Premrog - 26 in Gujarati Fiction Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 26

Featured Books
Categories
Share

પ્રેમરોગ - 26

સર, જે કારણ હતું એ જતું રહ્યું છે. માટે, હું એની સાથે હતી. Don't mind મીતા તમારી ઉંમર માં વિજાતીય આકર્ષણ એ બહુ કોમન છે. પણ તેને સંભાળવું એટલું જ જરૂરી છે. કારણકે એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ને અસર કરે છે. અને આમાં છોકરીઓ ને જ વધારે ભોગવવું પડે છે. જાણું છું કે આ બધું કહેવાનો મને હક નથી.
પણ, હું આ ઉંમર માં થી પસાર થયો છું. અને અનુભવ થી કહી રહ્યો છું. બાકી આ તમારી લાઈફ છે તમેં જેમ ચાહો એવી રીતે જીવી શકો છો. એટલા મા મીતા નું ઘર આવી ગયું અને એ thank you કહી ઘરે જતી રહી.
ઘરે જઈ કપડાં બદલી આડી પડી. અને સુદેશ સાથે થયેલી વાત વિશે વિચારવા લાગી. સર, ની વાત સાચી છે મોહિત સાથે આવી રીતે એકાંત માં સમય ગાળવો એ મારા સંસ્કાર નથી. મારે સંયમ થી વર્તવું જરૂરી છે. અને આમ પણ મોહિત માટે હું માત્ર એક જીદ છું કે તે મને ખરેખર પ્રેમ કરે છે એ પણ મારે સમજવાની જરૂર છે.મારે પાપા ના વિશ્વાસ ને તોડવાનો નથી.
હું મોહિત જોડે આ વિશે વાત કરીશ.અને તેને જણાવીશ કે આ બધું કરવું મારા માટે શક્ય નથી.જો તે આ વાત સ્વીકારશે તો જ હું તેની સાથે રહીશ.
એટલા માં જ મોહિત નો ફોન આવ્યો. કોલ ઉપાડતા જ પહેલો સવાલ મીતા તું સલામતી થી પહોંચી ગઈ? હું પણ ઘરે આવી ગયો છું.તને તારા બોસે હેરાન નથી કરી ને? ના, મોહિત બિલકુલ હેરાન નથી થઈ.મારે તારી સાથે અગત્ય ની વાત કરવી છે. કાલે, કોલેજ માં વાત કરીશું. શું થયું મીતા? બહુ સીરીયસ લાગે છે? બધું બરાબર છે ને? હા, બરાબર છે પણ થોડી ચોખવટ કરવાની જરૂર છે. બસ બીજું કશું નથી. ઓકે આજે રિલેક્સ થઈ જા જો મારી સાથે હોત તો હું તને હેરાન કરત પણ એવું ના થઇ શક્યું તો આજે આરામ કરી લે . કાલે વાત કરીએ. અને હું તને લેવા આવીશ પ્લીઝ મારી રાહ જોજે.
બીજા દિવસે મોહિત મીતા ને લેવા પહોંચ્યો મીતા એની રાહ જોઈ ને ઉભી હતી. તરત જ ગાડી માં બેસી ગઈ. ગાડી માં બેસતા જ એને મોહિત ને કહ્યું આજે કોલેજ નથી જવું મારે તારી જોડે શાંતિ થી વાત કરવી છે. વાહ! શું વાત છે મીતા? સારું, ચાલ , બોલ ક્યાં જવું છે? લોન્ગ ડ્રાઈવ પર જવું છે? ના, શાંતિ થી બેસી ને તારી જોડે વાત કરી શકું એવી જગ્યાએ લઈ લે.
સારું, તો મારા ઘરે જ જઈએ. મારા ઘરે કોઈ નથી એટલે કોઈ હેરાન નહિ કરે. ઓકે , ચાલ તારા ઘરે જઈએ. બંને મોહિત ના ઘરે પહોંચી એના રૂમમાં જઈ ને બેઠા. બોલ, હવે અહીં આપણે બે જ છીએ. અહીં કોઈ તને હેરાન નહિ કરે. શુ વાત કરવી છે તારે?
તું મારી પાસે બેસ. મીતા એ મોહિત નો હાથ પોતાના હાથ માં લીધો. મારી વાત ને ધ્યાન થી સાંભળજે.અને મને સમજવાનો પ્રયત્ન કરજે.આપણે જે કરી રહ્યા છીએ તે બહુ ખોટું છે. આવી રીતે માં બાપ ને જણાવ્યા વગર તારી સાથે ફરવું એવુ મને ગમતું નથી. હું મારા લક્ષ્ય થી ભટકી રહી છું.
તારા પ્રત્યે મારી લાગણીઓ ને હું વ્યક્ત જ ના કરત અગર તે આત્મહત્યા વાળું નાટક ના કર્યું હોત. તારા પ્રેમ આગળ હું હારી જાઉં છું. તારો સાથ અને સહવાસ મને ગમે છે પણ મારું ભણવાનું એટલું જ જરૂરી છે.
હું આજકાલ ની છોકરીઓ ની જેમ આજે ભેગા અને કાલે છુટા એવા વર્તન માં માનતી નથી. હું લક્ષ્ય થીભટકવા નથી માંગતી. મારા માબાપ અને ભાઈ બહેન નું ભવિષ્ય મારી સાથે જોડાયેલું છે. જેને ઉજળું બનાવવું મારી જવાબદારી છે. માટે, આપણે સંયમ લાવવો પડશે. તારે આ વાત સમજવી પડશે.
હું સમજુ છું અન્ય છોકરાઓ ની જેમ તારા મન માં ઘણી બધી ઈચ્છાઓ , અપેક્ષાઓ હશે. પણ મારા માટે એ બધું પૂર્ણ કરવું શક્ય નથી. આથી જો તું ઈચ્છે તો મને છોડી શકે છે અને આગળ વધી શકે છે.
મારા જીવન માં ઘણી બધી જવાબદારીઓ છે. જેને અગ્રતા આપવી ખૂબ જ જરૂરી છે. હું મારા માતા પિતા ની આશા ઓ ને પુરી કરવા માગું છું. મારા ભાઈ બહેન ને સારું ભવિષ્ય આપવા માંગુ છું. અને એના માટે મારુ મજબૂત બનવું ખૂબ જ જરૂરી છે.
હું તારી સાથે હોવા છતાં પણ તારી સાથે નહિ હોઉં ત્યારે તું દુઃખી થઈશ. જો તું આ બધા માટે તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. આવનારા પાંચ વર્ષ ખૂબ જ કપરા છે મારા માટે.
તને પાછળ રાખી ને પણ મારે આગળ વધવું પડશે. કદાચ હું તને સ્વાર્થી લાગી રહી હોઈશ. પણ આજ મારું સત્ય છે. ના, મીતા હું સમજી રહ્યો છું તું જે કહેવા ઇચ્છે છે એ. તારા માટે હું ગમે એટલી રાહ જોવા તૈયાર છું. આવનારા વર્ષો હું તારી સાથે હોઈશ તને પ્રોત્સાહન આપવા મદદ કરવા..
મીતા ને મોહિત પ્રત્યે ખૂબ જ માન થયું. આજના જમાના માં જ્યારે શારિરીક આકર્ષણ જ બધુ છે ત્યાં આવો પ્રેમ નસીબ વાળા ને મળે છે. હવે, તે નિરાંત થી ભણવા પર ધ્યાન આપવા લાગી. ઓફિસ પણ સાથોસાથ ચાલતી રહી.
સમય નો વહેણ વહેતો રહ્યો અને બંને ગ્રેજ્યુએટ થઈ ગયા. મોહિત આગળ ભણવા માટે અમેરિકા ગયો અને મીતા M.B.A થઈ ગઈ.
બંને જણા પોતાના કરીઅર માં પ્રગતિ ના પંથે હતા. મોહિતે આખો બિઝનેસ સંભાળી લીધો હતો. અને મીતા સુદેશ ની કંપની માં મેનેજર બની ચુકી હતી.હવે, મોહિત મીતા સાથે લગ્ન કરવા માંગતો હતો. તે મીતા ને મળ્યો.
મીતા તે જે કહ્યું એ મેં માન્યું. હવે મારુ કહ્યું તું માન અને મારી સાથે લગ્ન કરી લે. ઓહ! મોહિત મને હતું કે તું મને ભૂલી જઈશ. પણ તું પાછો આવ્યો એજ પુરવાર કરે છે કે તું હજી મને પ્રેમ કરે છે.
હું તૈયાર છું તારી સાથે લગ્ન કરવા માટે. બન્ને ના લગ્ન ધામધૂમથી થયા. અને સુખી દામ્પત્ય જીવન જીવવા લાગ્યા.
જીગર અને રીટા પણ પોતપોતાના લગ્નજીવન માં ખુશ હતા. હા, પોતાના પહેલા પ્રેમ ને ના પામવાનો અફસોસ એમને હમેશા રહ્યો. પણ કદાચ આ જ જીવન છે.
પ્રિય, વાંચકો પ્રેમ રોગ અહીં સમાપ્ત થાય છે. જલ્દી થી ફરી મળીશું કોઈ નવી વાર્તા સાથે.પ્રેમરોગ ને આટલો બધો પ્રેમ આપવા માટે ખૂબ ખૂબ આભાર.