Shayri ane vichaar - 1 in Gujarati Poems by Rudrarajsinh books and stories PDF | શાયરી અને વિચાર (ભાગ - ૧)

Featured Books
Categories
Share

શાયરી અને વિચાર (ભાગ - ૧)

હવે હું રજા લઉં,
માગ્યા વગરની સજા લઉં..

તું તો ના મળી,
તારી યાદોની બારાત લઉં..

મળીશ ના ફરી હું,
તને એનું આજે વચન દઉં..

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

હું કરું એ સારું ને તું કરે એ ખરાબ,
હું કરું એ પુણ્ય ને તું કરે એ પાપ??

લી.રુદ્ર રાજ સિંહ
********************************************

બહુજ ચીવટથી,
નોંધાવી હતી ફરિયાદ,
એણે મારા ક્યાંક ગુમ થયાની.....

ટુકડે ટુકડે,
મળી આવ્યો આજે,
હું એના નયનના કેદખાનામાંથી.....

- રુદ્ર રાજ સિંહ
********************************************

આંખના આંસુ સુકાઈ જશે,
હોઠોની મુસ્કાન પણ આવશે.

જરા જાતને ખંખોળો તમે,
હવે કાલ તમારી જ આવશે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

તમે બે પિતાની ઢીંગલી..
અમે એક પિતાના ઢીંગલા,

સસરા તમારા પિતા ને,
સસરા અમારા સસરા.??🤔

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

પાનખર નથી સાચો સુકો દુકાળ,
સૃષ્ટિમાં કંઈ થતું નથી એક બૂંદથી,

આપને મળે સાચા સમયે જો વૃક્ષ,
પાછી પાની નય કરતા તમે કદીય.

સમય વીતે ને પરિવર્તન પણ થશે,
તરસશે નહિં આંખ લીલા પાન માટે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

માણસ છે કે કાચિંડાનો અવતાર?
સમય જતાં રંગ ને ઢંગ બદલે છે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

શબ્દ વાણીનો આધાર છે,
માનો તો એક અમૃત છે ને,
બનાવો તો એ વિષ પણ છે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

કૃષ્ણ ભી આયેગા, દ્વારિકા ભી બનેગી,
તાંદુલ લેકે સુદામા ભી આજ આયેગા.

તાંદૂલ કે લિયે તીનો લોક લુટાયે જિસને,
આજ તાંદુલ કે બદલે મેં તીન લોક માંગેગા.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

ખુદ ભટકવું હોય એ જ ભટકી જાય છે,
બાકી લોકોના લીધે ક્યાં કૂવામાં પડાય છે?

કરવું હોય આપડે એ કરીએ છીએ આપડે,
ને બદનામ આપડે બીજાને કરીએ છીએ.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

જમાનો બદલાયો છે એ જાણી લો,
પુરુષો દંડાય છે આજે એ જાણીલો.

ભેદ જાતે જ પાડો છો આપ હંમેશા,
અમને કહો છો આપ સમોવડા છો?

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

સપના જોવાની કિંમત નથી હોતી,
કિંમત હોય છે એને હકીકત માનવું..

લી. રુદ્ર રાજ સિંહ
*******************************************

લાગણીઓની પણ કિંમત થાય છે
જ્યારે....
માણસ જોઈને લાગણી ખર્ચાય છે..

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

સમય મોટો મહાન મનેખ,
અનુભવેય મોટો મહાન,

પીઢતા લાવે યુવાનીમાં જ,
જો મનેખને પડે બહુ દુઃખ.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

જો તું હોય રતન મારું,
ને હું હોય તારો ઝવેરી.

તારું ઘડતર કરું હું અનોખું,
કિંમત થાય તારી અનમોલ.

માગે તને કોઈ કિંમતથી જો,
ના વેચી શકું હું તને ક્યાંય?

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

મરવા માટે કારણો અનેક...
જીવવા માટે કારણ હું એક જ...
જીવન મળ્યું છે સખી બસ એક જ...
જરા એના વિશે પણ વિચાર એકવાર...

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

વિરોધની છે આ જબરજસ્ત રીત.....વૃક્ષો પાસે.
વૃક્ષો હતા, એટલે જ,
કાપો ત્યાં કુંપણો ફુટશે.

વિરોધની નથી આ જબરજસ્ત રીત....વ્યક્તિ માટે.
લાગણી હોત વ્યક્તિની,
કાપો ત્યાં સદૈવ તૂટી જાય..

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

સમય બદલાય છે,
રૂપ રંગ બદલાય છે.

લાગણી હોતી નથી,
છતાં બતાવાય છે.

કેટલાક મિત્રો પણ,
એમ જ બદલાય છે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

મારે ક્યાં તારા હોઠ ની છાપ,
મારા માથા પરથી ભૂંસવી છે.

તું સાથ આપે જન્મોજનમ,
મારે ક્યાં બીજાને શોધવી છે?

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

" ભાગવું " એ કોઈપણ સ્થિતિથી લડવા માટે નો રસ્તો નથી.
દુનિયામાં જીવવા અને રહેવા માટે " લડવું " પણ જરૂરી છે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

અજાણ્યા શહેર..
અજાણી જિંદગી...
અજાણ્યા લોકો છે....
અજાણ છે નિયતિ ને.....
જાણીતી ખુદની જાત......

લી. રુદ્ર રાજ સિંહ

********************************************

નજીકથી પણ છેતરાઈ જવાય છે,
સારું દેખાતું લાકડું અંદરથી પોલું હોય છે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

પીવી છે તને...
પણ નીકળી તું મૃગજળ...

નિહાળવી છે તને...
પણ નીકળી તું કલ્પના...

સ્પર્શવી છે તને...
પણ નીકળી તું માત્ર સ્વપ્ન...

- રુદ્ર રાજ સિંહ
********************************************

આપનો મૂલ્યવાન સમય આપીને મારી શાયરી અને વિચારોનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિં એવા સહકારની અપેક્ષા સહ.....

THANK U SO MUCH......

...... RUDRARAJSINH

*******************************************