nandita - 3 in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | નંદિતા ભાગ - ૩

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નંદિતા ભાગ - ૩

" નંદિતા" ભાગ-૩ અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી......... નંદીની ઘસઘસાટ ઊંઘી ગઈ.અનુરાગ ને ઊંઘ આવતી નહોતી.એણે પોતાનો મોબાઇલ લીધો.મોબાઈલ માં નંદિતા નો ફોટો જોવા લાગ્યો.. નંદિતા નો હસતો ગાલે ખંજન પડતો ફોટો....બહુજ ક્યુટ લાગતી હતી... અનુરાગ મનમાં બોલ્યો. અનુરાગ ને એ પ્રસંગ યાદ આવ્યો જ્યારે નંદિતા બીજી વાર મલી હતી..અને એણે નંદિતા નો ફોટો પહેલી વાર મોબાઇલ માં પાડ્યો હતો.. એક દિવસ નંદિતા નો ફોન આવ્યો... " હેલ્લો.. શું કરે છે અનુરાગ ?.". "બસ બેઠો છું અને આપણી બચપન ની એ વાત યાદ કરું છું.". "એમ..હજુ યાદ છે.".... " તે યાદ ના હોય! આ માથા પર નો ઘા હજુ યાદ છે.". " હજુ પણ ઘા છે? હજુ દુઃખે છે?". " આમ તો દુખતું નથી..પણ પછી તું વેકેશન માં મલતી નહોતી એટલે દુખે..દુખે.. ઘા..હા.. સ્હેજ નિશાન છે..પણ તું ચિંતા ના કર..પણ તેં ફોન કેમ કર્યો.? અમદાવાદ આવવાનો વિચાર છે કે શું?". " અરે.હવે તો તું મારા મન ની વાત પણ જાણતો થયો.હા. હું અમદાવાદ આવું છું..બસ એક કલાક માં જ પહોંચી જઈશ.આપણે એ જગ્યા એ જ મલીશુ.. રીવરફ્રન્ટ પર...મારે એક કેસ ની બાબત માં અમદાવાદ આવવાનું થયું છે.. એટલે થયું..ચાલો ને આ ડોબા ને જ પહેલા મલી લઉં.". " એટલે હું ડોબો છું? મારી બહુ મજાક કરે છે.ભોળો અને ડોબા માં બહુ ફરક છે.". "સોરી....બસ..હવે ડોબો નહીં કહું પણ ભોળો પણ નહીં કહું.. તું ક્યાં ભોળો છે.. મારું મનડું તો લ ઈ લીધું છે." "અને તે શું કર્યું. નાનપણમાં ક્યારેય તું મને મલી!." " સારૂં સારૂં.. હું રસ્તા માં જ છું બસ અમદાવાદ આવી જ સમજ.ઓકે". આમ કહી ને નંદિતા એ ફોન બંધ કર્યો.. એક કલાક પછી અનુરાગ બાઈક પર રીવરફ્રન્ટ પર નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યો.. તો ત્યાં નંદિતા આવી ગયેલી હતી..સાથે બાઈક પણ હતી.આજે તો એ સીવીલ ડ્રેસ માં હતી.ખૂબસુરત દેખાતી હતી.. જીન્સ અને ટોપ માં એ હિરોઈન થી કમ નહોતી લાગતી.. અનુરાગ ટગર ટગર નંદિતા ને જોઈ રહ્યો.... "એ.. મિસ્ટર..આમ કોઈ છોકરી ને ટગર ટગર જોવો ગુનો છે." "જો તું આને ગુનો કહેતી હોય તો તારા હ્રદય ની જેલ માં રાખી લે...પણ તું આ સીવીલ ડ્રેસ માં ખુબસુરત દેખાય છે.. યુવાન નંદિતા ને પહેલી વાર આટલી સુંદર જોઈ." ..... "થેંક્યું .મારી તારીફ માટે..પણ તું હવે બોચિયો તો દેખાતો નથી..ઠીક ઠીક છે...ચાલે....બહુ સ્માર્ટ દેખાતા તો મને ગમતા જ નથી.ક્યારે દગો કરે.! " "એમ ના બોલ નંદિતા.તારા જેવી યુવતી ને કોઈ દગો કરશે એ વિચાર માં પણ ના આવે." "જો અનુરાગ હું એક ખાસ કામે અમદાવાદ આવી છું મારી પાસે ટાઈમ નથી.આતો થયું તને મલી લઉ. ........ચાલ ને હું આપણા બંને ની સેલ્ફી લઈ લઉં.". થોડી વારમાં નંદિતા એ અનુરાગ સાથે સેલ્ફી લીધી.. પછી નંદિતા બોલી. " અનુરાગ હું તારો એક ફોટો લઉ.. મારી પાસે તારી યાદ રહેશે." ઓકે... અનુરાગ બોલ્યો... નંદિતા એ ફોન થી અનુરાગ નો એક સરસ ફોટો લીધો... "થેંક્યું.. નંદિતા..જો તેં મારો ફોટો લીધો તો મારી પાસે પણ તારો એક ફોટો તો હોવો જ જોઈએ ને." "ચોક્કસ..બોલ કયો પોઝ આપું " નંદિતા હસતી હસતી બોલી.. "જો નંદિતા મને તો સાવ સાદો પોઝ જ જોઈએ." ઓકે ત્યારે.... એ સાથે અનુરાગે નંદિતા નો એક સરસ પોઝ એના મોબાઈલ માં લીધો.... "અનુરાગ મારે મોડું થાય છે.. આપણે છુટા પડીએ." "ઓકે..પણ હવે ક્યારે મલીશુ? " "ક્યારે શું? ફોન પર , વોટ્સએપ પર.".. આમ બોલી ને બંને રસ્તા પર આવતા જ હતા ત્યારે એક સ્કુલ વાન પસાર થઈ... અંદર બેસેલા સ્ટુડન્ટ્સ નંદિતા અને અનુરાગ ને જોઈ ને હાથ બહાર કાઢીને....અવાજ કરવા માંડ્યા...... અનુરાગ અને નંદિતા છુટા પડ્યા. અનુરાગ નું મન આ અવાજ ના કારણે..એના સ્કુલ ના દિવસો ના સ્કુલ ના અવાજો યાદ આવવા માંડ્યા......અવાજ સંભળાયો," મારું નામ અનિતા અને આ મારી ફ્રેન્ડ રેહાના. શું તું મારી ફ્રેન્ડ શીપ કરીશ.!"... ઓહ.ચોક્કસ....અનુરાગે મીઠા સ્વરે બોલ્યો... અને પછી... અનુરાગ, અનિતા અને રેહાના ની મૈત્રી સુમેળભર્યા વાતાવરણમાં મજબૂત થઇ... આમ ને આમ.. ત્રણેય મિત્રો બારમા ધોરણમાં આવ્યા.... એ દિવસ યાદ છે.. જ્યારે રક્ષાબંધન નો આગલો દિવસ હતો.. સ્કુલ માં થી છુટ્યા પછી અનિતા અને રેહાના મારી પાસે આવી. " ઓહ. હવે તો ઘરે જવાનો સમય થયો.મારે ગામડે જવાનું છે." અનુરાગ બોલ્યો.... ‌ અનિતા બોલી," આ રેહાના તને કંઈ ક કહેવા માંગે છે.". "બોલ રેહાના તું શું કહેવા માંગે છે?. અનુરાગ બોલ્યો..... " અનુરાગ આપણે છેલ્લા ચારેક વર્ષ થી ફ્રેન્ડ છીએ. શું હું તને ભાઇજાન કહી શકું! મારે કોઈ ભાઇ નથી." બોલતાં બોલતાં રેહાના ગળગળી થઇ ગઈ. " સ્યોર. તું મને તારો ભાઈ માની શકે છે બહેન." હવે અનુરાગ પણ ઈમોશનલ થયો. "તો ભાઇજાન હું રાખી લાવી છું .કાલે રક્ષાબંધન છે તો શું હું તને રાખી બાંધી શકું!" રેહાના બોલી.. " ચોક્કસ..આજ થી તું મારી બહેન.ચલ ઝટપટ રાખી બાંધી દે.પણ તને આપવા માટે હમણાં મારી પાસે કંઇ ભેટ નથી.પણ મારા તરફથી આ અગીયાર રૂપિયા લે.ભાઈ તરફથી." અનુરાગ બોલ્યો... રેહાના એ અનુરાગ ને રાખી બાંધી ને ભાઈ બનાવ્યો..હવે અનુરાગ ને અનિતા ની મજાક કરવાનું સુજ્યુ અને બોલ્યો," તેરા ક્યા ખયાલ હૈ? " આ સાંભળી ને રેહાના હસી.બોલી," અનિતા કહી જ દે મનમાં હોય એ.આવો મોકો નહીં મલે" અનિતા બોલી," મજાક છોડ રેહાના. તેં રાખી બાંધી ને અનુરાગ તારો ભાઈ થયો તું ખુશ ને!" "પણ તું કહેતી હતી ને કે અનુરાગ સાથે કોઈ વાત કરવી છે." રેહાના બોલી. "જો અનુરાગ હું અને તું એક મિત્ર જ છીએ.આપણી ફ્રેન્ડ શીપ કાયમ રહેશે. હું તારા માટે આ ફ્રેન્ડ શીપ બેલ્ટ લાવી છું." અનિતા મુસ્કાન કરતી બોલી. એ દિવસ ને અનુરાગ યાદ કરે છે.. જ્યારે... અનુરાગ એ દિવસે સાંજે પોતાના ગામ રક્ષાબંધન નો તહેવાર કરવા પહોંચ્યો. મમ્મી અને પપ્પા એને જોઈ ને ખુશ થયા.. રાત્રે અનુરાગ મમ્મી પાસે બેઠો હતો ત્યારે અચાનક મમ્મી બોલી.... "પેલા રમણ ભાઈ મલ્યા હતા.". "કયા?". " આ પેલા તારા પપ્પા ના મિત્ર..એ કહેતા હતા કે... નંદિતા તને યાદ કરે છે.. નંદિતા હવે દસમા માં છે એટલે એ હવે ગામડે આવશે નહીં... મને અને તને યાદ કરતી હતી.". અનુરાગ બોલ્યો.. "હમમ ". "પણ..આ તારા હાથમાં રાખડી કોણે બાંધી છે? કોઈ બહેન બનાવી છે સ્કુલ માં? જો તારું આ બારમું ધોરણ છે ધ્યાન થી વાંચજે.આડો અવળો થતો નહીં...તારા પપ્પા જોયા છે ને?." "મમ્મી આતો સ્કુલ માં એક છોકરી એ રાખડી બાંધી છે." "પણ આ સાથે બીજુ શું છે હાથ માં? ફ્રેન્ડ શીપ બેલ્ટ! આ તારી ક ઈ મિત્ર છે.એ તો કહે.". "મમ્મી તું તો બહુ પુછપરછ કરે છે.સ્કુલ માં જેણે રાખડી બાંધી છે એ રેહાના છે એની સખી અનિતા એ ફ્રેન્ડ શીપ બેલ્ટ બાંધ્યો છે." " તો પછી આ અનિતા તો તારી મિત્ર હશે તો જ બાંધે ને! તને એ ગમે છે?" તરૂણ ઉંમર ના અનુરાગ વિશે 'માં ' સતર્ક બની. અચાનક પુછાયેલા સવાલ થી અનુરાગ ચોંકી ગયો..એ સાથે અનુરાગ ઝબકી ગયો.. ઝબકી ને જોયું તો ...હવે એ પાછો વર્તમાન માં આવ્યો.એની નજર બાજુમાં સુતેલી પોતાની બેબી પર પડી..બેબી ઉંઘ માં ધીમું હસતી લાગી.એના ગાલ માં પણ ખંજન પડતા હતા.......અનુરાગ પણ મનમાં હસ્યો..આ પણ ખરું.. નંદિતા ના ગાલે અને બેબી ના ગાલે પણ હસે ત્યારે ખંજન પડે છે. *****અનુરાગ અને નંદિતા ની વાત..અનુરાગ સાથે..અનુરાગ ની ડાયરી માં થી...વધુ હવે પછી ના હપ્તે..* મિત્રો તમને મારી આ પ્રથમ ધારાવાહિક વાર્તા પસંદ પડી હોય તો પ્રતિભાવ ચોક્કસ આપજો.અને કોઈ સુચનો હોય તો જણાવવા વિનંતી છે.......@ કૌશિક દવે...