આ લગ્ન પછીની સવાર જ અલગ હોય છે યાર.
મનું પોતાના નિયમ પ્રમાણે વહેલી ઉઠી ગઈ હતી.
ઉઠ્યા પછી યોગા અને પ્રભાત સ્લોક થી શરુઆત થાય.
એની સવાર સાથે ભજન વિના એની સવાર ફીક્કી લાગે.
જાણે ચા વગર તો એ રહી ના શકે.
ફ્રેશ થઈને એ રૂમમાં આવી હજી તો પણ સુજોય સૂતો જ હતો.
એના ચેહરાની રેખા બતાવતી હતી કે કેટલો પાગલ છે આ મનુના પ્રેમમાં.
આજે એના ચહેરા પર અલગ જ તેજ દેખાતું હતું. સમય થઈ ગયો હતો તો મનું તૈયાર થઈ ગઈ હતી.ગુલાબી રંગની સિલ્ક સાડીમાં એકદમ રંગીન મિજાજની લાગી રહી હતી.ગુજરાતી છોકરી હવે બાકી હતું
એના પ્રેમી માંથી પતિદેવ બનેલા સુજોય ને ઉથડાવાનોહતો.
અને ઉથડાવા ગઈ પણ સામે જ સુજોયે એને પોતાની બાહો સમાવી લીધી.એક પ્રેમવાલી જપ્પી આપીને સીધા જ સુજોયને ફ્રેશ થવા મોકલી આપ્યો.
રસોડામાં જઇને ચા અને મસાલા ભાખરી બનાવી દીધી સાથે અથાણું નો સમાવેશ નાસ્તો લઈને રૂમમાં આવી .
અને સુજોય પણ ફ્રેશ થઇને આવી ગયો હતો.
બંને સાથે બેસીને નાસ્તો કરીને ઘરે આવવા નીકળી ગયા. સુજોય અને મનું પણ ફાર્મ હાઉસ થી ઘરે આવી ગયા હતા. ઘરે આવતા જ મનુની વહું માંથી દીકરી બનાવવાની વિધિ કરી કલા બેને ગ્રહપ્રવેશ કરાવ્યો.
બધાંની સામે જ મનુને બોલાવીને ઘરની જવાબદારી સોંપી અને પછી રસોઈઘરની બધી જ માહિતી સમજાવવી જે રીતે કદાચ જ એક માં ન સમજાવી શકે ક્યાંક તો સાસુ પણ ની સમજાવે હા 1 મિત્ર સમજાવી બતાવી આપે અને લાગે તો આપણે શીખવી દે પરંતુ આ તો એના મનગમતા વ્યક્તિને સાસુ તરીકે માં ના રૂપમાં જોઇ બધા પરિવારના સભ્યોને ખુશી થઈ. કઈક આવી જ હોય છે અધૂરા પ્રેમની જાણકારી.
કોઈક વાર પ્રેમ જાણ્યા વગર થાય તો એની લાગણી જ અલગ હોય છે ભલે એક દીકરી હોય કે વહું સાથે સાસુનો પ્રેમ. આમ આ વાત થતી હતી ત્યારે નમર્દાબેનની આંખે ઝળહલીયા આવી ગયા.એ પોતાને કલાબેનની જગ્યા એ જોતી હતી જ્યારે કાવેરીની મમ્મી પપ્પા લગ્ન કર્યા બાદ આમ જવાબદારી સોંપી દીધી હતી સારી રીતે સાંભળી રહ્યા હતાં. સમય જતાં પણ ક્યાં વાર લાગે છે .આજે એ જોઈ લીધું હોય એવું લાગ્યું.વિચાર માં જ હતા ત્યારે કાવેરી બધું ચુપચાપ જોઈ રહી હતી. પોતે પણ નાની પીડા સમજી લીધી.સ્વસ્થ્ય થઇ નાની પાસે આવી અને કહ્યું કે નાની ચાલો આજે બપોરે આપણી ફ્લાઇટ છે તો જલ્દી જમી ને નિકલવું પડશે.સાથે મનહર કાકા પણ આવવાના છે તો એ લેવા આવતા જ હશે એમ મને નવીન મામા એ કહેતાં હતા.
જમીને બધી જવાની તૈયારી કરી લીધી હતી મનું પણ મદદરૂપ થઇ અને ઘણી બધી વાતો અને યાદો તાજી કરી.અને 12 વાગે એટલે સાગર ગાડી લઈને આવી ગયો. તન્વી હજી અહીં રોકાવાની હતી નાની નાના ના સુજોય અને મનું એ ચરણ સ્પર્શ કર્યા ઐરપોર્ટ મુકવા સુજોય આવાનો હતો.સમયે પહોંચી ને ટીકીટ ચેક કરી લીધા બાદ કાવેરી એ સુજોય તરફ જોયું એની આંખોમાં આશું હતા.1 મિનિટની રાહ જોયા વગર સુજોય એને હગ કરી લીધું.શાંત થઈ ને કહ્યું તું ક્યાં દૂર છે મારી લાડલી હું તને મળવા આવી જઈશ . નહિ તો આ સાગર છે જ એ મારા કરતાં વધારે તારું ધ્યાન રાખશે.પ્લેન માં જવા માટેની અનાઉસમેન્ટ થઈ અને હવે કાવેરી સાથે સાગર ની અમદાવાદ સફર શરૂ થઈ. અમદાવાદ પહોંચ્યા બાદ ત્યાંના કામ પુરા કર્યા બાદ પછી એમની પહેલી ચા થી મુલાકાત લીધી.જ્યાં એકબીજાને સારી રીતે ઓરખ્યાં પછી જ આગળ નો નિર્ણય લેવામાં આવશે એમ બંને એકબીજાને વચનો આપ્યા હતા.એકબીજાનું એટલું તો ધ્યાન રાખતા જ હતા. 7 દિવસ થયા હતા સાગરને અમદાવાદમાં ત્યાં રહેવા માટે તો કાવેરીનું ઘર હતું તેથી રાહત હતી.કામનું લોડ વધુ હતું તો એ સમયે જમતો પણ ન હતો.રાત દિવસ એ પોતાના પપ્પાના સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છે.જે વ્યક્તિ એ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી તેના હકદાર એના સાસુ હતા જેમની ઈચ્છા એ હતી કે જે બાળક કે માતા પિતાને તરછોડી દેય તેના માટે જ અમદાવાદ સંસ્થાના પાયા નું કામ સાગરને આપવામાં આવ્યું હતું અને સાથે ધીરજભાઈ પણ પુણ્યના કામમાં ભાગીદાર રહ્યા હતાં સઁસ્થામાં સ્વનો વિકાસ માટે ગૃહ ઉદ્યોગનું કાર્ય કર્યું કે જેથી કોઈને એમ ન લાગે પોતાના પર દયા કરી હોય તેવો કોઈ વ્યક્તિ વિચાર ન કરે. આમ સાગર ક્યારે કાવેરીની બહુ નજીક આવી ગયો ખબર પણ ના પડી.સાગરની કામ કરવાની શૈલીથી નાના નાની બહુ પ્રભાવિત થઈ ગયા હતા કોઈ વાર આવીને સીધો જ એ કામના લીધે સુઈ જાય તો સવારે વહેલા ઉઠીને કાવેરી નાસ્તો બનાવી દે અને સાગરના રૂમમાં મોકલી આપે.સાગર ઉઠે ત્યારે તો એ ઓફીસ પર નીકળી ગઈ હોય.અને આભારનો મેસેજ કરીને ચહેરા પર સ્મિત આવી જાય .દિવસો પસાર થતા હતા પણ આજે તો સાગર વહેલો ઉઠી ગયો હતો કાવેરી સાથે નાસ્તો કરવા માટે અને રાહ જોયા વિના તૈયાર થઇને રસોઈઘરની પાસે ટેબલ પર ગોઠવાય ગયો.કાવેરી એની રીતે કામ કરતી હતી સાગર પોતાના આંખના પલકારા ચુક્યા વગર એકધારું નજરથી જોયા કરતો હતો.
કાવેરી -નાસ્તો બની ગયો છે
નીચી નજરે સાગરને કહી દીધું પણ
આપણે તો સાહેબ એને જોવામાં એવા લિન થયા કે સામે આવીને ક્યારે બેસી ગઈ એ ખબર ના પડી.ચપટી વગાડતા એ સાગરે પલક જપકાવી
સાગર-આભાર મારુ આટલું ધ્યાન રાખવા બદલ.
કાવેરી- આભાર.તો નહીં
સાગર કેમ? સુજોય કીધું હતું પણ કામને લીધે.
કાવેરી -અરે ભાઈ ને કેમ લાવો છો વચ્ચે તમે
સાગર- તો શું કર્યું મેં કે આભાર વ્યક્ત થાય મારો.
કાવેરી -હા આભાર માટે આજનું ડીનર તમારે બનાવવાનું.?
સાગર-ડિનર
કાવેરી હા સાંજનું જમવાનું બનશે તમારાથી
સાગર મનમાં જ હજી ખબર નહિ કે તને હું સેફ છું.
કાવેરી ખબર છે એટલે તો કહું છું હું. મનું ભાભી એ બહુ વખાણ કર્યા છે તમારા તો ખ્યાલ આવી જશે મને કે ક્યારેક મારુ મન ન થાય તો ?
સાગર શું મન ન થાય તો ? હું બનાવીશ જમવાનું.
કાવેરી સારું તો હું નાની ને કહી દેવ અને હા હું રાહ જોઇશ
સાગર હું પણ.પણ ચા માટે આભાર આજે પહેલી મુલાકાત યાદ આવી ગઈ.
અને બંને એકબીજાને જોઈને હસી પડે છે પછી કામે નીકળી પડે છે.
સાંજ થવા આવી હતી પણ કાવેરી હજી આવી ન હતી.
નાના નાની ને ચિંતા થતી હતી પણ શું.
7 વાગ્યા સુધીમાં આવી જાય આજે ક્યાંક કામમાં હશે.એમ હતું.
સાગર પોતાની જાતે બધાની મનગમતી વાનગીમાં પોતાનો જાયકો નો ટેસ્ટ લગાડ્યો હતો .
કાવેરી માટે ખિચડી.કઢી
નાના નાની માટે દૂધી ચણા નું શાક અને જુવારના રોટલા .
પોતાની ભાવતી વાનગીમાં ભાજી બટાકા ને રોટલી.
અને કાચી કેરીનું જ્યુસ
બધું બની ગયું અને ટેબલ પર ગોઠવાય ને મૂકી દીધું.
કાવેરી નો ફોન બન્ધ આવતો હતો.
રાહ જોયા વીના કોઇ ફાયદો હતો નહિ.
છેક 8 વાગે કાવેરી આવે છે.પોતે એટલી ડરી ગઈ હતી કે ડરના માર્યે સીધી એ સાગરને ભેટીને રડી પડી. સાગરે શાંત મને પૂછ્યું કે કેમ લેટ થયું
કાવેરી આજે મમમી પાપાની એનિર્વસરી અને મરણ તિથિ તો હું મનડિરે ગઈ હતી.
ત્યાં જઈ પ્રસાદ ચઢાવીને બહાર બેઠેલા વ્યક્તિને હોટેલથી લાવેલું ભોજન આપ્યું.
અને આવતી વખતે રસ્તામાં બાઇક બગડુંને હું લિફ્ટ માંગતી હતી ત્યારે 1 ભાઈ આવીને લિફ્ટ આપી.પણ નાના નાની ને લીધે એ ભાઈને અંદર ન આવવા દીધા.
સાગર ક્યાં છે એ ભાઈ.
કાવેરી બહાર.
નાના અરે આ છોકરી પાગલ છે.
જા નર્મદા તું બોલાવ તો દીકરા એ મદદ કરી તેને.
નાની દીકરા અંદર આવ બેશ
તે છોકરો અંદર આવે છે. .
અને સાગરને જોઈને ખુશ થાય છે.
કાવેરી ચોંકી જાય છે
નાના અરે અમર દીકરા આભાર માનવો એટલો ઓછો છે તારા પપ્પા ને કેજે નાના યાદ આપી.
અમર હા નાના જરૂર કહીશ. પણ કાવેરી ડી એ મને ઓરખ્યો નહિ
નાની અરે ભાઈ એ તો ભૂલી ગઈ હતી. કાવેરી આ અમર પટેલ કિશોર કાકા નો છોકરો આપરી ફેકટરીમાં જે નવું પ્રેસ પબ્લિકેશન નું કામ શરૂ કર્યું તેમનો છોકરો.
અને હમણાં જે વ્યક્તિ એ સાગર અને આપણી સંસ્થા ને બધી રીતે સપોર્ટ કરી સરકારી કામ પૂર્ણ કર્યું
કાવેરી ઓહ તો તમે મિસ્ટર અલગારી
અમર. હા
કાવેરી ઓક્કે
ચાલો જમી લઈએ તો સાગરે કહ્યું અને બધા જ જમવા બેસી ગયા સાથે અમર ને પણ બેસાડ્યો
જમી લીધા બાદ અમર નિકલી ગયો.
આમ દિવસો પસાર થતા વાર ન લાગી 15 દિવસો પછી સાગર કિમ આવવા માટેની તૈયારી કરવા લાગ્યો તો અચાનક કાવેરી એ પોતાના પ્રેમનો એકરાર કરી દીધો.
અને સાગરને એક પ્રેમભરી વિદાય આપી .પણ જ્યારે અમદાવાડ નું કામ હોય તો સાગર જ આવતો અને કાવેરી સાથે એક લોન્ગ ડાર્ઈવ પર જતાં એકબીજાના હાથ માં હાથ નાંખી ને કાંકરીયા તલાવ પર બેસીને વાતો કરવી બહુ ગમતી .
આમ પોતાની યાદોને તાજી કરી એ કાવેરી ને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પછી પોતાના કાવ્યની કૃતિ સાંભળવી કે પ્રેમ એટલે
પ્રેમ એટલે કે એકબીજાની અનુભૂતિ.
પ્રેમ એટલે મારા મનમાં વસેલું તારું નામ
પ્રેમ એટલે મારા માટે તારા સાથનો અહેસાસ
પ્રેમ એટલે મૌનમાં તારી સાથે કરેલી વાત.
પ્રેમ એટલે એજ કે મારી સાથે ન હોય પણ પાસે તું.
આમ કયાં સુધી મને જોશે તું. કાવેરી
હવે તો બોલ કે મારા પ્રેમમાં પાગલ થઈ ગઈ કે.
આટલું બોલ્યા પછી કાવેરી ની આંખોમાં આંસુ હતાં.
ગાડીને સાઈડમાં કરી એ બહાર આવીને કાવેરીને હગ કરી લીધી.
સાગર બસ યાર પ્લીઝ ના રડ .પછી સુજોય મને જ મારશે.
તો પણ તું. અરે તન્વી મને છોડશે જ ની તું જોજે.
કાવેરી પણ તું કેમ બધું જોઈ ને ચૂપ થઈ જાય.
એજ નહિ સમજાતું.
તારી ફુઈ.?
અને એવો જ ગિરીશ
છી મને નામ લેતા પણ.
સાગર બસ કર હવે તું.
એ એમના કર્મ પર આજે મારા પપ્પા જે છે એ બધું જ એમની દેન છે. અને
કાવેરી. તારા દાદા અને દાદી મામાનું તે
સાગર હું કઈ ના કરી શકું.?
અને રડવા જેવા અવાજે આમ એ પાછા તો ના જ આવે. ને
બંને એકબીજને ભેટીને રડે છે.
કાવેરી આ બધું તને ખબર હતી ?
સાગર હા પણ અધૂરું
આજે નાની એ બધું કહી દીધું
એકબીજાને ભેટીને ખૂબ રડે છે. અને પછી કુલ્ફી ખાઈને ઘરે આવે છે
અને સાગર બધા ને કહે છે કે અપને રાતે નીકળી જઈશું.
અમર ના મેસેજથી એ હચમચી ગયો હતો
શુ હશે મેસેજ ?
બધી વાતો સુજોય અને ખબર હશે કે
પરિવાર ને ?
ક્યાંક ફુઈ એ કે ગિરીશ હવે નફરતની આગમાં વધુ નુકશાન કરશે