happiness without money in Gujarati Thriller by Parth books and stories PDF | પૈસા વગર ખુશી

The Author
Featured Books
Categories
Share

પૈસા વગર ખુશી

પૈસો

"કોણ કહે છે ગરીબની આંખોમાં સપના નથી હોતા,
જોવા તો જાવો એમના મંદિરમાં પૈસાને ભગવાન તરીકે પૂજે છે"
આજના આ યુગમાં માનવી પૈસા પાછળ એટલો ભાગ્યો જાય છે કે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક ભૂલ્યો જાય છે.માનવી પાસે પૈસા તો છે પણ શું તે પોતાના પરિવાર માટે સમય આપી શકે છે? શું તે પોતાના જીવનથી ખુશ છે? શું તે પોતાના સપનાને સાકાર કરી રહ્યો છે?તે પોતે અંદરથી ખુશ છે ખરી?
માનવી પૈસાથી બધું જ કરી શકે તે વાત ને હું યોગ્ય માનતો જ નથી,તે કરોડ રૂપિયાનો બંગલો લઈ શકે છે પણ તેને ઘર બનાવી શકતો નથી,લાખો રૂપિયા આપી ને પણ મનને શાંત રાખી શકતો નથી.લાખ રૂપિયાથી પલંગ લય શકે પણ ઊંઘ તે ખરીદી શકતો નથી,કરોડો રૂપિયા હોવા છતાં શું તે મૃત પામેલા વ્યક્તિને લાવી શકે છે? નઈ ને તો પછી ઘમંડ શેનો છે?વ્યક્તિ ઓળખાય છે તેના વ્યક્તિત્વ દ્રારા નહી કે પૈસા દ્રારા.કરોડો રૂપિયા હોવા છતાં તે પોતાના મુખ પર વાસ્તવિક હાસ્ય લાવી શકતો નથી.

ક્યારેક તમે ગરીબને જોયો છે?વ્યક્તિ પોતાના દિલથી અમીર હોય તે વાત જરૂરી છે નહી કે પૈસાથી,જ્યારે ગરીબીમાં લોકોના મુખ પર હાસ્ય આવે છેને તે હાસ્ય ખૂબ જ રસપ્રદ લાગે છે.જે વ્યક્તિ બીજાને અમીર-ગરીબ માને છે તે વ્યક્તિ વિચારથી ગરીબ છે એમ હું માનું છું.

શું વાસ્તવમાં પૈસા વગર જીવનમાં ખુશી આવી કે મળી શકે છે?અહી ખુશી કોઈ છોકરી નથી😅વાત છે અહિ પોતાની વાસ્તવ ખુશીની.હું પણ એક મિડલ ક્લાસ ફેમિલમાં રહુ છું અને મારા જેવા લાખો લોકો પણ મે જે મુશ્કેલી સહન કરી છે કે કરુંછું તે કરતા જ હસે,પણ આપડે એ પણ વિચારવું જોઈએ કે આપડે જે જીવન જીવી રહ્યા છીએ તેવું જીવન કોઈક નું સપનું છે.🙏ખુશી ને પૈસા સાથે વધુ લાગવગ નથી, આપડી પાસે છે તેની કદર કરી લેવી જોઈએ,તે માણસ હોય કે વસ્તુ કારણ તે ગુમાવ્યા બાદ જ તેની કિંમત આપડને જણાય છે. જાણું છું કે દુનિયામાં પૈસા જરૂરી છે પણ પૈસા પાછળ ભાગવામાં જે મળ્યું છે તેની કદર કરવી પણ જરૂરી છે ને.


ખુશી વેચવાથી મળે છે વાત ને સાબિત કરો,બને એટલાં લોકોની નાનીનાની મદદ કરી જુવો,ક્યારેક બીજાને ખુશ કરીને જોવો તમને પણ ખુશી મળશે.પૈસા થી ક્યારેય ખુશી મળી નથી,તમારી પાસે જો લાખો રૂપિયા હસે તો પણ ઈન્કમટેકસ ની બીક રાખો તો શું એ જીવન છે?કામ કરો તો એ કરો કે જેથી તમને દિલથી ખુશી મળે,જ્યારે દિલ ખુશ હસે ને તો બધી સંપત્તિ થી બધું હસે..સાચી ખુશી ક્યારેક ખોટા કામ કરીને મળી નથી કે મળવાની પણ નથી,પણ તમે તમારા કામ પ્રત્યેંજો ખુશી થી કામ કરશો તો એમાં પણ તમને જરૂર થી ખુશી મળશે.જીવન બદલવા માટે આપડે પણ ક્યારેક બદલવું જરુરી બની જાય છે.
" Smile without money "વાતને સમજી લેવામાં આવે તો પણ ખુસ રહી જ શકાય છે.પૈસા એ માનવી ને નથી બનાવ્યા પણ માનવી એ પૈસા બનાવ્યા છે.અને માનવી જો મન મક્કમ કરી લે તો પૈસા તો ગણા કમાવી લે છે પણ સાચી ખુશી એમાં છે જ નહિ ..

"ખુશી એ નથી જે પૈસા તમને આપે છે ખુશી એ છે જે તમે બીજાને આપો છો"....

આગળ પણ જો તમે આવી જ થોડી વાસ્તવિક વાતો સાથે મારી સાથે સંપર્કમાં રહેવા માંગો તો સહકાર જરૂર આપજો...

~ એક ભારતીય 🇮🇳
- parthkanthariya