horror express - 12 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 12

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 12

"પહેલા જ્યારે ટિકિટ લીધી ત્યારે તેના બે હાથ હતા અને બે અવળા પગ હતા પણ અત્યારે એક જ હાથ.......
"બસની અંદર લાઈટ બંધ ચાલુ થવા માંડી "
આ શું થાય છે માસ્તર
કંઈ નહીં ભાઈ.
આ તો થોડો લાઈટનો છેડો છૂટી ગયો હશે એટલે આવું થતું હશે.
બરોબર....
પછી તો વિજયના શરીરમા પરસેવો છૂટી જાય છે અને તે કઈ સવાલ પૂછવા માટે લાયક જ રહેતો નથી તો પણ હિંમત રાખી બોલ્યો.
"મારે સાહેબ વિજાપુર નથી જવું આગળના સ્ટેશને ઉતરવું છે."
ભાઈ આ બસ કોઈ સ્ટેશને ઊભી રહેતી નથી ફક્ત અને ફક્ત વિજાપુર જઈને ઉભી રહે છે.
પણ મારે ઉતારવું છે.
તારી તાકાત હોય તો ઉતર
વિજય હિંમત રાખીને બસ ના દરવાજા પાસે જાય છે ત્યાં જુએ તો ડ્રાઇવર અને કંડકટર ચાલુ બસે તેને રોકવા માટે આવી જાય છે.
"વિજય હિંમત હારી નહીં ત્યાંના ત્યાં બેસી જાય છે." થોડીવારમાં અવાજ આવે ભાઈ તારું વિજાપુર સ્ટેશન આવી ગયું.
બાજુ માંથી કંડકટર તેને જગાડ છે અને તે વિજય જેવી આંખ ખોલે કે તરત તેની સામે વિજાપુર બસ સ્ટેશન દેખાય છે.
ફટાફટ ઉતાવળા પગલે ચાલીને વિજાપુર સ્ટેશનના જતો રહે છે,પછી દૂરથી વિજય તે બસને જોવા પ્રયત્ન કરે છે પણ બસ જેવું કશું જ હોતું જ નથી.
સવારના સાત વાગ્યાનો સમય છે તે ચાલતો ચાલતો પૂછપરછ વિભાગ તરફ જાય છે પણ ત્યાં પણ કોઈ નહીં......
"એટલે તે સામે આવેલા કેન્ટીનમાં જઇને પૂછે છે કે રેલવેટેશન ક્યાં આવ્યું ભાઈ"
અહીંથી થોડું બહાર નીકળ ડાબી બાજુ વળી જવાનું ત્યાંથી સો ડગલા દૂર રેલ્વે સ્ટેશન છે.
થેન્ક યુ ભાઈ.
વિજય રેલ્વે સ્ટેશનની જાય છે અને તેનો નિમણૂક પત્ર ક્લાર્ક ને આપે છે,
ક્લાર્ક બોલ્યો મોસ્ટ વેલકમ વિજયભાઈ.
વિજય ભાઈ આટલું સાંભળીને તો ખુશ થઈ ગયા પણ તેમનો ડર દૂર થયો ન હતો.
"થોડો હુંકારો કરીને વળતો જવાબ આપે છે થેન્ક્યુ ભાઈ"
આજથી તમારી નોકરી વિજાપુર રેલવે સ્ટેશનમાં ચાલુ.
ભાઈ મારે કઈ ટ્રેન ચલાવવાની છે તે તો કહો.
બેસો વિજય ભાઈ.
આપણે બંને ચા નાસ્તો કરીએ પછી ટ્રેન નું શિડ્યુલ જોઈશું. એટલી જ વારમાં ક્લાર્ક અને વિજય ચા નાસ્તો કરવા માટે કેન્ટીનમાં જાય છે બંને ચા નાસ્તો કરતા કરતા એકબીજાનો પરિચય આપે છે.
વિજય બોલ્યો આમ તો હું ખેડૂત પરિવારમાંથી આવું છું, આ નોકરી નું સપનામાં પણ વિચાર્યું ન હતું પણ મારા નસીબ સમજો મને આ નોકરી મળી ગઈ.
આ નોકરી ખૂબ જ સારી છે અને વિજાપુર રેલવે સ્ટેશનમાં તમને નોકરી કરવાની ખૂબ જ મજા આવશે એટલે કોઈ ચિંતા કર્યા વગર નોકરી ચાલુ કરી દો.
તો આજથી મારી નોકરી શરૂ ......
(બંને જણા વાતો કરતા કરતા અડધો કલાક ક્યા વિતાવી દે છે તે પણ તેમને ખબર પડતી નથી ક્લાર્ક ઘડિયાળ માં જોવે છે તો ખબર પડે છે 8:30 વાગી ગયા અને સવા નવે વિજયને મનજીત સાથે ટ્રેન લઈને જવાનું છે.
યાદ આવતા ફટાફટ વિજય અને ક્લાર્ક બંને ઓફિસ તરફ રવાના થાય છે.
વિજય ટ્રેન ના શિડયુલ પ્રમાણે તમારે આજે મનજીત સાથે ટ્રેન હંકારવા જવાનું છે.
સારું હું તૈયાર છું.
આટલું બોલીને ડ્રાઇવરના કપડાં પહેરી વિજય ટ્રેન હંકારવા માટે તૈયાર થઈ જાય છે.
ધીમા પગલે સામેથી મનજીત આવતો દેખાય છે.
ક્લાર્ક વિજયની ઓળખાણ મનજીત સાથે કરાવે છે બંને જણ એકબીજા નો પરિચય આપે છે અને નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો હોય છે એટલે બન્ને ટ્રેનની કેબિનમાં બેસી જાય છે.
મનજીત ટ્રેનના સ્ટેરીંગ દર્શન કરીને ટ્રેન ચાલુ કરે છે.
રાબેતા મુજબ ટ્રેન વિજાપુર રેલવે સ્ટેશનથી 9:15 વાગે ઉપડે છે.મનજીત અને વિજય વચ્ચે વાર્તાલાપ શરૂ થાય છે.
વધુ આવતા અંકે....