શેઠ સુમનરાય આજે ખૂબ ટેન્શન માં હતા. રાજકોટ માં એમની એકની એક દિકરી રીમાના પુત્ર ના લગ્ન હતા. એમણે પોતાની કારો અને ડ્રાઈવરોને અઠવાડિયા પહેલાં રાજકોટ મોકલી દીધા હતા. પોતાના માટે એક કાર અને એક ડ્રાઈવર રાખ્યા હતા. લગ્ન રવિવારે હતા. મુબઈ નું થોડું કામ પતાવવાનુ હતું અને નજીક ના સગા ઓને ખુદ જઈને આમંત્રણ આપવાનું હોવાથી સુમનરાય અને સુમિત્રાબેને ગુરુવારે જવાનું ગોઠવ્યું.
ગુરુવારે નીકળવા ની તૈયારી કરતા હતા ત્યાં તેમના ડ્રાઈવર નો ફોન આવ્યો કે તેની પત્ની બિમાર હોવાથી તેની સાથે આવી શકશે નહીં. આથી સુમનરાયને ખુદ ને કાર ચલાવીને જવું પડે તેમ હતું.
ડ્રાઈવર ની હા ના માં સુમનરાય ને નીકળતા સાજના છ વાગી ગયા રસ્તા માં એક હોટલમાં જમવા માટે ઉભા રહ્યા. પછી તો કાર સડસડાટ રાજકોટ તરફ આગળ વધવા લાગી. પણ સુમનરાય ને ક્યાં ખબર હતી કે મુબઈ થી તેની પાછળ તેનો કાળ આવી રહ્યો હતો.એક ટેમ્પો મુબઈ થી તેનો પીછો કરી રહ્યો હતો. નવસારી વટાવી કાર થોડી આગળ ગઈ હશે ત્યાં તો ટેમ્પો સાવ લાગોલગ આવી ગયો અને કાર ને જોરદાર ટક્કર મારવાની વેત માં હતો ત્યાં તેમણે પોલીસ ની જીપ ની સાઈરન સાભણી કાર ને ટક્કર મારી ને સડસડાટ આગળ નીકળી ગયો. પાછળ આવતી પોલીસ જીપમાં બેઠેલા એસ.પી અને ડી.વાઈ.એસ.પી. એ આ દ્રશ્ય નિહાળ્યું ટક્કર વાગવાથી કાર સડક નીચે ઉતરી ગઈ હતી અને એક પત્થર સાથે અફળાઈને એક બાજુ નમી ગઈ હતી નસીબ જોગે કોઈ જાનહાનિ થઈ નહોતી.
પોલીસ જીપ નજીક આવી અને મીરા અને અભયકુમાર જે s.p અને D.y.sp હતા તેમણે સુમનરાય અને સુમિત્રા દેવીને મહામહેનતે બહાર કાઢ્યા.સુમન રાય અને સુમિત્રા બેન મીરા અને અભરકુમાર ને જોઈને હેરત પામી ગયા કારણકે મીરા અને રીમા બન્ને સરખી ઉમર ના હોવાથી મીરાં પણ રીમા ની જેમ સુમિત્રા બેનના હાથમાં દિકરી ની જેમ મોટી થઈ હતી મીરા ના પિતા સુમનરાય ને ત્યાં માળી નુ કામ કરતાં હતા નાનપણમાં મીરા ની માતા નુ મૃત્યુ થયું હતું સુમિત્રા બેને ક્યારેય માં ની ખોટ સાલવા દીધી નહોતી મીરા પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી તેથી સુમનરાયે મીરા નો ભણાવવા નો ખર્ચ પોતાના શીરે લીધો હતો આવા પરોપકારજીવી દંપતિ ઉપર કોઈ એ જીવલેણ હુમલો કરાવ્યો છે તે જાણતા તેને વાર ન લાગી.
સદનસીબે મીરા પણ રીમા ને ત્યાં લગ્નમાં જતી હતી આથી સુમનરાય અને સુમિત્રા બેનને પ્રાથમિક સારવાર અપાવી તેની સાથે જીપમાં બેસાડ્યા અને ગાડી ને ગેરેજ મા મોકલી દીધી. અભય કુમાર ને મુબઈ જઈને સુમન રાયના કોઈ દુશ્મન હોય જે જાન લેવા સુધી ની નીચ હરકત કરી શકે તેની તપાસ હાથ ધરવા કહીને રાજકોટ જવા રવાના થઈ ગયા.
સવારે તે ઓ રાજકોટ પહોંચી ગયા. રીમા તો મીરા ને જોઈને ખુબજ ખુશ થઇ ગઇ, પણ તેની સાથે તેના મમ્મી પપ્પા ને જોઈને હેરત પામી ગઈ.મીરા એ તેને બધી વાત કરી અને મમ્મી પપ્પા ઉપર જાનનુ જોખમ છે તેમ જણાવ્યું મીરા ની નજર સતત સુમનરાય અને સુમિત્રા બેનની આસપાસ ફરતી રહેતી હતી મીરા ને રીમા ના વરની વર્તણુક જરા વિચિત્ર લાગતી હતી તેને વિનોદ કુમાર ઉપર શક ગયો
રાજકોટ પોલીસ સ્ટેશનમાં જઈ ને ત્યાથી થોડા સ્ટાફ ને સિવિલ ડ્રેસ માં પોતાની સાથે લઈ આવી અને વિનોદકુમાર ની આસપાસ ગોઠવી દીધી.
. અભયકુમાર મુબઈ પહોંચી ને સૌથી પહેલા તેના સસરા ને મળ્યા. મીરા ના પિતાજી હવે માળી કામ નહોતા કરતા પરંતુ વ્યવસ્થાપક તરીકે તે ફરજ બજાવતા હતા તેના કહેવા પ્રમાણે સુમનરાયે બે દિવસ પહેલાં વીલ બનાવડાવ્યુ હતું અને તેની એક કોપી મને પણ આપી ગયા છે. આમ કહી તેણે વિલની કોપી અભયકુમાર ના હાથમાં આપી. વીલ ના લખાણ અનુસાર સુમનરાય અને સુમિત્રા બેનની હયાતી પછી તેની બધી માલમિલકત બિઝનેસ બધું દિકરી ના નામે થઈ જાય અને દિકરી ની હયાતી પછી બધો વારસો તેમના દિકરા કૃણાલ ને મળે. જમાઈને આમાં થી એક ફુટી કોડી પણ ન મળે.
વીલ વાંચી અભયકુમાર ને સમજાય ગયું કે નક્કી આ કામ જમાઈનુ હોવું જોઈએ. ત્યાં જ મીરા નો ફોન આવ્યો અને કહ્યું કે મારા પિતા ઉપર જાનનુ જોખમ છે કારણકે મેં અહીં ના પોલીસને છુપા વેશે તેની ઉપર નજર રાખવાનું કહ્યુ હતું તેણે વિનોદ કુમાર ને સુમનરાય ના ડ્રાઈવર ની સાથે વાત કરતા સાભળી લીધું હતું. સુમનરાય ના ડ્રાઈવર ને રંગેહાથ પકડીને બધુ ઓકાવશુ તો આપણું કામ સરળ થઈ જશે અને મારા પિતા નુ ધ્યાન રાખજો.
મીરા એ રીમા ને વિનોદ કુમાર વિશે પુછતાં માલૂમ પડ્યું કે તેમના સાસરિયા ખૂબ જ પૈસાદાર હતા. અને સમાજ માં પણ ખુબ સારું નામ હતું. વિનોદ નો સ્વભાવ પણ સારો હતો બધું સારું ચાલતુ હતું પણ ન જાણે ક્યાંક થી ખરાબ લત લાગી ગઈ કે જુગાર અને દારૂ માં ઘરની બરબાદી કરી નાખી.સાસુ સસરા પણ આ આઘાત સહન ન કરી શક્યા અને મૃત્યુ પામ્યા. ઘરની આબરુ સચવાઈ રહે તેથી અહીં બધું સાચવીને બેઠી છું.મમ્મી પપ્પા નો સાથ અને કૃણાલ ની ચિંતા ન હોત તો હું પણ ક્યારની મરી ગઈ હોત.
કૃણાલ ના લગ્ન પતી ગયા પછી વિનોદ કુમાર ને પકડવા નુ વોરંટ લઈને મીરા રીમા ના ઘેર ગઈ. ત્યાં તો વિનોદ કુમારે બધા ને બાનમાં રાખેલા હતા. અને વીલ બદલી બધી મિલકત પોતાના નામની કરી નાખવા માટે દબાણ કરતો હતો.
મીરા પુરતી પોલીસ ફોસૅ સાથે આવેલી હોવાથી થોડા બીજા દરવાજે થી અંદર આવ્યા અને થોડા બારીના સહારે થી અંદર આવી ગયા મીરા એ વિનોદકુમાર ને બહેસ કરવામાં રોકી રાખ્યા ત્યાં પાછળ થી પોલીસે દબોચી લીધા. મુબઈ મા અભયકુમારે ડ્રાઈવર ને મીરા ના પિતા નુ ખૂન કરવા જતાં રંગેહાથ પકડી લીધો
આમ મીરા એ સુમનરાય અને સુમિત્રા બેને નિસ્વાર્થ ભાવે જે પ્રેમ અને હુફ આપી હતી તે નુ ઋણ બજાવી બધાને ભય મુક્ત કયૉ.
સમાપ્ત