ખૂની કોણ? ભાગ 4
એકાદ વર્ષ વીતી ગયું.બંને વચ્ચેના સંબંધની સોમેશ ને ગંધ પણ ન આવી બંને બિંદાસ્ત થઈ ગયા પણ પાપ છાપરે ચડીને પોકાર્યો વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ .એક દિવસ સોમેશે બંનેને રંગે હાથે ઝડપી લીધા. માંગીલાલ છટકીને ભાગી ગયો. સોમેશે ઈજ્જત જવાના ડરથી જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું .જયાએ પણ સમય નો તકાજો જોઈ પગ પકડી માફી માગી લીધી.
જયા માંગીલાલ ને ભૂલી શકે એમ ન હતી. માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો. બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ જવાનું નક્કી કર્યું .સોમેશ નો રસ્તા માંથી કાટો કાઢી નાખવાનું બંનેએ નક્કી કર્યું. જયાએ માંગીલાલે એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધી. માઉન્ટ આબુ ખાતે વિક -એન્ડ હાઉસમાં આખરી અંજામ આપવાનું નક્કી થયું.
માંગીલાલ રાજસ્થાનનો હતો અને જયા સાથે અને એક વખત માઉન્ટ આબુ ખાતે લાંબી ક્યાં હાઉસની મુલાકાત લીધેલી, એટલે બંગલાના રાખ -રખાવનું કામ કરતો માણસ હિરો એને ઓળખતો હતો. એક દિવસ માંગીલાલ સોમેશ વિક -એન્ડ હાઉસમાં પહોંચી ગયો અને હીરાને ખબર ન પડે એ રીતે સોમેશના મુત્યુ નો સામાન પિસ્તોલ ,છરી, દોરડું વગેરે રાખી આવ્યો તે બાબતે જયા અને માંગીલાલ ને ટેલિફોન પર વાતચીત થઈ ગઈ .
જયાએ કહેયુ 'ખેલ તમામ કરીને માંગી ત્યાં અને ત્યાં છે તું મારી ભૂખ ભાગજે કેટલા દિવસ થઈ ગયા તમે માણ્યાં ને મારા માંગી ? માંગીએ પણ કહ્યું ' હા ,જયા કામ તમામ થયા પછી તું કાયમ માટે મારી થઈ જઈશ'
શિયાળાની કડકડતી ઠંડીમાં રજાનો આનંદ માણવા સોમેશે જયા સાથે માઉન્ટ આબુ ખાતે આવ્યો. સોમેશ ને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ વિક-એન્ડ એની જિંદગીનો આખરી બનીને રહેશે. એની જિંદગીનો એન્ડ થઈ જશે. જયા એ કહ્યું હતું કે વીક -એન્ડ હાઉસમાં મારે તારા સિવાય કોઈ જોઈએ નહીં. મારે તારી સાથે બહુ મોજ મસ્તી કરવી છે .જમવાનું હું બનાવીશ પણ મારે તારી સાથે એકલું જ રહેવું છે. હીરા ને રજા આપી દેવાઈ.
વિક- એન્ડ હાઉસમાં જયા અને સોમેશ સિવાય કોઈ નહોતું શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીથી માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી થી નીચે પહોંચી ગયેલુ રસ્તા ઉપર એક કાર પૂરઝડપે દોડી રહી હતી ગાઢ ધુમ્મસના કારણે રસ્તામાં બે હાથ આગળ કઈ દેખાતું ન હતું .અચાનક કારનું ટાયર ફાટતાં કાર ચિચયારી કરીને રસ્તાની એક તરફ ઉભી રહી ગયેલી. જો ચારેક મિટર આગળ ગઈ હોત તો સીધી ખીણમાં જાત.
એક આકૃતિ એમાંથી ઉતરે છે. કારને ગુસ્સાથી લાત મારે છે .આજુબાજુ જુવે છે અને ત્યાંથી દૂર એક નાનકડા ટીંબા પર સોમેશ પ્રજાપતિના વિકે -એન્ડ હાઉસ તરફ જાય છે.
ખટખટ !દરવાજે ટકોરા પડે છે અને દરવાજો ખુલે છે .ગભરાયેલી યુવતી દરવાજો ખોલે છે. એના હાથમાં પિસ્તોલ હોય છે. ખૂણામાં એક લાશ પડી હોય છે એ યુવતી એટલે જયા અને આવનાર પુરુષ એટલે માંગીલાલ.
જયા માંગીલાલ ને ભેટી પડે છે, યોજના મુજબ કામ તમામ થઈ ગયું છે એવું જણાવે છે .બંને લાશ ને જોઈને હસે છે બંને બધું ભૂલીને એકમેકમાં ઓગળી જાય છે ઘડિયાળ સવારનો ચાર વાગ્યાનો સમય બતાવતી હતી. બંને ભેગા મળી લાશ ને ફાટેલા ટાયર વાળી ગાડીની સ્ટેયેરીંગવાળી સીટ ગોઠવી દે છે ,પછી ગાડી ને હળવે થી ધક્કો મારે છે. ગાડી રસ્તાની બાજુની ખીણમાં પડે છે.
માંગીલાલ જયાને વિકે-એન્ડ હાઉસમાં મૂકી નીકળી જાય છે. કાંટો કાઢવાનું બંનેનું પ્લાન કામિયાબ થઈ ગયો.
ક્રમશ: