Ek aash - 2 in Gujarati Love Stories by Bhatt Aanal books and stories PDF | એક આશ - 2

Featured Books
Categories
Share

એક આશ - 2

પહેલા ક્રમમાં...
હું સ્કૂલ ના ફંકશન માં ગઇ અને ત્યાં બધા શિક્ષકો ને મળી પણ એક વ્યક્તિ ને મળવાનું રહી ગયું.
આગળ ચાલુ...
કાર્યક્રમ શરુ થયો એક પછી એક બધા સર મૅડમ પોતપોતાના મંતવ્યો જણાવવા અને બાળકો ને ભેટ આપવા માટે સ્ટૅજ પર આવવા લાગ્યા. ત્યારે સ્ટૅજ પર થી એક વિદ્યાર્થીની જે ફંકશન હોસ્ટ કરી રહી હતી તેણે સ્ટૅજ પર ચિત્રા મૅડમ ને આવવા આમંત્રણ આપ્યું કે જેથી એ શાળા માં બાળકો ને ભણાવવા માટે વપરાતી પદ્ધતિ નું પ્રેસેંટેશન આપી શકે. ત્યારે મને સમજાયું કે કદાચ ચિત્રા મેમ પ્રેસેંટેશ ના કામ માં વ્યસ્ત હશે એટલે જ જયારે બીજા ટીચર્સ લોકો ને હું મળી ત્યારે કસે દેખાયા નહોતા.
****
જયારે હું શાળામાં ભણતી ત્યારે ચિત્રા મેમ ટેમ્પોરરી સ્ટાફ તરીકે સ્કૂલ માં આવેલા. તેમણે એક વર્ષ માટે અમારા સામાજીક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમને બૂક્સ વાંચવાનો ખૂબ શોખ હતો અને મને પણ ખૂબ શોખ હતો એટલે અમે બંન્ને અવાર નવાર સ્કૂલ ની લાયબ્રેરી માં મળી જતા. શરૂઆતમાં બસ એક બીજા સામે સ્મિત આપી પોતપોતાની બુક વાંચવામાં પરોવાઈ જતા. પછી ધીરે ધીરે એકબીજા સાથે વાતો થવા લાગી. અને એમણે મને ખૂબ જ મદદ કરેલી, એમના પાસેથી મને ઘણું નવું નોલેજ મળેલું l. જયારે મારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી દરેક વખતે ચિત્રા મૅડમ એ પ્રોબ્લેમ નું સચોટ હલ આપેલું. અને આજે હું જે જગ્યા એ છું એમાં થોડી મહેનત અને સાથ એમનો પણ છે. પણ મેં ક્યારેય એમને થૅન્ક યુ જેવો શબ્દ ઓછો જ કીધેલો હતો એટલે આજે એમને થૅન્ક યુ કેવાના પુરા મન સાથે આવી હતી એટલે ફંકશન જલ્દી ખતમ થાય એની રાહ જોવી થોડી મુશ્કેલ હતી કારણ કે માથેથી ઋણ ઉતારવાનું હતું એટલો બોજ હતો.

પ્રેસેંટેશન પૂરું થયું કે તરત જ મને થયું કે ચિત્રા મેમ ને મળી ને જલ્દી આભાર પ્રગટ કરી અને માથા પર નો બોજ હલકો કરી લઉં. હું ફટાફટ જવા લાગી. હું જતી હતી ત્યારે સ્ટૅજ ની બાજુ ની તરફ બાળકો રમતો રમી રહ્યા હતા પણ એક છોકરો મોબાઈલ માં કશુક જોઈ રહ્યો હતો અને બીજો હાથ તે બેઠો તો એ ઓટલા પર રાખેલો હતો.દેખાવે ત્રણ થી ચાર વર્ષ નો હોઈ એવુ માલુમ પડતું હતું. તેની આંગળીઓ ઓટા પર રાખી તે એવી રીતે નચાવતો હતો જાણે પિયાનો વગાડી રહ્યો હોય. કોઈ પણ કામ કરતા કરતા એક હાથ ની આંગળીઓ ને આવી રીતે નાચવાની આદત ચિત્રા મૅડમ ને પણ હતી એ મને યાદ આવી ગયું એટલે હું એ બાળક પાસે બેઠી અને તેનું નામ પૂછ્યું. "My name is soham and what is your name? " બાળક એ કહ્યું. સોહમ ને અંગ્રેજી માં વાત કરતો જોઈ મને થોડી નવાઈ લાગી કારણ કે હું જયારે સોહમ ની ઉંમર ની હતી મને તો કદાચ ઇંગલિશ નો ઈ બોલતા પણ નહોતા આવડતો.

પછી મેં પણ મારું નામે જણાવ્યું. પછી થોડી વાતો કરી, સામાન્ય વાતો જે આપણે લગભગ દરેક બાળક સાથે પહેલી વાર મળ્યે ત્યારે કરતા હોઈએ છે. જેમ કે કઈ સાલા માં અભ્યાસ કરે છે? ક્યાં ધોરણ માં અભ્યાશ કરે છે? ટીચર નું નામ શું છે? મમ્મી નું નામ શું છે? પપ્પા નું નામ શું છે? એ બધા જ પ્રશ્નો નો નમ્રતા થી અને સરળતા થી જવાબ આપી રહ્યો હતો. જયારે સોહમ તેની મમ્મી નું નામ બોલ્યો "ચિત્રા" મારી આંખો થોડી મોટી થઇ ભમરો આશ્ચર્ય થી થોડી ઉપર તરફ ખેંચાઈ અને પછી થોડું સ્મિત હોઠ પર છવાયું. પણ મેં જયારે સોહમ ને પપ્પા નું નામ પૂછ્યું એણે થોડું વિચિત્ર રીતે મારાં સામે જોયું અને કઈં જ બોલ્યા વગર સ્ટૅજ ની પાછળ તરફ દોડ્યો.

પપ્પા ની વાત આવતા સોહમ આવી રીતે શા માટે દોડી ગયો?
અને સુ ખરેખર સોહમ ચિત્રા મેડમ નો પુત્ર હતો? આગળ શું થશે વાર્તા ક્યાં પ્રકારનો મોડ લેશે જાણવા માટે જોડાયેલા રહો.