Pratibimb - 13 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રતિબિંબ - 13

Featured Books
Categories
Share

પ્રતિબિંબ - 13

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૩

ઈતિ અને હેયા ઝડપથી રેડી થઈને નીચે એ હોટલનાં એક બેન્ક્વેટ કહી શકાય એવાં નાનકડા ડેકોરેટેડ હોલ પાસે આવ્યાં.

ઈતિ : " પણ આજે શું છે એ તો કહે આ બધું શું કરી રહ્યાં છો બધાં ?? પહેલાં તો આખું ફેમિલી સાથે મળીને મને સરપ્રાઈઝ આપી હવે અત્યારે બીજી સરપ્રાઈઝ છે એવું પપ્પાએ કહ્યું.."

હેયા : " દીદી ચાલોને મારી. બસ તમે ખુશ થશો એ મારી ગેરંટી..."

"સારું ચાલ ."

હેયાએ જેવો ડોર ખોલ્યો કે આખો હોલ એકદમ શણગારાયેલો છે સાથે જ આખું ફેમિલી છે ને થોડાં રિલેટીવ્સ પણ છે. વચ્ચે મોટી કેક મુકેલી છે‌. ત્યાં જ એની નજર સામે એક બ્લેક ટી-શર્ટ અને નીચે બ્લુ જીન્સ પહેરીને ઉભેલાં સંવેગ પર પડી. એ એકદમ ખુશ થઈ ગઈ. એનાં ચહેરાં પર એક સ્મિત આવી ગયું. જેવી એ એન્ટર થઈ કે બધાં જ ઉભાં થઈ ગયાં અને એ ત્યાં સુધી પહોંચી ત્યાં મસ્ત મ્યુઝિક શરૂં થઈ ગયું અને ફ્લાવર્સ ઉપરથી વરસવા લાગ્યાં.

સંવેગ એની સામે દેખાયો કે તરત ઈતિ ઝડપથી એની તરફ ગઈ." અરે સંવેગ તું અહીં ?? કેટલાં વર્ષે મળ્યાં આપણે" કહીને બંને એકબીજાને ભેટી પડ્યાં.

ઈતિએ ખુશીમાં એકદમ સંવેગને હગ તો કરી દીધી પણ તરત એની સામે આરવનો ચહેરો આવી ગયો એ ધીમેથી દૂર થઈ ગઈ.

સંવેગ : " શું થયું ઈતિ ?? "

ઈતિ : " કંઈ નહીં..બસ. બોલ તું કેમ છે ?? " એમ કહીને વાતને ડાયવર્ટ કરી દીધી.

સંવેગ : " બસ મજામાં. તું બોલ.."

ઈતિ કંઈ આગળ જવાબ આપે એ પહેલાં એનાં કાકી એની પાસે આવ્યાં ને બોલ્યાં, " ઈતિ..ચાલ હવે. બધાં રાહ જુએ છે. પછી બંને શાંતિથી વાત કરજો આખી જિંદગી છે...ચાલ હવે" કહીને કહીને આરાધ્યા ઇતિને લઈને જ્યાં કેક મુકેલી છે ત્યાં લઈ ગઈ. પણ ઈતિ તો આરાધ્યાનાં શબ્દોને સમજવાં મથી રહી કે આન્ટી શું કહેવા માગે છે. એ બેધ્યાન છે ત્યાં જ એને હલાવીને હેયા બોલી, "આ કેક જો દી બરાબર છે ને ?? તારી ફેવરિટ ચોકલેટ ફ્લેવર" ઇતિએ કેક તરફ જોયું. કેક પર લખેલું છે " વેલકમ ઈતિ..અવર લવલી ડોટર..."

ઇતિ ખુશ થઈને બધાંને ભેટી પડી. અને પછી એણે આખાં ફેમિલી સાથે કેક કટ કરી... પછી એ સાથે જ પાર્ટી શરૂં થઈ. બધાં ડાન્સ કરવા લાગ્યાં. આવી પાર્ટી એ ઈતિ માટે નવાઈ નહોતી. પહેલેથી ફેમિલી એકદમ વેલસેટ છે. વળી બધાં શોખીન પણ એટલાં જ..આથી અવારનવાર એ લોકો આવી ફેમિલી પાર્ટીનો પ્લાન કરી દે‌. પણ એક બહું પોઝીટીવ વસ્તુ એ હતી કે આ છતાં કોઈ ફેમિલીમાં કોઈને કોઈ જ વ્યસન કે કોઈ ખરાબ આદતો નથી. આખરે સંસ્કાર દાદા નિમેશભાઈ અને દાદી દીપાબેનનાં છે ને.

ઈતિ બોલી, " દાદુ આજે તો તમે અને દાદી પણ ડાન્સ કરશો‌. ચાલો " કહીને એ એમને પણ લઈ ગઈ.

આજે ઈતિ આ વાતથી ખુશ છે હજું પણ એ લોકો આટલાં મોટાં થયાં છતાં આખો પરિવાર ફક્ત બિઝનેસમાં જ નહીં પણ એક ઘરમાં પણ બધાં એક સાથે પ્રેમથી રહે છે.

ઈતિએ નિમેષભાઈ અને દીપાબેન જુનાં સોન્ગ્સ ચાલું કરીને એમને સાથે ડાન્સ કરાવ્યો. ત્યાં જ અન્વય પાસે જઈને બોલી, " ડેડ તમે હજું પણ હેન્ડસમ એન્ડ સ્માર્ટ જ છો હોને..ચાલો મમ્માનો હાથ પકડો શરમાયા વિના. ત્યાં જ અર્ણવ આવીને બોલ્યો, શું દીધી તમે પણ આ લોકોને કહેવાનું ન હોય ખેંચીને લઈ જ જવાનાં હોય બરાબરને મોમ ?? "

લીપી થોડી શરમાઈને પ્રેમથી અર્ણવનો કાન ખેંચીને બોલી, " તમે બંને ભાઈ બહેન અમને છોડશો નહીં બરાબર ?? "

ઈતિ : " હા એતો એવું જ ને. અમે નાના હતાં તો તમે અમને પરાણે ડાન્સ શીખવવા લઈ જતાં હતાં એ વખતે અમને શરમ આવતી હતી હવે તમને બંનેને સાથે ડાન્સ કરતાં શરમ આવે છે એટલે અમે તમને લઈ જઈએ..બરાબર ને ?? " કહીને અર્ણવ અને ઈતિ એનાં મમ્મી-પપ્પાને ડાન્સ કરવા લઈ ગયાં.

હેયા ચારેયને જોતાં બોલી, " ચાલો આવી જાવ મોટાપપ્પાને મોટી મમ્મી."

ઈતિ બોલી, " પપ્પા આ અપૂર્વચાચુ જેવું શીખી જાવ. ચાચુ અને આરાધ્યા તો પહેલાં જ હોય. ડાન્સ હોય કે ફરવાનું હોય કે ફેશન. આપણાં પરિવારનું સૌથી રોમેન્ટિક એન્ડ યન્ગ કપલ છે."

ત્યાં જ હેયાનો જુડવાભાઈ હિયાન હસતાં હસતાં બોલ્યો, " એ તો હજું મને કોઈ મળ્યું નથી બાકી તો આપણે પપ્પા અને મમ્મી બેયને પાછળ પાડી દઈએ..‌"

અર્ણવ એને ટપલી મારતાં બોલ્યો, " ઓ ભાઈ !! હું મારું તો કંઈ મેળ પડવાં દે. આ પાછળવાળા બધાં રાહ જોઈને જ બેઠાં છે કે આ મોટાઓનો કંઈ મેળ પડે ને અમારો નંબર લાગે..મને તો લાગે છે ઈતિ થી જો આપણે લેટ કરીશું તો આ લોકો આપણી રાહ પણ નહીં જુએ.."

આરાધ્યા : " બસ હવે બંદાઓ. ચાલો હવે એ બધું પછી નક્કી કરીશું. ચાલો એન્જોય પાર્ટી..." કહીને આખો પરિવાર પાર્ટીમાં જોડાઈ ગયો.

સામે ચેર પર બેઠેલો સંવેગ ઇતિને જોઈને મનોમન મલકાઈ રહ્યો છે...એનો ચહેરો સ્પષ્ટ કહી રહ્યો છે કે એનાં મનમાં ઈતિ માટે કંઈક તો છે...

ડાન્સ ચાલું છે ત્યાં જ આરાધ્યાનું ધ્યાન ગયું કે સંવેગ ત્યાં બેસીને મોબાઈલમાં કંઈ કરી રહ્યો છે એનું ધ્યાન નથી ત્યાં જ આરાધ્યાએ પહોંચીને જોયું એ ઇતિનો ફોટો જોઈ રહ્યો છે.

આરાધ્યાએ એનાં માથામાં હળવેકથી ટપલી મારીને કહ્યું, " બેટા એકલાં ફોટો જોવાથી કંઈ નહીં થાય કોઈનાં દિલમાં જગ્યા પણ બનાવવી પડશે.."

સંવેગ : " પણ માસી હું અને ઈતિ તો નાનપણથી ઓળખીએ જ છીએ ને ?? તો પછી શું ચિંતા કરવાની..."

આરાધ્યા : " બાળપણની દોસ્તી અને યુવાનીનાં પ્રેમમાં બહું ફેર હોય છે બેટા. ઘણાં વર્ષો બાદ તમે ફરી મળ્યાં છો બંને મોટાં થઈ ગયાં છો આટલાં વર્ષોમાં તો આ ઉંમરમાં બધું જ બદલાઈ જાય."

સંવેગ : " હમમમ.."

આરાધ્યા સંવેગને ત્યાં બધાં સાથે ડાન્સ માટે લઈ ગઈ. એણે ધીમેથી સંવેગને ઇતિની નજીક ડાન્સ કરવા મોકલ્યો. થોડી મિનિટો સુધી ડાન્સ કર્યાં બાદ ઈતિ પાણી પીવાને બહાને ત્યાંથી નીકળી ગઈ અને પછી ફરીવાર આવીને લીપીની બાજુમાં આવીને ડાન્સ કરવા લાગી.

આરાધ્યાએ ઈતિની આ વાત નોટિસ કરી. પણ અત્યારે કંઈ પણ વાત કરીને એને ડિસ્ટર્બ કરવી યોગ્ય ન લાગી‌. આખરે પાર્ટી પુરી થતાં જ બધાં ડીનર માટે ગયાં બધાંએ સાથે ડીનર કર્યું ને થોડીવાર બધાં સાથે બેઠાં.

ઈતિ : " હવે કાલે શું પ્લાન છે ?? "

હિયાન : " દી મુંબઈ દર્શન..." કહીને હસવા લાગ્યો.

અપૂર્વ : " ના ઈતિ આ તો અમસ્તો એમ જ કહે છે આપણે એક દિવસ અહીં ફરીશું તારી ઈચ્છા હોય ત્યાં અને પછી આપણે અહીંથી થોડે દૂર એક જગ્યાએ જવાનું છે એ તારાં એકલાં નહીં પણ બધાં બાળકો માટે સરપ્રાઈઝ હશે..."

ઈતિ : " હમમમ.." કંઈ નહીં ચાલો ફેમિલી સાથે તો મજા જ આવશે ક્યાંય પણ જઈશું..."

પછી બધાં એકબીજાંને ગુડનાઈટ કહીને એમનાં રૂમમાં ગયાં.

ઈતિ : " મારાં માટે છે કોઈ રૂમ છે ભાઈ ?? "

હિયાન : " તમને પર્સનલ રૂમ જોઈશે દીદી ?? કોઈ જોડે મીટીંગ છે કે શું કે પછી વાતો કરવાની છે ?? અમે તો તમારી અને હેયાની એક જ રૂમ બુક કરાવી છે...હવે શું કરશું ?? "

આરાધ્યા સમજી ગઈ કે હિયાન કયા ઈશારાથી આવું કહી રહ્યો છે એટલે એ બોલી, " ચાલ નટખટ, હવે તારે દરેક વસ્તુમાં બધાંની ટાંગ ખેંચવી જ એમ ને." કહીને ઇતિને સંબોધતા બોલી, " મને ખબર છે ઈતિને એવો કંઈ પ્રોબ્લેમ નહીં. જાઓ તું અને હેયા શાંતિથી વાતો કરો અને સૂઈ જાવ. તું પણ થાકી હોઈશ બેટા.."

ઈતિ : " હમમમ..ચાચી..થેન્ક્યુ " કહીને આરાધ્યાને હગ કરીને બોલી." ગુડ નાઈટ. મારે તમને બહું જરૂરી વાત કરવાની છે.." એવું ધીમેથી કહીને બધાં સુવા માટે જતાં રહ્યાં.

******

આરવ એરપોર્ટથી સીધો સામાન હોવાથી ટેક્સી કરીને ઘરે પહોંચ્યો. ઘરે કહેત તો એક નહીં પણ ચાર ચાર ગાડીઓ હાજર હોત પણ એને ઘરે એકદમ જ સરપ્રાઈઝ આપવી હતી એટલે સીધો જ ઘરે પહોંચ્યો.

ટેક્સી લગભગ રાત્રે સાડા આઠ વાગ્યાનાં સુમારે એક બંગલા પાસે આવીને ઉભી રહી..બહાર લખ્યું છે ," વિશ્વાસ " ત્યાં જ આરવ ઉતર્યો. ટેકસીવાળાને થયાં હતાં એનાં કરતાં વધારે રૂપિયા આપ્યાં ને પછી બંગલાનાં મેઈન ગેટ પાસે પહોંચ્યો.

એને જોતાં જ વોચમેન એકદમ ખુશ થઈને ઉભો થઈ ગયો ને બોલ્યો, " આરવ સાહેબ તમે ?? અચાનક ?? અત્યારે ?? "

આરવ હસીને બોલ્યો, " કેમ ના અવાય અત્યારે ?? "

વોચમેન : " ના સાહેબ એવું નહીં સાચું કહું તો તમે બે દિવસ પછી આવવાનાં છો એવું મેમસાહેબને ખબર હતી એ વિચારીને એમણે તમારાં સ્વાગત માટે કાલે સવારથી આખાં બંગલાનું ડેકોરેશન અને પાર્ટી બધું જ ઈતજામ કરવાનું કહ્યું છે..."

આરવ ફરી હસીને બોલ્યો, " બોલો તો હવે હું બે દિવસ બહાર જતો રહીને પછી આવું કે એમની સરપ્રાઈઝ પહેલા હું જ એમને સરપ્રાઈઝ આપી દંઉ ?? "

વોચમેન : " ના ના સાહેબ. ઘર છોડીને ક્યાંય થોડું જવાય. એક માતા માટે વિદેશ ગયેલો દીકરો બે વર્ષ પછી મળતો હોય તો એનાંથી વધારે ખુશી શું હોય ?? જાઓ તમે ત્યારે હું સામાન લઈ લઉં છું..‌"

આરવનો સ્વભાવ પહેલેથી જ નાના માણસથી લઇને મોટાં સુધી એકદમ મળતાવડો. આથી કોઈને જરાં પણ વાત કરતાં અચકાટ ન થાય...અને બધાંને હેલ્પ પણ એટલી જ કરે.

આરવે કહ્યું, " લાવો. આ બેગ હું લઈ લઉં. બાકીની તમે લો.."

વોચમેને કહ્યું, " સાહેબ હું બધું લઉં છું તમે તારે જાવ.." પણ આરવ તો કંઈ સાંભળ્યા વિના જ અંદર પહોંચી ગયો. "

ડોર પાસે આવીને જોયું તો આખો પરિવાર સાથે જમી રહ્યો છે. બધાં ડાયનીગ ટેબલ પાસે ગોઠવાયેલા છે. ને એમાં બે ખુરશી ખાલી છે આરવની અને પણ આ વખતે તો એક એક્સ્ટ્રા ચેર પણ છે...એ એને સમજાયું નહી. કોઈનું ધ્યાન ન પડે એ રીતે ઉભો રહ્યો.

આરવની મમ્મી બોલી, " મારી સરપ્રાઈઝ તો ફાઈનલ જ છે‌. તમે પણ મને હેલ્પ કરશોને વિશ્વાસ ??"

વિશ્વાસ : " હા શિવાની આરવ મારો પણ દીકરો છે તો હું તને હેલ્પ કરીશ જ ને. એમાં પુછવાનું હોય ?? "

અક્ષી હસીને બોલી, " એટલે મમ્મી મારું હોત તો પપ્પા તને વધારે હેલ્પ કરતા આખરે હું એમની લાડકી ને. હવે ભૈયાનું છે તોયે કરી લેશે હેલ્પ બીજું શું !! "

વિરાટ : " હવે બધાં એકબીજાંને પજવ્યા વિના ચાલો ફટાફટ જમી લો. પછી બધું નક્કી કરીને તૈયારી કરવા લાગીએ. પછી કંઈ રહી જાય તો કહેતાં નહીં કે મેં અને વિરતિએ બરાબર તૈયારી નહોતી કરી.."

વિરતિ : " હા એ તો બરાબર. "

ત્યાં જ આરવ ધીમે પગલે ત્યાં નજીક આવીને ઉભો રહી ગયો. સૌ પ્રથમ પ્રથમની નજર આરવ પર પડી છે એનાં કાકા વિરાટ અને વિરતીકાકીનો દીકરો છે. એ આરવને જોઈને કંઈક બોલવા જાય એ પહેલાં જ આરવે એને ઈશારો કર્યો એટલે એ ચૂપ થઈ ગયો....!! ને અચાનક લાઈટો બંધ થઈ ગઈ... બધાં એકસાથે , "શું થયું અચાનક ??" કરવાં લાગ્યાં..

અચાનક લાઈટો કેમ બંધ થઈ ગઈ હશે ?? શું થયું બંગલામાં કે આરવની કંઈ સરપ્રાઈઝ હશે ?? સંવેગ અને ઈતિ વચ્ચે કંઈ સંબંધ હશે ?? કે પુરાણી દોસ્તી કે વધારે કંઈ ?? શું ઈતિ પોતાનાં અને આરવનાં સંબંધ વિશે કોઈને વાત કરી શકશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૧૪

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે