અરે..દિશા ક્યા ધ્યાન છે તારુ? લાવને પેલુ ઇન્જેકશન! આવું બોલી ડૉક્ટર દિશાને ટકોર કરી.થોડા સમય થી દિશાનુ કામમા ધ્યાન ન હતુ, આમ તો દિશા સારી નર્સ હતી અને કામમા એને કેવુ ન'તુ પડતુ, પણ શુ ખબર શુ થયુ હતુ .
એક વાર સાથે કામ કરતી એની દોસ્ત કાવ્યા એ પુછ્યુ કે શુ થયુ છે? તારુ કામમા ધ્યાન નથી હોતુ!
દિશા નિરાશ સ્વરે બોલી 'મારા લગ્નની વાત ચાલે છે.
કાવ્યા તો ખુશ થઈ ને કુદવા લાગી.બોલી એતો સારુ ને ગાંડી! કોન છે? ક્યાં રહે છે? એમ ઘણા પ્રશ્નો પૂછી લીધા.
દિશાએ જણાવ્યું કે હવે થોડા સમયમાં દૂર જવું પડશે, છોકરો તો સારો હતો ને ઘરના પણ સારા હતા. ફક્ત નોકરી છોડવાથી નિરાશ હતી. સ્ટાફ સાથેની મસ્તી મિસ કરવા લાગી. આ તો પિયર છે આજ નઈ તો કાલે સાસરીમા જવાનુ જ છે પણ અચાનક લગ્નની વાત આવી એટલે આમ થયું હશે.શહેર પણ ગમતુ હતુ.
બસ ખાલી નોકરીની બાબતે અફસોસ હતો. પરંતુ સમય ટૂંકો બાકી હતો લગ્ન નજીક આવી ગયા. દિશા ખુશ હતી ગમતું વ્યક્તિ મળે તો ખુશ તો હોય જ, પણ ઘરથી દૂર જવાનું દુખ પણ હતું. હૉસ્પિટલમાં નવો સ્ટાફ લેવા વાત ચાલુ થઈ ગઈ. દિશાને બધા યાદ તો કરશે કેમકે દિશા ને બધા સાથે સારુ બનતું અને તે હોસ્પિટલ મા ત્રણ વર્ષ થી નોકરી કરતી હતી.
આમ જ થોડા દિવસમાં એના લગ્ન થયા અને નવા ઘરે આવી ગઈ. બધા નવા લોકો વચ્ચે એક જાણીતો ચહેરો હતો જેની સાથે જીવન વિતાવવા તૈયાર થઈ હતી. બધુ સારુ થઈ ગયુ અને સાસરીમા ફાવી ગયુ હતુ.પણ હજુ હોસ્પિટલમા પુરતા સ્ટાફ નતા તો દિશા એ એની સાસરી મા વાત કરી થોડા સમય નોકરી કરવાની એના પિયરમા.
એમને હા કિધુ અને થોડા સમય એ હોસ્પિટલમા નોકરી ચાલુ રાખી..એમ કરતા કરતા ત્રણ મહિના અને બીજી બાજુ એના સાસુ ની તબિયત સરી નહતી રેહતી..પછી શુ કરે દિશા ને જવું જ પડિયું એની સાસરીમા આમ અચાનક દિશાએ નોકરી છોડી દીધી.
અને સાસરી મા રેવા લગી હવે સાસરી મા એને નવુ નવુ ઘરે બેસી રેવુ નતુ ગમતું શુ કરે એમ થતુ, બોવ સમય થી
નોકરી કરતી નર્સ તરીક આખો દિવસ દર્દી ની સાર સંભાળ કરતી અને હવે ઘરે બેસવું નતુ ગમતુ,એક નર્સ તરીકે હોસ્પિટલમા નોકરી કરતી અને હવે ઘરના કામ મા હોય છે...થોડી ઉદાસ રેહતી, હોસ્પિટલમાં દોસ્તો ને ફોન કરતી ક્યારેક તો સારુ લાગતુ અને બધુ પૂછતી કે કેવુ હોસ્પિટલ મા બધુ સારુ છે ને! બધા એના દોસ્ત એની જોડે વાત કરીને બોવ ખુશ થતા,અને કેતા તારી વગર હોસ્પિટલ માં ગમતું નાથી તારો સમય થાય હોસ્પિટલ અવાનો તો ઘડીયાળમા જોઇયે અને તને યાદ કારીએ.
દિશા પણ બોવ યાદ કરતી બધા ને
આમ કરતા એક વર્ષ થાઈ ગયુ એને થવા લાગ્યુ કે હવે નવી જગ્યા એ નોકરી ચાલુ કરસે,અને સાસરી મા નોકરી શોધવા લાગી કેટલી જગ્યા એ પુછવા જતી પણ ક્યાય હોસ્પિટલ સારી નતી તો કાઈ પગાર નતો સરો,એક દિવસ એની એક દોસ્ત નો ફોન આવ્યો અને એને કીધુ કે દિશા તારી સાસરી બાજુ નર્સ ની નોકરી માટે જરુર છે અને પગાર અને હોસ્પિટલ પણ સરી છે.તો દિશા ખુશ થઈ ગય અને ત્યાં ગય હોસ્પિટલ પુછવા અને એને બધુ ગમ્યું ત્યાં બધા હોસ્પિટલ ના પણ સારા હતા..અને ત્યાં નોકરી ચાલુ કરી દીધ અને બોવ ખુશ હતી. એની સાસરીમાં પણ બધા એની નોકરી થી ખુશ હતા,
પછી દિશા એક નર્સ પહેલાની જેમ ખુશ થઈ ગઈ.
Parmar kinjal.