Confusion in relationships in Gujarati Moral Stories by Ashish Parmar books and stories PDF | સંબંધોમાં મૂંઝારો

Featured Books
Categories
Share

સંબંધોમાં મૂંઝારો



શું સંબંધોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ?


સંબંધ . જોવા જઈએ તો ફક્ત ત્રણ અક્ષરનો નાનો એવો શબ્દ ; કે જેમાં કેટલા બધા અનુભવો અને વાતો સંકળાયેલી છે... દરેક માણસ પોતાનો સંબંધ જાળવવા મથેલો રહે છે તો કોઈ એ જ સંબંધ ને નિભાવવા...

આપણાં દરેકના જીવનમાં અનેક એવા સંબંધો હોય છે જે આપણને હંમેશા જીવવા માટે પ્રેરણારૂપ બનતા હોય છે અને જે ખરેખર જીવાતા હોય છે...પણ ક્યારેક આપણને એ ઘણા બધા સંબંધોથી નહીં પરંતુ કોઈ એક - બે સંબંધોથી જ ફરક પડતો હોય છે ...

એક છોકરા અને છોકરી ની વાત છે. બન્ને વચ્ચે રોજે વાતો થાય ; એમ પણ કહી શકો કે જ્યાં સુધી એની જે નટખટ અને તોફાની વાતો ના થાય ત્યાં સુધી બન્નેમાંથી કોઈને ચેન ન પડે... છોકરો છોકરીને ખૂબ જ પ્રેમ કરે એને નાની નાની વાત માં બધું સજેશન આપ્યા કરે કે બકા આ વસ્તુ તારા માટે યોગ્ય છે તે વ્યક્તિ તારા માટે યોગ્ય નથી જરા ધ્યાન રાખ્યા કરજે એમ બધું...પરંતુ કહેવાય ને કે જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ આ વસ્તુને કાળજી સમજી ને બધું સાચવી લે ત્યાં સુધી તો કોઈ વાંધો નહિ પણ અમુક અંશે છોકરીને પોતાના જ વ્યક્તિથી ઈરિટેટ થવા લાગી કે કેટલાં બધાં સજેશન આપે છે સાવ પાછળ જ પડી ગયો છે...મને પણ ખ્યાલ પડે છે મારે શુ કરવું શું નહિ સાવ નાની નાની વાતો માં સમજાવ્યા કરે છે !!
પછી આ સંબંધોમાં વાતો તો થતી પણ એ સંબંધોમાં જે મૂંઝારો આવ્યો પછી સંબંધ પેલા જેવો ન રહ્યો....

હું પણ એજ સમજાવા માંગુ છું...પોતાના વ્યક્તિને જરૂર સમજાવું પણ એક બે કે વધી ને ત્રણ વખત પછી એક જ વાત વિશે વધુને વધુ સમજાવાય ને તો એ સંબંધમાં પહેલા જેવું નહીં રહેતું એ સંબંધ ફક્ત નિભાવવા પૂરતો સીમિત રહી જાય છે...

એક પતિ-પત્નીની વાત છે. એકબીજાને સમજીને ચાલનારું જોડું. કે જેમાં એકબીજાને સામસામે ખુશ કરવાની જાણે હરીફાઈ ચાલતી... ઘરનો કોઈ પ્રશ્ન હોય ત્યારે પતિ તેની પત્નીને સમજાવી દે કે આ વસ્તુ યોગ્ય છે અને આ અયોગ્ય છે જે પછી પત્ની પણ આગળ એ વસ્તુ ફરી ક્યારેય ન બને તેનું પૂરેપૂરું ધ્યાન રાખતી... એક દિવસ પતિને વિચાર આવ્યો કે સાલું હું કેટકેટલું નાની નાની વાતમાં આને સમજાવ્યા જ કરું છું એની પોતાની પણ વિચારશક્તિ છે એ ખુદ પણ હોશિયાર છે મને હંમેશા મદદ કરે છે દરેક પગલે ; હું સાવ ફોગટમાં જ એને સજેશન આપીને હેરાન કર્યા કરું છું હવે આ રીતે ડગલે પગલે એને સજેશન આપી હું હેરાન નહીં કરું...
થોડાં દિવસ એમ જ ચાલ્યું પણ પતિનું આવું બદલાયેલું વર્તન જોતા તેણે પત્નીએ પૂછ્યું "કેમ તમે હવે મને કોઈ જગ્યાએ મને કંઈ સજેશન નથી આપતા કેમ મને સમજાવતા નહીં ? કાંઈ થયું છે આપને ?? મારી કઈ ભૂલ થઈ ???"
પતિએ કહ્યું..." અરે ના ના !! બસ એમ જ થયું કે શું તને એક એક વાતમાં સમજાવ્યા કરવું તારી પોતાની પણ વિચાર શક્તિ છે તું ખુદ પણ તારામાં બેસ્ટ છે હું આ રીતે તને કહ્યા કરું પછી એમ જ થાય કે તને આ રીતે નાની નાની વાતમાં ટોકટોક કરવું યોગ્ય નથી...
પત્નીએ કહ્યું કે આપ જરા પણ એમ ન વિચારો કે આપ મને ટોકટોક કરી રહ્યા છો તમને ખબર છે મને આપની આવી વાતો ગમે છે ઉલ્ટા નું હું તો એમ વિચારું છું કે તમને મારા વિશે કેટલું બધું ખબર છે તમે કેટલું બધું ધ્યાન રાખો છો મારુ ; તમે આમ તમારામાં બદલાવ ન લાવો મને તમે જેવા છો એવા જ પસંદ છો.....
આપણી લાઈફમાં પણ કંઈક એવું જ હોય છે જીવનમાં આપણાં માટે કોઈને કોઈ વ્યક્તિ હંમેશાં આપણી કેર કરતું રહે છે આપણી જાણ સાથે કે જાણ બહાર...જ્યારે પણ આપણે કોઈ અવળા રસ્તે જઈ રહ્યા હોય તો આપણને રોકી અને સાચી સલાહ આપતા હોય છે....

આપનાં જીવનમાં છે કોઈ આવું વ્યક્તિ જે આપની ખૂબ જ કેર કરી રહ્યા છે નાની નાની વાતોમાં... છે ને...!!

તો બસ એમને સાચવી લેજો એ તમારા સંબંધોનો મૂંઝારો નહિ પણ તમારા સંબંધોને ખુલી હવા આપશે પણ ફરક માત્ર એટલો હશે કે એ હવા સાચી અને સારી દિશામાંથી આપને મળશે...😊🙏

આશા રાખું છું આપને મારો આ લેખ પસંદ પડ્યો હશે આપના મહત્વપૂર્ણ સૂચનો આપ જરૂરથી મને જણાવજો...આપના મંતવ્યોની પ્રતીક્ષામાં...😊🙏