ચા ... મને મારો દિવસ ચા વિના અધુરો જ લાગે. હું એક ચા પ્રેમી છું. એટલે થયું એક અનોખી વાર્તા લખી દવ. ઍમેય વિચારોની બ્રેક તો હમેશાં ફેઇલ હોય છે એટલે જેમ આવતાં જાય એમ મેં ગોઠવવા લાવ્યા. તો તમારા સમક્ષ પ્રસ્તુત છે.......
ચા અને હું.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ચા
એક આદત સાથેનો પ્રેમ.....
ચા મારુ સર્વસ્વ છે. લોકો કહે છે કે સવાર જેના વિચારોથી શરૂ થાય અને રાત જેના વિચાર સાથે પુરી થાય એ જ આપણા જીવનનો સાચો પ્રેમ કહેવાય. તો એ મુજબ મારો પ્રેમ તો ચા જ કહેવાય....હોકે...
સવારનો સુરજ જેવો મને પેલી બારીમાંથી આવીને અડકે કે તરત મને " ચા " યાદ આવે. જેવી પલંગમા બેઠી થવ કે પ્રિતીએ બાજુમા મુકેલ, એના હાથે બનાવેલ ચા નો ગ્લાસ મારા રાતા હોઠોને સ્પર્શે..... આહા ..... પહેલી ચુસ્કી નો એ આંનદ..... વાહ .... આખાય શરીરમા તાજગીનો અહેસાસ થાય..જોકે આ સાથે જ પ્રિતલી ના મોં માંથી બ્રહ્માશસ્ત્ર જેવા ઘાતક તીરો નો મારો ચાલું થઈ જાય.
" કુંભકરણ ની વંશજ, ઉઠ હવે ઉઠ.... ક્યારેક તો સુર્ય નમસ્કાર કર..... આખી રાત ઓછી પડે છે સુવા માટે??! હે ...."
અરે... પ્રિતી... પ્રિતી મારા માટે મારુ બધું જ કહી શકાય. અને હા ... બીજી વાત પ્રિતી મારી પ્રિતી છે હોકે...કબીરસિંહ ની નય..... હા હા હા હા........
પ્રિતી અને હું પહેલેથી જોડે જ છીએ. હું તો અનાથ જ હતી, સ્કૂલમા અમારી દોસ્તી થઈ હતી. એ પાંચમા હતી ત્યારે જ એના ફેમિલીનો ઍકસિડેન્ટ થઈ ગયેલો. એના ફોઇ એકલા હતા. જેમના સહારે અમે રહેતા હતા. પણ સાલું આ કિસ્મત તો કુત્તી ચીજ હોતી હે ના યારર... તો અમે બેવ દસમામા આવ્યા ત્યારે એ પણ ટપકી ગયા. જોકે કિસ્મત ભલે કુત્તી નિકળી અમે બે નસીબદાર નિકળ્યાં. પ્રિતીના પપ્પા ખાસી બધી મિલકત છોડી ને ગયા હતા.... ( આંકડો હમણા ના પુછતાં કેમકે મારી પિપુ એ મને કીધું જ નથી યારર .. ..)
ઓહ ..હા ... હું પ્રિતીને પ્રિતી કહીને તો ભાગ્યેજ બોલાવતી. પ્રિતલી , પિપુ , પિપ્સ , .... અરે અગણિત નામ છે હવે તો તમે છો જ ને સાથે જાણી જશો.
તો આપણે હતા મારી પિપ્સ ના બ્રહ્માશસ્ત્ર પર ... તો વાત જાણે એમ છે કે , એ બહુ જ મોટી ભગવાનનો ની ભક્ત હ્તી. ( બવ બધા ને પૂજતી હતી. હવે મારા આટલા નાનાકડા મગજ મા જગ્યા જ કેટલી બચી છે હે... તે બધા ભગવાન ના નામ યાદ રે....પણ એને કડકડાટ હતા હોકે...)
એના મતે સુરજ ઉગે એ પહેલા જાગી જવું જોઈએ, ભગવાન ની પુજા આરતી નિયમિત કરવી જોઈએ, વડીલો નું સન્માન કરવું જોઇએ.... ( વેદો અનુસાર .. જે પ્રિતી વાંચતી હ્તી...)
અને એટલે આ મારુ ભોળુ પંખી પ્રભાતના બ્રહ્મમુહુર્ત મા ઊઠીને એની સ્નાન.... નાા .....ક ...ક્રિયા.....
પ્રિતી ," સ્નાન આદિક ....કહેવાય .... આળસુ ની અવતાર..... ઉઠને હવે ચાલ..... "
" અરે હા... અવે.... સ્નાન આદિક.. ભાઈ... બસ... ( સમજ્યા ને તમે.... હવે... મને તો ક્યારેક એવું લાગે કે હજીય હુ સતયુગ કાળ માં જ જીવું છું.....)
ચાલો તો મળતા રહીશું કેમ કે હવે હું સ્નાન આદિક ક્રિયાઓમાં નહિ પરોવાય જવ તો બપોરે ના ભોજન ની પ્રાપ્તિ નહિ થાય....
" ઓ પિપ્સ...... ઓ પિપ્સ......કઈ ગઈ..."
" અહીયાં જ છું મારી સખી.... અને મને ખબર છે શું કામ તું ઘાટાં પાડી પાડી ને બુમો પાડે છે. આ. ...લે ટોવેલ... ભૂલક્કડ......" પ્રિતીએ આંખો નચાવીને જીભ બહાર કાઢી......
" અરે જો હવે ગળ બેસી..... કે કાલે પેલો બાયોલોજી નો સર એમ કેમ કહેતો હતો કે હોમો સેપિયન્સ પહેલા આદિમાનવ ના લક્ષણો વાંદરા જેવા હતા અને તેમાથી....."
" બસ હો.... વાંદરી..... બેસને " ( મારી પિપ્સ મારી દર વખતે કાપી જ કાઢે હોકે.... વાત..... વહાલા વાત ..... હોકે )
મેં કપડાંનુ કબાટ ખોલ્યું જ છે ને પિપ્સ બરાડી ઉઠી " જો તો થપ્પી તો જો.... કપડાંની..... કયારેય થયું ગોઠવી દવ.... સાવ નક્કામી.... આજે તો તારે ગોઠવવા લાગવુ જ પડશે.... "
તો ભાઈ સુપ્રીમ કોર્ટના ચુકાદા ને કોણ ઇનકાર કરી શકે હે ભાઇ..... આપડેય એની સામે નીચાં નમી બોલી ગયા.
" જો હુકુમ..... મેરે જહાપનાહ.....યે નાકિઝ આપકી ખિમ્દત મેં હાઝિર હે...."
પિપ્સ ફરી આંખો ઉપર કરતા બોલી," તું ભાઈ કોઇ ભાષાનો પ્રયોગ જ ના કરને દોસ્ત.... નાચિઝ આવે બકાં નાચિઝ...... "
તો મેં પણ કાન પકડીને સોરી કહી દીધું એને...
તમને પણ એવું જ લાગતું હસેને કે ભાષા નો પ્રયોગ.... અરે યાર ઉપયોગ જ રેવાદ્યો.... આપડે ગામડાની ગુજરાતી સારી.... હા હા હા ...... પિપ્સને ખુશ રાખવા કરવું પડે બધું આપડે તો.... (બાકી મારી ભાષા કાચી જ છે યાર... )
કેમ કે એ જ સાચી દોસ્ત હતી ને મારી .બાકી આ કળિયુગના જમાના મા આ સતયુગની પ્રિતી કબીરસિંહ કરતા પણ જલદીથી કોને મળે હે.....
આફ્ટર ઓલ મારો ત્રીજો પ્રેમ પણ હતી એ દોસ્તની રીતે યાર.... બાકી આયુષમાન ખુરાનાની શુભ મંગલ જ્યાદા સાવધાન જેવું ક્ય નોહ્તુ ભાઈ.... વિચારોને વિરામ આપજો જરા.... જોકે એ બીજો પ્રેમ હતી યાર... શું છે કે હું ભૂલકકડ નય યાર... તો પહેલો પ્રેમ તો મારી ચા....
ચા પછી એ ચાને બનાવી આપનાર આ મારી પિપ્સ... અને ત્રીજો પ્રેમ.....
કહેવો પડશે...!!? ( તમે લોકો આટલું બધું કો છો તો કહી દવ છું..... આપણને એવું કંઈ નહિ યાર હોકે.... હા હા હા)
તો ત્રીજો પ્રેમ રેહાન ..... હવે એના વિશે જાણવાં થોડી રાહ તો જોઇ લો.... પહેલા મારી ચા..... હોકે....
તો સાંભળો હવે મારી પ્રેમ કથા...
દાસ્તાન-ઍ-ચા.......
( મેં ત્રાસી નજર રે પિપ્સનું લોકેશન જોઇ લિધું (ઘર મા )કેમ કે હવે જ્યારે ચા વીસે કોઇને જણાવું ને ત્યારે એ એવું કે કે પુરા 2320 વાર સાંભળી છે તારી કથા... )
કંઈ નય તમારા માટે 2321મી વાર બીજુ તો શું....
હું અનાથાશ્રમ મા થી નિકળી ગઈ હ્તી.
જ્યારે આઠમા મા હ્તી... ત્યારે થયો મને પહેલી નજરનો પહેલો પ્રેમ....
સીન પત્યા પછી તમને પણ લાગશે શું ફિલ્મી હતું યાર સંજયલીલા ભણશાલી એ મારો કોનટેક્ટ કરવા જેવો છે....
પ્રિતી ," વહાલી , પહેલા સીન તો સંભળાય તારો.... પછી એમ્ને નક્કી કરવા દેજે.... હો.... આપણા શાસ્ત્રો મા લખ્યું છે કે પોતે પોતાના વખાણ ના કરવા.....સમજી... આમ ન જો હવે મારી સામે તું કન્ટીન્યૂ કર બકુ.... " હાથ નો લટકો મારતા કહ્યું અને એના હાથની ઝુમખાં વાળી ઓક્ષોડાઇસની બેંગલ્સના ઝુમખાં આમતેમ હલ્યા પણ મને શું લાગ્યું ખબર ઝુમખાં ઓ ને પણ આજે ખબર પડી ગઇ આ પિપ્સ આગળ મારુ ચાલતું જ નથી અને મારી પર હસતા હોય ને.... એવો જ આભાસ થયો.
( મેં તમને ના કહ્યું યાર, પિપ્સ મારી કાપી..... છોડો યાર આપડે આપડી રોમેન્ટિક દાસ્તાન ચાલુ કરીએ....)
હું આઠમા મા હતી. હોસ્ટેલ મા રેહવાની મઝા..... ને સજા પણ હોય હોકે.....
હોસ્ટેલ તો એમેય પ્રખ્યાત માધ્યમ હતું બગાડવા માટેનું એટલે હું મારી આ પ્રિતલી નેય ખેંચી લાવીતી.... કેમ કે આ દૈવી જીવને જરા દાનવ બનતા બી શીખવાડવુ પડેને એક બેસ્ટ ફ્રેન્ડની ફરજ મા આવે હોકે...
ઘરે તો દૂધ જ પીવા મળતું. ( પ્રિતી નું ઘર)
કોઇ દિવસ બોર્નવીટા વાળું , કોઇ દિવસ વળી પેલું કોમપ્લેઇન, ચોકોસ નાખેલું .... ટૂંકમાં પિપ્સના મમ્મી સુનિતા આન્ટીએ દૂધ પીવા માટે જાત જાતના નુસખા ઓ વાળી એક પણ એડવર્ટાઈઝ ની પ્રોડક્ટ બાકી નોહ્તી રાખી અમારા માટે....
પણ ત્રણ વર્ષ પહેલાની આ ઘટના એ બવ બધું બદલી કાઢયું. તારીખ તો મનેય યાદ છે. 21 ઓગસ્ટ.... સવાર ના નાસ્તા નો સમય હતો , પહેલો દિવસ હતો હોસ્ટેલ મા, પહેલી વાર કેન્ટીન ને નિહાળાવાના હતા. પણ કદાચ ચા ને પણ મારી સાથે રોમેન્ટિકલી મળવું હશે.... કેન્ટીનમાં સફાઈ ચાલુ હતી. એટલે
કેન્ટીનની બહાર લોબીમા લાઈન હ્તી, સામે ખુલ્લું મેદાન હતું અને વરસાદ પડવા લાગ્યો... ટપ...ટપ...ટપ.... ટપ..... વરસાદના ટીપાં કેટલાય મહિનાઓ થી એના પ્રેમની તરસી ધરતી ને તૃપ્ત કરી રહયા હતા. એક એક ટીપાં અને એક એક ધુળ ના રજકણ નું મિલન મનમોહીત હતું... વરસાદ જોઇ રેહાન ની યાદ આવી ગઈ હતી મને... હું હજીય આ મિલન ને નિહાળી રહી હતી , માટીની સુગંધ મારા મન ને તરબતર કરી રહી હતી , ટીપાં ના એકદમ ઠંડા છાંટા સ્પર્શતા તો ચહેરા પર હતા પણ ઠંડક તો બળતા હદયને આપતા હતા. ખરેખર વરસાદમા ભીંજાવા ની તિવ્ર ઇચ્છા થઇ ગઇ હતી , પણ મારી પિપ્સ યાર... એણે મેદાન મા ચાલું વરસાદએ ફૂટબોલ રમતી રેહાન અને એની ટોળકી સાથે પલાળવા ના જ જવા દિધી.... અને એ લઈને આવી ચા....... ચા પહેલી વાર જોતી હ્તી એવું નોહ્તું. પણ દોસ્ત.... એ દિવસ ચા બવ જ અલગ જ લાગી... ચા જોતા જ મને DDLJ નું સોંગ, તુજે દેખા તો યે જાના સનમ, પ્યાર હોતા હૈ દિવાના સનમ..... અબ યહાન સે કહા જાએ હમ, તેરી બાહો મે મર જાએ હમ................ યાદ આવ્યું.
એમાંથી નિકળતી વરાળની ગરમાહટ અને બહાર વરસાદના ટીપાં ની ઠંડક ..... એ દિવસે સમજાયું સાઉથની ફિલ્મ પોલીસવાલા ગુંડા 3 નો હીરો વિજય એક્સએક્ટલી કહેવા શું માંગતો હતો જ્યારે એને પ્રેમ થઈ ગયો તો...... ( ઍમેય હું થોડી ડિમ લાઈટ જ છું યાર , અમુક વસ્તુ લેટ જ સમજાય.... હા હા હા હા )
પિપ્સ પહેલી વાર ચા પીશું નહી આપણે... મેં પ્રિતી ને કહ્યું.
મારી પિપ્સે પણ ફૂટબોલ મેચ જોતા જોતા ચુસ્કી લગાવી, અને જીભે દાઝી ગઈ.... હા હા હા ...
" ઓ બાપ .. રે... કેટલી ગરમ છે આ ચા.... હાય... જબરું ચચરે છે ... " પિપ્સ મારી સામુ જોઇ બોલી.
પણ આ ચા તો મારો પ્રેમ થવાની હતીને... મેં ધીરેથી ફુંક મારી..... એની ગરમ સપાટી એ મારી ફુંકની હુંફને સમાવી લિધી... અને મારા હોઠ મે ચા ના કપ મા ડુબાડયા.... ચા ને મારા મા સમાવવા ચુસ્કી ભરી.... આંખો બંધ થઈ ગઈ મારી અને એક જ શબ્દ હોઠોથી નિકળ્યો," વાહ.... "
શું ટેસ્ટ હતો , આ ચા ખરેખર બવ કાતિલ નિકળી.... મારા દિલ ને પળવાર મા ઘાયલ કરી જગ્યા બનાવી લિધી ત્યાં જ..... છેલ્લી ચુસ્કી સુધી બસ હું ચા મા જ રહી.... ચા નો સ્વાદ , રંગ , પ્રકાર , સુગંધ ...... ચા .... ચા....ને ચા..... જાણે વોલ્વરીનને લોહી ચાખતા જ લોહી પીવાની તિવ્ર ઇચ્છા થઇ જાય , એમ મને આખો દિવસ બસ ચા જ પીધે રાખુ એવું થયા કરતું. એ આખો દિવસ ચા ના વિચારો મા જ પસાર કર્યો... અને મનેય ચા નો નશો થઈ ગયો.....
ચા.... પહેલા નશો જ લાગતી હતી , પણ જ્યારે રેહાન કરતા વધારે યાદ આવવા લાગી ત્યારે સાલું સમજાયું કે પ્રેમ નામનું ભૂત હવે સવાર થઈ ગયુ છે મારા દિલ, દિમાગ અને આખોય દિવસ. માટે..... એટલે રેહાન ક્રશ જ રહી ગયો.
ચા... મારો પ્રેમ જ નઈ , આનંદ , દુખ , સુખ , સવાર , સાંજ , સાથ , અહેસાસ , બધું જ... ટુંક મા મલંગ ના ડાયલોગ મા નશો , આદત , જરુરત અને શોખ ચા બની ગઇ હતી...... અને...
" વ્હાલી, પત્યું તારુ ? હવે અધૂરી દાસ્તાન પછી કે જે હો....ટ્યૂશન જવાનું છે.... આપણે નિકળીએ !!?" પ્રિતી મને ટકોરતા બોલી....
" ચાલો તો બાય..... હજી બેગ ભરવાનું છે.... અને ...ઓ તારીની.... એકટીવા મા પેટ્રોલ પુરાવાનું પણ ભુલી ગઇ હુ તો..... કેમ કે રેહાન પેટ્રોલ પુરાવા આવ્યો તો અને એટલે હું બાજુની દુકાન પર ઉભી જ રહી ગઈતી. એને જોતાં ..જોતાં.......... પિપ્સ નો મધુર અવાજ હમણા જ કડવો થશે... ચલો હુ જવ..."
" મારુ નામ !!?"
" ચાહના..... " ચા ની ચાહના..... ચા માટે મને કહો કે મારા માટે ચા ને......
ચાહના ની જિંદગી ચા થી શરુ અને ચા થી જ પુર્ણ.......
અધુરી દાસ્તાન જલદીથી કહુ.....
કેવો લાગ્યો આ ભાગ મને જરુરથી કહેજો....
ઇન્સ્ટાગ્રામ : the._mansi_.23
Next part coming soon