LIFE in English Motivational Stories by Khyati Panchal KITTU books and stories PDF | જીવન - એક પહેલી

Featured Books
Categories
Share

જીવન - એક પહેલી

*જીવન*


જીવન શું છે? જીવન કેવી રીતે જીવવું? આ જે જીવન પર પ્રશ્નો કરવામાં આવે છે તે યોગ્ય છે? અરે જીવન પર તો વળી પ્રશ્નો થતાં હશે? દરેક ને જીવન એક જ વાર મળે છે, તો જીવન ખૂબ જ અમૂલ્ય કહેવાય. જીવન ક્યારેય વેડફાય નહિ તે રીતે જીવવું જોઈએ. જીવન વેડફાય ખરા? અરે આ બધા પ્રશ્નો શું છે? આટલું વાંચ્યા પછી જ મને તો પ્રશ્ન થાય છે કે આ છે શું? પહેલા તો ક્યારેય જીવન વિશે આટલી બધી ચર્ચા નથી કરી. હવે શું થાય છે?

બહુ અઘરું છે જીવન પર ચર્ચા કરવાનું. વળી, જીવન પર તો કંઈ ચર્ચા કરવાની હોય? જીવન તો જીવવાનું હોય, માણવાનું હોય. આ બધી વાતો તો બરાબર છે પણ જીવન એક પરિક્ષા છે. જે એને સાચી રીતે જીવે છે એને સારા માર્ક્સ મળે છે અને જીવન માં અસામાજિક કે નકારાત્મક કાર્યો કર્યા હોય તો નાની માં ની વાતો ની જેમ આપણે અંદાજ લગાવી શકીએ કે નર્ક માં જગ્યા મળશે. આ સ્વર્ગ અને નર્ક તો માત્ર કાલ્પનિક વાર્તા છે જે બાળપણ માં એટલા માટે કહેવામાં આવે છે કે નાની ઉંમર થી જ આપણે સમાજ ના હિત માં, જીવન માં હિત માં કાર્ય કરવા પ્રેરાયેલા રહીએ.

જીવન માં વાણી ઉપર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. જો કે જીવન માં ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, પણ અહીંયા હું થોડી ઘણી વાતો જ કરીશ.

દુઃખ હોય, સુખ હોય, નારાજગી હોય, ગુસ્સો હોય, પ્રેમ કે નફરત, કંઈ પણ હોય જીવન માં કોઈ પણ વસ્તુ અતિશય કરવી નહિ. ન તો વધારે દુઃખી થવું, ન તો વધારે ખુશ થવું, ન તો વધારે ગુસ્સો કરવો. જીવન માં જે પળ આવી છે, જે પરિસ્થિતિ આવી છે તેને દિલ થી સ્વીકાર કરીને આગળ નો નિર્ણય લેવો જોઈએ. દુઃખ ની પરિસ્થિતિ માં વધારે દુઃખી થઈને રડવાને બદલે એ પરિસ્થિતિ માં થી કેવી રીતે બહાર નીકળીશું એ વિચાર કરવો જોઈએ. અતિશય સુખ આવી જાય તો છલકાઈ પણ ન જવું જોઇએ. એ પળ ને સાચા હૃદય થી માણવી જોઇએ. જીવન માં હંમેશા સકારાત્મક કાર્યો કરવા જોઈએ. જેથી હંમેશા મન પ્રફુલ્લિત રહે. ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. ક્યારેય કોઈને દુઃખ થાય એવું ન તો બોલવું જોઈએ ન તો કરવું જોઈએ. જીવન એક જ વાર મળ્યું છે તો કોઈ નું દિલ દુઃખવીને શું કરવાનું? સૌ ની મદદ કરીને સૌ ની આંખો માં તારા બનવું ન ગમે? મને તો એ જ ગમે.

આ ધરતી પર જન્મ આપણને માતા પિતા એ આપ્યો છે. આપણું જીવન ભગવાન ની સાથે સાથે માતા પિતા ની પણ એક અમૂલ્ય દેન છે. આપણા જીવન ના દરેક નિર્ણય પર હંમેશા માતા પિતા નો જ હક રહેશે. માન્યું કે જીવન આપણું છે, પણ આપ્યું તો માતા પિતા એ જ છે ને! માતા પિતા ની આપેલી વસ્તુ ને વેડફવા નો હક આપણને છે ખરા? જરાય નહીં.

જીવન માં દરેક વ્યક્તિ ને સન્માન આપો. દરેક જીવ પ્રત્યે ઉદારતા રાખો. આપણા જોડે થોડુક કંઇક વધારે છે તો હંમેશા બીજા ને મદદ કરવા નો આગ્રહ રાખો.

If someone is helped by you,
Then 100% god will help you.
But
If someone is hurting by you,
Then 100% god will punish you.

જીવન વિશે થોડીક ચર્ચા ખ્યાતિ ના વિચારો માં થી.