corona comedy - 4 in Gujarati Comedy stories by Ashok Upadhyay books and stories PDF | કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૪

Featured Books
Categories
Share

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૪

કોરોના નો કકળાટ , હાસ્ય ની હળવાશ – ૪
કોરોના માં કોરોન્ટાઇન થઈને ઘરમાં બેઠા બેઠા ન્યુઝ જોતો હતો ત્યાં મનીયાનો કોલ આવ્યો સામેથી એણે પૂછ્યું..?
શાનું શાક બનાવ્યું..?
મેં કહ્યું કુકર મુક્યું છે યાર..વાત વાત માં અમુક સીટી પણ વાગી..અને પત્ની નો અવાજ આવ્યો.” કેટલી સીટી થઇ..? મેં અકળાતા કહ્યું નથી ખબર યાર..ત્યાં મનીયો ફોનમાંથી બોલ્યો
“ બે સીટી થઇ...” મેં સાંભળી , મેં એને પૂછ્યું તે મારા ઘરની કુકરની સીટી સાભળવા કોલ કર્યો છે..?
તો મને કહે નાં , મારા એક ઉખાણા નો જવાબ સાંભળવા...કે કેળા માંથી પાઈનેપલ કેવી રીતે બને.?
આવા ફાલતુ વિચાર ઉખાણા પૂછવા કોલ કર્યો છે..?
ખબર હોય તો જવાબ આપને....
મેં કહ્યું અલ્યા Bananas માંથી B કાઢી નાખવાનો..એટલે બચે પાઈનેપલ બચે , અનાનસ..ચાલ કોલ મુક..
મનીયો કહે અરે સાંભળ...બેઠા બેઠા એક વાત વિચારજે..કે જગતની 99% મહિલાઓના નામ નો છેલો અક્ષર A, E, L અથવા i હોય છે...વિશ્વાસ ન હોય તો જોઈ લે..અને એણે ફોન કટ કરી નાખ્યો..મને વિચારતો કરી દીધો...સામે ન્યુઝ ચેનલ માં પણ અમુક નંગ ઢંગધડા વગરના સવાલ જવાબ કરતા હતા..વારંવાર લાલ ભીંગડા વાળો કોરોના ટીવી માં આમથી તેમ દોડતો હતો...અને રસ્તે ચાલતા લોકોને ખાતો હતો...હું એને જોતા જોતા જ વિચારમાં પડ્યો...કે આ મારો બેટો કોરોના સાક્ષાત જો ઇન્ટરવ્યુ આપવા બેસે તો આ ચેનલવાળા કેવા સવાલો પૂછે...? વિચારોમાં ખોવાયો અને...
ચેનલ માં માથે મોટા ભીંગડા અને ગંધારા દાંત વાળા કોરોના ને જોઈ પત્રકારો દુર દુર બેઠા હતા...કોરોના ની સામે દરેક ચેનલનાં માઈક પડ્યા હતા...સામે અમુક પત્રકારો હાથમાં મોબાઈલ રેકોર્ડર ઓન કરીને તૈયાર હતા..ત્યાં જ કોઈ બોલ્યું...
મિસ્ટર કોરોના આપ કા આગમન ભારત મેં કૈસે હુઆ...?
અને આ સાંભળી એક અંગ્રેજી ચેનલ ની ફૂટડી સ્કર્ટ વાળી બોલી..
આપ કો કૈસે પતા કોરોના મિસ્ટર હૈ..? મિસિસ ભી હો સકતી હૈ..
ત્યાં એક અસુખીયો બોલ્યો મિસ ભી હો સકતી હૈ..અને એક હળવું હાસ્ય નું મોજું ટેન્શન ભરી પ્રેસ કોન્ફ્રેન્સ માં દોડી ગયું...કોરોના એ ચાઇનીઝ ભાષામાં હાઉ ચીંગ ચુ ચા ખામાંકી...એવું કઈક કહ્યું...અને બધા શાંત થઇ ગયા...હિન્દી ભાષી પત્રકારે કહ્યું આપ હિન્દી મેં બોલેંગે તો અચ્છા હોગા..ત્યાં ગુજરાતી પત્રકારે કહ્યું..
ગુજરાતી આતા હો તો પ્લીઝ...
આપણ મહારાષ્ટ્ર મધે આહાત મરાઠીત બોલા..અને કોરોના એ કહ્યું..
કુલ ડાઉન આઈ સ્પીક ઇન ઓલ લેન્ગવેજીઝ...ઇટાલિયન , જપાનીઝ , રશિયન , ફ્રેન્ચ....બધાના અંદર અંદર ગણગણાટ શરુ થયા અને એક સવાલ આવ્યો..
આપ ભારત મેં કૈસે આયે..? કોરોના એ ઉધરસ ખાધી અને માસ્ક પહેર્યા છતાંય બધાએ મોઢા બગાડ્યા...કોરોના બોલ્યો..
મૈ ચાઈના કે હ્યુઆન સે નિકલકર ઇટલી ગયા , વહાસે દુનીયાકે કઈ નામી દેશોમે હોકર દુબઈ સે ભારત આયા...,
તમે દુબઈ થી આવ્યા છો..? ઉત્સાહી ગુજરાતી પત્રકાર બોલ્યો અને કોરોનાએ પણ ગુજરાતી સ્ટેજ કલાકાર ની જેમ પંચ લાઈન બોલતા કહ્યું..
“ તમે બહેરા છો..? બધા એને જોવા લાગ્યા...અને એક કન્યા નો સવાલ આવ્યો..
આપ કો ભારત મેં સબસે અચ્છા ક્યા લગા..? કોરોના એ કડવી સ્માઈલ સાથે કહ્યું..
“ જમાત ” પબ્લિક , યહાં કી પબ્લિક બડી અચ્છી હૈ...જો પઢી લિખી હોકર ભી અનપઢ ગંવાર જૈસી હૈ...યહાં આયા તબ લગા થા કી મુઝે જલ્દી જાના પડેગા પર અબ આરામ સે જાઉંગા , કીકલું કો યહાં અચ્છા લગતા હૈ..
કીકલું સાંભળતા જ અંગ્રેજ પત્રકાર બોલ્યો..
વ્હુ ઈઝ કીકલું..? કોરોના એ એના ચીકણા ભીંગડા જેવા માથામાંથી જ એક નાનકડું પીળું ભીંગળુ કાઢી કહ્યું..
ધીસ ઈઝ માય બેબી કીક્લું....માથે બતાડતા કહ્યું ઇટ્સ ઓલ માય બેબીસ....
કોરોનામાં એના જેવા જ બીજા અનેક વાયરસ હતા...કોરોના બોલ્યો..
આને ગુજરાત ગમી ગયું છે...મહારાષ્ટ્ર ફરી ને ગુજરાત માં રોકાવાનો વિચાર છે...
મરાઠી ભાઈ બોલ્યા..કશાલા ગુજરાત..??
કોઈએ કહ્યું..
જાતા હૈ તો જાને દો નાં...યહાં ક્યા ગણપતિ વિસર્જન કે લીએ રોકના હૈ..??
કોરોના બોલ્યો તે કાય કાકા , તિકડચે ગુજરાતી ઘરાત બસુન હી જલસા કરતાત...ગોળપાપડી , પાણી પૂરી , દાબેલી , ભૂંગળા બટેટા , હાંડવા , ઢોકળા , ઢોસા , ચોક્ખા ઘી વાળી ખીચડી કઢી...ઓ...હ...અરાઉન્ડ ધ વર્લ્ડ આઈ ફ્લાય..એન્ડ એવરી કન્ટ્રી આઈલ મીટ ગુજરાતી...
ગુજરાતી પત્રકાર રહી ગ્યાતા..એ તરત ગર્વ થી બોલ્યા યસ યસ “ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત...” કોઈ પાછળ થી બોલ્યું તારું કપાળ...“ દુર ઉભા રહો નહિ તો સામે બેઠો છે તમારો કાળ...” અને ત્યાં જ એક સેનેટાઇઝર નો ફુવારો આવ્યો અને કોરોના પ્રેસ કોન્ફરન્સ પડતી મૂકી ભાગ્યો...
એક્ચ્યુલી મારા મોઢે મારી ઘરવાળીએ પાણી છાટ્યું અને હું કોરોના નાં ઈન્ટરવ્યું માંથી બ્હાર આવ્યો સામે હજુય ચેનલ માં એ જ કોરોના ની દોડા દોડ અનેએના થાકી સ્વાહા થયેલાના આંકડા આવતા હતા...પત્ની બોલી...
હવે જમવું નથી..?? ચાલો થાળી પીરસી છે..જમી ને હું એ.સી. ચાલુ કરી બેડરૂમ માં જઈશ..મારે મોબાઈલ પર કાલ માટે રેસીપી જોવી છે.. અને તમે વાસણ મૂકી ને પોતું મારી દેજો..અને હા ફિનાઈલ બે ઢાંકણા નાખજો...
મિત્રો, આ માત્ર એક હાસ્ય ટોનિક છે. આ લેખમાં કોઈ પણ કલાકાર, કસબી કે એમાં આવેલા પાત્રોને જીવંત કે મૃત કોઈ સાથે નિસ્બત કે સંબંધ નથી. આ માત્ર હાસ્યરસને માણવા માટે શબ્દોને આપેલ અક્ષરદેહ છે. જેનો ઉદ્દેશ્ય માત્ર વાંચી મમળાવી મોઢે સ્મિત કરી આ લોકડાઉનમાં ટેન્શન ફ્રી રહેવાની ચાવી છે. ફરી કોઈ નવી લૉકડાઉન મસ્તી સાથે જલ્દી મળીશું. આભાર.
છેલ્લે..છેલ્લે..
હાલ જો પચાસ તોલાની ચેઈન પહેરીને ફરશો તો કોઈ નહિ પૂછે ક્યા કરાવી..?
પણ જો વાળ કપાવી ને ફરશો તો આખું ગામ પૂછશે ક્યાં કપાવ્યા..?
સમજે તે સમજદાર
*અશોક ઉપાધ્યાય*