Tara Vina - 7 in Gujarati Love Stories by Chirag Vora books and stories PDF | તારા વિના - 7

Featured Books
Categories
Share

તારા વિના - 7

★★★★【તારા વિના મારી લાઈબેરી

એક છોકરો રોજરોજ લાઈબેરીમાં જતો અને એક પુસ્તક પોતાની સાથે લઈ જતો લાઈબેરી માં એક છોકરી કામ કરતી હતી. એને આ છોકરો ખૂબ પ્રેમ કરતો. પણ એને કહી શકતો નહીં એ રોજ રોજ એને એક પત્ર લખતો પણ પોસ્ટ કરી શકતો નહીં. દિવસો વીતતા ગયા અને છોકરો અચાનક અકસ્માતમાં ગુજરી ગયો . એના ખાના માંથી આ છોકરી ને લખેલા બધા જ પત્રો મળ્યાં...
અને છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ કે એ એને જે પુસ્તક આપતી એમાં પત્ર મુક્તી.. છોકરો પુસ્તક વાંચતો ન હતો લઈ જતો. છોકરી ને મળવા આવતો હતો . એ પુસ્તક ખોલ્યા વિના જ પાછું આપી દેતો અને છોકરી નો પત્ર વગર ખોલ્યે બંધ કવર માં પાછો આવતો.

છોકરી માનતી રહી કે એ એને પ્રેમ નથી કરતો એટલે પત્રો નથી ખોલતો . છોકરો માનતો રહ્યો કે હું રોજ જાઉ છું અને પુસ્તક નથી ખોલતો એવી ખબર હોવા છતાં એ કંઈ રિસ્પોન્સ નથી આપતી એનો અર્થ એકે મને નથી ચાહતી..

(આ લવ સ્ટોરી અને તેની સાથે જોડી ને મુકેલ કવિતા મારી ફેવરીટ છે)

હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ..
જે હું જોઈ નહી શકું, તું હમણાં જ ફૂલ મોકલને !

હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે,
જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને !

હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલને !

હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું
જાણી નહીં શકું , તું મને હમણાં જ માફ કરીદેને !

હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ, જે હું અનુભવી નહીં શકું , તું મને અત્યારે જ યાદ કરને !

હું મૃત્યુ પામીશ અને તને થશે કે મેં તેની એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો !! તું અત્યારે જ એવું કર ને!..

એટલે જ કહેવાનું મન થાય છે.. કે રાહ ન જુવો..
રાહ જોવામાં ધણી વખત બહુ મોડું થઈ જાય છે..
:- લતા હિરાણી..

★★★★★★★【પ્રેમનું કરણ】

એક વાર વાતચીત કરતાં કરતાં પ્રેમિકા એ પ્રેમીને પૂછ્યું તું મને શા માટે પસંદ કરે છે? તારા મારા પ્રેત્યે ના પ્રેમ નું કારણ શું છે?

પ્રેમી:- હું તને કરણ કહી શકીશ નહીં.. પણ હું તને ખૂબ ચાહું છું.

પ્રેમિકા:- જો તું મને તારા પ્રત્યે ના પ્રેમ નું કારણ પણ જણાવી શકતો ન હોય તો તું કેવી રીતે કહી શકે કે હું તને પસંદ છું?

પ્રેમી:- ખરેખર હું જાણતો નથી કે હું તને શા માટે પ્રેમ કરું છું પણ સાબિત કરી શકું એમ છું કે હું તને સાચો પ્રેમ કરું છું.
પ્રેમિકા:- સાબિતી? ના ! તારે મને કારણ આપવું જ પડશે , મારી મિત્ર ના પ્રેમી એ તેણી ને કહ્યું તે શા માટે તેણી ને પ્રેમ કરે છે પણ તું મને એ કહી શકતો નથી.

પ્રેમી:- એમ...? તો ..હું.. કારણ કે..તું ખૂબ સુંદર છે .
કરણ કે તું ખૂબ મીઠડી છે.
કરણ કે તું મારું ખૂબ ધ્યાન રાખે છે.
કરણ કે તું ખૂબ પ્રેમાળ છે.
કરણ કે તું ખૂબ વિચારશીલ છે.
કારણ કે તારું સ્મિત ખૂબ પ્યારું છે.
તારી એક એક હિલચાલ મને ખૂબ ગમે છે.
પ્રેમિકા ને પ્રેમી નો આ જવાબ સાંભળી ખૂબ સંતોષ થયો.

★★★★★★★【અજોડ પ્રેમ.】

એકવાર પ્રેમિકા એ પોતાના પ્રેમી ને પૂછ્યું. શું તેણી સુંદર છે? પ્રેમી એ જવાબ આપ્યો "ના" પ્રેમિકા એ પૂછ્યું . શુ તે હંમેશા પોતાની સાથે રહેવા ઈચ્છે છે કે નહીં? પેલા એ જવાબ આપ્યો "ના" પછી તેણી એ પૂછ્યું શું તેણી જતી રહે તો પ્રેમી ને રડવું આવશે.. કે નહીં ? ફરી પેલા એ જવાબ આપ્યો "ના"

પ્રેમિકા સમસમી ગઈ . તેણી એ વિચાર્યું હવે તો હદ થઈ ગઈ.

જેવી તે ઉભી થઇ ને જવા ગઈ ગાલ પર અશ્રુઓની ધાર સાથે તેવો તરત પ્રેમી એ તેણી નો હાથ ખેંચી તેને ઉભી રાખી અને કહ્યું " તું " તું સુંદર નથી અતિ સુંદર છો હું તારી સાથે હંમેશા રહેવા ઇચ્છતો નથી, પણ તારી સાથે જ કાયમ રહેવું એ મારી જરૂરત છે . એ વગર હું જીવી જ શકીશ નહીં અને તું જો જતી રહેશે તો હું રડીશ નહીં પણ હું મરી જઈશ..

આવો હતો બંનેનો પ્રેમ.