Kismat Connection - 34 in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૪
થોડી જ મીનીટમાં ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર આવે છે અને ગંભીર સ્વરે બોલે છે, "અમારી ક્રીટીકલ ટીમ અને ડો દેસાઇની એડવાઇઝ મુજબ રીયાને વેન્ટીલેટર પર શિફટ કરવી પડશે. "
વેન્ટીલેટર નું નામ સાંભળતા જ વિશ્વાસને ડુમો ભરાઇ આવ્યો અને તેની આંખોમાં આંસુ ઉભરી આવ્યા. તે કંઇક બોલવા પ્રયાસ કરતો હતો પણ બોલી શકતો ન હતો. તેની મમ્મીએ તેના બરડે હાથ ફેરવી સાંત્વના આપી અને બોલ્યા, "બેટા, બધુ સારુ થઇ જશે."
ડોકટર ફરી પાછા ઓપરેશન થિયેટરમાં ગયા અને થોડીવારમાં રીયાને આઇસીયુમાં વેન્ટીલેટર પર શિફટ કરવામાં આવી. ડોકટરે થોડી મીનીટ માટે બધાને વારાફરતી આઇસીયુના ડોરના ગ્લાસમાંથી રીયાને જોવા માટે પરમીશન આપી.
વિશ્વાસ રીયાને વેન્ટીલેટર પર જોઇ ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડયો. તેને તેની મમ્મીએ સાંત્વના આપી પણ વિશ્વાસનું મન માનતું ન હતું. વિશ્વાસ રડમસ અવાજે બોલ્યો, "મમ્મી આપણી સાથે ખરાબ થઇ રહ્યુ છે અને મારું મન કહી રહ્યુ છે કે રીયાને ..."
"રીયાને અને બેબીને સારુ થઇ જ જશે. તું ટેન્શન ના કર બેટા."
થોડીવાર પછી ફરી ડોકટર અગ્રવાલ અને એક્ષપર્ટ ડોકટરની ટીમ બહાર આવી વિશ્વાસ અને તેની મમ્મીને સાંત્વના આપતા આપતા બોલે છે, "રીયાની કંડીશન વેન્ટીલેટર પર હાલ તો સ્ટેબલ છે, મોનીટરીંગ ચાલુ ઝ છે. હમણાં કંઇ કહી શકાય તેમ નથી પણ વેઇટ એન્ડ વોચ."
વિશ્વાસની મમ્મી અને વિશ્વાસ બેબીને જોવા ચાઇલ્ડ હોસ્પિટલ જાય છે અને ત્યાં તેના પપ્પાને મળીને બેબીની કંડીશન વિશે વાતચીત કરે છે અને રીયાની ક્રીટીકલ કંડીશન વિશે પણ વાત કરી.
રીયાની મમ્મી બેબી પાસે રોકાય છે અને વિશ્વાસ તેના મમ્મી પપ્પા રીયા પાસે હોસ્પિટલ પહોંચે છે. ત્યાં પહોંચતા રાત પડી જવાથી હોસ્પિટલ સ્ટાફ બધાને ઘરે જવા સમજાવે છે પણ વિશ્વાસ રીયાને આવી હાલતમાં મુકીને જવા માનતો નથી.
આખરે બધાં હોસ્પિટલ બહાર કાર પાસે જ રોકાઇ ગયા. વિશ્વાસના પપ્પા બધા માટે નાસ્તો લઇ આવ્યા પણ કોઇને તેમાં રસ ન હતો. વિશ્વાસના પપ્પાએ વાતો કરીને બધાનું દુખ ઘટાડવા પ્રયાસ કર્યો.
અડધી રાતે હોસ્પિટલ પર ડો અગ્રવાલ અને ક્રિટીકલ એક્ષપર્ટ પહોંચતા વિશ્વાસનો જીવ તાળવે ચોંટી ગયો. તે ડોકટરની પાછળ ને પાછળ હોસ્પિટલ અંદર પ્રવેશે છે પણ ડોકટર્સ આઇસીયુમાં જતા રહે છે.
આઇસીયુ બહાર બધા ટેન્શનમાં ડોકટરના બહાર આવવાની રાહ જોઇ રહ્યા હતાં તેવામાં ડોકટર અગ્રવાલ બહાર આવીને હળવેકથી ઉંડો શ્વાસ લઇ નિસાસો નાખતા સ્વરે બોલે છે,"સોરી ..અમે મહેનત કરી પણ ...રીયાને બચાવી ન શકયા. રીયાની કંડીશન વેન્ટીલેટર પર ક્રીટીકલ બનતી જતી હતી, તેની હાલતમાં થોડો પણ સુધારો થતો ન હતો એટલે ક્રીટીકલ ડોકટરની લાસ્ટ એડવાઇઝ મુજબ આપણે વેન્ટીલેટર હટાવી લીધુ છે અને રીયા હવે...."
આટલું સાંભળતા જ વિશ્વાસ જમીન પર ઢસડાઇ પડયો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. વિશ્વાસના મમ્મી પપ્પા અને બીજા સગા પણ આ સાંભળી રડવા માંડયા. પળવારમાં વાતાવરણ ગમગીન બની ગયું.
વિશ્વાસ તેની બાળકીનું રીયા વગર શું થશે તેની ચિંતામાં વધુ રડવા લાગ્યો અને તેની મમ્મીને પુછવા લાગ્યો, "બેબીનું હવે શું થશે ..રીયા વગર ..મારી લાઇફનું શું થશે ..મમ્મી..."
હમણાં સુધી સાચી ખોટી સાંત્વના આપનાર મોનાબેન પાસે વિશ્વાસના પ્રશ્નોના જવાબ ન હતાં.તેઓ પણ દુખી થઇ ગયા હતાં અને બેબીનું શું થશે તે વિચારી દુખી હતાં.
આટલી બધી રોકકળ વચ્ચે બેબીને દાખલ કરી હતી તે હોસ્પિટલ પરથી વિશ્વાસ પર ફોન આવે છે અને વિશ્વાસ કોલ થોડો સ્વસ્થ થઇ કોલ રીસીવ કરે છે.
પીડીયાટ્રીક ડોકટર હળવેકથી બોલે છે, "તમારી બાળકી ...
વધુ આવતા અંકે
પ્રકરણ ૩૪ પુર્ણ
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
આપ સૌ વાચક મિત્રૌ એ મારી આ નવલકથાના દરેક એપિસોડ વાંચી રેટીંગ, રીવ્યુ આપ્યો તે બદલ દિલથી આભાર. આ નવલકથાના કેટલાંક એપિસોડ અમુક કારણોસર વિલંબ કરવા બદલ માફ કરશોજી