ધવલ તું માનસી ના પ્રેમમાં પાગલ થઇ ગયો છે.તું સમજવાની કોશિશ કરે તે પૈસાને પ્રેમ કરે છે વિશાલ સરને નહીં તે અત્યારે વિશાલ સર સાથે છે.તે એટલા માટે છે કે તેની પાસે ખૂબ પૈસા છે.અનુપમ આ પહેલા પણ મેં તને કહ્યું હતું અને અત્યારે પણ તને કહું છું કે પૈસાને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી હું માનસીને હંમેશા માટે મારી બનાવીને રહીશ પછી ભલે તે એક વેશ્યા પણ હોય.
******************************
રાત્રિના ચાર વાગી ગયા હતા એક બાજુ નવા પ્રેમના બીજ ફૂટવાની ધવલ રાહ જોઈ રહ્યો હતો અને તેની બાજુમાં જ વિશાલસર એ પ્રેમના બીજ સાથે બાજુની રૂમમાં રાસલીલા રમી રહ્યા હતા તો પણ ધવલ કઈ કરી શકતો ન હતો.એક બીજા ની સામે જોઈ ને બંને થોડી વાર બેઠા.થોડી વાર ચૂપ રહીને અનુપમ દરવાજો ખોલી તેની રૂમમાંથી બહાર નીકળી ગયો.
સવાર પડી ગઈ હતી બધા જ તૈયાર થઈને મીટીંગ રૂમમાં હાજર થઈ ગયા આજે મીટીંગ નો પહેલો દિવસ હતો ધવલ વિશાલસર સામે એ રીતે જોઈ રહ્યો હતો કે જાણે કે હમણાં જ તેનું ખૂન કરી નાખશે. બધાએ ધીમે ધીમે મીટીંગ રૂમમાં પોતાનું સ્થાન લીધું.
હાઈ! "ગુડ મોર્નિંગ"
મારું નામ સંજય પટેલ છે.હું એક બિઝનેસમેન છે.આજે હું તમને માર્કેટિંગના થોડા ઘણા નિયમો અને માર્કેટિંગમાં આગળ વધવાની પ્રેરણા આપીશ,તેમ કહીને તે એક પંક્તિ બોલ્યા.
'ન સંઘર્ષ ન તકલીફો શું મજા છે,પછી જીવવામાં તુફાન પણ રોકાઈ જશે જ્યારે લક્ષ્ય છે આપણા સીનામાં"
જીવનમાં હંમેશા કોઇને કોઇ તક ઝડપવા તમારે તૈયાર રહેવું પડશે તો જ તમે તમારા જીવનમાં આગળ વધી શકશો આજનો મારો વિષય છે "તક ઝડપવા તૈયાર રહો સમય સદા ગતિશીલ છે"
હું તમને એક ઉદાહરણથી સમજાવીશ એન્ટોનિયાના જીવન પરિવર્તનની આ ઘટના છે.જોર્જકેરો એ વર્ણવી છે.
એક શહેર હતું.શહેરમા એક ધનિક શેઠ રહેતા શેઠનું નામ ધનસુખ શેઠ હતું.તેમના બંગલામાં એન્ટોનિયા નામનો નોકર વાસણ માંજવાનું કામ કરતો હતો એન્ટોનિયો ખૂબ જ કામ કરતો અને મેહનતું પણ હતો વાસણ માંજવાના કામમાંથી તે નવરો પડતો ત્યારે નવરાશનો સમય વેડફી નાખતો નહી તેના શેઠના બંગલા પાસે પથ્થરની મૂર્તિ ઘડનારની એક દુકાન હતી.
ઘરમાંથી નવરો પડે એટલે તરત એ દુકાને દોડી જતો હતો.આ દુકાનદાર પથ્થરને કાપી માણસની મૂર્તિ બનાવતો હતો.તે કામને ખુબ ઝીણી નજરે જોયા કરતો અને એ કામને પોતાના મનમાં બરાબર ઉતારતો.
તેણે કોઈ શાળામાં શિક્ષણ મેળવ્યું ન હતું.તે અભણ હતો.તો પણ તે આ કામમાં ઊંડો રસ લેતો હતો.આ દુકાનમાં પથ્થર કાપવા અને ઘાટ આપવાનું કામ પણ નવરાશમાં તે કરવા લાગ્યો હતો.પથ્થરને કાપતો ત્યારે તે પોતાના કામમાં તન-મનથી પૂરેપૂરા તેમાં તલીન થઈ જતો.આમ તેની મહેનત અને લગન ની લીધે નવરાશના સમયમાં તે મૂર્તિઓ બનાવવા લાગ્યો.તે મૂર્તિ બનાવવાના કામમાં કુશળ પણ થઇ ગયો.આમ છતાં તેણે શેઠના ઘરની નોકરી છોડી નહોતી શેઠના બંગલા માં તેણે વાસણ માંજવાનું કામ તો ચાલુ જ રાખેલું.
એક દિવસ શેઠે પોતાના બંગલામાં એક મોટી પાર્ટીનું આયોજન કર્યું.પાર્ટીમાં શહેરની ગણના પાત્ર વ્યક્તિઓ નગરના મોટા મોટા આગેવાનો અને અધિકારીઓ આવના હતા.આ મહેમાનો માટે એક મોટા હોલને શણગારવામાં આવ્યો હતો.ભોજનની વ્યવસ્થા પણ આ વિશાળ હોલમાં જ કરવામાં આવી હતી.આ હોલની વચ્ચે જ એક મોટું ટેબલ ગોઠવવામાં આવ્યુ હતું.આ ટેબલને પાર્ટી માટે ખાસ સજાવવામાં આવ્યું હતું.એ ટેબલ શણગારવાનું કામ મુખ્ય બે વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું.બધું જ બરાબર ચાલી રહ્યું હતું.વાસણ માંજનાર એન્ટોનિયો પણ આ હોલમાં જ હાજર હતો.તે આ સજાવટના નાના મોટા કામમાં મદદ કરી રહ્યો હતો અને ભોજન માટેના મુખ્ય ટેબલ સામે જોતો હતો.ટેબલ ની વચ્ચો વચ્ચ મુખ્ય વસ્તું સજાવતી વખતે પહેલા વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હતી.
જે રીતે શણગારવાનો હિસ્સો હતો તે ઘાટ આવતો નહોતો.ટેબલનો વચ્ચેનો ભાગ બનાવવાની તે મથામણ કરતો હતો તેમ વધુને વધુ બગડતો જતો હતો,અને હવે તે બેડોળ લાગવા માંડેલું. એન્ટોનિયો તેની નજીક ગયો.શું હું કંઈક તમારી મદદ કરી શકું.આમ પણ પહેલો વ્યક્તિ પરેશાન તો હતો જ તેણે એક નજર એની ઉપર ફેંકી અને તે બોલ્યો જોઈએ તું શું કરી શકે છે.
એન્ટોનિયો તો ખુશ થઈ ગયો અને એ તરત જ માખણ મંગાવ્યું બંગલામાં ચીજવસ્તુઓની કોઈ કમી નહોતી અને આવા પ્રસંગે તો ખર્ચની ચિંતા નહોતી માખણના પિંડા માંથી એન્ટોનિયો એ વાઘની પ્રતિકૃતિ ઉભી કરી દીધી.તે માખણમાંથી બનાવેલ વાઘને જોઈને તે વ્યક્તિ નવાઈ પામી ગયો.આનંદ સંતોષ અને આનંદની લાગણી પ્રસરી ગઇ.
આમંત્રિત મહેમાનોને આવવાનો સમય થઇ રહ્યો હતો બંગલાના માલિકને આ ઘટનાની ખબર નહોતી તે તો હોલમાં ભોજનના ટેબલ ની સજાવટ જોઈને સંતોષ અનુભવ્યો હતો અને પ્રશંસા કરી હતી.મહેમાનોમાં મૂર્તિકલાના જાણકાર પણ એક વ્યક્તિ હતા.તેની નજર વારંવાર ટેબલ પર માખણના પિંડા માંથી બનાવેલ વાઘની મૂર્તિ પર જોઈને અટકતી હતી.
વાઘની મૂર્તિ આકર્ષક અને જીવતી જાગતી લાગતી હતી.આ જાણકાર માણસ થી લાંબો સમય ન રહેવાયું અને તેણે પૂછી જ નાખ્યું.આ મૂર્તિ કોણે બનાવી છે તરત જ એન્ટોનિયોને બોલાવ્યો.એન્ટોનિયો સામે આવીને ઊભો રહી ગયો હાજર રહેલા બધા જ મહેમાનોનું ધ્યાન માખણમાંથી બનાવેલ વાઘની મૂર્તિ તરફ તેમણે દોર્યું અને કહ્યું આ મૂર્તિ તો કલા-કારીગરીના ઉત્તમ નમૂનારૂપ છે.આ માણસને વ્યવસ્થિત રીતે મૂર્તિકલા નું શિક્ષણ આપવામાં આવે તો અચૂક આ માણસ એક દિવસ મહાન મૂર્તિકાર બની શકે એમાં કોઈ મીનમેખ નથી એની વાતનો ઊંડો પ્રભાવ માલિક પર પડ્યો.
તેણે તરત જ જાહેરાત કરી કે મૂર્તિકળાના શિક્ષણ માટે જ્યાં પણ મોકલવાની જરૂર હશે ત્યાં હું તેને મોકલીશ.તેના અભ્યાસનો ખર્ચ પણ હું ઉપાડીશ અને તેમની જરૂરિયાતો પણ હું પૂરી પાડીશ.
અવસર ક્યારેય અને કેવી રીતે મળશે તે વાસણ માંજતા નોકર એન્ટોનિયો ક્યાં ખબર હતી.આજે વિશ્વના ટોચના સ્થાન ધરાવે છે,અને આખું જગત તેને મહાન મૂર્તિકાર નામથી ઓળખે છે.
જીવનમાં હંમેશા કોઈપણ તક આવે તમે તૈયાર રહો વિશાલ સર તમને દરરોજ નવી નવી તકો આપી રહ્યા છે,તે તકને તમે ઝડપવા માટે હંમેશા તૈયાર રહો.હું તો ઘણા સમયથી તેમને ઓળખું છું,એ એક સારા વ્યક્તિ છે એને એક જ લક્ષ્ય છે,કે મારી કંપની દેશમાં ટોપ પર હોય.બધાએ ફરી તાળીઓ પાડી.તેમણે તેમનું ભાષણ પૂરું કર્યું.
થેન્કસ...
થોડીવારમાં જ વિશાલસર ઉભા થયા અને સંજય પટેલ નો આભાર માન્યો.થોડીવાર વિશાલ સરે વાત કરી એ પછી અમે ભોજન લેવા માટે રૂમની બહાર નીકળ્યા હવે અમારે કાલે આજ સમયે હાજર થવાનું હતું.
ધવલ,માનસી,પલવી અને અનુપમ બપોરનું ભોજન લઈને ઉપરની રૂમમાં ગયા થોડી વાર આરામ કર્યો ત્યાં જ ધવલના રૂમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો ધવલે દરવાજે જઈને દરવાજો ખોલ્યો તો તેમને સામે માનસી હતી.તે થોડીવાર તો તેની સામે જોઈ રહ્યો.
ધવલ હું એટલા માટે અહીં આવી છું કે તારે અને અનુપમને અત્યારે કઈ જવાનું ન હોય તો આપણે અહીંથી થોડે દૂર બેંગ્લોર પેલેસ છે,તે જોવા માટે જઈએ.તમારે આવવું છે તો તું અનુપમ જોડે વાત કરી લે. હા,માનસી હું અનુપમ જોડે વાત કરી તને કવ.
ધવલે અનુપમના દરવાજા પાસે આવ્યો.દરવાજો ખુલો જ હતો.હજુ તે કાલના તોફાન ની નિંદર પૂરી કરી રહીયો હોય એવું લાગી રહ્યું હતું.તે દરવાજો બંધ કરવાનું પણ ભૂલી ગયો હતો.
અનુપમ...!!બોલ..ધવલ?કાલ સાંજે તો સૂવા ન દીધો અત્યારે તો મને થોડો આરામ કરવા દે? નહિ અનુપમ માનસી મારી રૂમમાં આવી હતી હજુ હમણાં જ.વાહ, સપનું તો નથી જોતોને તું.નહીં અનુપમ હું જાગુ જ છું.અનુપમ એમને અહીંથી થોડે દૂર બેંગ્લોર પેલેસમાં ફરવા જવું છે.તમારે બંનેને આવું હોય તો આપણે સાથે જઈએ કહેવા માટે આવી હતી.
હા,તો તું જાને મને શા માટે બોલાવા માટે આવ્યો છું.તમે બંને ફરો અને ઇશ્ક પણ કરો,નહી અનુપમ સાથે પલવી પણ આવી રહી છે.અનુપમ ઉભો થઇ ગયો તેને કહી દે અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ અને હા,આ પહેલા આપણે બંને એક વાર તે પેલેસ પર જઈ આવ્યા છીયે તેને વાત ન કરતો. થોડીવારમાં જ બધા તૈયાર થઈને નીકળી ગયા.
***********ક્રમશ**************
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)