Vyapar - 2 in Gujarati Fiction Stories by Divyang Vegda books and stories PDF | વ્યાપાર - 2

Featured Books
Categories
Share

વ્યાપાર - 2


... અને એક માણસ આવતો મેં જોયો. મને બીક લાગી કે જો આ છોકરી કોઈ ફરિયાદ કરી દેશે તો હું તો ગયો. છોકરી ઉપર બળજબરી કરવાનો તો કેસ લાગશે ઉપરથી કાલના પેપરમાં ફોટો આવી જશે.

મેં જે વિચાર આવ્યો એ બોલી દીધું, "હું બે હજાર રૂપિયા આપીશ."

એટલામાં એ ભાઈ નજીક આવ્યો અને બોલ્યો, "બોલો શું થયું? કોઈ પ્રોબ્લેમ?"

પેલી એ મારી સામે જોયુને બોલી, "અમારે જમવાનું ઓર્ડર કરવું છે પણ કોઈ દેખાતું જ નથી."

પેલાએ મારી સામે જોયું અને બોલ્યો, "મોકલું છું ઓર્ડર લેવા માણસને..." અને શંકાથી મારી સામે જોતો જોતો જતો રહ્યો.

મારો જીવમાં જીવ આવ્યો. પેલી એ દરવાજો બંધ કર્યો, મારો હાથ પકડીને અંદર લાવી, મને વ્હાઇટ ચાદરના બેડ ઉપર ધક્કો મારીને સુવડાવ્યો અને મારી ઉપર આવીને બોલી, "મને તું સીધો લાગે છે એટલે જવા દઉં છું. તને શરમ આવતી હોય તો તું બસ શાંતિ થી સૂઈ રે, વધારે શરમ આવતી હોય તો આંખો બંધ કરી દે. તે કદાચ ક્યારેય આવું કર્યું ના હોય તો શરમ આવતી હોય પણ ચિંતા ના કર હું બધું કરીશ, તું ખાલી સૂઈ રે. ટાઈમ ના બગડીશ મારો."

મે એને મારા હાથથી પકડીને થોડી દૂર કરીને હું ઉભો થયો અને થોડો ગુસ્સામાં બોલ્યો, "જો બહેન, મારે એક ગર્લફ્રેન્ડ છે અને એટલી પણ આવડત છે કે છોકરી જોડે કેવી રીતે શું કરવું, મને આ બધામાં અત્યારે કોઈ રસ નથી, મે ક્યારેય કોઈ દેહનો વ્યાપાર કરતી છોકરીની જોડે વાત પણ નથી કરી. હું રોડ ઉપર ઉભેલી છોકરીઓને જોઉં ત્યારે મને એની જોડે બીજી કશું કરવાનું મન નથી થતું પણ મને દયા આવે છે. મને એવા વિચાર આવે છે કે આ છોકરીઓની શું મજબૂરી હશે તો આમ રોડ ઉપર પોતાનું શરીર વેચવા ઊભા રહેતા હશે. મને કાયમથી એમની જોડે વાતો કરવાનું મન થાય છે, એમના વિશે જાણવાનું મન થાય છે, એમને ક્યાં રહેતા હશે, એમનો પરિવાર હશે કે નહિ, એમને કોઈ ઓળખીતા જોઈ નહિ જતા હોય?, કેવી રીતે કોઈ છોકરી પોતાનું આખી શરીર ગમે તે પુરુષને આપી દેતી હશે? એમની જોડે ગુટખા, મસાલા, દારૂ, વગેરેનું સેવન કરીને છોકરાઓ આવતા હશે, મોં માંથી ચીતરી ચઢે એવી વાસ આવતી હોય તોય એમની જોડે પૈસા માટે જતી હશે તો એમની એવી તે શું મજબૂરી હશે? મારા મનમાં કેટલાય સવાલો છે એના જવાબો જાણવા છે. અત્યાર સુધી શરમમાં કોઈને પૂછ્યું નહિ પણ ધંધાનો સમય ના બગડે તમારો એટલે પૈસા આપીને રૂમમાં જઈને જાણવા માટે તમને લઈને આવ્યો છું તોય તમને વાત કરવામાં રસ ના હોય તો તમને તમારા પૈસા આપી દઉં છું અને જાઉં છું..."
હું એક શ્વાસે બોલી ગયો અને ઉભો થઈ ગયો.

મને લાગ્યું આવું બોલ્યો તો એને અસર થશે અને કંઇક મદદ કરશે પણ ના... એવું ના થયું...

મારા ધાર્યા કરતા એ બહુ કઠોર નીકળી. એ તો મારી સામે જોઇને જોરજોરથી હસવા લાગી જાણે મારી મજાક ઉડાવવી હોય...

મેં ખીસામાંથી બે હજાર રૂપિયા કાઢ્યા ટેબલ પર મુક્યા અને નીકળી ગયો...

વિચારે ચઢ્યો, "સાલું લોકોના ભલા માટે કામ કરીએ તોય ખબર નથી પડતી? આમનું શું કરવું?"

મને એમ કે વાત પતી ગઈ. હવે ફરી આવી રીતે નહિ આવું. બસ આ આવ્યો એ છેલ્લી ભૂલ હતી, જે હવે નહિ થાય.

એટલામાં મારી બાજુમાં પોલીસની એક જીપ આવીને ઉભી રહી...