એનવીશા : હા હવે સારું છે.
નર્સ: તમે દર્દી ને કોઈપણ પ્રવાહી આપી શકો છો.અને એમના આરામ નું પૂરું ધ્યાન રાખવા માટે ડોક્ટર એ સૂચવ્યું છે .
સૃષ્ટિ : ઓકે...અમે બધી વાતનું ધ્યાન રાખીશું.
સમર્થ : હું એનવિશા માટે ફ્રુટ અને જ્યુસ લઈ આવું છું. તમે લોકો એનવિશા સાથે રહો.
પંથ : હું પણ સાથે આવું છું.
રાશી : હા ઠીક છે તમે જાઓ. અમે અહીં એનવિશા સાથે રહીશું.
સૃષ્ટિ મંથન અને રાશિ સામે જુએ છે.
મંથન : એનવિશા તું ચિંતા ના કર.મંથન તેને ફોનમાં કોલેજનું ગ્રૂપ ખોલીને બતાવે છે .જેમાં મિત નું માફીનામુ પણ હોઈ છે. અને બધાએ એનવિશા ને સોરી પણ કહ્યું હોય છે.
રાશી બધું એનવિશા ને કહે છે કઈ રીતે મિતે આ બધું કર્યું અને તેને કેવી રીતે પકડ્યો .અને સાથે એ પણ કહે છે .હવે તારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી.
આપણે બધા હવે ફ્રેન્ડ્સ છીએ ...કૉલેજ માં પણ બધા સાથે રહીશું. અને તમારા ક્લાસ માં પંથ, મંથન અને સમર્થ પણ છે જ .
મંથન : હા અને હવે તું થોડી વાર આરામ કર.
સૃષ્ટિ : હા તું થોડી વાર આરામ કરી લે ...પછી બીજી બધી વાત કરીશું.
બધાની વાત માનીને એનવિશા થોડી વાર આરામ કરે છે...બધા બહાર જતા રહે છે અને પોતાના માટે પણ કંઇક નાસ્તો મંગાવવાનું વિચારે છે.એ બધા એ પણ સવાર ની ભાગદોડ માં કઈ જમ્યું ન હતું.
મંથન પંથ ને ફોન કરી ને બધા માટે નાસ્તો લાવવાનું કહે છે.
થોડીવાર થતા પંથ અને સમર્થ બધા માટે નાસ્તો અને એનવિશા માટે ફ્રુટ્સ અને જ્યુસ લઇને આવે છે.
બધા હોસ્પિટલ ની બાજુ ના ગાર્ડનમાં નાસ્તો કરવા જાય છે.
સમર્થ ત્યાં જવાનું ટાળે છે.
સમર્થ : તમે લોકો જમી લ્યો મને ભુખ નથી. હું એનવિશા સાથે રહું છું.
રાશિ : ચાલ ને થોડું તો જમી લે.
સમર્થ : મે સવારે નાસ્તો કર્યો છે .મને અત્યારે ભૂખ નથી.
પંથ : રાશિ રહેવા દે આપણે જઈએ આમ પણ એનવિશા સાથે કોઈએ રહેવું જોઈએ.
બધા બાજુના ગાર્ડન માં ચાલ્યા જાય છે.
સમર્થ એનવિશાના રૂમમાં જાય છે.
એનવિશા સૂવાની કોશિશ કરતી હોય છે .પણ તેને ઊંઘ નથી આવતી.
ત્યાં જ રૂમનો દરવાજો ખુલે છે.
એનવિશા એ તરફથી સમર્થ ને આવતો જુએ છે.બને થોડી વાર એકબીજા સામે જોઈ રહે છે.બને ના આંખ માં પાણી આવી જાય છે.
આ પરિસ્થિતિમાં શું કરવું તે સમર્થ ખબર નથી પડતી ...તે એનવિશા પાસે જાય છે અને તેને ગળે વળગી જાય છે.
એનવિશા પણ તેણે બાથ ભીડીને રડવા લાગે છે. બને જાણે એકબીજાને મળવા માટે ઘણા સમય થી તરસી રહ્યા હોય.
સમર્થ : તું ઠીક છે ને ?
( તેના માથા પર હાથ ફેરવતા પૂછે છે.)
એનવિશા : હા , હું ઠીક છું ...તમારા પપ્પાને સારું છે ને હવે ?
સમર્થ : હા એને પણ હવે રિકવરી આવે છે ફ્રેકચર માં ..
હવે થોડું જ્યૂસ પી લે.
સમર્થ નો એક હાથ એનવિશા ના હાથ માં હતો ...અને બીજા હાથ માં જ્યૂસ નો ગ્લાસ હતો.તે એનવિશા ને જ્યૂસ પાઇ રહ્યો હતો ...એટલામાં પંથ ત્યાં આવે છે.
પંથ : ઓહ , સોરી લાગે છે હું સાચા સમયે નથી આવ્યો.હું થોડી વાર પછી આવું.
સમર્થ : ઉભો રે ક્યાંય જવાની જરૂર નથી.બોલ શું કામ છે ?
પંથ : મારા ફૉન ની પાવર બેન્ક તારી ગાડી માં રહી ગઈ છે. બસ ચાવી લેવા આવ્યો છું.
સમર્થ : તું થોડી વાર એનવિશા પાસે બેસ.હું જઈને લઈ આવું છું.આમ પણ મારે ડોક્ટર ને મળવાનું છે.
પંથ : ઓકે
સમર્થ એનવિશા સામે જુએ છે ..એનવિશા હા કહીને હામી ભરે છે . સમર્થ ત્યાંથી જવા માટે ઉભો થાય છે.
પંથ : ઓહો મારા ભાઈને હવે કોઈની પરવાનગી લેવાની પણ જરૂર પડતી લાગે .
સમર્થ ડોર પાસે પહોંચીને પાછો વળે છે ..અને પંથ તરફ જોઈને બોલે છે .પંથ જરા પણ મસ્તી નહી.
પંથ : હા સમજી ગયો ભાઈ ..તું તારું કામ પતાવી આવ જા.
સમર્થ ત્યાંથી જતો રહે છે.
એનવિશા : પંથ તમે ક્યારેય સિરિયસ પણ રહો છો કે નહીં.
પંથ : હમમ વિચારી જોવ !
એમ કહેતા જ બને ખડખડાટ હસી પડે છે.
સમર્થ ડોક્ટર પાસે જાય છે .અને એનવિશા ની તબિયત પૂછે છે.
ડોક્ટર : ચિંતા કરવાની જરૂર નથી તેની તબિયત મા ઘણો સુધારો છે. કાલે સવારે તેને રજા પણ આપી દઇશું.રજા આપ્યા પછી તેના ખાવા પીવાની પૂરી સંભાળ લેજો અને દવા સમયસર લઈ લ્યે તેનું ધ્યાન રાખજો.
સમર્થ : હા થેન્ક્યુ ડૉક્ટર . હવે હું નીકળું છું.
તે ગાડી માંથી ચાર્જર લઈને આવે છે ત્યાં બીજા ફ્રેન્ડ્સ પણ ભેગા થઈ જાય છે ..બધા સાથે રૂમ માં આવે છે .થોડી વાર મસ્તી મજાક ની વાતો કરે છે .પછી રાત થઈ જતાં ઘરે જવાનો વિચાર કરે છે.
સૃષ્ટિ : ખબર નથી પડતી કે તમારા બધાનો આભાર કઈ રીતે વ્યકત કરું .તમે બધા એ મારી બહેન માટે જે પણ કર્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
રાશી : સૃષ્ટિ અમે તો તને ફ્રેન્ડ્સ માં ગણાવી ... અમને લાગે છે કે તું અમને ફ્રેન્ડ નથી માનતી.
સૃષ્ટિ : અરે નાં ના એવું નથી.
રાશી : હા તો તારે આભાર માનવાની કઈ જરૂર નથી ...અમારી આટલી ફરજ બને છે ...જ્યારે પણ કોઈને મદદ ની જરૂર પડે બધા સાથે જ ઉભા રહીશું.
સૃષ્ટિ : હા હવે ઘણી રાત થઈ ગઈ છે .તમે લોકો ઘરે જઈને આરામ કરો. હું એનવિશા સાથે અહીં જ રોકાવ છું
પંથ : તારી એકલીનુ એની સાથે રહેવું સેફ નથી.હું પણ તારી સાથે અહીં જ રહું છું.
સમર્થ : સૃષ્ટિ તું પણ સવારની અહી જ છો. તું હોસ્ટેલ એ જઈને આરામ કર ..એનવિશા પાસે હું રહીશ તમે બધા ઘરે જતા રહો.
પંથ : હા , એ પણ ઠીક છે.
( એમ કહીને સમર્થ સામે આંખ મારે છે.)
સૃષ્ટિ તું સવારે વેહલા ઊઠીને આવી જજે અત્યારે ચાલ આરામ કરી લે .
સૃષ્ટિ તેની વાત માનીને એનવિશાને bye કહીને તે બધા સાથે જતી રહે છે.
જતા જતા સમર્થ પંથને સંભળાવે છે.તને તો હું પછી જોઈ લઈશ.
પંથ : હા હા હું ક્યાં જવાનો છું. નિરાતે જોઈ લેજે.એમ કહીને હસે છે અને ત્યાંથી જતો રહે છે.
ક્રમશ: