AFFECTION - 35 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 35

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 35












રાત ના બહુ મોડેથી હોટેલમાં આવ્યો...જોયું તો પેલા લોકો તો ક્યારના આવીને સુઈ ગયા હતા....હું પણ થાકી ચુક્યો હતો...એટલે હું પણ સોનગઢ વિશે વિચારતા વિચારતા આડો પડ્યો....અને ક્યારે સુઈ ગયો ખબર જ ના પડી..

બપોરના ઉઠ્યો ત્યારે બાજુમાં હાથ કર્યો તો યાદ આવ્યું કે સનમ તો અહીંયા નથી...પછી હસતો હસતો ઉભો થયો...ફ્રેશ થઈને બહારના રૂમમાં ગયો તો ત્યાં હર્ષ અને ધ્રુવ ટીવી જોઈ રહ્યા હતા...અને નૈતિક ફોન મચડી રહ્યો હતો...મને બહાર આવેલો જોઈને એ લોકો એ સનમ વિશે પૂછ્યું...મેં એ લોકોને સોનગઢ વિશે જણાવ્યું...

હર્ષ : તે ભુલ કરી યાર...એવું કરીને...

me : એનો બાપ મરી ગયો મારા લીધે...કમ સે કમ એની મમ્મી તો મળી ગઈને એને...આટલા વરસથી તે કેટલી દુઃખી હતી...

નૈતિક : તું ગમે એ બોલ...સનમ તારા સાથે જેટલી ખુશ હોય છે એટલી...તો એની માને મળીને પણ નહીં થઈ હોય...એ સત્ય છે...સ્વીકારી લે...

હું ઉંડો શ્વાસ લઈને સોફા પર પાછો બેસી ગયો...

me : મને લાગ્યું...કે જો આજે મારી જગ્ગુ સાથે મિટિંગ છે...અને એમાં મને જ્યાં સુધી એના દિમાગની ખબર છે ત્યાં સુધી...એ મને એના જ પેલા 23 સાથીદારોને મારવાની વાત કરશે...એટલે આ કામ બોવ જ રિસ્કી રહેવાનું...તે બધા બહુ મોટા સ્મગલર છે...અને જો વેટ બગડી તો જગન્નાથ સીધો જ સનમને મારવાની વાત કરશે...જે હું થવા જ ના દઉ...છતાં પણ હું રિસ્ક લેવા નથી માંગતો...અને એમાં પણ એના મમ્મી ત્યાં હતા...મેં એ લોકોને સનમ પર પ્રેમ વરસાવતા જોયા...સનમ ત્યાં રહેશે ખરેખરતે બહુ ખુશ થશે...

ધ્રુવ : કાર્તિક ત્રેવીસ ડોન ને મારવાની વાત કરે છે તું??દિમાગ તો સાહેબ ઠેકાણે છે ને...

નૈતિક : તને મરવાની ઉતાવળ દિવસે ને દિવસે વધતી જાય છે...

me : ભાઈઓ...તમે લોકો જરા પણ ચિંતા ના કરતા.તમને લોકોને હું આમાં ઇનવોલ્વ નથી કરવાનો...

હર્ષ : પણ આટલું મોટું રિસ્ક લેવું જ શુ કામ જોઈએ...તે એક મર્ડર પહેલેથીજ કરી દીધું છે...હાલ...પછી તે વર્માને મારી નાખ્યો...ગુજરાતમાં હાઈ એલર્ટ છે..બીજા મોટી હસ્તીઓ ના ઘરની આસપાસ...તું હવે બહુ ગેમ ના રમી શકે...

me : પચ્ચીસ હજાર કરોડ નો સવાલ છે...

બધા મોઢા ફાડીને મારા તરફ જોવા લાગ્યા...

ધ્રુવ : શુ કાર્તિકભાઈ...જે હું વિચારું છું...એ સાચું છે..

ધ્રુવ મારા તરફ બહુ આશાભરી નજરે જોવા લાગ્યો...

me : જવાબ તો બોવ જ સરળ છે...હું આવા મોકા ને શુ કામ છોડું...

નૈતિક : મને પણ સમજાવો...શુ વિચારો છો...

ધ્રુવ : એ પચીસ હજ્જાર કરોડ...જશે...આપણી બેન્ક એકાઉન્ટમાં...

તે બધા તો ખુશેખુશ થઈ ગયા...

તે બધા મારા સોફાની આગળ બેસી ગયા...

હર્ષ : અમને પણ આમાં ઇનવોલ્વ કર...

me : ના..જરાય નહિ....

ધ્રુવ : ભાઈ....અમે તારી બધી હેલ્પ કરીશું...

નૈતિક : કમ સે કમ એક બે કરોડ દઈ દેજે....બસ...બહુ આશા નહિ રાખતા અમે...અમારી લાઈફ સેટ થઈ જશે...આટલા રૂપિયામાં તો..

હું ઉભો થયો...તે લોકો પણ ઉભા થયા.
me : એક બે નહિ....બટ તમને ત્રણેયને હું આપીશ...મારી મરજી મુજબ...તમારે એના માટે ઇનવોલ્વ થવાની જરૂર નહીં....તમે લોકોએ પહેલેથીજ ઘણું કરી દીધું છે...બસ ભરોસો હજુ રાખજો...તમારા ફેમિલીને તમારા પર પ્રાઉડ ફિલ થવું જોઈએ...અને થશે..હવે હું જાવ છુ..મારે મિટિંગ છે...

હર્ષ : પણ કાર્તિક....23 મર્ડર અને તું એકલો કેવી રીતે શક્ય છે..

me : ચિંતા ના કર...હું કરવાનો પણ નથી...

ધ્રુવ : તો પૈસા.????

હું એના તરફ જોઈને હસ્યો...અને બહાર જતો રહ્યો..

તે લોકો અંદરોઅંદર વાતો કરતા રહ્યા...

નૈતિક : કાર્તિક શુ કરવા માંગે છે??તે ના પણ પાડે છે....અને હા પણ પાડે છે...

હર્ષ : પેલા જગન્નાથના વાત કર્યા વગર પણ જો એને એના ઈરાદા ની ખબર હોય...તો એ અત્યારે બહુજ સચેત રીતે કામ લઈ રહયો છે...એટલે આપણે બહુ વિચારવાનું નથી આવતું...એને જેમ કરતો હોય એમ કરવા દે...

*

હું લગભગ બપોરના બે કે ત્રણ વાગે જગન્નાથના ઘરે જ આવી ગયો....આમ તો કોઈ બીજા ને પરમિશન નહોતી...પણ જગન્નાથ કૈક વધારે પડતો જ મારી તરફ થતો હતો...એને એમ હતું કે મારા તરફ સારો વર્તાવ રાખીને તે મને એનો પાલતુ કરી લેશે...અને મનફાવે એ કરાવશે...પણ એને કોણ સમજાવે??

ત્યાં ગયો તો જગન્નાથ તો એના રૂમમાં સૂતો છે...એવું એના એક નોકરે કીધું...ગની હશે આટલામાં જ ક્યાંક એ વિશ્વાસ તો હતો જ....અને તે ત્યાં જ ત્રાટક્યો...

જગન્નાથના ઘરના બે ભાગ પડતા હતા...જ્યાં એક તરફ તે પોતાના અમુક લોકોને સુરક્ષા માટે રાખતો...અને બીજી તરફ એની ફેમિલી રહેતી હતી...એમાં કોણ કોણ હતું એ તો હજુ મળીએ ત્યારે ખબર પડે..

ગની : સવારે ક્યાં હતો??તારી સાહેબે બહુ રાહ જોઈ..

me : તારી જેમ નવરો તો નહોતો જ...કે સાહેબ બોલાવે અને તરત આવી જાવ...

ગની : સરખી રીતે વાત કર...નહિતર ...હાડકા પણ નહીં મળે...આ બંગલાની પાછળ જ દાટી દઈશ...

me :એ જ તો તને સમજાવવા માંગુ છુ હું...સારું થયું તું મારા કહેવા પહેલા જ સમજી ગયો...

હજુ તો કંઈક બોલું એની પહેલા જ જગન્નાથ આવ્યો...

જગન્નાથ : રાહ જોવા માટે માફી...ગની બહાર જઈને પેલા સુરેશને બોલ કે કંઈક નાસ્તા પાણી ની વ્યવસ્થા કરે...અને આખા ફેમિલીને સાંજે વહેલા ડિનર કરવા માટે કહી દેજે....કાર્તિક આજે બધાને મળશે..

ગની : પણ સાહેબ...

ત્યાં જ જગન્નાથએ એને વચ્ચે અટકાવ્યો...અને જવાનો ઈશારો કર્યો...તે મારા સામે જોતો જોતો જતો રહ્યો...

જગન્નાથ : વહુબેટા ને ના લાવ્યો??

me : સોરી..કોણ??
ખબર હતી છતાં પણ હું બોલ્યો..

જગન્નાથ : સનમ તારી પત્ની....

me : ઓહ...હા..તે પિયર ગઈ છે...તમને તો ખબર જ હશે ને...વાઈફ લોકોને પિયર તો જવું જ હોય...અને એમ પણ નવા નવા મેરેજ હોય એટલે પૂરું....ફાવે પણ નહીં એને...હવે મુદ્દા પર આવીએ...

જગન્નાથ : જો...હા મુદ્દા પર આવીએ...તો તે કિધેલું....કે તને મારા મનની વાત ખબર પડી ગઈ છે....તો તું બોલી દે....તું હું તારો ફેન તો છુ જ....પણ હવે તો બહુ મોટો ફેન બની જઈશ...

હું એના નજીક ખસ્યો...અને જરાક હસીને કીધું..
me : તો તો હવે તું મારો ફેન બની જ જઈશ..તો સાંભળ...તારે તારા જ સાથીઓનું ખૂન કરાવવું છે...ત્રેવીસના મર્ડર તું કોઈ દિવસ તારા માણસો પાસેથી નહિ કરાવી શકે...કારણ કે એમના માણસો પણ તારી ગેંગમાં મોજુદ છે...તારે પેલા પચીસ હજાર કરોડ જોઈએ છે...જો તારા ભાઈઓ મરી જશે..તો તે પૈસા તારા બની જશે...એવું મારુ માનવું છે...હવે તું બોલ...

તે અસમંજસમાં મને તાકવા લાગ્યો...તે ચુપ થઈ ગયી ઘડીક વાર..
જગન્નાથ : તે તો મારી બોલતી જ બંધ કરી દીધી...વાત તો સાચી જ છે...પણ એ કામ હવે ચાર પાંચ દિવસમાં થઈ જવું જોઈએ...હું હવે આવતા અઠવાડિયે પાર્ટી અધ્યક્ષ બની જઈશ...અને એની પહેલા મારે આ કામ ફિનિશ જોઈએ...કારણ કે પછી પચીસ હજાર કરોડ અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાના છે...કારણ કે એનજીઓ ની લિમિટ પતવાની છે હવે...જો તું આ કામ ત્રણ દિવસમાં કરી દે...તો એક હજાર કરોડ તને દઈશ...

me : જો ના કરું તો??

જગન્નાથ : જવાબ તને ખબર જ છે...મારે કહેવાની જરૂરત નથી...અને જો ત્રણ દિવસમાં કામ ના પત્યું...તો ચોથા દિવસે તારી સનમનું કામ પતી જશે...

મને ગુસ્સો આવ્યો...પણ કાબુ કરી લીધો...

જગન્નાથ : બરોબર...તારા ચેહરા એ જવાબ આપી દીધો છે કે તું કામ કરવાનો છો...તો સાંભળ...એ લોકો મરી જશે...તો ઑટોમેટિક એનજીઓના મેમ્બર તરીકે આપણે બન્ને રહીશું...એટલે પચીસ હજાર કરોડના માલિક આપણે બંને રહીશું....તો અત્યારે જ નીકળ...મને ખબર છે કે આ વસ્તુ ઇમ્પોસીબલ છે...પણ શું કરીએ..કરવું તો પડશે જ ને...સનમ માટે..

એ હસ્યો...અને મારા હાથમાં એક પેન ડ્રાઇવ આપી...જેમાં બધાનો ડેટા હતો...પછી એક દસ્તાવેજ આપ્યા...

જગન્નાથ : આ લે તારૂ નવું ફાર્મ હાઉસ ...હવે તારે હોટેલમાં રહેવાની જરૂર નથી...પુરા 18 કરોડના ખર્ચ સાથે બનાવેલું છે...નામનું જ ફાર્મ હાઉસ છે...બાકી નાનો મહેલ જ સમજી લે તું...એ પણ પાર્કિંગમાં ત્રણ મોંઘી કાર અને બે બાઇક સાથે...આ ઇનામ છે...તારું...તે વર્માને માર્યો એનું અને આ ત્રેવીસ લોકોને મારવાના છે એનું અનુમાન લગાવવા માટે....અભિનંદન ભાઈ...અભિનંદન...

હું ત્યાંથી જવા લાગ્યો...

જગન્નાથ : ઉભા તો રહો સાહેબ....હજુ તો ડિનર કરવાનું છે...મારા ફેમિલીને મળવું પડશે તમારે...

me : તો પછી આ તારા ખૂન કેવી રીતે કરીશ...સમય નથી એટલો...બીજી વખત મળી લઈશ...

જગન્નાથ : ભલે ત્યારે..તું મારી સાથે દર વખતે એવું જ કરે છે...નો પ્રોબ્લેમ તું જઇ શકે છે...એન્જોય યોર વર્ક એન્ડ અભિનંદન ફોર નવા હાઉસ..

તે પાછો હસવા લાગ્યો...ખબર નહિ પણ એમ લાગતું કે તે મારી હાલત પર હસી રહ્યો છે...મારે તો ખુશ થવું જોઈએ ને કે મારા પાસે નવું ઘર આવી ગયું છે મોંઘી ગાડીઓ સાથે...પણ સનમ વિશે તે જે બોલ્યો...તે ખરેખર મગજમાં જ ફરતું હતું...

*

હોટેલમાં જઈને બધાને જગન્નાથ અને મારા વચ્ચેની વાત કરી...તે લોકો ખુશ થવું કે ચિંતા કરવી એ જ વિચારમાં પડી ગયા..કારણ કે નવો બંગલો સેલેબ્રેટ કરવા માટે હતો જ્યારે પેલા 3 દિવસ કે જેમ મારે પેલાઓને મારવાના છે....તે ચિંતાનું કારણ હતું...

ધ્રુવ : ભાઈ...આપણે રાતોરાત તે બંગલો વેચીને ભાગી જઈએ...તે જેટલી પણ કાર છે...તે આપણે એક એક હલાવી લઈશું.. છતાંપણ એક વધશે તો એને પણ વેચી નાખીશું...અને દુબઇ તરફ જતા રહીએ...કારણ કે તું ત્રેવીસ લોકોની ગેમ એક જ વખતમાં ઓવર ના કરી શકે...પ્લાનિંગ કરવામાં જ સમય જતો રહેશે...

હર્ષ : જો આ કામ પતી પણ ગયું તો પણ પેલો જગ્ગુ તને પણ પતાવી નાખશે...કારણ કે 23 લોકોના માર્યા પછી...તું અને જગ્ગુ બંને જ હશો...એનજીઓના વારસદાર...તો તને મારવો જ પડશે...ત્યારે જ એ એકલો માલિક બનશે બધી મિલકતનો...

me : મને બધી ખબર છે....અને રહી વાત...ત્રેવીસ ખૂન કરવાની....તો એનો બંદોબસ્ત હું આજે રાત્રે જ કરી લઈશ...બસ તમે લોકો હવે આરામ કરો...નવો બંગલો...તો સનમ આવશે ત્યારે જ આપણે રહેવા જશું....ત્યાં સુધી હોટેલમાં જ પડ્યા રહેજો ...

નૈતિક : જે પણ કર...જોઈને કરજે...પેલાના માણસો હશે જ તારી આજુબાજુ...

me : એ તો મેં સેટિંગ કરી લીધું છે...જોઈએ હવે...કાલ રાત સુધીમાં તો...

*

સનમ એના રૂમમાં બેઠી હતી એકલી...ત્યાં જ રૂમમાં એના મામા નો નાનો છોકરો કેતન આવે છે...માંડ સાત કે આઠ વર્ષ નો હશે...સનમ એને એના વિશે પૂછતી હોય છે...ત્યાં જ એનો મોટોભાઈ નમન રૂમમાં આવે છે...અને સનમની બાજુમાં બેસી જાય છે...કેતન ને કહે છે કે અંકિતા ને કૈક કામ છે..એમ કહીને છોકરાને બહાર મોકલી દે છે...નમન સનમ કરતા થોડો જ નાનો હશે...કદાચ દસેક મહિનાનો ફરક હશે...

તે સનમની બાજુમાં બેસી જાય છે...એટલે સનમ ગુસ્સે થઈ જાય છે...પણ મામાનો દીકરો છે...એટલે કશું કહેતી નથી...

નમન : તો સનમ...કેમ એકલી બેઠી છો??ચલને બહાર જઈએ ક્યાંક...

સનમ : મને મારા હસબન્ડે અહીંયા...ઘરમાં રહેવા માટે મૂકી છે...સો...હું બહાર રખડવા નથી માંગતી..

નમન : આ તો થયું કે તારે ક્યાંક જવું હોય..તો....

સનમ ચુપ રહી...અને મેગેઝીનના પત્તા ફેરવવા લાગી...

નમન સનમ સામે જોતો રહ્યો...પછી ઉભો થઈને બહાર જતો રહ્યો...

બહાર સોળ વરસની અંકિતા જે નમનની બેન હતી...તે સનમના રૂમ તરફ જ જતી હતી....તેને જોયું કે એનો ભાઈ ત્યાંથી બહાર નીકળ્યો...તે સનમના રૂમમાં ગઈ...

નમન ના આવા ડેસ્પો બિહેવીયરથી સનમ અપસેટ થઈ ગઈ હતી...તે વિચારતી હશે કંઈક...ત્યાં જ અંકિતાને જોઈ....અંકિતા હસમુખી છોકરી હતી...હજી નાની હતી...સનમ એને નાની બહેન ની જેમ રાખતી હતી...અંકિતાને હસતી જોઈને સનમ પણ હસી પડી...

અંકિતા : મારા ભાઈ એ કઈક કર્યું લાગે છે...મગજ પર ના લેતા...એની એકેય જીએફ નથી...એટલે તે બધી છોકરી માં એની પ્રેમિકા શોધે છે...

સનમ હસી પડી...

અંકિતા : જીજુ પાસે જવુ છે તમારે??એટલે તમે એકલા બેઠા છો...

સનમે વિચારવાની એક્ટિંગ કરી...
સનમ : જવું તો છે...પણ એ કઈ રીતે થઈ શકે...

અંકિતા : અમારા ભેગા રોકાઈ જાવ ને...કોઈ જોડે વાત જ નહીં થતી મારી...તમે આવ્યા તો થાય છે...

સનમ : સેજલ ક્યાં ગઈ છે??એની જોડે વાતો કરાય ને તારે...

અંકિતા : કોણ??

સનમ : તું અહીંયા આવી...ત્યારે એક છોકરી હશે...એનું નામ સેજલ છે...તે મારી દેખરેખ રાખતી હતી...અત્યાર સુધી...તે ક્યાં ગઈ...

અંકિતા : એ દીદી તો અચાનક ગાયબ થઈ ગયા...તમારા પપ્પા જતા રહ્યા...તો એ પણ તરત જ જતા રહ્યા...રાતોરાત...

સનમ વિચારમાં પડી ગઈ કે...સેજલ ક્યાં ગઈ...એના મનમાં વિચાર આવ્યો...કે પ્રિયંકાને ખબર હોય..કદાચ..પણ એને ત્યાંજ વિચાર માંડી વાળ્યો..

સનમ : અને..લક્ષ્મીફોઈ...અને એમનો છોકરો ક્યાં ગયા??

અંકિતા : એ લોકો તો હવે અહીંયા નથી રહેતા...તે લોકો બીજા ગામ રહેવા જતા રહ્યા...

સનમે મનોમન હાશકારો ભર્યો...

સનમ બેઠી બેઠી...અંકિતાને બધી ખબરો પૂછી રહી હતી...ત્યાં જ સનમની મમ્મી રતનબેન આવ્યા...

રતનબેન : સનમ હું વિચારતી હતી કે બેટા...આપણે કાલે વકીલને બોલાવી લઈએ...

સનમ જરાક આશ્ચર્યમાં મુકાઈ ગઈ...
સનમ : કેમ મમ્મી??

રતનબેન : કેમ એટલે કેમ??આટલી મિલકત છે...આ હવેલી,આટલા બધા ખેતરો..જાયદાદ આટલી બધી છે...જે હાલ...તારા પપ્પા મરી ગયા..પછી તારા નામે છે...દીકરા...તો એનું સરખું કામકાજ કરવું પડશે ને...

સનમને બસ એક જ મોકો જોઈતો હતો એની મમ્મી પર આટલા વરસ એનાથી દૂર રહેવાના કારણે ગુસ્સો તો હતો...જ...જે સામાન્ય રીતે પ્રેમ હોવો જોઈએ...તે નાનપણથી જો મા ભેગી હોય તો હોય...પરંતુ આ તો સનમથી આટલા વરસ દૂર રહી હતી...લગ્નમાં પણ નહોતી આવેલી....હવે અચાનક એના બાપનું મરી જવું,બધા સદસ્યોનું ગાયબ થઈ જવું...અચાનક એની માં નું આગમન થવુ વાત સનમ સમજી નહોતી શકતી...પણ આ તો એને મેં જ કહેલું કે એની માને એક ચાન્સ આપે...

અને રતનબેને જે સ્ટાઈલથી મીઠીભાષામાં સનમ સાથે વાત કરી...સનમને વાત ખબર પડી ગઈ કે..રતન ના ઈરાદા શુ છે...એને લાગતું તો હતું જ પહેલેથી પણ આ વાતથી એ પાક્કી રીતે કહી શકતી હતી કે ઘરમાં બધું શુ ચાલી રહ્યું હતું...

સનમ પણ ચાલાકી સાથે કામ લેતા હવે શીખી ગઈ હતી...

સનમ : શુ??ઓહ હા...પપ્પા ની જાયદાદ હવે સરખી રીતે કરાવવી પડશે...બધું વેર વિખેર પડ્યું હશે..તમે ચિંતા ના કરતા...હું બધું સંભાળી લઈશ...

રતનબેન : તો દીકરા કાલે વકીલ બોલાવી લઈએ છીએ...

સનમ : આટલી શુ જલ્દી છે??

રતનબેન : તારા મામા બે ત્રણ દિવસ માટે ઘરે છે...પછી એમને બહારગામ કામથી જવાનું છે...તો એમની હાજરીમાં બધું કામ પતી જાય...તો સારુંને...

સનમ પણ હા માં હા પાડવા લાગી....

*

થોડા સમય પછી....રતનબેન અને સંજયભાઈ એમના પત્ની મીનળબેન સાથે બધા સભા ભરીને બેઠા...

રતનબેન : ભાઈ...સનમ માની ગઈ છે...કાલે બધી મિલકત મારા નામ પર થઇ જશે...પછી તમે કહી રહ્યા છો એ કરી દઈએ...કારણ કે મારે...વિરજીને લઈને એકેય વસ્તુ મારા ઘરમાં નથી જોઈતી...પછી તે મારી સગી છોકરી પણ કેમ ના હોય....

સંજય : તું તો સારી કહેવાય....કે તું હજુ તારી છોકરીને બોલાવે છે...કારણ કે એના બાપે જે કર્યું છે...આપણી ઈજ્જતના કચરા કર્યા છે...પછી તો મને બધા ઝેર જ લાગે છે...જેમ બને એમ એ છોકરીનું કામ પતાવો...મને જોવી પણ નથી ગમતી...

રતનબેન : ભાઈ મને કંઈ શોખ નથી એને મારી દીકરી કહેવાનો....એના લીધે જ તો મારી જિંદગી બગડી ગઈ હતી...પણ આ તો અચાનક એ આવી ગઈ...સારું કહેવાય...મિલકત તો આપણેને મળી જશે...આપણા નામ થી...

મીનળ તો ભાઈ બહેન ને બોલતા જ સાંભળી રહી...

*

આ તરફ હું...હોટલમાંથી સંતાઈને બહાર નીકળી ગયો...અને એક કન્સ્ટ્રકશન સાઇટ કે જેના પર કામ બંધ હતું....ત્યાં આવીને ઉભો અને ત્યાં જ એક બ્લેક કાર આવી...એમાંથી એક વજનદાર મૂછ વાળો માણસ બહાર નીકળ્યો...

me : આ પકડો...પેનડ્રાઇવમાં બધાના સરનામાં અને એમની બધીજ ડિટેલ છે...ત્રેવીસ લોક છે...જેમાં...બે દિવસમાં ગમે એટલા છાપા મારો...તમારી ગમે એટલી સ્પેશિયલ ટીમને ટાસ્ક આપો...પણ આ કામ થઈ જવું જોઈએ....

સામે વાળો માણસ બોલ્યો કે,"અમારે એ કામ માટે પરમિશન લેવી પડે...એકાઉન્ટર શક્ય જ નથી...એ પણ ત્રેવીસ..."

me : તો પેન ડ્રાઈવ ભૂલી જાવ...હું તમને મફતમાં આપી દઈશ...એ પણ શક્ય નથી...કા પછી...હું બોલું એ રસ્તો પકડો...નહીંતર પાછા કારમાં બેસી જાવ...અને તમારા ઘરનો રસ્તો પકડો...

તે ગંભીર રીતે વિચારવા લાગ્યો...

me : આ બધા જ છે જે...રાજ્યમાં મોટા ભાગનો ગેરકાયદેસર ધંધો કરે છે...જો આ મર્યા તો ગુજરાત આખું સાફ થઈ જશે...એકદમ ચોખ્ખું...અને જો હજુ જીવ્યા તો તમારૂ જ નુકશાન છે...આ બહુ જ ખાનગી માહિતી છે...કોઈ નહિ આપી શકે...

તે બોલ્યો," આમાં તારો શુ ફાયદો છે??"

me : મારા ફાયદામાં તમે તમારું મોઢું ના નાખો...મેં તમને આ બમ્પર ઓફર આપી છે....તમારું બહુ જ મોટું પ્રોમોશન થઈ જશે...હું તો ક્રેડિટ પણ નથી માંગતો...તમે નહિ કરો...આ કામ તો બીજો કોઈ ઓફિસર કરી નાખશે...

તે હજુ પણ વિચારતો હતો..

*

એક તરફ સનમ ફસાયેલી છે...એની મમ્મી અને મિલકત વચ્ચે...જયારે બીજી તરફ કાર્તિક ત્રેવીસ લોકોને મારાવવા માટે તત્પર બન્યો છે...જોઈએ છીએ....હજુ કોણ કેટલું વધારે ફસાય છે કે પછી બહાર નીકળે છે...આ ચક્રવ્યૂહમાંથી...

💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik