરે છે અને તેઓ કાર માં સામાન મૂકી ઘરે જવા નીકળે છે. ઘરે આવી ને રેહાન ફ્રેશ થઈ ને થોડી વાર તેના જીજાજી સાથે બેસે છે, ૩ વર્ષના રિધાન (શેફાલી નો દિકરો) સાથે મસ્તી કરી ને જમી ને સુઇ જાય છે કેમ કે રીયા ને જોવા માં તે ફ્લાઇટ માં સૂતો નહતો. રિષીતા તો શેફાલી સાથે વાતો કરવા બેસી જાય છે અને લંડન માં ફરવા નાં પ્લાન બનાવે છે.
આ બાજુ રીયા તેના 1BHK અપાર્ટમેન્ટ માં આવે છે જે કંપની તરફથી રેહવા માટે આપવામાં આવે છે. જોતા જ ગમી જાય તેવો અપાર્ટમેન્ટ હોય છે મુખ્ય હોલ માં ટીવી, સોફા, નાનું બુક સેલ્ફ, થોડું ફર્નીચર પછી નાનું કીચન જેમા રસોઇ બનાવવા ના બધા સાધન અને મટીરીયલ્સ હતુ, બેડરૂમ માં વચ્ચે ડબલ બેડ, સાઈડ માં વોર્ડરોબ, પછી વોશરૂમ અને સામે ની બાજુ સુંદર બાલ્કની જ્યાંથી લંડન શહેર રમણીય દેખાતુ હતું. રીયા થાકેલી હોવાથી તે ફ્રેશ થઇને થોડું જમી ને તેના ફોનમાં મેઇલ ચેક કરે છે જેમાં કંપનીની ટ્રેનીંગનું સ્થળ, સમય હોય છે અને લેવા-મૂકવા આવવાની વિગત આપી હોય છે. રીયા તેના પિતાને પહોંચી ગયાનો મેસેજ કરી, એલાર્મ મૂકીને સૂઇ જાય છે.

પહેલો દિવસ લંડનમાં..

રીયા સમયસર ઊઠીને તૈયાર થઈને બ્રેકફાસ્ટ બનાવે છે. બ્રેકફાસ્ટ કરીને જરૂરી કાગળ, લેપટોપ અને જરૂરી વસ્તુઓ તેની ઓફીસ બેગમાં મૂકે છે અને ઘર લોક કરીને નીચે જાય છે. જ્યાં બોબ કરીને એક વ્યકિત
રીયાને પીકઅપ કરવા માટે આવ્યો છે. બોબ ને કંપની તરફથી રીયા ને લેવા-મૂકવાની માહિતી આપી દેવાઇ હોય છે. બોબ રીયા પાસે જઈને તેની ઓળખાણ આપે છે, તેનું આઇ-કાર્ડ બતાવે છે. બોબ રીયાને લઇને કંપનીમાં પહોંચે છે. રીયા રીસેપ્સન પર પહોંચી બધી ફોર્માલીટી પુરી કરે છે. રીયા સાથે ટ્રેનીંગ માટે બીજા દસ વ્યકિતઓ હોય છે જેમાંથી ચાર ભારતીય અને બીજાં છ જણ અલગ અલગ દેશ માંથી આવ્યા હોય છે. થોડી જ વારમાં ટ્રેનીંગ ઓફિસર મીસ લોરા સિમોન્સ આવી ને તેની ઓળખાણ આપે છે અને તેમની ટ્રેનીંગ શરૂ કરે છે.
રેહાન તેની ટેવ મુજબ વહેલો ઊઠી કસરત કરીને નાહીને તૈયાર થઇ બ્રેકફાસ્ટ કરીને તેના ક્લાઇન્ટ ને મળવા નીકળે છે. મીટીંગ પત્યા બાદ રેહાન એક વ્યકિત ને ફોન કરે છે અને રીયાની કંપની ની ડિટેઇલ્સ મંગાવે છે. રેહાન ઘરે જવા નીકળે છે. ઘરે આવી જમીને લેપટોપ પર કામ કરવા લાગે છે, ત્યાં જ રિધાન મામા મામા કરતો આવે છે અને કહે છે કે મામા સાંજે હાઇડ પાર્ક જઇશુ, રેહાન હા કહીને કામ પતાવે છે અને આખું ફેમીલી હાઇડ પાર્ક જવા નીકળે છે. રેહાન માટે લંડન નવું નહતું કેમકે કામ માટે તે ઘણી વખત આવી ચુક્યો હતો, પરંતુ રીયા માટે નવી જગ્યા હતી. ઓફીસ માં કામ જલ્દી પૂરું થતા રીયા ક્યાંક બેસવા જવાનું વિચારે છે. ઈન્ટરનેટ પર તે લંડન માં ફરવાની જગ્યા સર્ચ કરે છે, તે હાઈડ પાર્ક જવાનું નક્કી કરે છે તે બોબ ને કહે છે કે તે તેને હાઈડ પાર્ક ડ્રોપ કરી દે. બોબ તેને ત્યાં મૂકી ને નીકળી જાય છે. લંડન નો સૌથી મોટો પાર્ક એટલે કે ગાર્ડન.. હાઈડ પાર્ક.. રીયા નુ મન પ્રફુલિલ્ત જઇ જાય છે પાર્ક માં આવતા.. ભૂખ લાગી હોવાથી પાર્કમાં આવેલા કેફેમાં જઇ ખાઇ લે છે અને પછી સારી જગ્યા શોધી બેસી ને કાન માં એરપોડ્સ નાંખી બોલીવુડ નાં જૂના સોંગ ચાલુ કરે છે સાથે લેપટોપ પર કામ પણ કરે છે.
આ બાજુ પાર્ક માં આવતા જ રિધાન અને રેહાન બોલ રમવાં લાગે છે પછીથી રીષીતા, શેફાલી પણ રમવાં આવે છે. રમતાં રમતાં બોલ રીયા બેસી હોય છે ત્યાં જતોરે છે.. રીયા પાસે બોલ આવતા રીયા આજુબાજુ જોઈ છે એટલી વાર માં રિધાન બોલ લેવા આવે છે. રીયા તેને તેનું નામ પૂછે છે અને સ્માઇલ આપીને બોલ આપી દે છે. રિધાન તેનું નામ કહી અને થેન્ક યુ કહી ને રમવા જતો રહે છે. રેહાન દૂરથી આ બધું જોતો હોય છે અને મનોમન વિચારે છે કે કિસ્મત આજકાલ બહુ સાથ આપે છે.. જે વ્યકિત ને જોવા માંગે છે તે સામે જ હોય છે. હવે તેનુ ધ્યાન રમવા કરતા રીયા પર વધારે છે આ વાત તેની બંને બહેનો નોટીસ કરે છે પણ કઇ તેઓ કંઇ બોલતા નથી.
રીયા હવે રોજ ઓફીસ થી નીકળી નવી જગ્યા જોવા જતી, ફરવા જતી.. આમ ને આમ ૧૩ દિવસ પૂરા થઇ જાય છે. હવે એક જ દિવસ ઓફિસ જવાનુ હોય છે અને એક આખો દિવસ તેને ફરવા મળે છે તેથી તે દિવસે તે તૈયાર થઈ ફરવા નીકળી પડે છે. ઓક્સફોર્ડ સ્ટ્રીટ માંથી શોપીંગ કરે છે, સ્ટ્રીટ ફૂડની પણ લહેજત માણે છે..
બીજા દિવસે રીયા ઓફિસ જઇ કામ પૂર્ણ કરે છે અને તેને ટ્રેનીંગ સર્ટીફિક્ટ પણ મળે છે, ઓફિસ માંથી વિદાય લઈ ઘરે જઈને પેકીંગ કરે છે કેમ કે વહેલી સવારે ફ્લાઇટ હોય છે.
૧૨ કલાક બાદ તે પાછી અમદાવાદ ઊતરે છે અને તેના ઘરે જાય છે.

હવે અહીં થી રીયા અને રેહાન ના નવા જીવન ની સફર શરૂ થશે... જે રેહાન તેની ડાયરી માં લખવાનું શરૂ કરશે..


હવે આગળ શું થશે તે જાણવા રાહ જુઓ ભાગ-૪ નો..

આ સ્ટોરી તમને સીધી સીધી લાગતી હશે.. પરંતુ આગળ નાં ભાગ માં તમને જરૂર મજા આવશે.. કેવી રીતે રેહાન અને રીયા એક થશે અને તેમની લાઇફ ના કિસ્સા જાણવા મળશે...
ગુડ નાઈટ