સિરીઝ નું નામ - પાતાલ લોક
ભાષા - હિન્દી
પ્લેટફોર્મ - એમેઝોન પ્રાઈમ ઓરીઝીનલ
સમય - ટોટલ 9 એપિસોડ (1 એપિસોડ આશરે 45 મિનિટ)
ડાયરેક્ટર - અવિનાશ અરુણ અને પ્રોસેત રોય
imdb - 8.4/10
ક્યારે રિલીઝ થઈ ? - 15 may 2020
કાસ્ટ - જયદીપ અહલાવત, નીરજ કાબી, અભિષેક બેનર્જી, જગદીશ સંધુ, ઈશ્વાક સિંહ, ગુલ પનાગ, આસિફ ખાન
નામ બડે ઔર દર્શન છોટે, આ વેબ સીરીઝ પણ કંઈક આ ડાયલોગ ને જ અનુસરે છે. પાતાલ લોક, જ્યારે આ નામ સાંભળવા મળ્યું ત્યારે એવું લાગ્યું કે કંઈક નવું અને જોરદાર અસુર કરતાં પણ ખતરનાક જોવા મળશે, પણ આ વેબ સીરીઝ નામ પ્રમાણે સાકાર થતી નથી.
નામ સાંભળતા એવું લાગે કે કંઈક ખૂંખાર, ખતરનાક, ક્રાઇમ અને થ્રીલર જોવા મળશે પણ આ વેબસિરીઝ માં બિલકુલ લોકોને જોડી રાખવાની તાકાત નથી.
સ્ટોરી જોઈએ તો શરૂઆતમાં ચાર લોકો વિશાલ ત્યાગી (અભિષેક બેનર્જી), કબીર એમ (આસિફ ખાન), ટોપ સિંહ (જગદીશ સંધુ),ચીની (મૈરેમ્બમ રોનાલ્ડો સિંહ) જે તેઓના ભૂતકાળમાં ક્રાઇમ કરેલા હોય છે, તેઓને મુંબઇના એક ફેમસ મીડિયાના માણસ સંજીવ મેહરા(નીરજ કાબી) ને મારવા ની સુપારી આપવામાં આવી હોય છે તે ઉદ્દેશથી આવ્યા હોય છે ને તેઓ મારવા નીકળી જાય છે પણ તે મારી શકતા નથી અને વચ્ચે એક પુલ આવતા ત્યાં સીબીઆઇના હાથે પકડાઈ જાય છે. જે એરિયામાં તે લોકો પકડાય છે તે એરિયાના પોલીસ સ્ટેશનના એક ઈન્સપેકટર હાથી રામ ચૌધરી (જયદીપ અહલાવત) ઘટના સ્થળે પહોંચી જાય છે અને આ કેસ તેને સોંપવામાં આવે છે. છાનબીન શરૃ કરે છે. તે ચારે ની પૂછપરછ કરે છે પણ તેઓ ચારેય કંઈ બોલતા નથી ને પૂછપરછ માં કંઈ ખાસ જાણવા મળતું નથી. ને અંતે ચારેય ની રિમાન્ડ ના આદેશ આપવામાં આવે છે અને તેઓ પોતાના નામ કહે છે.
ત્યાર બાદ કેસ ની અમુક માહિતી લીક થઈ જાય છે અને હાથી રામ ચૌધરી ને સસ્પેન્ડ કરી નાખવા માં આવે છે. ત્યાર બાદ પણ તે કેસ ની શોધખોળ ચાલુ રાખે છે.
સ્ટોરી ને એટલી ફેરવી-ફેરવી ને બતાવી છે કે ખબર જ નથી પડતી કે શું કહેવા માંગે છે. ત્યારબાદ પોલીસ તેમના ભૂતકાળ વિશે જાણવા તેઓના ગામે જાય છે,જેમાં હાથી રામ ચૌધરી ચિત્રકૂટ જાય છે અને તેનો સાથી ઓફિસર પંજાબ જાય છે તેમાં પણ કંઈ ખાસ જોવા મળતું નથી. તપાસ આગળ ચાલતાં જાણવા મળે છે કે તેઓ નો સંબંધ ચિત્રકૂટ ના ગ્વાલા ગુજ્જર અને દૌનાલિયા ગુજ્જર જેમાં દૌનાલિયા ગુજ્જર જંગલમાં રહેતા હોય છે જેને લોકો માસ્ટર જી તરીકે ઓળખે છે અને તેને તેના નજીક ના 4-5 લોકો સિવાય કોઈ એ જોયા નથી હોતા, તેની સાથે જોડાયેલા હોય છે અને તે ગ્વાલા ગુજ્જર ના સંબંધમાં મોટા-મોટા પોલીટીકલ નેતા, મોટા કોન્ટ્રાક્ટર હોય છે.
સ્ટોરી ને એટલી ગોળ-ગોળ ફેરવે છે કે શુ કહેવા માગે છે કાંઈ સમજાતું જ નથી. સ્ક્રીનપ્લે પણ એકદમ ધીમું છે, અંતે જાણવા મળે છે કે આમાં મીડિયાના માણસ સંજીવ મેહરા અને હાથી રામ ચૌઘરી ના છોકરા ને દર્શાવવામાં આવે છે, તેના મિત્રો સાથેની લડાઇ અને સ્કૂલમાં તેના પ્રત્યે બીજા લોકોનું વર્ણન દર્શાવવામાં આવે છે, પરંતુ અંતે જાણવા મળે છે કે તેનો આ કેસ સાથે કોઈ સંબંધ જ નથી હોતો, ના તો સ્ટોરી સાથે. તો પછી સિરીઝમાં તેઓને બતાવવા નો મતલબ શું ??? સ્ટોરી તદ્દન નબળી છે દર્શકોને બિલકુલ સંતોષ નથી અનુભવતી.
આવાજ અન્ય ફિલ્મ રિવ્યુ જોવા માટે મને ફોલો કરો.
અને તમે જોવા માંગતા ફિલ્મના રિવ્યુ જાણવા કોમેન્ટ કરો.
વાંચવા બદલ આભાર.