Room no. 301 - 2 in Gujarati Horror Stories by Chirag Dhanki books and stories PDF | Room no. 301 ભાગ 2

Featured Books
Categories
Share

Room no. 301 ભાગ 2

વાચકમિત્રો આપણે ભાગ 1 માં જોયું હતું કે નમ્રતા અને વિજય ગોઆ જઇ રહ્યા હતા અને વિજય ફ્રેશ થવા ગાડીની બહાર જાય છે પણ પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે ત્યારે ગાડીની આસપાસ અવાજો આવવા લાગે છે અને તે જ્યારે ગાડીની બહાર નીકળે છે તો તે જુએ છે કે ગાડીમાં કોઈએ દોરી બાંધેલી હોય છે અને તેની બીજી બાજુ વિજયની લાશ એ દોરીથી ઝાડની બે ડાળી વચ્ચે ફાંસાયેલી હતી હવે આગળ.......

રૂમ નં 302 - ભાગ 2 શરૂ -

નમ્રતા આ જોઈને જોરથી ચીસ પાડે છે અને જાગી જાય છે અને જુએ છે કે તે ગાડીમાં બેઠી હોય છે અને વિજય ગાડી ચલાવી રહ્યો છે. તેને માથા પર પરસેવો જોઈને વિજય કહે છે નમુ શું થયું? કઇંક ભયાનક સપનું જોઈ લીધું કે શું? અને નમ્રતા આ સાંભળીને રડવા લાગે છે અને વિજયનો હાથ પકડી લે છે, અને વિજયને કહે છે કે હવે આપણે બોવ ગાડીમાં ડ્રાઇવ નથી કરવું કોઈક નજીક હોટેલ આવે તો ત્યાં રાત્રે રોકાઈને સવારે ગોઆ નીકળી જશું. વિજય પણ તેની વાત માની લે છે અને કહે છે અચ્છા બાબા આપકા હુકમ સરાંખો પર, મહોતરમાં ઔર કુછ અને બંને જોરજોરથી હસવા લાગે છે.

થોડેક આગળ જતાં જ એક હોટેલ આવે છે જેનું નામ હોય છે હોટેલ પેરેડાઇસ અને વિજય ત્યાં જઈને રિસેપ્નીસ્ટમાં પૂછે છે કોઈ રૂમ અવેઇલેબલ છે? તો રિસેપ્નીસ્ટ પર બેઠેલી છોકરી જવાબ આપે છે હા સર એક જ રૂમ અવેઇલેબલ છે તમે લકી છો આ લાસ્ટ જ રૂમ બાકી છે રૂમ નં 301. વિજય ખુશ થઈ જાય છે અને કહે છે ઓકે તો ચાવી આપી દો અને વિજય તેમને પેઈમેન્ટ કરીને આવે છે અને નમ્રતાને કહે છે છેલ્લો જ રૂમ હતો તું બોવ લકી છે એટલે મળી ગયો. ચાલ હોવી રૂમમાં જઈએ અને ફ્રેશ થઈને ડિનર કરી લઈએ. નમ્રતા પણ ખુશ થઈ જાય છે અને બન્ને સાથે લિફ્ટમાં જાય છે.

વિજય અને નમ્રતા રૂમના દરવાજે પહોંચી ગયા છે અને વિજય રૂમનો દરવાજો ખોલી રહ્યો હતો ત્યાં અચાનક નમ્રતાની પાછળથી કોઈકનો ધીમો અવાજ આવે છે નમ્રતા.... અને નમ્રતા અવાજ સાંભળીને એકદમ ડરી જાય છે અને પાછળ જુએ છે તો કોઈ જ હોતું નથી. વિજય તેને સમજાવે છે કે તે આરામ નથી કર્યો એટલે તને વહેમ થાય છે તું થોડી વાર આરામ કરી લે તને સારું ફીલ થશે. ઓકે હું નાહીને ફ્રેશ થઈ જઉં અને તું આરામ કરી લે અને ખોટું ગભરાતી નહીં.

નમ્રતાને પણ લાગે છે કે તેને આરામની જરૂર છે અને એના કારણે જ આવું થઈ રહ્યું છે તે વિચારે છે કે થોડી વાર આરામ કરવાથી સારું થઈ જશે અને તે બેડ પર સુઈ જાય છે થોડી વાર પછી કબાટનો દરવાજો પછડાય છે અને નમ્રતા ફરી ગભરાય જાય છે કેમકે વિજય તો બાથરૂમમાં છે તો કબાટ કોને બંધ કર્યો તે હિમ્મત કરીને કબાટની પાસે જાય છે અને કબાટનો દરવાજો ખોલે છે તો એમાં એક ફાટેલો શર્ટ હોય છે અને એ પણ મેલો અને એ શર્ટ જોઈને તેની આંખો દંગ રહી જાય છે એને સમજાઈ જાય છે કે આ બધું શું થઈ રહ્યું છે.

ભાગ 2 પૂર્ણ

એવું તે શું હતું એ શર્ટમાં? એ શર્ટ રૂમ નં 301ના કબાટમાં કેમ હતો? અને એ શર્ટ સાથે નમ્રતાનો શું સંબંધ છે? અને હવે નમ્રતા આગળ શું કરશે? એ આપણે ભાગ 3મા જોશું