ગામ માં મુખ્યત્વે જુવાર, બાજરી ને કપાસ ની ખેતી થતી. રતન અને એનો પતિ મજૂરી જ કરતા ને ઘર નું ગુજરાન ચલાવતા. જુવાર, બાજરી ની વાંઢવા ની સીઝન મા એનો પતિ પાછલી રાત ના અજવાળા મા વહેલા સવારે ચાર, પાંચ વાગે ઊઠીને લઈ જતો. રતન ના માંથે ફાંટ માં એક છોકરું હોય,એક કાંખ માં હોય ને એકાદુ પાછળ હાલી આવતું હોય. તો તેના પતિ પાસે પણ પાણી ની બતક હોય ને એક હાથ માં આંગળીએ છોકરું હોય. સવાર પડતાં તો ખેતર નો એક આંટો તો વરી પણ ગયા હો
ગમે તેવો પરબ હોય ઘર માં ગાર, ગોરમટા કે ખડી કરવા કોઈ દિવસ ઘરે રેવાનું નહિ. મજૂરીએ થી આવીને જ રાતે ગાર કે ખડી કરવા ની. છોકરા સુવાડતું જવાનું , ઘન્ટી દરતું જવાનું ને રાતે જ કપડાં ધોવા ના.એવી કાળી મજૂરી કરતા.ત્યારે માંડ ઘર ચાલતું.
ધીરે ધીરે દિકરીયું પણ મોટી થતી જઈ એમ એમ
યથાશક્તિ કરિયાવર લઇને લગન કરી નાખ્યાં.હવે દીકરા
ઉપર પૂરતું ધ્યાન આપવા લાગી.દીકરા ને સારા સંસ્કાર દેતી રહી ને ભણાવતી રહી. દીકરા પણ સંસ્કારી નીકરા . દસ , બાર ચોપડી ભણાવ્યા. મજૂરી કરી કરી ને.હવે આગળ ભણાવી શકે એમ હતું નહિ તેંથી દીકરા પણ કામ કરી ને માં બાપ ને મદદ થવા લાગ્યા .
રતન ને ખબર હતી કે એના દીકરા ખેતી કામ કરી શકશે નહીં એટલે એને કોઈ શહેર માં જવાનું નક્કી કર્યું.
પતિ પત્ની ને ત્રણે દીકરા શહેર માં કામ કરવા જાય છે.રતન પણ કારખાના માં કામ કરવા લાગી.દીકરા ને પણ કારખાને કામે ચડાવી દીધા.હવે તેનું ઘર બરાબર ચાલવા લાગ્યું.બધા આનંદ મંગળ થી રહેવા લાગ્યા. તેણે શહેર માં એક નાનકડું મકાન પણ બનાવી દીધું હતું.ઘર નું ઘર થઈ જવાથી હવે થોડી ચિંતા પણ ઓછી થઈ ગઈ હતી.હવે મકાન ના ભાડા પણ ભરવા પડતાં નોતા. સૌ સુખી થી રહેતા હતા.
કુદરત ને રતન ની ખુશી મંજૂર નોતી. તેના થી જાણે રતન નું સુખ જોયું નાં ગયું ને થોડા જ દિવસોમાં માં તેના પતિ નું ટુંકી બીમારી બાદ અવસાન થયું.રતન ઉપર જાણે દુઃખ નો પહાડ તૂટી પડ્યો. હજી તો દીકરા માંડ કમતા થાય હતા ત્યાં જ એના પતિ નું અવસાન થયું. હવે એના ઉપર વધારે જવાબદારી આવી ગઈ.ઘર ચલાવવાની સાથે દીકરા ની પણ બધી જવાબદારી તેના પર આવી પડી.
સમય જતાં દીકરાઓ પણ ઉંમર લાયક થતાં જતાં હતા .હવે એના વેવિશાળ ની પણ ચિંતા થવા લાગી. શું કરશું?.દીકરા ને કેમ પરણાવ શું? વગેરે ચિંતા થવા લાગી. પણ દીકરા એના બધા સંસ્કારી ને વ્યસન મુક્ત હતા. તેથી કન્યા ગોતવા માં બહુ મુશ્કેલી પડી નહિ. પ્રથમ એક દીકરા ને પરણાવિયો. હોંસે હોંસે દીકરા ના લગન કર્યા. ઘર માં આનંદ સવાઈ ગયો. પણ આ ખુશી પણ જાજી ટકી નહીં. દીકરાની વહુ ને રતન ને નાની નાની વાતો મા જગડા થવા લાગ્યા. દીકરાની વહુ રતન ને સમજી ના શકી.થોડા જ દિવસોમાં દીકરો ને વહુ અલગ રહેવા વાયા ગયા.
રતન નું દુઃખ તો હતું એજ રહ્યું.એને એમ કે દીકરાની વહુ આવશે એટલે એને થોડો કામ નો વિસામો મળશે પણ એની આશા નઠારી નીવડી.એને તો પાછાં એજ દિવસો આવ્યા.દુઃખ જાણે કે એની જિંદગી માંથી જવાનું નામ જ લેતી નથી. છતાં પણ રતન હિંમત હારતી નથી.
હજી કેવા કેવા દુઃખ પડે છે ને રતન ની સુ સ્થિતિ થાય છે એ જાણવા આગળ નો ભાગ વચો.
ક્રમશ..........