(ગતાંકથી શરુ)
આમ ને આમ દિવસો વિતતા જાય છે અને સાથે સાથે સમીરનો ડર પણ વધતો જાય છે કે એ કેવી રીતે લહેરને આ વાત કહેશે કે તેમના ડિવોર્સ નથી થયા એ તો આ સાંભળીને ખુબ દુખી થઈ જશે અને તેની જીંદગીમા અત્યારે ખુબ સુખ છે એને એ સુખ છીનવવાનો કોઈ હક નથી.. પણ કહેવુ તો પડશે જ ને! લહેર હવે રોજ ઓફીસે વધુ સમય પસાર કરતી હતી કેમ કે અનેક મીટીંગોમા હાજરી આપવાની હોય દરેક મેનેજર પર ધ્યાન આપવાનુ હોય.. ઘણા કામો રહેતા... તેને એક આસિસ્ટન્ટ ની ખાસ જરુર હતી પણ તે આ પદ વિશ્વાસપાત્ર વ્યકિતને આપવા માંગતી હતી અને તેના માટે તેણે બધા મેનેજરના કામ પર ખાસ ધ્યાન રાખવાનુ શરુ કર્યુ... અને આસિસ્ટન્ટ ના પદ માટે એક સ્પર્ધા પણ જાહેર કરી જેમા તેણે અમુક ટાસ્ક દરેક મેનેજરોને આપ્યા અને જે એ ટાસ્ક પુરા કરશે તેને તે પ્રમોશન આપશે એ આસિસ્ટન્ટ ના પદ માટે. આ સ્પર્ધા મા સમીર પણ જોડાયો તેણે સખત મહેનત શરુ કરી દીધી કેમ કે તેને લહેરની સાથે કામ કરવાની ખુબ ઈચ્છા હતી... અને એ બહાને તે તેનુ ધ્યાન પણ રાખી શકે અને તેની સાથે પણ રહી શકે. અંતે એ દિવસ આવી ગયો કે જે દિવસે લહેર નવા આસિસ્ટન્ટ નુ નામ જાહેર કરે... લહેરે કોન્ફરન્સ હોલમા બધા એમ્પ્લોયર ને ભેગા કર્યા અને પોતે નામ જાહેર કરવા સ્ટેજ પર આવી.. આપણા કંપનીના નવા આસિસ્ટન્ટ છે... સમીર... લહેર આટલુ બોલી ત્યા તો સમીરના નામની બધા ચિચીયારી બોલાવવા લાગ્યા... સમીરે બધાને થેન્કયુ કહયુ... લહેરે ખરેખર તેનુ કામ જોઈને તેને આ પદ આપ્યુ હતુ તે પોતાના વ્યક્તિગત સંબંધો ને કામમા ખસેડવા નહોતી માંગતી અને સમીર ખરેખર આ પદનો હકદાર હતો તો પોતે કેવી રીતે કોઇનો હક છીનવી શકે... અને આમ પણ હવે લહેરના મનમા સમીર માટે એવા કોઇ ખરાબ ભાવો ન હતા તેણે અનુભવ્યુ છે કે સમીર હવે સુધરી ગયો છે... થોડીવાર પછી સમીર લહેરની ઓફીસમા ગયો અને કહયુ... લહેર તારો ખુબ ખુબ આભાર મને આ પદને લાયક માનવા માટે... લહેરે જવાબ આપ્યો કે તુ ખરેખર આ પદને લાયક છે એટલે મે તને આ પદ આપ્યુ.... પછી બંને કામની વાતો કરવા લાગ્યા હવે તો સમીર લહેરની ઓફીસમા જ કામ કરશે તેથી તેનુ ટેબલ પણ ત્યા જ ગોઠવાઇ ગયુ... આમને આમ એક વર્ષ વીતી ગયુ.... કંપની ખુબ વિકાસ કરતી હતી... અને લહેર તથા સમીરનો સંબંધ પણ... હા બંને પહેલા જે થયુ હતુ તે બધુ જ ભુલી ગયા હતા અને તે બંને સાથે ખુબ સારી રીતે કામ કરતા હતા... હવે તો સમીર કયારેક લહેરના ઘરે પણ આવતો તેને લેવા મુકવા માટે...
એક દિવસે રવિવારની રજા હતી અને લહેર આજે સમીરના ઘરે જઈ તેને સરપ્રાઈઝ આપવા માંગતી હતી અને હા તેની મા પણ ખુબ ખુશ થશે તેને જોઇને... અને ઉપરથી આજે સમીરનો જન્મદિન પણ હતો... તેથી તે ફટાફટ બધુ કામ પતાવીને તૈયાર થઈ ગઈ કેમ કે પછી સાંજે પોતે પણ પાર્ટી રાખી છે કંપનીના હોલમા સમીર માટે... કેમકે તે તેનો આસિસ્ટન્ટ હતો એટલે બધા મેનેજરો એ આવો સુજાવ આપ્યો હતો અને બધાનુ માન પણ રાખવુ જરુરી હતુ. તેથી અત્યારે જ તેણે મા ને મળવા જવુ પડશે સાંજે તે ફ્રી નહી હોય. હવે તેને પોતાની કાર સમીરના ઘર તરફ હંકારી મુકી..
(આગળ વાંચો ભાગ17 માં)