કિસકા હોગા થિંકીસ્તાન??
વેબ સિરીઝની શરૂઆતમાં મિત્સુબિશીનો એક યંગ ઓટોમોબાઇલ ઈજનેર ઈંગ્લીશ પોએમ અંદાજમાં પોતાનો રિઝાઇન લેટર લખતો જોવા મળે છે. રાતના ૩ વાગે કૂતરાંઓ પાછળ પડતા વાતાવરણની નીરવ શાંતિમાં દખલ પહોચે છે. રણમાં પાણી મળતા જેટલો હાશકારો એક પ્રવાસીને થતો હશે કદાચ એટલો હાશકારો ભાઈને થયો જયારે એક જીપ દ્વારા લિફ્ટ ઓફર થઇ. કાળું ઘનઘોર અંધારું, જીપ ચલાવવાવાળી સેક્સી છોકરીનું કાળું પારદર્શક શર્ટ-કમ-ટોપ અને જીપમાં પાછળની સીટમાં પ્રેમી-પંખીડા વચ્ચે ચાલતી રાસલીલા. કદાચ, મરેલા વ્યક્તિમાં પણ વાસના જાગે એવું દ્રશ્ય.! બોલો, બ્લેક ટોપવાળી બહેન પેલાને પહેલી મુલાકાતમાં જ શિખામણ આપે કે તારે એડવર્ટાઈઝિંગ ફિલ્ડ અપનાવવું જોઈએ. અમને તો કોઈએ આજ સુધી આવું પરામર્શ આપ્યું નહીં. બીજી બાજુ, મરીન ડ્રાઈવ પરની એક બેંચ પર ગંજીધારી, મૂછોવાળો યુવાન સૂતેલો દેખાય છે. દરિયાના ઠંડા પાણીની ઠંડકને પોતાના સમાવી લઇ સુસવાટા બોલાવતો પવન એ યુવાનને સ્વપ્નનગરીમાં પહોચાડે એ પહેલા જ બે પોલીસકર્મીઓ આવીને તેને જગાડે છે અને ત્યાં સુવાની માની ફરમાવે છે.
બીજા દિવસે સવારે આ યુવાન, અમિત શ્રીવાસ્તવ, MTMCમાં આવે છે. MTMC દેશની ટોચની એડ્સ એજન્સીઓમાં સામેલ છે. અમિત જુનિયર હિન્દી કોપી-રાઈટર તરીકે MTMC જોઈન કરે છે. ભોપાલ અને મુંબઈ વચ્ચેનો તફાવત અમિતના મોઢા પર જોઈ શકાતો હતો. MTMCની ઓફિસ જોઇને તો રેઢીયારને પણ કામે જવાની ઈચ્છા થઇ આવે. એમ્યુઝમેન્ટ પાર્કને પણ ભુલી જાવ એવી ઓફિસ કલ્ચર. વેસ્ટર્ન ગાળો બોલતા અને વેસ્ટર્ન કપડામાં સજ્જ ચહેરાઓ.કાગળનો બોલ બનાવી ટાઇમપાસ કરતા મિત્રો. બોટમાં બેસી હલેસા મારતી મોતરમાં જાણે રેવાના નીરમાં વહેતી હોય. રંગબેરંગી બોલ્સથી ભરેલું લીલુંછમ સ્નૂકર ટેબલ. અમિત તો આ દ્રશ્યથી હેબતાઈ જ ગયો.
સ્ટોરીના હેન્ડસમ હંક હેમાની એન્ટ્રી થતા MTMC વધુ રંગીન બને છે. જો જો હો, છેતરતા નહીં. હેમા કોઈ છોકરી નથી. હેમા એટલે પેલો રાતના ૩ વાગ્યા વાળો મિત્સુબિશીનો ઈજનેર. હેમાભાઈનું પૂરું નામ તો સાંભળો. ‘ક્રિશ્નમાચાર્ય હેમસુંદર સત્યસુર્યા વેન્ક્ટેશ શાસ્ત્રી’ સંજય દત્તનું ધમાલ મૂવી યાદ આવ્યું ને, તમને? ‘નામ બતાતે બતાતે ગોઆ આ જાયેગા’. MTMC નામના એમ્યુઝમેન્ટ પાર્કના બીજા પ્રાણીઓમાં વરુણ( ધ બોસ), અનુષ્કા( કૂલ અને મેચ્યોર ક્રીએટીવ હેડ), સર્મિષ્ઠા ઉર્ફે સેમ, સાઉથ ઇન્ડિયન સ્નેહા, હંમેશા પરસેવાથી ગંધાતો અર્નવ, એકદમ જોલી નીના, લખનૌના નવાબ અને શાયર આશિક જબ્બીર, આશિક સાથે લવી-ડવીવાળું અટેચમેન્ટ ધરાવતી મીરા, મીરાની પાછળ ઘુમતો અને ઈર્ષાળુ સ્વભાવનો ભુવન સામેલ છે. આ ઉપરાંત, MTMCના સૌથી એન્ટીક પ્રાણીઓ એટલે સાગર & ડેનિયલ. ડેનિયલ તો જાણે ભગવાન શિવનો મોડર્ન અવતાર ! પ્રેમી-પંખીડાણે એકબીજા સાથે કલરવ કરતા જોવા એ સાગર માટે એનર્જી બૂસ્ટર હતું.
ઓલેમા સાબુ બ્રાન્ડ કેમ્પેઈન MTMC માટે ‘કરો યા મરો’ સમાન હતું. એક અઠવાડિયામાં કંપનીએ જોરદાર એડ આઈડિયા સાથે બ્રાન્ડ સમક્ષ પ્રેજનટેસન આપવાનું હતું. બધા નાહ્યા-ધોયા વગર રાત દિવસ લાગી પડે છે. આશિક ફોન પર અનુષ્કાને ઓલેમા માટે ૨-૪ પંક્તિઓ કહે છે. ઓલેમા સાબુણે ‘ઓલેમા બાથ’નું સ્વરૂપ આપતો હેમાનો આઈડિયા અને લખનૌના નવાબી શાયરની પંક્તિઓ MTMCને ડૂબતી બચાવી લે છે.
આ સીન દ્વારા ‘થિંકીસ્તાન’ એડ એજન્સીની ઓપન માઈન્ડેડ વિચારધારાને ઉજાગર કરે છે. હજી હમણાં જ જોઈન થયેલો એક ટ્રેઇની કોપી રાઈટર પણ પોતાના આઈડિયા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી શકે છે. એડ એજન્સીમાં કોઈ નાનું કે મોટું નથી હોતું. જો કોઈ સૌથી મહત્વનું હોય તો એ છે ‘આઈડિયા’. એટલે જ તો કદાચ વેબ સિરીઝની પંચ લાઈન “આઇડિયા જિસકા, ઇન્ડિયા ઉસકા” રાખવામાં આવી હશે ! એડ એજન્સીમાં કરિયર ગ્રોથની કોઈ લિમીટ નથી હોતી. આજે તમારો જુનિયર તેના આઈડિયા થકી કાલે તમારો બોસ બની બેસે તો નવાઈ નહીં ! MTMCમાં બધાને નામથી બોલાવવાનું કલ્ચર હતું. હેમા જેવો ટ્રેઈની પણ તેની બોસને અનુષ્કા કહીને બોલાવી શકતો અને ગમે ત્યારે તેની ઓફિસમાં જી શકતો. દરેક કોર્પોરેટ કંપનીઓએ એડ એજન્સીમાંથી આ વસ્તુ અવશ્ય શિખવી જોઈએ.
બોમ્બે લોકલ હેમા MTMCમાં બધાનો ચહિતો બનતો જાય છે. કાતિલ સ્માઈલ અને સ્માઈલ થકી ગાલમાં પડતા ડિમ્પલ વડે હેમાએ બધી ગર્લ્સને મોહિત કરી દીધી હતી. ઇન્ડિયન સ્મોલ ટાઉન બોય અમિત હજી આ કલ્ચરમાં ફિટ થયો નહોતો. હેમા ટ્રેઇની હતો પરંતુ તેનું ઈંગ્લીશ અને પ્રેજનટેસન સ્કીલ ઘણી સારી હતી જયારે અમિત પોતાના પ્રોબલ્મ્સના બોજ નીચે દબાયેલો રહેતો. જોકે, એડ એજન્સીમાં કોઈ અમિતને સપોર્ટ નહોતું કરતું એવું નથી પરંતુ અમિત જ બીજા સાથે ભળવામાં સંકોચ અનુભવતો હતો. અમિત પોતાની આર્થિક પરિસ્થિતિ અને નબળા ઈંગ્લીશને કારણે થોડો ખચકાતો હતો.
પરંતુ, જેનો હેમા જેવો દોસ્ત અને અનુષ્કા જેવી બોસ હોય તેને કોણ રોકી શકવાનું હતું? અનુષ્કાએ અમિતને ક્રિએટીવ આઈડિયા ટીમમાં પણ સામેલ કર્યો. અનુષ્કા માનતી હતી કે અમિતને લો ટાઉન મેન્ટાલીટીની સારી સમજ હતી. પોતાના આઈડિયાના જોરે અમિત જુનિયરમાંથી સિનિયર કોપી રાઈટર બન્યો અને હેમા ટ્રેઈનીમાંથી સિનિયર કોપી રાઈટર બન્યો. હેમા અમિતને પોતાના ઘરે રાખે છે કારણ કે અમિત પાસે બોમ્બેમાં કઈ હતું નહીં. પૈસા બચાવવા માટે તે રાતે મરીન ડ્રાઈવની બેંચ પર સુતો અને બપોરે વડાપાઉં ખાઈને ચલાવી લેતો. આ બધું હેમા જાણતો હતો એટલે હંમેશા અમિતના આઈડિયાને પ્રમોટ પણ કરતો. પરંતુ આપના અમિતભાઈ તો ઈર્ષાળુ ભુવનની વાતોમાં આવી જાય છે અને હેમા સાથેની પોતાની દોસ્તીને દાવ પર લગાવે છે.
આશિક જબ્બીરની એન્ટ્રીથી સ્ટોરીમાં થોડી ખટાશ આવે છે. MTMCમાં આશિકાના ચાહકો ઓછા અને તેની ઈર્ષા કરનારા વધુ હતા. શું જબરદસ્ત કેરેક્ટર છે આશિક જબ્બીર. કઈ રીતે કોઈ આવા કેરેક્ટરને નફરત કરી શકે? બોસ હોવાનું લેશ માત્ર ઘમંડ નહીં. બધા સાથે શાયરના અંદાજમાં વાતચીત. તરત જ દિલમાં ઉતારી જાય એવી પર્સનાલિટી. આવા વ્યક્તિત્વને હેરાન કરનાર MTMCના ક્રિએટીવ સ્ટાફે કોઈ મેન્ટલ હોસ્પિટલને કન્સલ્ટ કરવાની જરૂર છે. આશિકાના ફેવરમાં હોય તો એ છે મીરા, અનુષ્કા, હેમા અને અમિત. બાકીના બધા જ ક્રીએટરો આશિકની નવાબી સ્ટાઇલ અને તેના ગે હોવા પર મજાક ઉડાવતા. એડ એજન્સીનું વાતાવરણ અને ત્યાના લોકો એકદમ બિન્દાસ હોય છે. બધા એકબીજાની મજાક મસ્તી કર્યા કરતા હોય છે. કારણ કે આવા હળવાફૂલ વાતાવરણમાં જ તો ક્રિએટીવ આઈડિયા આવે ને ! આની એકદમ વિરુદ્ધ, કોર્પોરેટ વલ્ડમાં શિષ્ટબદ્ધ કામ ચાલતું હોય છે. પરંતુ, એડ એજન્સીની ક્રિએટીવ પબ્લિકને પણ LGBTQ પર કોમેન્ટ કે મસ્તી કરવાનો કોઈ અધિકાર મળતો નથી. જો સાચેમાં એડ એજન્સીમાં આવું ચાલતું હોય તો એ લોકોએ પોતાની પોલિસી થોડી સ્ટ્રોંગ કરવાની જરૂર છે.
સ્ટોરી ખરો વળાંક તો ત્યારે લે છ્હે જયારે અનુષ્કા MTMC સાઉથ ઈસ્ટ એશિયાની ક્રિએટીવ હેડ બનતા બોમ્બે ઓફિસ છોડે છે અને વિલિયમ ફર્નાન્ડીઝ નામનો વ્યક્તિ યુનીટનો નવો ક્રિએટીવ હેડ બને છે. ભાઈ આવતા વેત જ MTMCના કલ્ચરને જ તહેશ નહેશ કરી મૂકે છે. સ્વાર્થી બોસનું બેસ્ટ એકઝામ્પલ એટલે વિલિયમ ફર્નાન્ડીઝ. સીધી રીતે કહું તો ‘આઈડિયા ચોર’. જનરલ ડાયરની જેમ “ભાગલા પાડો, રાજ કરો”ની રણનીતિ અને બીજાના આઈડિયાના જોરે પોતાનું નામ ચમકાવવાની છળ બુદ્ધિ. મામા શકુનિને પણ શરમાવે હો બાકી ! અમિતના આઈડીયાઝમાં વિલિયમને પોતાનું ભવિષ્ય દેખાતા તેણે હેમા અને અમિત વચ્ચે ટકરાવ કરાવવાનું શરૂ કર્યું. અમિતના દરેક આઈડિયાને પ્રમોટ કરે એટલે અમિતને એવું લાગ્યું કે પહેલી વાર MTMCમાં લેંગ્વેજના બદલે ટેલેન્ટને મહત્વ અપાય રહ્યું છે પરંતુ અમિત મહોદય તો મોટા ભ્રમમાં હતા જે બો જલ્દી તુટવાનો હતું.
એક એપિસોડ જેમાં વિલિયમ આશિક પર સેક્સુયલ હરાસ્મેન્ટ જેવો ગંભીર આરોપ લગાવે છે એ એડ એજન્સી કલ્ચરની પોલ ખુલી કરી દે છે. આટલા હદ સુધીની નફરત ! આશિકને સપોર્ટ કરવાવાળું કોઈ ન રહેતા તે સુસાઇડ કરે છે. જોયું ને, એક નાની મજાકનું મહાભયંકર પરિણામ.
અંતે, અમિતને બાદ કરતા લગભગ બધા જ MTMC છોડે છે. છેલ્લા એપિસોડમાં હેમા અને અમિતની રાઈવલરી બતાવવા માંગતા હોય તેવું લાગે છે અને સ્ટોરી ખતમ થાય છે. અંતને બાદ કરતા આ વેબ સિરીઝ આઈ-કેચિંગ લાગે છે. આર્ટ સાથે નિસ્બત ધરાવતા લોકોએ અવશ્ય જોવી જોઈએ. મે પણ લોકડાઉનમાં આ વેબ સિરીઝ જોઈ અને લખવાનું સ્ટાર્ટ કર્યું એટલે સ્ટોરી ઇન્સ્પાઈરીંગ તો છે જ.