Mahamari corona aayurved in Gujarati Health by મોરલો books and stories PDF | મહામારી કોરોના @ આયુર્વેદ

Featured Books
Categories
Share

મહામારી કોરોના @ આયુર્વેદ

સમગ્ર વિશ્વ મા ચાલી રહેલી આ કોરોના ની મહામારી થી લોકો અને આધુનિક વિજ્ઞાન થાકી ગયા છે અને કોરોના ની સામે ઝઝુમી રહ્યા છે.આવી મહામારી અને આયુર્વેદ ની જે સાંકળ છે એ લોકો સુધી પહોંચે એ ખૂબ જ જરુરી છે.લોકો ને સાચી સલાહ અને આયુર્વેદ વિશે સાચું અને સચોટ જ્ઞાન પહોંચે એ ખૂબ જ જરુરી છે.

આપણી ભારત ની ભૂમી અને આયુર્વેદ ને ખૂબ જ જૂનો નાતો છે,એ પણ પાંચ હજાર વર્ષો પહેલા નો. આપણા ભારત પાસે અણમૂલ્ય એવા રત્ન જડીત કહી શકાય એવા ચાર મહા વેદો છે.
1. ઋગવેદ
2.સામવેદ
3.યજુર્વેદ
4. અથર્વ વેદ
આયુર્વેદ આપણા જ અથર્વ વેદ નો એક અંશ છે.માટે આપણે ભારતીય છીએ તો આપણી ફરજ મા આટલુ તો આવે જ કે આપણે આપણી સંસ્કૃતિ નુ જતન કરીએ અને આપણી જીવનશૈલી માં બરાબર વણી લઈએ.
આયુર્વેદ ના શાસ્ત્રો ચરક સંહિતા,સુશ્રુત સંહિતા,અષ્ટાંગ હ્યદય,માધવ નિદાન,શારંગધર સંહિતા જેવી અનેક સંહિતા ઓ છે,જે આપણા ઋષિ મુનિઓ એ આપણા માટે જ બનાવી છે.
આયુર્વેદ ની આત્મા કહી શકાય એવી ચરક સંહિતા મા વિશ્વ માં સર્જાતી આવી મહામારી નુ વર્ણન આચાર્ય શ્રી મહર્ષિ ચરકે કરેલુ જ છે.ચરક સંહિતા ના વિમાન સ્થાન નો ત્રીજો અધ્યાય જનપદોધ્વંશ છે,ચરક મહર્ષિ એ આવી મહામારી ને જનપદોધ્વંશ તરીકે વર્ણવી છે.
ચરક સંહિતા ના આ અધ્યાય માં આવા જનપદોધ્વંશ સર્જાવવા ના કારણો, મહામારી દરમિયાન પ્રકૃતિ મા થતા ફેરફારો,લોકો અને સૃષ્ટી ના તમામ જીવો મા જોવા મળતા રોગ ના લક્ષણો,મહામારી થી બચવા ના ઉપાયો, રોગી ની ચિકિત્સા ,પથ્ય અપથ્ય બધા જ વિષયો નું વર્ણન ખૂબ જ અદ્ભૂત રીતે કરવા મા આવ્યું છે.આપણા મહર્ષિઓ ખૂબ જ મહાન એસ્ટ્રોલોજીસ્ટ હતા જેને ભવિષ્ય મા આવનાર તમામ તકલીફ ને જાણતા હતા અને એટલે એનાથી બચવા ના ઉપાયો પણ સંહિતા માં આલેખી દીધા.

હવે આપણે જાણીશું કે આવા જનપદોધ્વંશ સર્જાવવા ના કારણો, મહામારી દરમિયાન પ્રકૃતિ મા થતા ફેરફારો,લોકો અને સૃષ્ટી ના તમામ જીવો મા જોવા મળતા રોગ ના લક્ષણો,મહામારી થી બચવા ના ઉપાયો, રોગી ની ચિકિત્સા ,પથ્ય અપથ્ય.

૧. મહામારી સર્જાવા ના કારણો

*અધર્મ નુ પાલન કરનાર ની જનસંખ્યા મા વધારો.
* પ્રકૃતિ ની દેન એવા આકાશ,વાયુ,અગ્નિ,જળ,પૃથ્વી,
વૃક્ષ,જીવ જંતુ,પ્રાણી,ખનીજ,ધાતુઓનો
સમજણપૂર્વક ન થતો ઉપયોગ અને પ્રકૃતી નુ જતન
કરવું
* ગુરૂ,વૃધ્ધ,સિધ્ધ ૠષિ અને પૂજય સજજન ની અવજ્ઞા
કરી ને અહિત આચરણ કરવું
* પરિગ્રહ,લોભ,અભિદ્રોહ,અસત્ય,કામ,ક્રોધ,માન,દોષ,
કઠોરતા,પ્રહાર,ભય,શોક,ચિંતા,ઉદ્વેગ,હિંસા,ક્રૂરતા
જેવા માનસિક ભાવો નુ ક્રમશઃ વધવુ
* વધતુ જતુ પ્રદૂષણ

૨. પ્રકૃતિ મા થતા ફેરફારો
* નિરંતર ઉલ્કાપાત અને વજ્રપાત
* ધરતીકંપ
* અકાળે અને અનિયમિત વરસાદ નુ વરસવુ
* વાવાઝોડુ સર્જાવવુ
* ૠતતુઓનું અનિયમિત થવું
* અવૃષ્ટી કે અતિવૃષ્ટિ

૩.રોગ ના લક્ષણો
*ખાંસી,શ્વાસ
* ઉલટી થવી
* શરદી
* માથાનો દુખાવો
*તાવ
* અકાળ મૃત્યુ

૪. મહામારી થી બચવા ના ઉપાયો( સંહિતા મુજબ)
* ઔષધો નુ સેવન,રસાયન નુ સેવન
*સત્ય, ધર્મ નુ પાલન
* પ્રકૃતિ ના તમામ જીવો પ્રત્યે દયા ભાવ
* દાન,સેવા,પૂજન,યજ્ઞૉ કરવા
* સદાચરણ નું પાલન
* સ્વ રક્ષણ
* કલ્યાણકારી દેશ નુ સેવન
*બ્રહ્મચર્ય નુ પાલન
* ધર્મશાસ્ત્રો ની ચર્ચા

૫. રોગીની ચિકિત્સા આયુર્વેદ અનુસાર
=> પંચકર્મ
વમન ,વિરેચન,બસ્તિ,નસ્ય,રક્તમોક્ષણ
પરંતુ હાલ ના સમય મુજબ કોઈ નિષ્ણાત ચિકિત્સક ની પાસે જઈ ને પંચકર્મ કરાવવુ શકય નથી.એટલા માટે આયુર્વેદ મા રામબાણ કહી શકાય એવી રસઔષધિ ના સેવન કરવાથી રોગ મટાડી શકાય છે
કોરોના ના રોગી માટે નો ઔષધિ યોગ.
૧. ગિલોય સ્વરસ તુલસી પંચાગ સ્વરસ
(૪-૪ ચમચી ખાલી પેટે)
૨. ત્રિભુવન કિર્તિ રસ જય મંગલ રસ
મહામૃત્યુજય રસ
(૧-૧-૧ ગોળી ત્રણ વાર જમ્યા પછી)
૩.અશ્વગંધારિષ્ટ. (૩-૩-૩ ચમચી જમ્યા પછી)
૪. ચ્યવનપ્રાશ. (૧ ચમચી સવારે દૂધ સાથે)

જે લોકો ને મન મા કોરોના નો ડર લાગતો હોય તેમને પોતાના રક્ષણ માટે

૧. ગિલોય સ્વરસ તુલસી પંચાગ સ્વરસ
(૪-૪ ચમચી ખાલી પેટે)
૨. ત્રિભુવન કિર્તિ રસ જય મંગલ રસ
(૧-૧-૧ ગોળી ત્રણ વાર જમ્યા પછી)
૩. ચ્યવનપ્રાશ. (૧ ચમચી સવારે દૂધ સાથે)

સામાન્ય લોકો એ પોતાના રક્ષણ માટે
૧. ગિલોય સ્વરસ તુલસી પંચાગ સ્વરસ
(૪-૪ ચમચી ખાલી પેટે)
૨. ત્રિભુવન કિર્તિ રસ
(૧-૧-૧ ગોળી ત્રણ વાર જમ્યા પછી)
૩. ચ્યવનપ્રાશ. (૧ ચમચી સવારે દૂધ સાથે)
ઉપરોક્ત તમામ ઔષધો તમારા નજીક ના આયુર્વેદ સ્ટોર પર મળી રહેશે.

આ ઉપરાંત બહાર નીકળતી વખતે નાક માં ગાય ના ઘી ના ૨-૨ ટીપા નાખવા જેનાથી વાતાવરણ મા રહેલા જીવાણુ તેમજ અન્ય વ્યકતિ ના શ્વાસોશ્વાસ દ્વારા ફેલાતા વાઈરસ,બેકટેરીયા ને શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા દ્વારા અંદર પ્રવેશતા અટકાવી શકાય છે.
તેમજ અન્ય નાની નાની વાતો નો ખ્યાલ રાખવો
૧ .બહાર નીકળતી વખતે મોં માસ્કથી ઢાંકો,હાથ મોજા પહેરો
૨ . વારંવાર હાથ ને સેનિટાઈઝર થી સાફ કરો
૩. સોશિયલ ડિસ્ટન્સ રાખી સ્વ રક્ષણ કરો
૪. શાકભાજી ફળ વગેરે ને બરાબર સાફ કર્યા પછી જ વાપરો.
૫. પૂરતુ પાણી પીઓ
૬.ખૂશ રહો,સ્વસ્થ રહો.

Thank u for Reading &Give your Important Time