A Recipe Book - 11 in Gujarati Horror Stories by Ishita books and stories PDF | અ રેસીપી બુક - 11

The Author
Featured Books
Categories
Share

અ રેસીપી બુક - 11

નાનકડી એક છોકરી પેપર લઈ ને સુંદર ફુલો બનાવતી હતી. ત્યાં જ તેને પાછળ થી ગુસ્સા ભરેલો અવાજ આવ્યો, " અહીં શું કરે છે? અહીં કચરો કેમ કરી રહી છે?! મેં હમણાં બધું સાફ કર્યું ને!" પેલી નાનકડી છોકરી કાંઈ જવાબ નથી આપતી, તે પોતાના ફુલ બનાવતી રહે છે. પાછળથી એક હાથ આવી ને તે નાની છોકરી નો હાથ ખૂબ જ કસી ને પકડી લે છે, તે છોકરી ની પાછળ ઉભેલી વ્યક્તિ તે છોકરી ના કાન પાસે આવી ને કાંઈક અલગ જ ભાષા માં બોલે છે. જેમ જેમ તે બોલે છે તેમ તેમ પેલી છોકરી ના આંખ નો રંગ બદલતો જાય છે. તે છોકરી ના હાથ જાંબલી રંગ નો થઇ જાય છે. થોડા જ સમય માં તે છોકરી બેહોશ થઈ જાય છે. થોડી જ વાર માં ઝંખના અને ગૌતમ ભાગતા ભાગતા આવે છે, " અરે બેટા શું થયું?ગૌતમ પાણી લાવો જલ્દી. " ઝંખના પોતાના દુપટ્ટા થી પેલી છોકરી નો પરસેવો લૂછતા ગભરાઈ ને બોલે છે. ગૌતમ ભાગી ને પાણી લાવે છે ઝંખના છોકરી ના ચહેરા પર પાણી છાંટી ને તેને ઉઠાડવા ની કોશિષ કરે છે, પેલી છોકરી ધીમે ધીમે આંખ ખોલે છે. ઝંખના ને ગૌતમ ને જોઈ ને તે રડવા લાગે છે અને બેઉ ને વળગી ને રડવા લાગે છે. ઝંખના તેને શાંત કરી ને પૂછે છે," બેટા શું થયું? કેમ રડે છે?" પેલી છોકરી કહે છે, " મને નથી ખબર.. પણ મને બહુ ડર લાગે છે." છોકરી પોતાનો ડાબો હાથ ઝંખના ને બતાવતા કહે છે, " અહીં બહુ દુખે છે." ઝંખના હાથ તરફ જોવે છે ત્યાં કાંઈ જ નથી હોતું. ઝંખના ચિંતાતુર નજર થી ગૌતમ ની સામે જોવે છે. પછી ઝંખના હસી ને તે છોકરી ના ડાબા હાથ પર ના નિશાન પર હાથ ફેરવે છે અને કહે છે," કાંઈ જ નથી થયું, અમે છીએ ને અહીં. ચાલ તારો બનાવેલો ફેવરેટ મેંગો આઇસક્રીમ તૈયાર છે, ચલ ખાઈ લે. મારો ડાહ્યો દીકો, બહુ સ્ટ્રોંગ છે ને ચાલો." ઝંખના તે છોકરી ના માથા પર વહાલથી હાથ ફેરવતાં કહે છે. ગૌતમ પેલી નાનકડી છોકરી ને તેડી લે છે. પણ એ ત્રણેય ને ખબર નથી હોતી કે કબાટ માં છુપાયેલી એક નજર આ બધું જોઈ ને ગુસ્સા થી પોતાના હાથ માં રહેલી સ્કેલ તોડી નાખે છે જે તેના હાથ માં ખરાબ રીતે વાગી જાય છે.

**************************************

તૃષ્ણા ડરી ને ઊંઘ માંથી ઉઠી જાય છે. તે આજુ બાજુ માં જોવે છે તો એ પોતાના રૂમ માં હોય છે. તેને યાદ આવે છે કે રાતે તો એ પેલાં સ્ટોર રૂમ માં હતી, પેલી બૂક ક્યાં છે, તે એકદમ હડબડાહટ માં ઊઠવાની કોશિશ કરે છે ત્યાં જ કેતન રૂમ માં આવે છે અને કહે છે, " અરે! અરે! શું થયું?આરામ થી. પેલા બરાબર ઉઠી તો જા પછી ભાગજે. હું નાસ્તો લાવ્યો છું, ચલ ફ્રેશ થઈ ને આવી જા." તૃષ્ણા આંખો ચોળતા રાત ની વાત અને તેનું સપનું યાદ કરે છે. તૃષ્ણા ના મન માં કેસર અને ગના વાળી વાત તેમજ પોતાના બાળપણ ના સપના વિશે જ વિચારતી હોય છે.' મને આ રીતે કોણ ડરાવતુ હશે!!! કોણ આ રીતે પરેશાન કરતું હશે!!. મને કાંઈ યાદ કેમ નથી આ બધી વાતો!!' તે કાંઇ જ સમજી નથી શકતી. ફ્રેશ થઈ ને તે બહાર આવે છે. કેતન કહે છે, " કાલે તો આખી રાત લાઇટ જ નહતી, હમણાં જ આવી. મને તો થયું કે તું હમણાં ઊઠી જઈશ પણ તું તો એટલી ભર ઉંઘ માં હતી ને કે તે તો પડખું પણ નહિ ફેરવ્યું. એક મિનિટ માટે તો મેં તારા શ્વાસ ચેક કરી લીધા મને થયું મેડમ ઉકલી તો નથી ગયા ને.. હા… હા.. હા.." આમ બોલી કેતન જોર જોર થી હસવા લાગ્યો. તૃષ્ણા ને કાંઈ સમજાયું નહીં, તે બોલી," હા યાર, મને તો કાંઈ જ ખબર નથી. ખબર નહી કેમ આટલી ઊંઘ આવી. "" બાય ધ વે, તમારી સેક્રેટરી રેહાના કયારની કોલ કરી રહી છે. મેં કીધું તું સૂતી છે તો કહે મેડમ ઉઠે એટલે તરત કોલ કરાવજો ઈમર્જન્સી છે. " કેતન બોલ્યો. તૃષ્ણા એ પોતાની સેક્રેટરી રેહાના ને કોલ કર્યો," હા રેહાના બોલ. શું થયું? "" મેમ! પેલો વૃદ્ધાશ્રમ ના કોન્ટ્રાક્ટ માટે ની મીટિંગ આવતાં અઠવાડિયામાં છે. તમે ઓફિસ આવીને જો મીટિંગ ની હાઈલાઈટ્સ કહી દો તો અમે લોકો પ્રિપેરેશન કરવા લાગી જઈએ. " રેહાના ડર ના લીધે એક શ્વાસે બધું બોલી ગઇ. તૃષ્ણા બોલી," ઠીક છે હું 2 કલાક મા આવું છું તું મીટિંગ ની તૈયારી કર. "રેહાના બોલી," ઓકે મેમ. ".


***************************************

તૃષ્ણા ઓફિસ પહોંચે છે, મીટિંગ રૂમ માં બધા ગોઠવાઈ ગયા હોય છે. તૃષ્ણા બધાં ને સંબોધતા કહે છે કે, " નેક્સ્ટ વીક આપડી કંપની ની મીટિંગ છે વૃદ્ધાશ્રમ ના કોન્ટ્રાક્ટ માટે, આ વૃદ્ધાશ્રમ માટે કોઈ કોમ્પિટિશન ની જરૂરત નહોતી, પણ એક બીજી કંપની પણ આપણા કરતા ઓછા ભાવ માં ક્લિનીંગ નું કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. હું ચાહું છું કે આ જ વૃદ્ધાશ્રમ ને ના તો આપણે ક્લીન કરીએ પણ સાથે સાથે એનું રીનોવેશન પણ કરીએ. ખાલી આ જ વૃદ્ધાશ્રમ નહીં પણ ઈન્ડિયા માં આ ટ્રસ્ટ ની જેટલી બ્રાંચ છે એ બધાનો કોન્ટ્રાક્ટ પણ આપડી પાસે આવે. આનાથી આપણને બે ફાયદા થશે-એક, પૈસા ઓછા કરવાના બદલે આપણે ટ્રસ્ટ ને સારી ને વધુ સેવા આપીશું અને બીજું - આપણી આ નાનકડી કંપની ને હવે વિસ્તારવા નો સમય આવી ગયો છે. હું જાણું છું સરળ નહીં હોય, મહેનત કરવી પડશે મારે અને તમારે. "" પણ મેડમ! આમ અચાનક, એક જ વીક ના સમય માં રીનોવેશન ના કામ નું એસ્ટીમેટ કેવી રીતે નીકળી શકે, આપણી પાસે માણસો પણ નથી કોઈ અને આ બાબત માં બહુ ખાસ નોલેજ પણ નથી અમને. "એક માણસ બોલ્યો. તૃષ્ણા એ કહ્યું," એ બધું મેં વિચારી લીધું છે. તમે લોકો ખાલી મહેનત કરો, આ કોન્ટ્રાક્ટ આપણા હાથ માંથી જવો નાં જોઈએ. "તૃષ્ણા રેહાના તરફ ફરી ને બોલી," આ થોડા ફોટોસ્ છે મેં મેઈલ કર્યાં છે તને, એને તું સોશિયલ મીડિયા માં લીક કરાવી દે. કોઈ ને જાણ ના થવી જોઈએ કે આ આપણે કરાવ્યું છે." રેહાના બોલી," ઠીક છે મેડમ. "તૃષ્ણા મીટિંગ રૂમ માંથી નીકળી ને પોતાની કેબિન માં જઈ ને બેઠી.

**************************************

અહીં મીટિંગ રૂમ માં બધા ચર્ચા કરી રહ્યાં હતાં," આ મેડમ ને આજે શું થઈ ગયું છે, આવી રીતે તો તેમણે ક્યારેય વાત નથી કરી આપણી સાથે." એક માણસ બોલ્યો." હા, યાર. મેડમે આટલી તોછડાઈ થી આપણી સાથે ક્યારેય વાત નથી કરી. "


*************************************

તૃષ્ણા પોતાની કેબિન માં બેઠી હતી, પોતાના હાથ માં પેન્સિલ રમાડતાં રમાડતાં આંખ બંધ કરી ને પેલા હાથ પર ના નિશાન વિશે વિચારી રહી હતી. ત્યાં જ તૃષ્ણા ને એવું લાગ્યું કે કોઈ એ ટેબલ નીચે થી એનો પગ પકડીને તેને ખેંચી, તૃષ્ણા ચીસ પાડી ને બોલી, " કોણ છે, છોડ મારો પગ." પણ તૃષ્ણા ખેંચાઈ રહી હતી ખૂબ ઝડપથી. અને એક અંધારા રૂમ માં કોઇ એ તેને ફેંકી દીધી. રૂમ નો દરવાજો બંધ થઈ ગયો. તૃષ્ણા ગભરાઈ ને દરવાજા પાસે દોડી ને જોર જોર થી દરવાજો ખખડાવીને બોલી રહી હતી, "કોણ છે? દરવાજો ખોલો." એકાએક તૃષ્ણા ના પગ પાસે થઈ ને કાંઈક પસાર થયું, તૃષ્ણા ડરી ગઈ ને નીચે પડી ગઈ, ત્યાં 4-5 મોટા ઉંદરો હતા, જે તૃષ્ણા ના પગ પાસે આવી ને તેને બટકા ભરી રહ્યાં હતાં, તૃષ્ણા તે ઉંદરો ને દૂર કરી રહી હતી પોતાના શરીર પરથી પણ તે બધી જ બાજુ થી તેના પર હમલો કરી રહ્યા હતાં. ડર ના લીધે તૃષ્ણા ના ગળા માંથી અવાજ નહોતો નિકળી રહ્યો. દરવાજા ની બહાર થી એક ઘોઘરો અવાજ આવ્યો, "તને બધું ખબર છે, તું મને કહેતી કેમ નથી. હું તને અહીં થી ત્યાં સુધી બહાર નહીં કાઢું જ્યાં સુધી તું મને એ રહસ્ય નહીં કહે." ત્યાં તૃષ્ણા ની પાછળ થી એક નાની છોકરી નો ડરેલો અવાજ આવ્યો, "પણ મને મમ્મી એ ના પાડી છે કોઇ ને કાંઈ કહેવાની હું તને નહીં કહું. હું મમ્મી ને કહી દઈશ તું મને હેરાન કરે છે. " તૃષ્ણા આમતેમ બાઘા ની જેમ જોવા લાગી. તેને બસ અવાજ જ આવી રહ્યો હતો કાંઈ દેખાતું નહોતું. દરવાજા ની બહાર થી ફરી અવાજ આવ્યો," હા.. હા.. હા.. મમ્મી!!! તારી લાડકી મમ્મી તો સાંજે આવશે, ત્યાં સુધી પડી રહેજે અહીં ઉંદર સાથે, સાંજ સુધી માં તો ઉંદર તને ખાઈ જ જશે. હા.. હા.. હા. હજુ ટાઇમ છે બોલ કહી દે મને એ સીક્રેટ.." ઉંદરો પેલી નાની છોકરી ને હાથ પગ ને મોં પર બટકા ભરવા લાગ્યા. નાની છોકરી જોર જોરથી રડી રહી હતી. તૃષ્ણા તેને બચાવા ગઈ પણ તે પોતાની જગ્યાએ થી હલી જ નહોતી શકતી. નાની છોકરી ને જે પીડા થઈ રહી હતી તે એને પણ થઈ રહી હતી. તૃષ્ણા ના હાથ પગ ને મોં પરથી લોહી નીકળી રહ્યું હતું. તેણે તે જ હાલત માં પેલી છોકરી નું મોં જોવાની કોશિશ કરી, તો એ બીજું કોઈ નહીં પોતે જ હતી જેવી એ બાળપણ માં હતી, પણ તેના હાથ પર પેલું નિશાન હતું.


**************************************

"મેડમ! મેડમ! શું થયું!? અરે કોઈ છે જલ્દી આવો." રેહાના તૃષ્ણા ની હાલત જોઈ ને ડરી ગઈ. તૃષ્ણા ખુરશી પર કોઈ ભાન વિના પડેલી હતી પરસેવે રેબઝેબ. તૃષ્ણા નું આખું મોં લાલ લાલ થઈ ગયેલું. હાથ પગ ઠંડા પડી ગયેલા હતા. રેહાના એ પાણી લઈ ને તૃષ્ણા નાં મોં પર છાંટયું. તૃષ્ણા ઝબકી ને ઉઠી. તે વિસ્ફારીત નજર થી રેહાના ને જોઈ રહી, તેણે આજુબાજુ માં જોયું તો તે પોતાની કેબિન માં હતી. રેહાના બોલી, " મેડમ તમે ઠીક છો?" તૃષ્ણા ના શ્વાસ ખૂબ જ જોર થી ચાલી રહ્યા હતાં. " હા હું ઠીક છું, તું જા." તૃષ્ણા બોલી. " પાકું મેડમ, તમારી તબિયત સારી નથી લાગી રહી. હું ઘરે મુકી જાઉં તમને કે ડોક્ટર ને કોલ કરું ?" રેહાના બોલી. " ના જરૂર નથી. હું ઠીક છું. તું જા." તૃષ્ણા બોલી. રેહાના કેબિન માંથી નીકળી ગઈ. તૃષ્ણા શ્વાસ લઇ ને વિચારવા લાગી, 'આ બધું શું થઈ રહ્યું છે. આ કોણ હતું જે નાનપણ માં મને આવી રીતે ટોર્ચર કરી રહ્યું હતું. ઘડી ઘડી મને આ વિઝન કેમ આવે છે. મને કાંઈ ખાસ યાદ નથી મારા બાળપણ ની વાતો, પણ આ તકલીફ મને મેં નજરે જોયેલી હોય એવું કેમ લાગે છે. માથું ફરી રહ્યું છે મારું. કાંઈ જ સમજાતું નથી. ' તૃષ્ણા ત્યાર બાદ 5-6 દિવસ સુધી આવા બધાં વિઝનસ્ થી પરેશાન રહી. 5-6 દિવસ માં તો તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તૃષ્ણા ને મુક્તિ જોઈતી હતી આ બધાં ડરામણા દૃશ્યો થી. તેને ખબર પડી ચૂકી હતી કે આ બધું ક્યાંક ને ક્યાંક પેલી બૂક જોડે જોડાયેલ છે, કાંઈ તો એવું છે કે જેની ખબર હોવા છતાં પણ તેને યાદ નથી. કોઇ તો છે જેને એ બૂક ની શક્તિઓ જોઈએ છે. પણ કોણ!!!!!!!!


તૃષ્ણા વિચારી રહી હતી, " મારે આ બૂક નું રહસ્ય જાણવું જ પડશે કાંઈ પણ કરી ને. '

તૃષ્ણા નું મગજ કામ કરતું બંધ થઈ ગયું. તે પોતાના મગજ ને શાંત કરવા માંગતી હતી, તેણે પોતાનો રૂમ લૉક કર્યો અને કબાટ ના ચોર ખાના માંથી એક પ્લાસ્ટિક ની એક નાની થેલી કાઢી તેમાં 3-4 ગોળી હતી, તેણે એક ગોળી મોઢાં માં મૂકી, અને આંખ બંધ કરી ને પોતાના બેડ પર પડી…… નશીલી દવા ની અસર માં તે બધું ભૂલી ને એકદમ શાંત ઊંઘ માં ખોવાઇ ગઈ……..


=========================