Rainey romance 2 in Gujarati Fiction Stories by Ravi virparia books and stories PDF | રેઈની રોમાન્સ - 2

Featured Books
Categories
Share

રેઈની રોમાન્સ - 2

પ્રકરણ - 2
“ મી. આરવ, તમારી ચારેય પ્રપોઝલ મને ગમી છે. બટ આઈ લાઈક સમથિંગ ડિફરન્ટ. મને ગમતો છોકરો શોધવા માટે આ ક્રાઇટેરિયા પૂરતાં નથી. ફાઇનલ પ્રપોઝલ માટે હજુ તમારે મહેનત કરવી પડશે. હું મારા સૂચનો મેઈલમાં મોકલી આપીશ. આઇ હોપ કે બે દિવસમાં તમે બધું કમ્પ્લીટ કરી લેશો.” DB હાઉસના આલીશાન દિવાનખંડમાં સોફા પર બેસી હું લગ્ન વિશે અવનવા વિચારો સાથે આગળ વધી રહી હતી.
“યસ મેમ, આજે સાંજે મેઈલ મોકલી આપશો તો કાલ સાંજ સુધીમાં તમને ફાઇનલ પ્રપોઝલ મળી જશે. આપણે આ આખી ઇવેન્ટને કઈ રીતે ડિઝાઇન કરીશું તેનું પણ કમ્પ્લીટ પ્લાનિંગ થઈ જશે. અમારી કંપની પણ આ ઇવેન્ટ માટે સુપર એક્સાઇટેડ છે. બિકોઝ, આ ટાઇપની અને આટલા લાર્જ સ્કેલ પર અમે પ્રથમવાર કામ કરી રહ્યા છીએ. અમે તમારી આ લાઈફ મોમેન્ટ્સને સક્સેસફૂલી યાદગાર બનાવવાના બેસ્ટ એફોર્ટ કરીશું.” મી. આરવના આ શબ્દો એક પ્રોફેશનલ અને હોનહાર મેનેજર નું હુન્નર દર્શાવતા હતા.
મને થોડું ટિપિકલ લાગ્યું. પણ કંપનીનું પ્રોફેશનાલિઝમ અને ક્રિએટિવ વર્કિંગ સ્ટાઇલ મને આકર્ષતી હતી. એટલે જ સાત કંપનીની મુલાકાત બાદ આમને કોન્ટ્રાક્ટ આપનવાનું મનોમન ફાઇનલ કરી લીધું હતું. અમારી ચર્ચા ચાલી રહી હતી એટલામાં ચાર લોકો ઘરમાં દાખલ થયા. સોફા પાસે આવીને ઉભા રહ્યા.
“મિસ રેવાપંડિત, આઈ એમ ગગન ફ્રેમવાલા ફ્રોમ લાઈફ સિક્યોર એજન્સી, હેડ ઓફ રાજકોટ બ્રાન્ચ. DB ગ્રુપની પ્રોપર્ટી અને ફેમિલી મેમ્બર્સની સિક્યુરિટીની જવાબદારી આમરી કંપની સંભાળે છે.” આવનાર વ્યક્તિએ કહ્યું.
“ મને આ વિશે ઇન્ફોર્મ કરવામાં આવી છે. બટ, હાલમાં મારે સિક્યુરિટીની જરૂર નથી. અને તમારી સાથે આ કોણ છે. ?” મીટીંગમાં ખલેલ પડતાં મેં સહેજ રુક્ષતાથી કહ્યું.
“ મેમ, આપ સમજ્યા નહીં, આપની સિક્યુરિટી તો ઓલરેડી ગોઠવાઈ ગઈ છે. આ ત્રણ લોકો આપની હેલ્પ માટે છે. તમારા દાદીએ સૂચના આપી કે રેવા સ્વયંવરનું પ્લાનિંગ કરી રહી છે. તો એને મદદ કરી શકે તેવા બેસ્ટ લોકોની ટીમ તમને અવેલેબલ કરાવવી.” મી. ગગન સફાઈ આપતાં બોલ્યા.
હું મારું હસવું રોકી ના શકી. “ મી. ગગન, મારે આમની કોઈ જરૂર નથી. હું એ બધું એરેન્જ કરી લઈશ. નેક્સટ ટાઇમ મને પૂછ્યા વગર આવી કોઈ ટીમ બનાવવાની મહેનત ના કરતાં. ભલે દાદી કે ડેડી કોઈનો પણ ઓર્ડર હોય. નાઉ તમે જઈ શકો છો.”
તેને આવા જવાબની અપેક્ષા નહોતી. તેનો ઈગો હર્ટ થઈ ગયો હોય એવું લાગ્યું. માયુસ ચહેરાઓએ અનિચ્છાએ વિદાય લીધી. પણ મને ક્યાં એની પરવા હતી….!
“મી. આરવ, સ્વંયવરના કેન્ડીડેટ્સ માટેની રજિસ્ટ્રેશન ફી 500 રૂપિયા રાખી દો. જેથી જેન્યુઇન પર્સન ની જ એન્ટ્રી આવે. બીજું, કોઈ સારું કામ કરતી સંસ્થા કે ટ્રસ્ટ ને શોધો જેને આ રકમ ડોનેટ કરી શકાય. 30 સવાલોનું એક ફોર્મ બીજા રાઉન્ડ માટે તૈયાર કરવાનું છે. જેનું મેટર હું તમને મેઈલ કરી દઈશ. અત્યારે આટલું બસ છે. હવે 2 દિવસ પછી મળીએ.”મેં ઉભા થતાં કહ્યું.
તે ઉભો થઇ વિદાય લેતાં બોલ્યો. “ મેમ આ મોર્ડન સ્વંયવર ‘ટોક ટુ નેશન’ બનવાનો છે યાદ રાખજો. ઓલ ધ બેસ્ટ.”
* * * * * * * * * * * * *
ધીમો ધીમો વસસાદ પાછો ચાલુ થઇ ચુક્યો હતો. ગીરનારની યાદગીરી રુપી શરદી અને તાવમાં તપતું શરીર હજુ સ્વસ્થ થયા નહોતું. પલળવાની બીકે બાઇકને એક શોપીંગ સેન્ટરના છાપરા નીચે ઉભી રાખી દીધી. મોબાઇલની એ કૃઞિમ સોશ્યલ લાઇફની મને એલર્જી હતી. નવરો ધુપ હું આજુબાજુ ડાફોળીયા મારતો નિરિક્ષણ કરવા માંડયો. ત્યાં મારી નજર સામેના વિશાળ હોર્ડીગ પર પડી. શું તેના ચહેરાની નમણાશ હતી !! પાછું વળી બિન્દાસ હાસ્ય. પ્રથમ નજરના પ્રેમમાં પડવા માટે મારી પાસે બ
કોઇ કારણ બાકી નહોતું.
“હું લગ્ન કરવા માંગુ છું. જે ખરેખર મનથી યુવાન હોય, જેને જીંદગી જીવવાની સમજ અને જિંદાદિલી હોય તેવા છોકરા સાથે.......
તમારી જાણકારી માટે હું અમેરીકામાં સ્ટડી કરું છુ. ફીઝીકલ વર્જીનિટી તો કોઇ છોકરીની જેમ હું પ્રુવ ના કરી શકું પણ મેન્ટલી તો મે ક્યારની ગુમાવી દીધી છે. કોઇ હેન્ડસમ એન્ડ ચાર્મીગ બોયને જોઇને ગર્લ્સને શું ફીલ થાય છે યુ નો ..... હવે વધુ જાહેરમાં કહીશ તો પાછી તમારી માની લીધેલી ભારતીય સંસ્કૃતિ અભડાઇ જશે માટે મારા કેરેક્ટર વિશે કોઇ સવાલો ના કરવા.
મને કોઇ રીચ, વેલ સેટલ્ડ ફેમીલી કે સીક્યોર ફ્યુચર આપતા છોકરાની અપેક્ષા નથી. મારા ક્રાઇટેરીયા હેન્ડસમ,ટોલ સ્માર્ટ કે પછી મેજીકલ પર્સનાલિટીએ અટકીને પુરા નથી થઇ જતાં. મારા માટે ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબથી માંડીને અબજોપતિના કાનકુંવર માટે એક સરખી જ તકો છે.
ફર્સ્ટ તો તે એક અસલી મર્દ હોવો જોઇએ. જેને પોતાની આગવા ઓળખ હોય, પોતાના સ્પષ્ટ અને કશુંક નવીન વિઝન ધરાવતા વિચારો હોય. સૌથી મહત્વનું તેને પોતાનો રસ્તો ખુદ બનાવતા આવડતો હોય. જે મારા વિચારોને પુરતું સન્માન આપતો હોય અને મને જેવી છું તેવી સ્વિકારી શકતો હોય.
એન્ડ લાસ્ટમાં મને પુરુષ સમોવડી બનવામાં કોઇ રસ નથી. હું ખરેખર એક સ્ઞી છું અને સ્ઞી જ બની રહેવા માગું છું. કોઇ પણ પુરુષને ગમે તેવું ભારતીય સંસ્કારોનું અમેરીકન મોડેલ.
તમે આને મારો સ્વંયવર જ સમજી લો. તમારો લાઇફ ડેટા મને મોકલો. ઇન્ટરેસ્ટીગ લાગશે અને તમારા નસીબ સાથ આપશે તો હું તમારો સામેથી કોન્ટેક કરીશ તથા પસંદ થયેલા કેન્ડીડેટને ફર્સ્ટ રાઉન્ડની ગ્રાન્ડ દિવાન પાર્ટીનું ઇન્વીટેશન મળી જશે.
માય કોન્ટેક આઇડેન્ટીટી ઇઝ........”
એટલામાં ફોનની રીંગ વાગી. સ્ક્રીન પરના નંબર જોઇને મનમાં ભયનું લખલખું પસાર થઇ ગયું. ઓહ નો ! આજે તો વાટ લાગી જવાની છે. મારી પાસે બીજી કોઇ ચોઇસ નહોતી મે ફોન ઉપાડ્યો. " સાહેબજાદા, રાજકોટમાં પધારેલા હોય તો તમારા ભવિષ્યની સલામતી માટે થોડી ગુફતેગુ કરી લઇએ. કોઇ સવાલ જવાબ નહી .૨૦ મિનીટમા તું મને મારી ઓફીસમાં જોઇએ. વરસાદ ચાલુ છે એટલે ટ્રાફીકની કે બીજી કોઇ બહાનાબાજી નહી ચાલે." હું કંઇ બોલું તે પહેલા તો ફોન કટ થઇ ગયો.
મારી બધી નૌટંકીને તે બરાબર ઓળખતા હતા. પણ મારી આઇડીયોલોજીની કારીગરી પર તે ફીદા હતા. માટે તે મારા બધા નખરા ચલાવી લેતા હતા.
મે ફરીથી રેવાના હસતા ચહેરા સામે જોયું. તેના સ્વંયવર અને હસુદાદાના દુર્વાસા સ્વરુપની કલ્પના કરતો હું તેને રીર્ટન સ્માઇલ પણ ના આપી શક્યો. વિલાયેલા મોઢે ચાલુ વરસાદે બાઇક સ્ટાર્ટ કરી મંઝીલ તરફ પ્રયાણ કર્યું.
* * * * * * * * * * *
હસમુખ શેઠ 'યંગીસ્તાન પબ્લિકેશન' ના સર્વેસર્વા અને મારા ગુરુ. તેમના સપોર્ટ વિના આજે હું કંઇ ના હોત. મારી લેખન પ્રતિભાને ઓળખી, મને લખતો કરનાર આ મહામાનવના વખાણ કરુ તેટલા ઓછા છે. પરંતુ, છેલ્લા એક મહીનાથી ચાલી રહેલી મારી નૌટંકી તેમની સહનશીલતાની પરીક્ષા લઇ રહી હતી.
"તો બાબુ, આપણે આગળ શું કરવાનું છે એ તને યાદ તો છે ને ?" તેની ફરતી વ્હીલચેર સાથે શબ્દોનો અર્થ ક્યારે ફરે તે કહેવું મુશ્કેલ હતું. મને બાબુ નામથી બોલાવતા હાશકારો થયો.
મે બાજી સુધારી લેવાના આશયથી ચાલું કર્યું " હા દાદા, 28 ઓક્ટોબર, શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે મારી ચોથી નોવેલ 'રેઇની રોમાન્સ' નું ગ્રાન્ડ લોન્ચીગ છે. ઞણ બુક્સમાં જ યુથ આઇકોન બની ચુકેલાં ઉત્સવ પટેલ પાસેથી આ વખતે તેના રીડર્સ ફેનને બહુ ઉચી અપેક્ષા છે. જેનું જબરદસ્ત માર્કેટીગ પણ શરુ થઇ ચુક્યું છે. પણ, આ નાલાયકે હજુ સુધી બુક્સના ટાઇટલ સિવાય કંઇ લખ્યું નથી. છેલ્લા એક મહિનાથી ચાલતા નાટકો માટે બાબુ માફી માગવાના મુડમાં જરાય નથી. કારણ કે આટલા દિવસ સખત મહેનત કરવા છતાં તેના હાર્ટને ટચ થાય તેવી સ્ટોરી હજુ સુધી તેને મળી નથી."
હસમુખભાઇ તેની આ નાદાની અને નિખાલસતા પર હસી પડ્યા." વાહ,મેરે બબર શેર તેરી ઇસી અદા પે તો હમ ફીદા હે. પણ હવે હુ આ તારી હાર્ટ ટચીગ વાળી નાટક મંડળી કોઇ પણ રીતે ચલાવી લેવાનો નથી. સ્ટોરીનો ફાઇનલ ડ્રાફ્ટ મારા ટેબલ પર 15 સપ્ટેમ્બર સુધીમાં જોઇશે. એના માટે તું સીધો ઉંધો ગમે તેમ પછડા કે પછી કોઇ ગુફામાં કે જંગલમા જઇને લખ તે તારે જોવાનું છે. બાય ધ વે, આ રેઇની રોમાન્સ ટાઇટલ તે જ આપેલું કે નહી ?"
મેં દયામણુ મો કરતાં કહ્યું. "હા, આપતા તો અપાય ગયું પણ રેઇન કે રોમાન્સનો હજુ ક્યાંય મેળ નથી પડતો. ખબર નહી કેમ દાદા આ વખતે કંઇ સુઝતું જ નથી. અદંર કશુક છે પણ સાલું કોઇ રીતે ક્લીક નથી થતું "
તે પોતાની જગ્યાએ થી ઉભા થઇ મારી સામે ટેબલ પર બેઠા " બાબુ એટલે જ લોકો તને વાંચે છે. મને પણ ખબર પડે છે. દીલમાંથી સીધા ના આવે તો પેનમાં રહેલી લાગણી ઓ પણ શબ્દોને ઝટ કાગળ ઉપર ઉતરવા દેતી નથી. અને તારા જેવા દિલથી લખનારા માટે તો એ લાગણીની કલમ સદાય રાહ જોઇને જ બેઠી હોય છે. ડોન્ટ વરી , રીલેક્સ સ્ટોરી સામેથી તારી પાસે આવશે અને આંખો નચાવતી તારામા ઓગળી જશે."
ત્યાં અચાનક કશુ ક્લીક થયું "હમ , હા એ જ યસ , બરાબર આઇ ડોન્ટ બિલિવ ઇટ,સાલું અત્યાર સુધી મગજમાં જ કેમ ના આવ્યુ. આ તો નજર સામે જ હતું પછી નીરાશ થઇ હું માથું ખંજવાળતો બોલ્યો “ સાલું થોડું જોખમવાળું કામ છે. જે હોય તે હવે લીધા સિવાય છૂટકો પણ નથી."
તેમણે મને બંન્ને ખભા પકડી હલબલાવી નાખ્યો." પણ થયું છે શું ? તું ક્યાંક ગાંડો તો નથી થઇ ગયો ને !!
"કંઇ નહી યુરેકા ! યુરેકા ! યુરેકા ! સ્ટોરી મળી ગઇ. જે મીસ થતું હતું તે બધું ક્લીક થઇ ગયું. તમારી ૧૫ તારીખનું પ્રોમીસ પાકકું, પણ દાદા થોડા એડવાન્સની વ્યવસ્થા કરી દેજો. રીસર્ચ માટે જોઇશે." હુ બોલ્યો.
"જરાય નહી, બાબુ હવે તને કઇ નહી મળે. તું ઓલરેડી ઘણાય લઇ ચુક્યો છે" તે નકારમા માથું ધુણાવતા બોલ્યાં.
"પ્લીઝ દાદા, છેલ્લી વાર હવે નહી માગું. હમણા તો તમે મને સમજવાની બહુ મોટી વાતો કરતા હતા. અને હવે આટલી અમથી નાની વાતમા ના પાડો છો. હું તો તમારી પાસેથી કેટલી આશા રાખીને બેઠો છું અને તમે..."હું તેમના પગ આગળ લાંબો થઇ સુઇ ગયો.
તે બોલ્યા " ઓ કે બસ હવે બંધ કર તારા આ ઇમોશનલ બ્લેકમેલીગના નાટકો. નવીનભાઇને કહી દઉં છું એમની પાસેથી જોઇ એટલા લઇ લેજે. પછી હું..."'
"પછી તમારે જે કરવું હોય તે કરજો.' હું ઉભો થયો અને તેમની મસ્ત મજાની ટાલ પર એક જોરદાર ચુંબન કર્યું. ' થેક્યુ દાદુ ચાલો હું ભાગું હવે ઘણું કામ કરવું પડશે.'
લીફટની ગતિ સાથે મારા વિચારો પણ તાલ મેળવતા હતા. રેવા પંડીત બીજાના લાઇફ ડેટા ભેગા કરવાનું બંધ કરી તારો લાઇફ ડેટા તૈયાર રાખજે. કારણ કે હું આવી રહ્યો છું તને મારા રેઇની રોમાન્સની કીતાબના પન્નાઓમાં કેદ કરવા માટે. ત્યાં પેલા ગીરનારી મહાત્માની વાણી યાદ આવી ક્યાંક રેવા તો તે છોકરી નહી હોય ને ?
લીફ્ટનો દરવાજો ખુલ્લી ચુક્યો હતો. સામે ખુલ્લુ થયેલું આકાશ પણ પોતાની સ્ટોરી કહેવા માટે તૈયાર જ હતું.
To be continued……..