High Profile - 1 in Gujarati Love Stories by Dhaval Bhanderi books and stories PDF | હાઈ પ્રોફાઈલ - 1

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

હાઈ પ્રોફાઈલ - 1

અંદાજે બપોર ના ૨.૩૦ વાગ્યા હસે . શિયાળાના દિવસો હતા ને હું મારી ધુનમા ૧૬૦ કીમી ઝડપે મારી BMW X1 sport model સેલ્ફ ડ્રાઈવ કરીને જતો હતો. ગોવાથી ૧૬ કલાક પહેલા નિકળ્યો હતો. નોનસ્ટોપ ડ્રાઈવ કરી હતી એટલે થાક પણ લાગ્યો હતો. ગુજરાત ની સરહદ આવવાની તૈયારી મા હતી. લગભગ ૧૦ કિમી બાકી હશે.ધટાદાર જંગલ શરૂ થઈ ગયું હતું. રસ્તો એકદમ સુમસામ હતો.બસ એક કાર મારી પાછળ આવતી હતી. મુંબઈ થી એ કાર મારી કાર ની લગભગ પાછળ પાછળ આવતી હતી. મારી કારને ઓવરટેક કરવા પાછળ ની કાર કયારની મથતી હતી પણ મે નક્કી જ કરી લીધુ કે એ ગાડી મારાથી આગળ ના જ નિકળવી જ જોઈ. ભરબપોરે જાણે કાર રેસ ચાલતી હોય એવા દ્રશ્યો સર્જાયા. સામેથી કયારેક એકલ દોકલ ગાડી નિકળતી. આવી સુમસામ જગ્યા ને એમા પણ કયારેક જંગલી પ્રાણીઓ ના અવાજ કાનને સંભળાઈ જતા. મંદ મંદ ગતિએ પવન સુસવાટા મારતો ગાડી ના આગલા ભાગે ટકરાતો હતો. સુયૅ પણ મધ્નાહને આવ્યો હતો.

મારૂ ફેવરીટ સોંગ સ્વદેશ મુવી નુ એકદમ હળવા વોલ્યુમમાં સાંભળતો જતો હતો ને મનમા પણ એ સોંગ સાથે સાથે ગણગણતો હતો.
यूँ ही चला चल राही
कितनी हसीन है ये दुनिया
भूल सारे झमेले, देख फूलों के मेले
बड़ी रंगीन है ये दुनिया
ये रास्ता है कह रहा अब मुझसे
मिलने को है कोई कहीं अब तुझसे
दिल को है क्यों बेताबी
किससे मुलाक़ात होनी है
जिसका कबसे अरमां था
शायद वही बात होनी है

એટલી વારમાં ગુજરાત ની સરહદ સામે જ દેખાઈ મને હાશકારો થયો. બોડૅર પાર કરીને ભગવતી હોટેલ પર કાર ઉભી રાખી.
આજુબાજુમા ઘણી હોટેલ હતી એમાથી આ હોટેલ સારી દેખાઈ એટલે અહીં જ ચા નાસ્તો કરી લીધો ને ફ્રેશ થઇ ને થોડી વાર આંખો બંધ કરીને કારમા જ સુઈ જવાની તૈયારી કરતો હતો.

ત્યાં સામે થી એક કાર audi Q7 મારી કાર તરફ આગળ વધતી દેખાય. જોતજોતામાં એ કાર મારી કાર ની લગભગ લગોલગ પાકૅ કરી.

હું કાર ની અંદર જ બેઠો બેઠો બધુ જોતો હતો. કાર ને હું ઓળખી ગયો. મુંબઈ થી આજ કાર તો મારી પાછળ પાછળ આવતી હતી. થોડીક વાર તો મને પણ શંકા ગઇ કે કોઈ તો મારો પીછો કરે છે.

ત્યાં તો એ ગાડી માથી અપ્સરા જેવી પરી બહાર નીકળી. ભગવાને પણ નિરાત ના સમયે બનાવી હતી.દુનિયા નુ બધુ રૂપ એ છોકરી આગળ ફિક્કું પડી જાય.

એમને બ્લુ ડેનીમ જીન્સ અને ઊપર વ્હાઇટ કલર નુ ટોપ પહેર્યું હતું. મસ્ત ખુલ્લા વાળ હતા. સિમ્પલ ગર્લ મુવી ની હિરોઇન જેવી લાગતી હતી. એમના શરીર ના બધા વળાંકો મનમોહક લાગતા હતા. હુ તો મંત્રમુગ્ધ બની ને જોઈજ રહયો.

જોતજોતામાં એપણ મારી સામે આવીને ઊભી થઈ ગઈ. મારી કારનો કાચ ખખડાવ્યો . મને તો સપનુ જ લાગતુ હતુ . મે કાચ નીચે કયોઁ ને મને બહાર આવવા કહ્યુ.

થોડી વાર તો મને પણ કંઈ ખબર ના પડી ને મનમા વિચાર તો રહયો. ત્યાં પાછો અવાજ સંભળાયો.

ભરબપોરે બડબડ કરતી છેક મુંબઈ થી તમારી કાર ઓવરટેક કરવાની ટ્રાઈ કરી પણ સાંભળે છે કોણ?? કાનમા બહેરાશ અને આંખમા અંધાપો આવી ગયો હોય તેવું લાગે છે??
ઓ.... મિસ્ટર આ હેન્ડબેગ તમારી છે ??

મારુ ધ્યાન વિચારો ના વંટોળે થી બહાર નીકળયુ.
અરે! હા.... મારુ જ છે.... પણ તમને આ....???

પાછુ મને કહ્યુ કે બહાર નીકળી ને જોવો... આ બેગ તમારુ જ છે.??

મે પણ પાછો એજ જવાબ આપ્યો હા.... હા બેગ મારૂ જ છે.

મને કહ્યું કે તો બોલો બેગ ની અંદર શું છે?

આટલુ સાંભળી હુ તો બોલવા લાગ્યો કે બેગની અંદર મારી પસૅનલ ડાયરી, લેપટોપ અને થોડાક રૂપિયા હતા ને વિગેરે.... વિગેરે...

એ છોકરી ને ખાતરી થઈ ગઈ ને બેગ મને પરત કયુઁ. મે પણ એને Many many Thanks a Lot કહ્યુ.

મને યાદ આવ્યું મે આગળ ની હોટેલ પર સ્ટોપ કયૅુ તુ ત્યાં જ હું ભુલી ગયેલો ને આ છોકરી ની કાર પણ ત્યાં પાકૅ હતી એટલે એ ત્યાં સંજોગોવશાત હાજર હસે એટલે એના હાથ મા આવ્યું હસે ને મને આપવા પાછળ પાછળ આવી ગઈ હશે. કેટલી Crazy છોકરી કહેવાય? મારા માટે થઇ ને અહી સુધી આવી?

પણ મારી અગત્યની વસ્તુ પાછી મળી ગઈ એટલે આનંદ પણ ધણો હતો.

once again thanks a lot.

may i know your name please??

પ્રેમથી એ છોકરી ના પાડતી ગઈ ને કાર મા બેસી ગઈ.
બબડતા બબડતા બોલતી ગઇ ....સાવ ભુલ્લકડ છે... ડોબો

જોતજોતામાં એ કાર સુરત તરફ જવા નીકળી એટલે મને થયું કે એ કદાચ સુરત ની જ હશે? મે ઝડપથી એના કાર નંબર લખી લીધા. GJ 5 HS 455

હુ પણ ત્યાં થી રવાના થવા ઈસ્છતો હતો પણ મગજ એકદમ ભારે ભારે લાગ્યું એટલે થોડીવાર કાર મા સુઈ જવાનુ નક્કી કર્યું. પેલી છોકરી મારા પર હાવી થવા લાગી તી. આંખ બંધ કરી તો પેલી છોકરી જ નજર મા આવવા લાગી. ને મને ઉંઘ આવી ગઈ ખબર જ ના પડી.

આખરે એ હતી કોણ?

ક્રમશઃ.........