જિંદગીનો કોયડો(The riddle of life) in Gujarati Human Science by Pratik Dangodara books and stories PDF | જિંદગીનો કોયડો(The riddle of life)

Featured Books
Categories
Share

જિંદગીનો કોયડો(The riddle of life)


કોયડો(Riddle) એક ખૂબ જ જટિલ અને સામાન્ય વ્યક્તિ દ્વારા ઉકેલી ન શકાય તેવો એક ખૂબ જ મુશ્કિલ કાર્ય સમાન છે,તેને ઉકેલવા માટે બુદ્ધિવાન પુરુષ નું જ કામ એમ કહીએ તો પણ વાંધો નથી,આવું આપડે સામાન્ય ભાષામાં અર્થ કરતા હોઈએ છે,પણ અહીં વાત આપડે જિંદગીના કોયડાની કરવાની છે,મનમાં સહજ પ્રશ્ન થાય કે જિંદગીનો કોયડો એટલે શું?તેને કઈ રીતે ઉકેલી શકાય તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય,તેના વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ.......

નવરાશ મળશે ત્યારે ઉકેલીશ,આવું કહેતો રહ્યો,
સાચવ્યો છે સૌ માનવીએ આ જિંદગીનો કોયડો.

...દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ને ધ્યાનમાં લો,તેણે કોઈને કોઈ જિંદગીનો એક પ્રશ્ન મનમાં સાચવ્યો જ હોય છે,જેને આપડે જિંદગીનો કોયડો કહીશું,તેને ઉકેલવા માટે વ્યક્તિ દિન રાત મહેનત કરતો હોય છે,તો પણ એ કેમ ઉકેલી શકતો નથી.તમને જાણીને આશ્ચર્ય થશે કે શું કોઈ બુદ્ધિવાન વ્યક્તિ પણ આ કોઈડાને ઉકેલી ન શકે.ના આ કોયડાને ઉકેલવા કોઈ બુદ્ધિવાન વ્યક્તિ હોવું એ જરૂરી નથી,કે કોઈ ધનવાન વ્યક્તિ હોવું પણ જરૂરી નથી.કારણકે ધનવાન વ્યક્તિ હોય કે બુદ્ધિવાન વ્યક્તિ હોય તેના જીવનમાં પણ આ જિંદગીનો કોયડો હોય જ છે.તે પણ તેને ઉકેલવા માટે ઘણા પ્રયાસો કરતો જ હોય છે.છતાં તેનાથી પણ આ કોયડો ઉકેલાતો નથી,આજના યુગનો માનવી આ કોયડાથી થાકી જાય છે અને છેલ્લે તેનાથી પરાસ્ત થઈને પોતે ઘૂંટણ ટેક બેસી જાય છે,અને કેહવા લાગે છે,આ મરાથી નહીં થાય હું આ નહીં કરી શકું.આવું સામાન્ય માણસ આ જિંદગીના કોયડાથી હારીને કહેવા લાગે છે,વાસ્તવમાં તેનાથી કાંઈ ગભરાવાની જરૂરું નથી તેનો ઉકેલ મેળવી શકાય છે,તે પણ સહજ રીતેથી મેળવી શકાય છે........

.. હવે મનમાં સહજ પ્રશ્ન થાય કે ઉકેલી શકાય તો કઇ રીતે તેને ઉકેલી શકાય,તેને ઉકેલવા માટે કોઈ મહેનત કે કોઈ સાધના કે તપસ્યાની જરૂર નથી.તેના માટે વ્યક્તિએ પોતાના મનમાં પડેલી અખૂટ તીવ્ર શક્તિને ઓળખવાની જરૂર છે અને તેને બહાર લાવવાની જરૂર છે,હવે એ પ્રશ્ન થાય કે મનની અંદર એવી કઇ શક્તિ છે તેનાથી આનું હલ નીકળી શકે,દરેક વ્યક્તિના મનની અંદર એક ગુપ્ત શક્તિ રહેલી છે,તેની પોતાને પણ ખબર હોતી નથી,જે શક્તિ દ્વારા વ્યક્તિ પોતાનો જિંદગીનો કોયડો ઉકેલી શકે છે.અને સુખ શાંતિથી રહી શકે છે,કોઈ સમજણો વ્યક્તિ જ આવું કરી શકે છે,બુદ્ધિવાન વ્યક્તિ અને સમજણો વ્યક્તિમાં ઘણો તફાવત છે,બુદ્ધિવાન વ્યક્તિ એ બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ હોય છે,પણ તે અંદરથી સમજણો કે તે વાતને પોતે અનુસરી શકે તેવો હોય જ એવું નક્કી નથી હોતું,પણ સમજણો વ્યક્તિ એ પોતાને કાબુમાં રાખી અને પરિસ્થિતિ સામે લડવાની શક્તિ ધરાવે છે,તો તમને પ્રશ્ન થાય કે બુદ્ધિવાન વ્યક્તિ પણ આવું કરી ન શકે ,હા તે પણ કરી શકે પણ તે સમગ્ર પરિસ્થિતિ દરમિયાન તે અડગ રહે તે કેવું બહુ જ મુશ્કેલ છે,પોતાની બુદ્ધિ તેને ધોકો દઈ શકે છે,અને તે તેના દ્વારા ડગી પણ શકે છે.......

"ભણ્યો પણ ગણ્યો નહિ"
આ કહેવત દ્વારા આપણે બુદ્ધિવાન વ્યક્તિ અને સમજણો વ્યક્તિ વચ્ચેનો ભેદ સરખી રીતે પારખી શકીએ.
હવે આપણે વાત કરીએ કે જિંદગીમાં કેવા કેવા પ્રકારના કોયડાઓ વ્યક્તિના જીવન દરમિયાન આવતા હોય છે,અને વ્યક્તિ તેનો સામનો કેવી કેવી રીતે કરતો હોય છે,તે જોવાનો પ્રયાસ કરીશું..

એક વ્યક્તિને બીજા કોઈ વ્યક્તિ સાથે કોઈ બોલાચાલી થઈ હોય તો તેમાંથી તે ઝગડતો હોય છે,આમાંથી જ આવા જિંદગીના અનેક કોયડાઓ બનતા હોય છે.કોઈ વ્યક્તિ તે વ્યક્તિ માટે હંમેશા હાજર હોય છે પણ કોઈ વખત કોઈ મજબૂરીના કારણે હાજર ન રહી શકે તેમાંથી પણ આ કોયડાનો જન્મ થતો હોય છે,આ બધી નાની નાની વાતમાંથી જ આ કોયડાઓનો જન્મ થતો હોય છે.કોઈ વ્યક્તિને કોઈનું ટેન્શન હોય,કોઈને પૈસાનો પ્રોબ્લેમ હોય હોય,કોઈને એક પણ રિસ્તો ના હોય.આ બધી વાતો નાની નાની છે,પણ આ જ વાતો કોઈ મોટા કોયડાને જન્મ આપતી હોય છે,તે ખુદ વ્યક્તિ પોતાને પણ ખબર હોતી નથી.

આ બધાજ કોયડાનો સામનો વ્યક્તિ કરે તો છે,પણ તે સામનો કરતો કરતો થાકી જાય છે, અને છેવટે તેનાથી હારી જાય છે અને પડી જાય છે,તે પરિસ્થિતિમાં ટકી રહેવાને બદલે પડી જાય છે,તે હિંમત હારી જાય છે,તે આનો આરોપ બીજા ઉપર નાખતો જાય છે,આમ જ તે પોતાના બધાજ સબંધો બગાડતો જાય છે,અને છેવટે તે એકલો વિખૂટો પડી જાય છે.તે પોતે શુ કરે છે,તે પોતાને પણ ખબર હોતી નથી.બસ આમજ જિંદગીભર કરતો રહે છે અને પોતાનું જીવન આમાજ બરબાદ કરી નાખતો હોય છે.આવું દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન કરતો હોય છે.અને પોતાનું સમગ્ર જીવન તેમાં અર્પણ કરી દે છે...


પણ હવે આપણે તે કોયડાનો ઉકેલ કઇ રીતે લાવવો તે જોઈએ...

આ જિંદગીનો કોયડો છે,બુદ્ધિવાન વ્યક્તિ પોતાની બુદ્ધિ દ્વારા તે બુદ્ધિવાન વ્યક્તિ પર વિજય અવશ્ય મેળવી શકે છે,અને સામાન્ય કોયડાઓનો પણ હલ કરી શકે છે,પણ આ જિંદગીનો કોયડો છે,તે ઉકલેવા માટે તો સમજણ,ધીરજ,હૃદયની લાગણી, આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે.જે વ્યક્તિમાં આવી બધી બાબતોનો સમાવેશ થતો હોય તે અવશ્ય આ કોયડાનો સરળતાથી ઉકેલ મેળવી શકે છે અને તેના પર વિજય પ્રાપ્ત કરી શકે છે..
બીજી વાત કે પહેલેથી જ તકેદારી રાખવામાં આવે અને જો આ નાની વાત છે,તે કોયડાને જન્મ આપે છે પણ આપણે સમજણથી જ આ નાની નાની વાતને જન્મ ના આપીએ તો,શુ આ કોયડો જન્મી શકે?પછી શું તે આપણું કાંઈ બગાડી શકે?એટલે પ્રથમ તો આવા કોયડાનો જન્મ જ આપવો જોઈએ નહીં,જો તેને જન્મ આપશું તો મોટો થશે ને,તેને જન્મ આપતા પેહલા જ મારી નાખીશું.....


જો આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાનું જીવન જીવે તો પોતે શાંતિથી પોતાનું જીવન જીવી શકે છે,અને કોઈ પણ પ્રોબ્લેમ કે કોઈ ટેન્શન વગર પોતે પોતાનું જીવન પસાર કરી શકે છે,આ બધી બાબતો ખૂબ નાની અને ગૌણ છે,પણ જો બધીજ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો ચોક્કચ,વ્યક્તિ પોતે આરામ અને પોતાના મનને ખરેખર શાંતિનો અનુભવ કરી શકે છે..અને આ બુદ્ધિવાન અને સમજણો વ્યક્તિ વિશેનો તફાવત સમજાયો હશે એવી આશા રાખું છું...

કોઈના પણ જીવનમાં આ જિંદગીનો કોયડો ના આવે અને જો હોય તો તે ઝડપથી તેનો ઉકેલ થઈ જાય અને આવે તો તેનો સામનો નિરાંતે અને ધીરજતાથી કરી શકો, અને પેલી વાત તો એ કે કોઈને આ કોયડો આવે તેવા સંજોગો જ ન બને તેવી પ્રાર્થના સાથે..

🙏 🙏 આપનો આભાર🙏🙏


પ્રતીક ડાંગોદરા