Corona.com - 2 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -2

Featured Books
Categories
Share

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -2

મીટીંગમાં બેસેલી નૈનાનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. સોલંકી સાહેબની નજર વારંવાર નૈના તરફ જતી હતી... ફોન ફરી વાગ્યો...આખરે પરેશાન થઇ સોલંકી સાહેબે કહ્યું, 'નૈના આ મીટીંગ કરતાં કોલ વધુ જરૂરી હોય તો બહાર જઈ વાત કરી લે '.
'સોરી સર... ' કહેતાં નૈનાએ ફોન સ્વિચ ઓફ કર્યો. અને મીટીંગના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી.
મીટીંગ પત્યા પછી નૈના બહાર આવી અને પોતાની કેબીનમાં બેસી કામ શરુ કર્યું. કામમાં ને કામમાં એને ફોન ઓન કરવાનું ધ્યાન ન રહ્યું... કેબીનનો ફોન રણક્યો...સહકર્મીનો ફોન હતો... વાત કરી ફોન મુક્યો ત્યારે સહસા ભાન થયું કે પોતાનો મોબાઈલ તો સ્વીટ્ચ ઓફ છે. નૈનાએ ફોન ઓન કર્યો.જોયુ તો અવિનાશના અનેક કોલ... તરત નૈનાએ અવિનાશને કોલ કર્યો પણ એનો નંબર વ્યસ્ત આવતો હતો.ફોન સાઇલન્ટ કરી ફોન હાથમાં લઇ એ પોતાના કેબિનની બહાર આવી. સામે આવતા પ્યુનને પૂછ્યું...
' મેક-અપ મેન ક્યાં છે ?'
'મેક-અપ રૂમમાં છે મેડમ '
' ઠીક, હું મેક-અપ રૂમમાં જાવ છું. જલ્દીથી એક કોફી લઇ આવ... સમાચાર પ્રસારણનો ટાઈમ થઇ ગયો છે... '
' જી મેડમ '
નૈના મેક-અપ રૂમમાં આવી.મેક-અપ મેનના ઘરના હાલચાલ પૂછ્યા. મેક-અપ મેને મેક-અપ કરતા કરતા નૈનાને પોતાના ઘરના હાલચાલ જણાવ્યા. એટલી વારમાં નૈનાની કોફી પણ આવી ગઈ હતી. કોફીની ચુસ્કીઓ લેતાં લેતાં ફરી વાર એણે અવિનાશને ફોન કર્યો. પણ હજીયે વ્યસ્ત આવતો હતો.
'મે'મ તૈયાર છો... ?'
' હા હા બસ એક મીનીટ... '
'મેમ ટેલિકાસ્ટનો સમય થવાનો જ છે... જલ્દી... '
'હા આવી... '
જેવી નૈના ફોન પ્યુનના હાથમાં આપતી જ હતી કે અવિનાશનો ફોન આવ્યો.
'હેલો નૈના... '
'અવિ ટેલિકાસ્ટનો ટાઈમ થઇ ગયો છે... પછી ફોન કરું.' અવિનાશની વાત કાપતા નૈનાએ કહ્યું.
'અરે પણ મારી વાત તો સાં...'
'બાય બાય... પછી કરું ફોન... '
'નૈના.. નૈના..'
વધુ સાંભળવા પહેલાજ ફોન કટ કરી. પ્યુનના હાથમાં ફોન આપી એ ન્યૂઝ ટેલિકાસ્ટ રૂમ તરફ ભાગી.
આજે મન નહોતું છતાંયે ટેબલ પાસે જઈ બનાવટી હાસ્ય અને ' નમસ્કાર દર્શકમિત્રો... ' ના મીઠા શબ્દ સાથે ન્યૂઝ શરૂ કર્યાં. ન્યૂઝના અંતે તેણે સોલંકી સાહેબ સાથેની થયેલી ચર્ચા મુજબ નવા શરૂ થનાર પ્રોગ્રામની અને એ પ્રોગ્રામમાં દર્શકો કેવી રીતે ભાગ લઇ શકે એ પણ જણાવ્યું. સમાચાર પત્યે એ ન્યૂઝ રૂમની બહાર આવી.
પ્યુનને બૂમ પાડી... હંમેશાની આદતની જેમ ફોન આપી પ્યુન કોફી લેવા દોડ્યો. નૈનાની રોજની આદત હતી ન્યૂઝ રૂમમાં જતા પહેલા અને આવીને કોફી પીવાની... જોકે ડોક્ટરે એને વધુ કોફી પીવા માટે ના કહ્યું હતું... છતાં એ ડોક્ટરી સલાહને હંમેશા અવગણતી. કોફી એની કમજોરી હતી.
કોફી પીતાં પીતાં મોબાઈલ પર નજર ગઈ ને યાદ આવ્યું કે અવિનાશ સાથે વાત કરવાનું તો રહી જ ગયું. નૈના એ એજ પળે અવિનાશને ફોન કર્યો. સામે અવિનાશની મમ્મી હતી...
'હેલો... '
'હેલો મા.. '
'હા નૈના બેટા, અવિનાશ જમવા બેઠો છે... બસ આવે જ છે... બેટા તારી મમ્મીની તબિયત કેમ છે ? '
'એમની તબિયત ગઈકાલથી ઠીક છે... હું વિચારતી જ હતી એક બે દિવસમાં ઘરે પાછી આવવાનું મા... '
'તું ચિંતા ન કર બેટા, એમનો ખ્યાલ રાખજે અને તારી પણ કાળજી રાખજે... ત્યાંથી તારું ઓફિસ પણ નજીક પડે છે તો થોડા દિવસ ત્યાં જ રહે બેટા... લોકડાઉનના સમયમા ત્યાંથી ઓફિસ જવું આસાન રહેશે... લો આ અવિનાશ આવી ગયો એની સાથે વાત કર બેટા, બાય... ધ્યાન રાખજે... '
'હા મા આપ પણ ધ્યાન રાખજો.. '
'હા બેટા 'કહેતાં અવિનાશની મા એ અવિનાશને ફોન આપ્યો. અવિનાશ મોબાઈલ લઇ ટેરેસ તરફ ગયો.
'હા અવિ... સોરી જરા વ્યસ્ત હતી... તો વાત ના થઇ શકી... આમ અચાનક ? આટલા કોલ ?કઈ અર્જન્ટ હતું... ? કાંઈ મોટું કારણ હતું ?'
'અરે અરે મહોદયા બસ કરો... આટલા સવાલ... મારે મારી પ્યારી પત્ની સાથે વાત કરવાયે કારણની જરૂર છે ખરી ?' અવિનાશ હસતાં હસતાં કહ્યું. નૈના ના ચહેરા પર આછું સ્મિત આવી ગયું.
'એવું નહીં પણ... '
'પણ... '
'કાંઈ નહીં.. '
'અચ્છા જી... '
'હાં જી... '
'ઓકે નૈના સંભાળ આતો થઇ હળવાશની વાત... પણ મેં ફોન કંઈક જણાવવા જ કર્યો હતો.. '
'ઓહ... શું વાત છે અવિ... '
'નૈના આપણી સોસાયટીમાં શર્મા આંટીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે...એટલે જ હું વારંવાર ફોન કરતો હતો... '
'ઓહ માય ગોડ... શર્મા આંટી તો હાર્ટ પેશન્ટ છે ને ?અને બિચારા ત્રણ દીકરા હોવા છતાં કોઈ સંભાળ રાખતું નથી... દીકરાઓનું ભવિષ્ય બનાવવામાં આખુ જીવન ઓગાળી દીધું ને દીકરા કે વહુઓ સંભાળ રાખવાનું તો દૂર વાતેય કરવા રાજી નથી... ક્યારેક એમની હાલાત કાળજું કંપાવી દે છે અવિ...એ તો સારું છે કે ઘર એમના નામ પર છે નહીં તો દીકરાઓનું ચાલે તો ઘરની બહાર કાઢી મૂકે '
'હા... બસ એજ તો બાકી રાખ્યું છે... ઘરમાં રાખવાનાં નામ પર 6 બી.એચ.કે બંગલામાં નાનકડા સ્ટોર રૂમમાં જીવન ગાળે છે. અંકલના ગયા પછી સાવ પારકી જ કરી નાખી. થોડા દિવસ પહેલા જ એમને હેલ્થ પ્રોબ્લેમ થયેલું ને હમણાં કોરોના. બસ થોડીવાર પહેલા જ એમ્બ્યુલન્સ લઇ ગઈ છે એમને હોસ્પિટલમાં. '
'ઓહ... અવિ... મને એમની ચિંતા થાઈ છે.. મને તમારું અને મોમ નું પણ ટેન્શન થઇ રહ્યું છે. પ્લીઝ તમે લોકો ઘરમાંજ રહેજો... ઈમરજંસી સિવાય બહાર ના જતા પ્લીઝ... '
'અરે તું ચિંતા ના કર... તું તારું ધ્યાન રાખ.. '
'હા... અવિ..'
'તું જમી ?'
'ના અમારી ચેનલ પર શરૂ થનારા નવા પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરી લવ.. પછી જમી લઈશ... '
' નવો પ્રોગ્રામ....? કયા સબજેક્ટ પર ?