aandhadi bheed in Gujarati Short Stories by મનીષ ગૌસ્વામી books and stories PDF | આંધળી ભીડ

Featured Books
Categories
Share

આંધળી ભીડ

હુ જ્યારે ત્યાં પહોચ્યો ત્યારે એક ભાઈ હિન્દી મા કઈક બોલી રહ્યો હતો પણ મને એના આટલા શબ્દો સ્પષ્ટ સંભળાયા,भीड बहुत रहती है यहाँ पर और इतनी बडी वारदात किसी ने नही देखी।હવે હકીકતમાં ત્યાં શું બન્યું હતુ એ કહુ તમને.
અંધારી રાત અને ઠંડી પણ જાણે બરફ પડતો હોય એવી.મારો રોજનો ટાઈમ ઓફિસથી ઘરે જવાનો આઠ વાગ્યાનો હોય છે પણ આજે એક મિટિંગ ના કારણે થોડુ મોડુ થઈ ગયુ હતું એટલે લગભગ દસ વાગી ગયા હતા.એટલે હુ નીકળ્યો ફટાફટ ઓફિસે થી ઘરે જવા પણ આજે ઠંડીના કારણે કે પછી બીજા કોઈ ગમે તે કારણે કોઈ રીક્શાવાળો મને એટલામાં દેખાતો ન હતો.એટલે મે થોડી વાટ જોઈ પછી વિચાર્યું કે ચાલતો થઈ જાવ.કેમ કે મારુ ઘર ઓફિસથી પાંચ કિ.મી. જેટલુ દુર હતુ અને રસ્તે લાઈટો બીજા વાહનોની અવરજવર પણ હતી એટલે ડર જેવુ ઓછુ હતુ.આખરે નિર્ણય કરી લીધો અને ચાલતો થઈ ગયો.
ઠંડીના કારણે હોઠ કાપતા હતા અને શરીર પણ ધ્રુજતુ હતુ પણ ચાલ્યો એટલે થોડી રાહત જેવું લાગ્યું.પણ ધીમે-ધીમે જેમ આગળ ચાલ્યો એટલે મને કઈક મોટુ ટોળુ ભેગુ થયુ હોય અને જોર જોરથી કોઈ બોલી રહ્યુ હોય એવા અવાજ કાને સંભળાયા પણ મારા મનમાં વિચાર આવ્યો કે કોઈક ઝગડો થયો હશે અથવા કોઈ દારુ પીને તોફાન કરતુ હશે એટલે ટોળુ ભેગુ થયુ હશે.પણ જેમ જેમ આગળ વધતો હતો એમ એ ટોળામાથી આવતા અવાજ વધારે ઊંચા જઈ રહ્યા હતા અને કોઈ ભારે સાથે રડતું હોય એવા અવાજ કાને સંભળાયા.એટલે હવે મને મનમાં ફાળ પડી કે કોઈ મોટી ઘટના બની લાગે છે એટલે મારા ચાલવાની ઝડપ પણ થોડી વધી ગઈ હતી.
મનમાં અનેક પ્રશ્નો અને વિચારો સાથે આખરે હુ હાંફતો હાંફતો એ ટોળાની નજીક આવી ગયો એટલે મે આજુબાજુ નજર ફેરવી પણ મને કોઈ એવુ નજરે પડ્યુ નહી.પણ મે ત્યાં જોયુ તો બધા પગની આંગળીઓ પર ઉંચા થઈ ને કઈક જોઈ રહ્યા હતા એટલે મે પણ ઉંચા થઈ અને જોવાની કોશીશ કરી પણ મને કઈ દેખાયુ નહી.પણ મારુ મન આકુળવ્યાકુળ થઈ રહ્યુ હતુ એ જાણવા માટે કે આખરે થયુ છે શુ અહીંયા? એટલામાં જ એ ટોળામાંથી એક ભાઈનો અવાજ મારે કાને સ્પષ્ટ સંભળાયો એ ભાઈ હિન્દી બોલતો હતો.मे यहाँ से रोज गुजरता हु यहाँ पर भीड बहुत होती है फिर भी इतनी बडी वारदात किसी ने नही देखी।બસ આટલા શબ્દો મને હચમચાવી મુક્યો અને એક જ વિચાર આવ્યો કે બહુ મોટી ઘટના બની છે કાંઈક એટલે આખરે હિંમત કરીને એક ભાઈ ને મે પુછ્યુ કે શુ થયુ છે ભાઈ?એ ભાઈનો જવાબ જ્યારે પણ મને યાદ આવે છે એટલે મારી નાની દિકરી સામે જોઈને આજે પણ હુ રડી પડુ છું એ ભાઈએ મને કહ્યું કે,કોઈ સ્ત્રીનો બળાત્કાર કરીને એણે મારી નાખી છે.બસ એ જ સમયે મારી ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય અને પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય એમ હુ લથડી પડ્યો.
અને આજે પણ હુ પેલા ટોળામાંથી આવેલા એ હિન્દી બોલતા ભાઈના પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છુ કે આખરે રોજ થતી એ ભીડ કોની હશે ઈન્સાનો ની કે પછી ભૂખ્યા આવા જાનવરોની.

....................................સમાપ્ત...................................................................................................................................
આ ઘટનાના જ્યારે તમે વાંચી રહો એટલે હુ જે પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છું એ જવાબને તમે પણ વિચારીને મને જણાવજો. કે આખરે એ ભીડ કોની હશે?અને શુ ક્યાંરેય તમે એવી આંધળી ભીડનો હિસ્સો બનવા માંગશો?