પ્રીતિ અને સાગર ને કંઈ સમજ પડતી નથી કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે બસ એટલી ખબર હતી કે જે પણ થઈ રહ્યું છે એ બઉ જ સારુ લાગે છે. બન્ને પોતાના અભ્યાસ માં ધ્યાન આપે છે અને ક્યારેક વાતો પણ કરતા રહે છે. ધીરે ધીરે બન્ને એક બીજા ને સમજવા લાગે છે, એક બીજા ની પસંદ નાપસંદ નો ખ્યાલ રાખે છે, અને એક બીજા ને ખુશ રાખવા નો પ્રયત્ન કરે છે એમને કંઈ જ ખ્યાલ નથી રહેતો કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે અને એક દિવસ સાગર બીમાર પડે છે પણ તે હોસ્ટેલ માં હોય એટલે તેના ફ્રેન્ડસ તેને દવાખાને લઇ જાય છે આ વાત ની પ્રીતિ ને જાણ થતા તેને ઘણી ચિંતા થાય છે અને જેવો સાગર નો મેસેજ આવે છે કે તરત પ્રીતિ સાગર ને બઉ ખીજાય છે
"સાગર, તું જરા પણ ખ્યાલ નથી રાખતો ખુદ નું, તને ખબર છે મને કેટલી ચિંતા થઈ રહી હતી તારી, તને કંઈ થઈ જતે to"પ્રીતિ એ પોતાની ચિંતા વ્યક્ત કરી. અને રડવા લાગી.
"ઓઇ પ્રીતિ પ્લીઝ આમ રડ નઈ, હું તારી આંખ માં આંસુ નથી જોઈ શકતો, હવે મારાં પર કૃપા કર અને એક મસ્ત ની હસી આપ ચલ જલ્દી "સાગર પ્રીતિ ને કહે છે.
"કેમ તું મને રડતા નથી જોઈ શકતો"? પ્રીતિ ના મન માં સવાલ જાગે છે અને તે તરત પૂછી લેય છે.
"જેમ તને મારાં માટે આટલી ચિંતા જાગે છે એમ હું તારા આંસુ નઈ જોઈ શકતો ખબર નઈ શું થઈ રહ્યું છે તને રડતા જોઈને, પણ તને રડતા જોઈને દુઃખ લાગે છે ", "અને મારે બસ તને ખુશ જોવી છે હંમેશા "સાગર કહે છે.
"એવુ, તારે મને હંમેશા ખુશ જોવી છે? પણ હમેંશા તું મને ખુશ કંઈ રીતે જોઈ શકશે "પ્રીતિ ના મન માં હજુ સવાલ જાગે છે.
હવે પ્રીતિ અને સાગર ને ખબર પડે છે કે બન્ને ના મન માં એક બીજા માટે લાગણી છે. પણ એક બીજા ને ખોવાના ડર થી કંઈ બોલી શકતા નથી.
"સાગર તારે મને હમેંશા ખુશ જોવી છે ને પણ એમાં એક પ્રોબ્લેમ છે. "
"શું પ્રોબ્લેમ છે બોલ પ્રીતિ, તને કંઈ પ્રોબ્લેમ હોય તો કહેજે "
"ના સાગર મને કોઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ આપણા ભવિષ્ય માં આવનારા લોકો ને થશે "
"તું સાફ સાફ બોલ પ્રીતિ શું કેવા માંગે છે તું "
"સાગર, જો તારી અને મારી જિંદગી અલગ છે, આગળ જતા તારી અને મારી બન્ને ની જિંદગી માં જે આવશે એમને પ્રોબ્લેમ થશે "
"જો એવુ જ હોય પ્રીતિ તો એક કામ કરીયે "
"શું? "
"આપણે બન્ને એક બીજા ની જિંદગી માં આવી જઇયે એટલે કંઈ કોઈને પ્રોબ્લેમ નઈ થાય "
પ્રીતિ આ સાંભળી ને થોડી વાર કંઈ જ બોલતી નથી અને આનો જવાબ પણ આપતી નથી.
"ઓઇ પ્રીતિ ક્યાં ખોવાય ગઈ 🤣🤣, હું મજાક કરું છું 🤣🤣"
અને બન્ને હસવા લાગે છે.
"પણ સાગર મને એમ કેમ લાગે છે કે દિલ ની વાત હોઠ પર આવી ગઈ છે પણ તું એને મજાક નું નામ આપે છે, તારા મન માં શું ચાલે છે બોલ તો. "પ્રીતિ હવે એ વાત કઢાવવા ની કોશિશ કરે છે.
"ના કંઈ જ નઈ તને ખોટું લાગશે રેવાદે "
"ના સાગર મને તારી વાત નું ખોટું લાગ્યું છે તો હવે ખોટું લાગે"
"ના પણ પ્રીતિ આ વાત થી કદાચ ખોટું લાગી શકે છે "
"ના કંઈ ખોટું નહીં લાગે તું બોલ તો ખરી "
બન્ને હવે પોતાના મન ની વાત કેવા માટે ત્યાર હતા.
"do you love me"? સાગર તેના મન ની વાત કહે છે
અને પ્રીતિ ના દિલ ના ધબકારા જોર જોર થી ધડકે છે જાણે કે તેનું દિલ આ જ સાંભળવા માંગતું હતું. તે થોડી વાર કંઈ જ બોલી શકતી નથી.
"no"પ્રીતિ તેનો જવાબ આપે છે.
"હાસ, બચી ગયો. "🤣🤣સાગર મસ્તી કરે છે
હવે આ જ વાત પ્રીતિ સાગર ને પૂછે છે "સાગર do you love me? "
સાગર માં ધબકારા તેજ તો હતા જ પણ પ્રીતિ ના આ સવાલ ની સાથે વધુ તેજ થઈ જાય છે અને પુરી 30 સેકન્ડ પછી રિપ્લાય આપે છે
"હા I love you ", "પણ હવે શું તે તો ના પાડી".
"અરે ના ના સાગર હું તો મસ્તી કરતી હતી પણ સાચું કહું તો I also love you "
"મને ખબર જ ના રહી કે ક્યારે તું મારો લાગવા લાગ્યો, તારી બધી જ વાત મને બઉ ગમતી, મારી કાળજી લેવી, મને ખુશ જોવી હમેંશા વગેરે વગેરે. સાચે હું ખુબ જ પ્રેમ કરું છું તને "
"હું પણ તને ખુબ જ પ્રેમ કરું છું પ્રીતિ ", "આજૅ હું તને એક વચન આપું છું કે તું નહીં તો કોઈ નહીં મારી જિંદગી માં તારી સિવાય બીજા કોઈને નઈ આવવા દવ. "
"આ વચન હું પણ તને આપું છું સાગર ", "અને હંમેશા તારા પર વિશ્વાસ કરીશ".
હવે સાગર અને પ્રીતિ બન્ને એક બીજા ને પ્રેમ નો એકરાર કરી ને પછી પોતાના કામ માં મશગુલ થઈ જાય છે. બન્ને વચ્ચે બધું જ બરાબર ચાલે છે. અને બન્ને પોતાનો અભ્યાસ પૂરો કરીને કરિયર પર ધ્યાન આપવા માં લાગી જાય છે.બન્ને એક બીજા સાથે ઘણા ખુશ હોય છે. પણ કદાચ કુદરત હવે આ બન્ને ની ખુશી થી ખુશ નથી સમય આ બન્ને ના પ્રેમ ની પરીક્ષા લેય છે.
એક દિવસ સાગર અમદાવાદ થી સુરત આવે છે અને પ્રીતિ ને મળવા બોલાવે છે. પ્રીતિ મસ્ત તૈયાર થઈ જાય છે અને પોતાની ગાડી લઈને નીકળી પડે છે. પણ તે સાગર પાસે જવાની જગ્યા પર હોસ્પિટલ જાય છે.
અને સાગર પ્રીતિ ની આખો દિવસ વેઇટ કરે છે અને તે પ્રીતિ ને ઘણા કોલ પણ કરે છે પણ પ્રીતિ એક પણ કોલ નો જવાબ આપતી નથી.
અને મેસેજ કરી દેય છે કે" મને ભૂલી જા સાગર અને કોઈ સારી છોકરી ગોતી ને સેટ થઈ જા. મને કોલ કે મેસેજ કરવાની કોશિશ નઈ કરતો. "
સાગર પ્રીતિ ના આ મેસેજ થી ગુસ્સા માં આવી જાય છે. અને વિચાર કરે છે કે કેમ પ્રીતિ એ આવું કર્યુ મારી સાથે એતો મને ખુબ પ્રેમ કરે છે મારાં થી દૂર પણ નથી રહી શકતી તો કેમ આવું કરે છે.
To be continue...