(પ્રકરણ – ૬)
ઝૂકતી હૈ દુનીયા ઝુકાનેવાલા ચાહીએ. દેવબાબુએ પોતાનો સમય કેવી રીતે પસાર કરવો એ પ્લાન તૈયાર કરી લીધો હતો. લોકડાઉનમાં સેવાકાર્ય જોરથી ચાલું હતું.
એક વર્ગ હતો તેને કોઈ પ્રોબ્લેમ નહોતો. ગરીબોને પ્રોબ્લેમ હતો ભૂખનો, પણ કંઇક અંશે ઓછો. દાનવીરો અને સેવાભાવી તેમની સેવામાં હતાં. સરકારે હાથ છુટા મુક્યા હતાં. સહાય કરવા, વિવિધ યોજનાઓ દ્વારા. મૂંઝવણમાં ફક્ત મિડલ-ક્લાસ હતો. બાપડો પીસાઈ રહ્યો હતો. ખુદ્દારીના પથ્થરો વચ્ચે. શરમના માર્યો. વિવિધ પ્રસ્તાવોથી થોડીક હળવાશ થઇ રહી હતી શાષણ દ્વારા. રાજકારણ શાસન-પંચમી રમવાના રાગમાં હતી. સાલું કમાલ હતું...ના સમજાય તેવું... મત એકને આપવો, ચુંટાય બીજો, ખુરશી સંભાળે ત્રીજો, ખુરશી પરથી પછાડે ચોથો. હેતુ અને સ્વાર્થની રમત રાજ-શતરંજ રમાડે. પરંતું આ ઘડીએ કોરોના સામે લડવા બધાએ કમર કસી લીધી હતી અને એટલે જ દુનિયામાં ભારત અને ભારતીયોની સ્થિતિ સદ્ધર હતી. સલામત હતી. બડે બડે શહેરોમે છોટે છોટે લોગ ભી હોતે હૈ જો બેવકુફી કી બાતે અંગ્રેજીમેં કરતે હૈ. જરૂરિયાત... લોભ.. લાલચ... પક્ષાપક્ષી.. એમાં ખુદની સાથે બધું ભુલી જાય. પોતાનું અસ્તિત્વ, પોતાની કિંમત, ખુદ્દારી, ધગશ. દુનિયામાં, સમાજમાં કે પોતાનાં ઘરમાં પોતાનું સ્થાન ના બનાવી શકે. કારણ હંમેશ બીજાનો આધાર શોધતો હોય !
પુરુષાર્થ તો સાહેબ... પોતે જ કરવો પડે કંઇક નામ કમાવવા માટે. બીજાં આપણો ઉપયોગ કરે એ કેમ સહેવાય ? અરે એનું કંઇ ઠેકાણું પડતું નથી એટલે એ તમારો સહારો લે છે. અજમાવે છે. જરૂરિયાત પૂરી થાય ત્યાં સુધી. અરે.. આ બધું તો ફિલ્મોમાં જોયું જ છે ને ? વોટ્સ-અપ પર સુવિચારો વાંચીએ છીએને ? પણ આંગળીના ટેરવે જ્ઞાન ગ્રહણ ના કરાય. ધગસ જોઈએ. ખંત જોઈએ. સમજ-સુઝ જોઈએ, ક્ષણિક લાભો, મોટું નુકસાન નોતરે છે ! બસ...
કોઈ દિવસ વિચાર એ આવ્યો તો ? કે ઘરમાં આમ બેસી રહેવું પડશે ? આજે છે કોઈ આરો ? નહીને ? જાન હૈ તો જહાન હૈ ! વરસો પહેલાં કોઈ ચિંતકે આપેલું જ્ઞાન તારી જશે. એમ કહોને તલવારનો ઘા છરીએ ગયો. આ વિશ્વ યુદ્ધ હોય શકે ! ખબર નથી. પણ ઘરમાં છીએ એટલે સુરક્ષિત છીએ અને જહાન તો છે જ. હાર નથી માનવી. જીતી જઈશું.
છાપાના સમાચારો જોઈ તીકુકાકા પરેશાન હતાં. તીકુકાકાનો તપેશ આજે નીચેથી વહેલાં છાપું લઇ આવ્યો અને ટીપોય મુકી રસોડામાં ગયો. તીકુકાકા સેવામાં જવાના હતાં અને હેડલાઈન વાંચી એમને છાપું હાથમાં લઇ લીધું. તીકુકાકાની સાથે સાલું છાપુંય હાલતું’તુ ... હવામાં. તીકુકાકા ના દેખાય પણ હવામાં તરતું છાપું અમુકની નજરે ચઢ્યું. સાલું.. પેલાં ફન્ટૂસ ફિલ્મમાં દેવઆનંદની હેટ ઉડે તેમ....એ મેરી ટોપી પલટ કે આ..
છબીવાસીઓની ચાલી રહ્યાં હતાં પણ કોઈને દેખાતાં નહોતાં પણ પેલું છાપું રસ્તાઓ ઉપર તીકુકાકા સાથે એમના હાથમાં હોવાથી હવામાં તરતું હોય એવું લાગતું હતું. આજના છાપાની હેડલાઇન લોકોને વિચલિત કરે તેવી હતી.
વસુદેવો કુટુમ્બકમની ભાવના. સંસ્થાઓને ચિન્તા હતી કે શહેરમાં કોઈ ભૂખ્યાં ના રહે. રસોડાઓ રસોઈ બનાવી ફૂડ પેકેટ બનાવી વહેંચી રહ્યાં હતાં. તો કોઈ સિધુ – અનાજ અને કરિયાણું જરૂરિયાતમંદોને આપી સંતોષ પામી રહ્યાં હતાં. છાબીવાસીઓ ફક્ત એમની પાછળ હતાં. નિરીક્ષકની જેમ.
લોભી, લાલચુ એમાં પણ હતાં. ભેગું કરવામાં. એકજ ઘરનાં સભ્યો લાઈનમાં નજર ચૂકવી લાઈનમાં ઉભાં રહી અનાજ અને કરીયાણાની કીટ ભેગી કરી રહ્યાં. ઘરમાં ભરી રહ્યાં હતાં. કેટલાંક એક્સ્ટ્રા ફૂડ પેકેટ લઇ જાણી જોઈને દુર જઈ ફેંકી દેતાં હતાં. પોતાનાં કૃત્ય માટે શરમ પણ નહોતી !.
એક તરફનો મીડિયા સેવાકાર્ય કરનારા લોકોના સેવાની કદર કરી રહી હતી તો બીજી તરફનો મીડિયા લોકોની ખરાબ હાલત વર્ણવી રહી હતી. કોઈ ટી વી ચેનલ ઉપર રોદણા રડી રહ્યાં હતાં, તો કોઈ સંતુષ્ટ હતાં. અહીં પણ રમત હતી – સત્યને અસત્ય કરવાની અને અસત્યને સત્ય કરવાની. ન્યુઝ ચેનલના માઈક સામે બોલનાર વ્યક્તિઓને સાંભળી ખ્યાલ આવી જતો હતો કે....બાત કુછ ઓર હૈ ઓર નિશાના કહી ઓર.
સમાચારો જોઈ, વાંચી ખરા સેવાભાવીઓના દિલને કેટલી ઠેસ લાગી હશે ? દાનવીરોને સત્ય-અસત્ય વિચલિત કરતું હશે. પણ આ ભારત છે ભાઈ.. દાન ગુપ્ત રાખે. ડગે નહી. કુબેરનો વાસ ભારતની ધરતી પર જ છે !
છબીવાસીઓ નિરીક્ષક બની એમની પાછળ હતાં. હકીકત જાણવા અને શિક્ષા કરવા અદૃશ્ય રીતે. જેમનાં ઘરમાં અનાજ પાણી હોવા છતાં ના કહેનારના ઘરમાંથી અનાજ ગાયબ થઇ જતું. અને જે ઘરમાં કંઇ નહોતું ત્યાં પહોંચી જતું. હવામાં ઉડતી રકાબીઓની જેમ, આમ થી તેમ. જાણે હવાઈ સર્વિસ. દ્રશ્ય જોઈ ઘણાં ઘબરાયા... કોઈએ મજાકમાં કહયું કોરોના ઉડી રહ્યો છે. જેમણે ફૂડ પેકેટ ફેંકી દીધાં હતાં તે ઘરમાં પરત આવી ગયાં હતાં. થોડીકવાર ફિલ્મની અજાયબીની જેમ. બધું તરત શાંત થયું. લોભીયા તો ‘તેરી ભી ચુપ.. મેરી ભી ચુપ’ ની પરિસ્થિતિમાં હતાં.
આખરે બીજાં દિવસે મિડીયાની સતર્કતાએ ઘટનાઓ ઉજાગર કરી. સેવાભાવીઓએ વ્યવસ્થા ગોઠવી. વ્યય અટકાવ્યો. માણસ છે ભૂલ કરે પણ એને દંડ કેવી રીતે દેવાય ? સેવા નિરંતર ચાલું રાખી. માનવ ધર્મ એ જ પ્રભુની સેવા !
છબીવાસીઓ પણ લાભ લઇ રહ્યાં હતાં એક ઉત્તમ કાર્યનો. એમની નજર હવે ખરેખર મુશ્કેલીમાં હોય તેને સેવા પહોચાડવાની હતી. તેઓ ફરી રહ્યાં હતાં અને દેવબાબુને સંદેશ આપી સેવાને વિસ્તૃત કરી રહ્યાં હતાં. કેટલાંક ઘરબાર વગરના હતાં તો કેટલાંક રસ્તાઓ ઉપર કે ફલાયઓવર નીચે. સેવાભાવીની નજરમાં તેઓ હંમેશ હતાં. લોક ડાઉન દરમિયાન નિયમિત ભોજન એમને મળી રહે તેવું આયોજન હતું.
આખાં દિવસમાં છબીવાસીઓએ મદદ પહોંચાડી હતી. સેવા નિયમિત કરવી હતી. નવા સ્થળો બતાવ્યા હતાં. સ્વર્ગવાસીઓએ માનવતા મહેંકાવી હતી ! ઘરથી દુર ખુલી હવામાં સેવા સાથે મજા કરી રહ્યાં હતાં.
એટલામાં છબીવાસીના ટીખળખોર તીકુકાકાની નજર બે યુવાનો પર પડી. તીકુકાકા ઓટલા પર બેસી એ યુવાનોની વાત સાંભળી રહ્યાં હતાં. એકને પ્રેમ ચિઠ્ઠી પહોચાડવી હતી સામેવાળીને, પણ કરે શું ? એ કહી રહ્યો હતો - “સોસિઅલ ડિસ્ટન્સ ? ત્યાં પહોંચે કેવી રીતે ? ઘરમાં બધાની હાજરી છે. પહેલાં જેવું ક્યાં ? માતાજી કામમાં હોય, બાપુજી ઓફિસમાં અને નાનો ભાઈ સ્કુલમાં. તક મળે તો..નજર ફેંકી દેવાતી..પણ હવે નજર.. ઓહ.. મુશ્કેલ, અરે ચહેરો પણ જોવા મળતો નથી. ફોન તો કરાય જ નહી. લેન્ડલાઇન પર ઘંટડી વાગે તો ઘરનો કોઈપણ વ્યકિત ફોન રીસીવ કરે. મોબાઇલની ઘંટડી વાગે તો જવાન દિકરી કોની સાથે વાત કરે છે, તે તરફ બધાંના કાન સતર્ક હોય. બીક લાગે બિચારીની. આ લોક-ડાઉનમાં પ્રેમ પણ લોક થઇ ગયો. રોમિયો તો બિચારો બાલ્કની તરફ નજર રાખીને બેઠો હતો ચાતકની જેમ. પહેલીવાર મનમાં સ્ટ્રાઈક થયું કે એક કબુતર પાળ્યું હોત તો ? આજે પહેલીવાર ઉડતાં પક્ષીઓ માટે પ્રેમ ઉમળ્યો. પતંગબાજી વખતે કોઈ દિવસ આવો વિચાર આવેલો ?
ખીસામાંથી પ્રેમપત્ર કાઢી વાંચી રહ્યો હતો મનોમન. એનો મિત્ર ત્યાંથી જઈ ચુક્યો હતો.
તીકુકાકાને પ્રેમી ઉપર દયા આવી. એની સામે જઈ ઉભાં રહ્યાં. પોતે અદ્રશ્ય હતાં. એક અવાજ એનાં કાને પડ્યો. અલ્યા.. તારો પત્ર આ છાપાં ઉપર મુકી દે, આ છાપું તારો પ્રેમપત્ર સામે પહોંચાડી દેશે. છાપું હવામાં તરી રહ્યું હતું. આજ્ઞાધારીની જેમ પ્રેમીએ તરત એ પાત્ર છાપાં ઉપર મુકી દીધો અને છાપું તીકુકાકાના ચાલે હવામાં ચાલવા માંડ્યું. સામે ઉભેલા દેવબાબુની નજર તીકુકાકા ઉપર હતી. કંઇક મજાકની મનોરંજનાઈ રંધાઈ રહી હતી. તીકુકાકા નજીક આવતાં જ દેવબાબુએ છાપાં તરફ ઈશારો કર્યો. નજરના સવાલનો જવાબ આપતાં તીકુકાકાએ આખી વાત દેવબાબુને જણાવી. દેવબાબુએ વાતનો દોર હાથમાં લીધો અને પોતે પણ સાથે છે એમ કહી ઉપર જવા સહમતી આપી. તીકુકાકાને હાશ થઇ. પોતે આ કાર્ય અદ્રશ્ય રીતે કેવી રીતે કરત એ પ્રશ્ન મનમાં રમી રહ્યો હતો તેનું નિરાકરણ મળ્યું. દાદરની સામેનો જ ફ્લેટ હતો. દરવાજો ખુલ્લો હતો. ત્રણ વ્યક્તિઓ ગમગીનીમાં બેઠી હતી. શાંતતા હતી. એમની પાપણોમાં ભીનાશ જોઈ શકાતી હતી.
સામેના એક સ્ટુલ ઉપર ફોટો હતો. એક દિવો નિસ્તેજ જલી રહ્યો હતો. દેવ બાબુની નજર ફોટા ઉપર પડી અને સંધાન થયું. નામ આશા અને તારીખ-તિથીએ હકીકત બયાન કરી. ચિઠ્ઠીના સંબોધનમાં લખેલ નામ - મારાં શ્વાસની આશા ! મેચ થતું હતું.
‘****
આશા, તીકુકાકા અને દેવબાબુ નીચે આવ્યાં. આશાને આમ પોતાની તરફ આવતાં જોઈ પ્રેમીનું દિલ જોરથી ધડકતું હતું. એ ફક્ત આશાને અને હવામાં તરતાં છાપાને જ જોઈ શકતો હતો. સાલું આ છાપું કોરોના તો નથીને ?
સામે આશાને જોઈ એ અવાચક હતો. આમતો એક તરફી પ્રેમ જ હતો. ખાસ ના હોય.. પણ સામેના સ્ત્રી પાત્રને દ્વિધા ઉભી કરે. આવતાં જતાં હંમેશનો ડર છોકરીઓ અનુભવતી હોય છે. બસ... આ પ્રેમી પ્રકરણનો પ્રસંગ પણ એવો જ હતો.
મારો રિસ્પોન્સ ના મળ્યો છતાં તુ સમજ્યો નહી, હાર્યો નહી. આખરે હું જ હારી. તુ જીત્યો (નાટક કરે છે) પ્રેમી સામે આગળ વધતા આશા બોલી...આવ...નજદીક આવ... મારે તને ઝપ્પી આપવી છે. એક સરસ મઝાની ઝપ્પી. પ્રેમીને જોરથી ખેંચી એ બોલી આ ‘કોરોના ઝપ્પી’ છે. હવે હું તને છોડીશ નહી. ક્યારેય નહી. મારાં પ્રેમમાં બાંધી લઈશ. કાયમ માટે. મને પણ કોઈએ મોકલી હતી ‘કોરોના ઝપ્પી’.. કદાચ સ્પર્શ હશે, ઉચ્છવાસ હશે, છીંક હશે... દવાખાનામાં નર્સ હતી.... જે દર્દી સારા થયાં તે દિલથી આશીર્વાદ આપતાં ગયાં.. અને આખરે મળી સંક્રમણની ઝપ્પી.. કોરોના ઝપ્પી અને .... હું...
એ ચમક્યો. કોરોના નામ સાંભળી. આશા સંક્રમિત તો નથીને ? તે ભાગ્યો.. પ્રેમી ભાગ્યો.. લંપટ પ્રેમી.. બેકાર, પ્રેમના નામે સમય પસાર કરનાર પ્રેમી.... ડરીને... શું આ પ્રેમ હતો ? ખરો પ્રેમ ? ભલે એકતરફી, સચ્ચાઈ હતી એમાં, વિશ્વાસ કરી શકાય ? વિચારજો... પ્રેમમાં પડતાં પહેલાં. પ્રેમલગ્નને ના કહેનાર માં-બાપ ખોટાં નથી હોતા. દિકરીનું અહિત થાય એમને મંજુર નહી હોય. વરસોનો એમનો પ્રેમ ખોટો હોઈ શકે ?
આશા પણ આજે ક્યાં દેહમાં પ્રત્યક્ષ હતી ? એને શું ખોવાનું હતું ? દેવબાબુએ જાદુ કરી હતી, ભ્રાંતિ ઉભી કરી હતી. પ્રેમને ચકાસવા. હવે છબીલોકમાં એક નર્સ ઉમેરાઈ હતી.
બાપુ.... ધ્યાન રાખજો હોં.... આવનાર સમયમાં બધાં પ્રેમીઓ સંભાળી, સાચવી, વિચારી, જરૂરી અંતર રાખી... અને હાં... પ્રેમચિઠ્ઠીઓની... લેવડ.. દેવડ...
આ કોઈ પેલાં ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મની પ્રેમચિઠ્ઠી નથી... ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમે...ફૂલ નહી મેરા દિલ હૈ.. (ખાસ સાંભળજો એ ગીત, એનાં શબ્દો, કલ્પનામાં પણ ના હોય એવાં ... ખુશબુદાર, યાદગાર)
ચિઠ્ઠી, પેપર ઉપર કોરોના સંક્રમિત હોઈ શકે. સેનીતાઈઝેસન... હવે તો રોજની પ્રેક્ટીસ કરી જ લેજો. અને હાં... માસ્ક હોય એટલે પ્રેમીને બરાબર ઓળખીને !
ખરેખર જીવવાની એક નવી રીત આપણે હવે કાયમ માટે અપનાવવી પડશે. નીડર નહી બનતાં, સજાક રહેશો તો સુરક્ષિત રહેશો.
(ક્રમશઃ)