Darek khetrama safdata - 6 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 6

Featured Books
Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 6

જીવનનુ કોઇ પણ કામ હોય, ગમે તેવો વિપરીત સમય હોય, આપણી નિયત સાફ હશે, હેતુ પવિત્ર હશે તો તરતજ લોકો આપણને મદદ કરવા દોળી આવશે, તેનાથી વિપરીત જો આપણે કોઇને છેતરવા કે નુક્શાન પહોચાળવાના સ્વાર્થી ઇરાદાથી કામ કરતા હશું, અપ્રામાણિકતાથી કે બેવળુ ધોરણ અપનાવતા હશું, કંઈક છુપાવવાનો પ્રયત્ન કરતા હશું તો તે બધુ સમાજમા બહાર આવ્યા વગર રહેશે નહી અથવા તો કોઇકને તો આપણા પર શંકા થઇજ જશે. પછી જેવી લોકોને આપણી નીયતની જાણ થશે કે તરતજ તેઓ આપણને નોકરીમાથી કાઢી મુકશે અથવાતો આપણો સાથ આપવાને બદલે આપણી વિરુધમા કામ કરવા લાગશે, લોકોને આપણા વિરુધ્ધ ભેગા કરશે અને આપણા કાર્યોનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરશે. પછી આપણે ગમે તેટલુ જોર લગાવી લઈશુ તો પણ આવા જાગૃત સમાજ કે લોકોનો સામનો કરી શકશુ નહી. આ રીતે સરવાળે આપણાજ સમય શક્તીનો બગાળ થશે અને આખરે નિષ્ફળતા હાથ લાગશે. માટે જે કંઇ પણ કામ કરો તે સારી નિયત, સારા હેતુ અને પવિત્ર ઇરાદાઓથી કરો, બધાનુ ભલુ થાય એ રીતે કરો અને પછી જુઓ સમાજમાથી તમને કેટલો સહકાર મળે છે !! આ વાતને નીચેના ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજી શકાશે.
દા.ત. તમે કોઇ કારખાનુ કે વેપાર ચલાવી રહ્યા હોવ અને તમે ગમે તેમ કરીને વધુ નફો કમાવાનો, કોઈ અનૈતીક હેતુ રાખો કે માત્ર પોતાનોજ વિકાસ થાય તેવો સ્વાર્થી હેતુ રાખો તો આવો હેતુ તરતજ તમારી બુદ્ધી ભ્રષ્ટ કરી દેશે જેથી તમે આવા હેતુ પ્રાપ્ત કરવા માટે અનીતિની તમામ હદ પાર કરવા પ્રેરાશો, આવા હેતુને કારણે તમે તમારાજ કર્મચારીઓનુ શોષણ કરશો, તેઓને ઓછા વેતને વધુ કામ કરાવશો, તેઓની સાથે અન્યાય કરશો, તેઓના હક છિનવી લેશો, તે ઉપરાંત ટેક્ષચોરી કરશો, ભ્રષ્ટાચાર કરશો, ધાક ધમકી આપશો, આસ પાસના પર્યાવરણમા ઉધોગનો દુષીત કચરો જરુરી પ્રોસેસ કર્યા વગરજ ફેલાવી પર્યાવરણને વધારે દુષીત કરવાનો પ્રયત્ન કરશો અને ક્યારેકતો ગુનાહીત પ્રવૃતી પણ કરી બેસશો. આવી પ્રવૃતીઓ લોકોમા નારાજગી ઉત્પન્ન કરશે જેથી લોકો તમારી વિરુધમા એક થવા લાગશે અને છેવટે તમને ઉખાડીને ફેંકી પણ દેશે, પછી તમે આવા જનસમુદાય, આંદોલનો, અસહકાર કે સરકારનો સામનો કરી શકશો નહિ અને છેવટે તમારુજ સમ્રાજ્ય પડી ભાંગશે. આ રીતેતો તમે નકામી ગુંચવણોમા ફસાઇને રહી જશો અને પછી તેમાથી બહાર આવવુ ખુબ મુશ્કેલ કે ખર્ચાળ બની જશે. હવે જરા તમે વિચારો જોઇએ કે આવા દુશ્પરીણામો આવવાનુ કારણ શું હોઇ શકે ? તમારો વિક્રૃત, સ્વાર્થી અપ્રામાણિક અને અન્યાયકારી હેતુ ખરૂને !!! આવો અપ્રામાણિક હેતુ રાખવાને બદલે તમે તમારા વિકાસની સાથે સાથે તમારા કર્મચારીઓ, સમાજ, દેશ–પ્રદેશનો વિકાસ કરવાનુ લક્ષ્ય રાખ્યુ હોત, વધુમા વધુ લોકોને રોજગારી આપી સમાજમા સુખાકારી અને સમૃધ્ધી ફેલાવાનો હેતુ રાખ્યો હોત, કોઇને પણ નુક્શાની ન થાય તેનુ ધ્યાન રાખ્યુ હોત કે પ્રામાણિકતાથી ઉધાર લીધેલા નાણા સમયસર ચુકવી દેતા હોત તો લોકો અને સરકાર એ બન્નેનો તમને પુરેપુરો ટેકો મળી રહેતો હોય છે જેથી વધુ સારી રીતે તમે વિકાસ સાધી શકતા હોવ છો. શું તમને નથી લાગતુ કે આ રીતે તો વધુ સારો, સર્વાંગી અને વગર અડચણે વિકાસ સાધી શકાતો હોય છે !

આ દુનિયામા એવુ કોઇજ કાર્ય નથી કે જેમા લોકોના સહકારની જરુર ન પડે. દરેક કાર્યમા ક્યાંકને ક્યાંક કોઇકની મદદ તો લેવીજ પડતી હોય છે એટલેકે દર વખતે સફળતા એકલે હાથે મળતી હોતી નથી તે ઉપરાંત કોઇ વ્યક્તી સંપુર્ણ પણ હોતો નથી, તેણે અમુક કાર્યો કોઇકનેતો સોંપવાજ પડતા હોય છે અથવા તો કોઇકની મદદ લેવીજ પડતી હોય છે, તો આ મદદ ત્યારેજ મળી શકતી હોય છે કે જ્યારે લોકોને આપણી નિયત પર વિશ્વાસ હોય. જો તમારી છાપ સારી હોય, તમારા પર લોકોને ભરોસો હોય અને તમારા ઇરાદાઓ નેક હોય તો ક્યારેય કોઇ વ્યક્તી તમને મદદ કરવાની ના પાડે નહી અને તમારા કામ પણ અટકે નહી. જો તમે ઇચ્છતા હોવ કે ભવિષ્યમા ગમે ત્યારે તમારા પ્રયત્નો પર કોઇ પાણી ન ફેરવી દે અને કોઇ વ્યક્તી તમને મદદ કરતા ડર ના અનુભવે તો અહિતકારી, વિનાશક અને સ્વાર્થી પ્રવૃતીઓ છોળી સાફ દિલથી લોકહિતમા કામ કરવાનુ શરુ કરી દેવુ જોઈએ. આ રીતેતો લોકોજ તમને તમારી મંજીલ સુધી પહોચાળી દેશે. તમે ગમે તેટલુ છુપાવશો તો પણ તમારો સ્વાર્થ શું છે તેની જાણ વહેલા કે મોડા સૌ કોઇને થઇજ જવાની છે તો પછી શા માટે હાથે કરીને પોતાની છાપ બગાળવી જોઇએ ? શા માટે અડચણો ઉભી કરવી જોઇએ. તમારો હેતુ શુભ હશે, નેક હશે તો પ્રકૃતીના તમામ તત્વો તમને સફળ બનાવવા કામે લાગી જશે, તમારુ હ્રદય પવિત્ર હશે તો તમારા જીવનમા સુખ અને શાંતીનો પ્રવાહ નિરંતર વહ્યા કરશે, તેમજ નિષ્ફળતા મળશે તો પણ તમારા ઇરાદાઓની કદર થયા વગર રહેશે નહી. આવા ઇરાદાથી સમાજનુ ભલુ થતુ હોવાથી સમાજ ખુદ તમને મદદ કરવા દોળી આવશે, તમને ટેકો આપશે અને સમાજમા દરેક પ્રકારની સુખાકારી ફેલાવવા પોતાનુ યોગદાન પણ આપશે. આમ જો ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી કામ કરવાથી બધુજ સારુ થતુ હોય, સફળતા મળી રહેતી હોય તો પછી શા માટે અનીતિથી કામ કરવુ પડે ? શા માટે સ્વાર્થી ઇરાદાઓ તરફ લલચાવુ પડે? એક વાત હંમેશા યાદ રાખો કે જે વ્યક્તી બધાને નડતરરૂપ થવાને બદલે ફાયદારૂપ થાય છે, લોકોનુ હિત સાચવીને સાથ સહકારથી કામ કરે છે તેવા વ્યક્તીઓની સફળ થવાની શક્યતા હંમેશા વધુ રહેશે કારણ કે અન્ય લોકો પણ તેને સફળ બનાવવા પ્રયત્નો કરતા હશે કારણકે તે દરેકનુ હિત કે ખુશી તેમા જોડાયેલી હશે. આવા લોકો તે વ્યક્તીના પ્રયત્નોને સુરક્ષા કવચ પુરૂ પાળતા હોવાથી તેના પ્રયત્નો ક્યારેય નિષ્ફળ જશે નહી, જ્યારે અનીતિથી કાર્ય કરનાર વ્યક્તીનોતો સમગ્ર સમાજ વિરોધ કરતા હોય છે જે અંતે તેનીજ નિષ્ફળતાનુ કારણ બનતુ હોય છે.
તમે ગમે તેટલુ સારુ કામ કરતા હશો પણ જો તે કામ કરવાનો ઇરાદો નેક નહી હોય એટલેકે તમે કોઇને નુક્શાની પહોચાળવાના ઇરાદાથી કામ કરતા હશો તો ક્યારેય સમાજ તમને સાથ નહી આપે, પછીતો તેઓ તમારા વિશે ચર્ચાઓ કરી કરીને સમાજમા તમને એટલા ‘પ્રખ્યાત’ બનાવી દેશે કે લોકો તમારા નામ સાંભળીને પણ તમારાથી દુર ભાગવા લાગશે કે વિરોધ કરશે. પછી તમે તેઓનો વિશ્વાસ જીતી ક્યારેય સમ્માનજનક સફળતા મેળવી શકશો નહી અને કદાચ મેળવી પણ લેશો તો લોકો તે બધુ ટકવા દેશે નહી. આમ જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમને પહેલી પસંદગી આપે, તમને પહેલા સીલેક્ટ કરે, તમને તાત્કાલીક જોઇએ તેવી મદદ પહોચતી કરે તો તમારે એક પ્રામાણિક કે શુભ આશયવાળા વ્યક્તી બનવુજ જોઇએ કારણકે આ રીતેજ તમે તેઓનો વિશ્વાસ જીતી શકતા હોવ છો.

જે વ્યક્તીની નિયત ખરાબ છે તેઓનોતો ઓળખીતાઓ પણ વિરોધ કરતા હોય છે જ્યારે હંમેશા સ્વચ્છ, પવિત્ર નિયત ધરાવતા વ્યક્તીઓને વિરોધીઓ પણ સાથ સહકાર આપતા હોય છે, પછી તેઓ કોઇ પણ જ્ઞાતી, ધર્મ કે સમુદાયના હોય. સારી નિયત, સાફ દિલ, નેક ઇરાદાઓ ધરાવતી વ્યક્તીઓનુ દરેક વ્યક્તી ખરા દિલથી સમ્માન કરતા હોવાથી તેઓને જળપથી સહકાર મળી જતો હોય છે જેથી તેઓની સમસ્યાઓનુ જડપી સમાધાન થવાથી તેઓને જડપી સફળતા પ્રાપ્ત થઇ જતી હોય છે. જો તમારી છાપ પવિત્ર વિચારો વાળા, વિશ્વાસપાત્ર અને મદદગાર વ્યક્તી તરીકેની હશે તો તમારા વિરોધીઓ પણ એમ વિચારીને એક વખત તો તમને જરૂર મદદ કરશે કે ભલે હુ તેનો વિરોધી હોવ પણ એ ખરેખર ખુબ સારો વ્યક્તી છે, નેક દિલ છે. આવા માણસોને મદદતો કરવીજ જોઇએ. આજના જમાનામા ચારેય બાજુ દગાખોર, સ્વાર્થી, લેભાગુ, અને ટુંકી બુધ્ધી ધરાવતા લોકોની ભરમાર છે, તેઓ ગમે ત્યારે મને છેતરી કે નુક્શાન પહોચાડી શકે છે. હું આવા નેકદિલ વ્યક્તીઓનો સંજોગોવશાત ભલે વિરોધ કરી રહ્યો હોવ પણ ખરેખર તો હું પણ આવા પવિત્ર, વિશ્વાસુ અને નિસ્વાર્થ વ્યક્તીઓનોજ સાથ ઇચ્છી રહ્યો છુ કે જયાં મારે કે મારા પરીવારે કોઇ પણ પ્રકારનો ડર, ચીંતા કે અસુરક્ષા અનુભવવાની જરુર નથી. મારા જીવનમા જ્યારે તકલીફો આવશે, જ્યારે હું ધન, સંપત્તી, બધુજ ગુમાવી બેસીશ કે નિષ્ફળ જઇશ ત્યારે આવા નિસ્વાર્થ વ્યક્તીઓજ મારી મદદે દોળી આવવાના છે એટલે મારે આવા વ્યક્તીઓને પ્રોત્સાહન આપવુજ જોઇએ. આમ વ્યક્તી ગમે તેટલા વિરોધી, દગાબાજ, ગુનાખોર, હત્યારો, ડોન, માફિયા હોય પણ અંતરમનથી તો તેઓ સારા માણસોની કિમ્મત સમજતાજ હોય છે. તેને પણ પોતાની આસપાસ નિસ્વાર્થ, વિશ્વાસુ વ્યક્તીઓ ભેગા કરી નિરાતે ઉંઘવાની ઇચ્છા હોય છે. લોકો પોતાની આ ઇચ્છા પુરી કરવા તમારી ઇમેજ (છાપ)ની ચોખ્ખાઇને આધારે તમારો વિશ્વાસ જળપથી કરશે અને તેટલીજ જળપથી મદદ પણ પહોચતી કરાવશે. આ વાત કોઇ બહુ મોટી ફિલોસોફી નહી પણ જીવનનુ મોટુ સત્ય છે, તેને જેટલુ જડપથી સમજી લેવામા આવે તેટલોજ જળપથી વિકાસ સાધી શકાતો હોય છે.

છેવટે તો એટલુજ કહિશ કે જે કંઈ પણ કરો તે લોક લાગણી અને સમાજના હિતને નજર સમક્ષ રાખીને કરો, “ બહુજન હિતાય, બહુજન સુખાય “ અને “ સદ્ભાવના“ ના સુત્રને ધ્યાનમા રાખી પવિત્ર હ્રદય, નિખાલસતા અને સારા હેતુથી કરો. આ રીતે કાર્ય કરતા રહેશો તો લોકોના દિલ જીતીને ખુબ દૂર સુધી જઇ શકશો.