Armaan na armaan - 6 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અરમાન ના અરમાન - 6

“અમે મરી ગયા હતા કે શું, આવા ઘોચું સાથે રખડે છો...” અને એ જ ડરથી હું બેડ પર થી ઉભો થયો અને ભૂ ના હાથ માંથી એનો ફોન લઇ લીધો.
“ટોપા એને તારા મોબાઈલ નંબરની કમ્પ્લેઇન કરી દીધી તો?” મે ડરાવતા કહ્યું.
“ કોઈ નહી બકા સીમ ડમી છે...” ભૂએ આંખો નચાવતા કહ્યું.
“અત્યારે કોઈનું પણ લોકેશન ટ્રેસ થઇ જાય છે અને આમ પણ એ કોઈને કોઈ સાથે સેટ થઇ જ ગયેલી હશે. તું શુ કામ પોતાનું બેલેન્સ બગાડે છો.
“એ બધું પછી જોયું જાશે...” કેહતા અરુણે મારા હાથ માં થી ભૂ નો મોબાઈલ છીનવીને ભૂ ને આપતા કહ્યું,
“લે તું પેલા કોલ કર....”
“આ સાલો અરુણ મારી સાથે છે કે આની સાથે” હું મનમાં બબડો.
“તે કઈ કીધું.” અરુણે મારી તરફ જોતા કહ્યું.
“ના મેં કઈ નથી કહ્યું હું શું કામ કઈ કહુ એશ થોડી મારી વાઈફ છે તે હું એની ચિંતા કરું.” મારું એટલું જ કહેવું હતું કે ત્યાં જ બારણે કોઈના ટકોરા પડ્યા.
“લે... યાર હવે જા ખોલ.” અરુણે મને કહ્યું.
“ મેં જઈને જેવો દરવાજો ખોલ્યો કે એક જોરદાર તમાચો મારા ગાલ પર પડ્યો. હું સન્ન રહી ગયો.હું મારા ગાલ અને કાન પર મારો હાથ રાખીને ઉભો રહી ગયો. અત્યારે એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ હતો કે અત્યારે અહી કોણ આવ્યું છે.અત્યારે જેને મારો ગાલ અને કાન લાલ કર્યા હતા એ બીજું કોઈ નઈ પણ જે હોસ્ટેલની બહાર મળ્યો હતો એ હતો.
“ચાલ હવે બાજુ ખસ” અત્યારે હું રૂમ અને દરવાજાની વચ્ચે ઉભો હતો તો મને ધક્કો મારી બેડ પર જઈને બેસી ગયો અત્યારે જે મારી હાલત હતી એ જ હાલત ભૂ અને અરુણની હતી.
“ નીચે બેસ ત્યાં જમીન પર અને મારી શકલ યાદ છે કે ભૂલી ગયો?” એને તાડુકતા કહ્યું.
“યાદ છે..” મેં ડરતા કહ્યું.
“તો હમેશા યાદ રાખજે તારા બાપ ની શકલ છે આ..” એણે ફરી રોફ જાડતા કહ્યું. ત્યારે હું ગુસ્સામાં લાલ પીળો થઇ ગયો હતો જો મોટા ભાઈ એ કહેલા શબ્દો યાદ ના આવ્યા હોત એ સમયે હું એ સાલા ને મારી મારીને લાલ કરી દેત.
“આઈ કોન્ટેક્ટ કરીશ તું મારી સાથે..” એણે દીવાલ તરફ ઈશારો કરતા કહ્યું.
“ મેં એ દીવાલ પર તારા જેવા જ એક હરામી નું માથું ફોડી નાખ્યું હતું ચાર મહિના કોમા માં હતો. પોલીસ મારું કઈ જ નહોતી ઉખાડી શકી કેમ કે કોઈ ગવાહ જ નહોતો મળ્યો કે એ બતાવે કે આ બધું મેં કર્યું છે.” બેડ પર લાંબા થતા કહ્યું.
“તો આ બધું મને શુ કામ કહો છો.” હું પણ ગુસ્સામાં હતો તો કહી દીધું. એનું પરિણામ એ આવ્યું કે જે એ બેડ પર લાંબો થઈને સુતો હતો એ ઉભો થઇ ગયો અને દાંત કસકસાવતા મારી તરફ આવ્યો.
“સોરી સર, એને જવાદો એ પાગલ છે સાવ.” અરુણે એ સિનિયરને પકડ્યો.
“સમજાવી દે આ બેવકુફ ને નહીતર એ અહીયાં પોતાના જીવથી જશે.”
“ઠીક છે હું એને સમજાવી દઈશ.” અરુણે કહ્યું.
“જા મારા માટે પાણી લઈને આવ.”એણે અરુણને કહ્યું. ત્યાંથી અરુણ પાણી લેવા માટે જતો રહ્યો. તે પાછો આવ્યો ત્યાં સુધી આખા રૂમમાં નીરવ શાંતિ છવાયેલી રહી.તે પાણી લીધા વગર જ પાછો આવ્યો હતો.
“સર, એ એ... ત્યાં ગ્લાસ નથી કોઈ લઇ ગયું છે હું બોટલમાં પાણી લઈને આવું છું.” કહેતા અરુણ પાછો બોટલ લઈને જતો રહ્યો.
“તું અહિયાં આવ” એને મને પાસે બોલાવી અને સિગરેટ માટે પૂછ્યું.
“હું નથી પીતો.” મેં ટપાક થી એક પણ પળનો વિલંબ કર્યા વિના કહ્યું.
સીનીયર કઈ પણ બોલે એ પેહલા જ અરુણ દોડીને આવી ગયો અને એને પાણી થી ભરેલી બોટલ સિનિયરને આપી એને હોઠે લગાવી થોડું પાણી પીધું અને ત્યાર પછી બોટલ મારા તરફ લંબાવતા કહ્યું,
“લે થોડું પાણી અને રીલેક્સ થઇ જા.”
“મને તરસ નથી.” મારું લોહી હજુ ઉકાળેલું જ હતું.
“પી લે પાણી આના પછી જે હું કરવાનો છુ એનાથી તારું ગળું સુકાઈ જ જવાનું છે.” સીનીયરે કહ્યું. એની વાતનો મેં કઈ જ જવાબ ના આપ્યો તો એને પોતાના ખભા ઉલાળતા કહ્યું,
“જેવી તારી મરજી..” એને પોતાના ખીસ્સા માંથી સિગરેટનું પેકેટ કાઢતા ભું ને પાસે બોલાવો અને રૂમની લાઈટ બંધ કરી દેવાનું કહ્યું. ભૂ એ બલ્બ બંધ કરી દીધો. અંધારામાં સિગારેટની કશ લેતા ભૂ ને કહ્યું.
“ફરી થી ચાલુ કરી દે...” સીનીયરે કહ્યું ભૂ એ પાછો ચાલુ કરી દીધો તો સીનીયર કહ્યું.
“સો વખત બંધ ચાલુ કર અહી બેડ પર આવ બેશ અને પછી લેમ્પ ચાલુ કર,, હવે ચાલુ થઇ જા.” સીનીયરે પોતાની વાત પૂરી કરી. ભૂની તો પહેલેથી જ ચીટી બીટી ગુલ થઇ ગયેલી હતી એ શું બોલે કંઈ પણ બોલ્યા વગર એણે અરુણના બેડથી બોર્ડ સુધી ૨૦૦ ચક્કર મારવાનું ચાલુ કરી દીધું.
“લે પી..” એણે ઓન ઓફ થતા બલ્બની વચ્ચે મને સિગરેટ આપતા કહ્યું.
“મને આદત નથી.” મેં ચીડાતા કહ્યું.
“એટલે તો આપું છું જ્યાં સુધી નશો નઈ કરે ત્યાં સુધી એન્જીનીયર કેવી રીતે બનશું.” એણે કહ્યું.
મજબુરીમાં મારે મારા હોઠે સિગરેટ લગાવવી પડી ભાઈએ આપેલી નસિયત કે સિગારેટ અને દારૂ થી દુર રેહજે તોડવી પડી નહીતર ભાઈએ આપેલી બીજી નસિયત કે કોઈ સાથે લડાઈ ઝગડો ના કરતો એ તોડવી પડેત.
“કશ અંદર લે, મોઢામાં ધુમાડો રાખીને તો નાના છોકરાઓ પણ સિગરેટ પી લે.”સીનીયરે ધમકાવતા ફરી કહ્યું. મેં એવું જ કર્યું એક કશ ખેશીને અંદર લીધો જેવો જ ધુમાડો અંદર ગયો કે જાણે એવું લાગ્યું કે કાળજું જ બહાર આવી ગયું હું ઉધરસ ખાવા લાગ્યો.
“બીજો એક કશ લે...”એને ફરી ફરમાન કર્યું. મેં ફરી એક કશ લીધો પણ પરિણામ એ જ આવ્યું ખાસી.
“હજુ એક લે.” ફરી ફરમાન લેવાની ઇચ્છા તો નહોતી પણ બીજો કોઈ રસ્તો પણ નહોતો. ભૂ હજુ પણ લેમ્પ ઓન ઓફ કરતો હતો તો એને સિનીયરે કહ્યું
”તારા કેટલા થયા?”
“૮૦” ભુએ હાંફતા હાંફતા કહ્યું.
“ચાલ બેટા હજુ તો અડધાય નથી થયા ચાલુ થઇ જા.” સીનીયરએ મજા લેતા કહ્યું.
ત્રીજી વખત મેં ધુંમાડો મારા ફેફસામાં ખેંચ્યો આ વખતે મને ઉધરસ સાથે આંખોમાંથી પાણી પણ નીકળી ગયું અને માથું પણ ઘુમવા માંડું.
“આજ માટે એટલું કાફી છે, કાલે ફરી મળીશું.” સીનીયર કહ્યું ને અમે રાહતનો શ્વાસ લીધો. જેવો એ બહાર ગયો કે હું અને ભૂ બેડ પર લાંબા થઇ ગયા.
“પ..પ..” ભૂ આટલું જ બોલી શક્યો અને હાંફવા લાગ્યો.
“શું પ..પ.. કરે છો તું?” મેં ભૂ ને પૂછ્યું.
“પત્તર ફાડી નાખી સાલા એ, ચક્કર આવે છે યાર, પાણી...પાણી...” ભૂ એ હાંફતા હાંફતા કહ્યું.
“અહિયાં બધુ માથુ ભમે છે બીસી” મે માથું પકડતા કહ્યું.
“સિગરેટની અસર જાજો સમય નથી રહેતી ડોન્ટ વરી “ અરુણે કહ્યું.
“વરીની પત્તરના ફાડ તું પાણી લાવ ફટાફટ.” મેં અરુણને કહ્યું. અરુણના ગયા પછી હું ભૂની તરફ ફર્યો તો એ છતની તરફ જોતો હતો અને હાંફતો હતો.
“શું બેટા શું હાલ છે મજા આવી કે નહિ.” મે ભુની લેતા કહ્યું.
“હા બહુ જ મજા આવી ફરી કરવાનું મન છે.” ભૂ ચીડાતા બોલ્યો.
“સાલું હું જ્યારથી કોલેજમાં આવ્યો ત્યાર થી ગમે તે આવે અને મને મારીને જતા રહે છે. હવે આ દીપિકા મેમ ને જ જોઇલો આજ લેબમાં મારો હાથ લઈને.....”મેં નસીબને કોસતા કહ્યું.
“શું??? “ એણે જેવું એ સાંભળું કે એનો બધો જ થાક ઉતારી ગયો અને મારી તરફ આવી ને બોલ્યો.
“દીપિકા મેમ ની ચર્ચા કોલેજમાં બહુ જ છે જરા સંભાળીને, એકવાર એ જેને પકડીલે તો પછી એ તેની પાસે પોતાની ઇચ્છા પૂરી કરાવીને જ રહે છે, સાલી કેરેક્ટરલેસ છે.” ભૂ એ કહ્યું.
“તને કેવી રીતે ખબર?” મેં ભૂ ને પૂછ્યું.
“મારો એક દોસ્ત સેકન્ડઇયરમાં છે એણે મને કહ્યું આ દીપિકા મેમના જલવા વિષે. એણે એ પણ કહ્યું કે ગયા વર્ષે કોલેજ માંથી કાઢી પણ મુકવાના હતા પણ એની અને હોડ વચ્ચે.... પણ તું ચિંતા ના કર તને એ છોડી દેશે.” ભૂ એ કહ્યું.
“કેમ મને છોડી દેશે.” મેં ઉચુકતાથી પૂછ્યું.
“તારામાં એ વાત જ નથી, એ એવા જ છોકરાઓ સાથે સેટિંગ કરે છે જે હેન્ડસમ હોય.”
“ખુદ તો જોકર જેવો લાગે છે અને મને કહે છે ચાલ ભાગ અહીંથી.” મેં ભૂને કહ્યું. એ સમયે ભૂ પર મારું દિમાગ ફાટી ગયું હતું એ કેવી રીતે કહી શકે કે દીપિકા મેમ મારાથી ના પટી શકે. અરુણ ઘણી વાર સુધીના આવતા હું અને ભૂ બંને બહાર નીકળી ગયા. મને એમ હતું કે બહાર છોકરાઓ ટોળું વળીને ઉભા હશે અને અમને પૂછશે કે સીનીયરએ કેવી રીતે અમારું રેગીંગ કર્યું. પરંતુ એવું કઈ જ નહોતું. પણ આજુબાજુના રૂમ માંથી મારો જાણીતો અવાજ થપ્પડ ને ગાળોનો અવાજ આવ્યો તો મને સમજાઈ ગયું કે આ બધું જેલવા વાળો હું એકલો નથી. અને એ વખતે સૌથી વધુ સુકુન એ વાત નું હતું કે હવે મને કોઈ ડરપોક છે એમ નહિ કહે કારણકે અત્યારે બધા ખુદ ડરેલા હતા.
“ક્યાં મરી ગયો હતો.” વોટરકુલરની તરફ જતા અમને અરુણ હાંફતા હાંફતા મળ્યો પણ તેના હાથમાં પાણીની બોટલ નહોતી.
“થોડા સીનીયરો મળી ગયા હતા રસ્તામાં યાર..” અરુણ પોતાના હાથ ગોઠણે રાખતા હાંફતા હાંફતા કહ્યું,
“જા મારા માટે પાણી લઈને આવ.”
“બોટલ તો તમે લઈ ગયા ને સાહેબ.” મેં અરુણને કહ્યું.
“વોટર કુલરની પાસે ગ્લાસ રાખેલો છે, તેમાં ભરીને લાવ.” લડખડાતા અરુણ રૂમ તરફ નીકળી ગયો. મારી અને ભુની હાલત તો ઘણી સારી હતી પણ અરુણ તો બેડ પર ઉભા શ્વાસે થઇ ગયો હતો.
“અબ્બે વિચારો ગર્લ્સમાં રેગીંગ કેવી રીતે થતી હશે?” ભૂ એ કહ્યું એની શકલ તો ઘોચું જેવી હતી પણ સ્ટ્રીક જોરદાર લઇ આવતો હતો. અને ત્યાર બાદ બધા પોતપોતાનું દિમાગ લગાવવા લાગ્યા. કોઈ જગ્યાએ બ્લુ ફિલ્મ બતાવતા સ્ટુડન્ટ પકડાયા હતા ને કેસ થયો. મારી ને ભુની આવી ઢંગધડા વગર ની વાતો ચાલતી હતી.
“હું તો ગર્લ્સ હોસ્ટેલ જઈશ.” અરુણના શ્વાસ બરાબર થતા એણે પણ અમારી જ્ઞાન વર્ધક વાતમાં જંપલાવું
“તું ત્યાં જઈને શું કરીશ સિનિયર્સની ચાપલુસી કરીશ.” ભુએ કહ્યું.
“નહિ રે, મેં સાંભળું છે કે કેટલીક છોકરાઓ સેટિંગથી હોસ્ટેલમાં છોકરાઓને મળવા જાય છે, તો આપણે પણ કેમ ના જઈએ તું શું કહે છો અરમાન.” અરુણે કહ્યું. મને ભાઈએ કહેલી વાત યાદ આવી કે છોકરીઓ પાછળ ટાઈમ નાં બગાડતો.
“ક્યાં મરી ગયો?” મને ઠોહો મારતા અરુણે કહ્યું. મેં તરત જ ના પડી દીધી. તો પ્લાન એવો બન્યો કે ટાઇમ મળતા જ અરુણ અને ભૂ ગર્લ્સ હોસ્ટેલ જશે અને હું રૂમમાં પડ્યા પડ્યા માખીઓ મારીશ.
આગળના દિવસે ફરી અમે કોલેજ જવા માટે નીકળ્યા એ પણ કોલેજના પાછળના દરવાજે થઈને. આજે અમારી સાથે ભૂ પણ હતો. અમે જેવા અંદર પહોચ્યા કે ત્યાં પેલી પાંચ ચુડેલો પણ ઉભેલી હતી.
“મરી ગયા..” મેં કહ્યું.
“મર્દ બન બકા આમ છોકરીઓથી શું ડરે છો.” ભૂ એ છાતી ફુલાવતા આગળ વધતા કહ્યું.
“ઓયે ટોપા “ એ પાંચ ચુડેલોમાંથી એક એ ભૂ ને બોલવતા કહ્યું.
“ઓયે ચપડગન્જુ અહિયાં આવ.” બીજી બોલી.
પહેલા તો ભુપેશને વિશ્વાસ ના આવ્યો.તે ત્યાં જ ઉભા રહીને પાછળ ફરીને કન્ફર્મ કરવા લાગ્યો કે એને જ ટોપા અને ચપડગન્જુ કહ્યો પણ થોડીવારમાં બીજી ગાળ સાંભળતા કન્ફર્મ થઇ ગયું કે એને જ પેલી છોકરીઓ એ બોલાવ્યો છે.
“કેમ અલ્યા તને સંભળાતું નથી?” એક એ ભૂ ના ચશ્માં ખેચતા કહ્યું. આજે એ પાંચમાં સાત વર્ષથી એન્જીનીયરીંગ કરતા વરુણની ગર્લ ફ્રેન્ડ પણ હતી.
“એક ભારતીય નારીને આવી રીતે વાત કરવી શોભા નથી આપતી.”ભૂ એ ખરાબ શકલ બનાવતા કહ્યું કે એ પાંચેય હસવા લાગી.ત્યારે મને અને અરુણને પણ હસી આવતી હતી પણ કેમેય કરીને અમે ચુપ રહ્યા.
“મારું નામ વિભા છે “ વરુણની ગર્લફ્રેન્ડએ ભૂ તરફ હાથ લંબાવી હસતા કહ્યું.
“માય સેલ્ફ ભૂ..” તેની સાથે હાથ મેળવતા કહ્યું,
“વિભા,આ બંને મારા ફ્રેન્ડસ છે અરુણ એન્ડ અરમાન.” આગળ વાત લંબાવતા કહ્યું. વિભાએ પહેલા અરુણને જોયો અને પછી મને જોઈ ને ખડખડાટ હસવા લાગી.
“આ તો એજ છેને કે જેના મો પર મેં સમોસું ચોપડ્યું હતું.” હસતા વિભા એ કહ્યું. મનમાં ગાળો બકતા ફરી ચીખ્યો. ભૂ એ થોડીવાર એ પાંચેય ચુડેલો સાથે વાતો કરી.એ પાંચેય જે રીતે શાલીનતાથી એની સાથે વાતો કરતા જોઈ મારા મનમાં એક ડર બેસી ગયો કે ક્યાંક એ આવી જ રીતે એશ સાથે સેટિંગ ના કરી લે.
“એ આવી છે શું?” હું મારા ક્લાસમાં ઘુસતા પહેલા એશના ક્લાસમાં ઘૂસીને કહ્યું. અને પાછળના કેટલાક દિવસોની જેમ આજે પણ અરુણના દોસ્તએ ના માં માથું ધુણાવું. ત્યાંથી હું ઉદાસ મને પોતાના ક્લાસમાં આવ્યો. અમારે ફાસ્ટ ક્લાસ દમ્મોરાણીનો હતો. પરતું તેની જગ્યાએ આજે દીપીકામેમ આવી હતી. એટલે હું સમજી ગયો હતો કે આજે મારે તો પૂરો પીરીયડ મુંડી નીચે કરીને જ કાઢવાનો છે.
“અરમાન, સ્ટેન્ડ અપ” દીપિકા મેમ એ અવાજ લગાવતા કહ્યું. પણ કેમ હું તો નતો હું ક્લાસમાં કઈ બોલ્યો હતો કે નાતો મેં કઈ કર્યું હતું ઉપરથી આખા ક્લાસમાં સૌથી શાંત છોકરો ત્યારે હું જ હતો. તો પછી મને કેમ ઉભો કર્યો.
“વ્હોટ ઇસ જેવીએમ?” હું મારી જગ્યાએ બરાબર ઉભો પણ નહોતો થયો કે મારા પર એક મિસાઈલ છોડી દીધી. મારી પાસે દીપિકા મેમના પ્રશ્નનો જવાબ આવડવાની દૂરની વાત હતી, મેં તો જેવીએમ વર્ડ જ પહેલીવાર સાંભળ્યો હતો.
“ચુપ કેમ છો જવાબ આપ, હજુ થોડીવાર પહેલા જ મેં ભણાવ્યું?” મેમએ કહ્યું.
“મેમ એ હું ભૂલી ગયો ફરી એક વાત કહોને પ્લીઝ.”થોડીવાર દીપિકા મેમ ને જોયા થોડીવાર દીવાલ તરફ જોયું થોડીવાર આજુ બાજુ જોયું કે કદાચ અરુણ કે નવીન માંથી કોઈ એક ધીરેથી મને કહી દે પણ એને પણ કઈ ના કહ્યું તો હું બધી જ રીતે પરાસ્ત થઇ ગયો તો મેં દીપિકામેમ સામે સરેન્ડર કરી દીધું.
“જાવા વર્ચુઅલ મશીન, હવેથી યાદ રાખજે “ સ્માઈલ મારતા દીપિકા મેમ એ કહ્યું.એણે મને જવાબ એ રીતે આપ્યો કે જાણે મેટ્રીક્સ મુવી એણે જ બનાવી ન હોઈ.
“નાઉ સીટ ડાઉન “ એક ઘમંડ ભર્યા અવાજમાં કહ્યું. અને એના પછી એને ફરી પાછું એનું પ્રવચન ચાલુ કરી દીધું. અડધા તો દડી ગયા અને બાકીના એના ખ્યાલો માં ખોવાઈ ગયા.
“નાઉ આઈ એમ ગોઇંગ ટુ આસ્ક સમ બેસિક ક્વેશનસ...” મેમ એ કહ્યું.
“અરમાન...”
“યસ મેમ...” ફરી એકવાર બલીનો બકરો હું બન્યો.
“થોડા નોર્મલ ક્વેશન તને પુછુ છુ આઈ હોપ મને એના જવાબ મળશે.” ફરી મેમ બોલ્યા.
“ આઈ વિલ ટ્રાય” મેં મનમાં જ ગાળો બકતા કહ્યું.
“વિન્ડો એક્સપી શું છે?”
“મતલબ...” મેં ગુચવતા કહ્યું.
“મતલબ કે,વ્હોટ ડુ યુ મીન બાય વિન્ડો એક્સપી?” મેમ એ ફરી પ્રશ્ન દોહરાવતા કહ્યું.
“એ તો ઓપરેટીંગ સિસ્ટમ છે બસ આટલી જ ખબર છે.” મેં જેટલું આવડતું હતું એ કહ્યું.
“નોટ બેડ, અચ્છા એ કહેતો જરા, તું કોમ્યુટર યુઝ કરે છો?” પોતાનુ શરીર ચેર પર ટેકવતા કહ્યું.
“ હા બિલકુલ કરું છું “ બ્લ્યુ ફિલ્મ મોટી સ્ક્રીન પર જ જોવાની મજા આવે ને મનમાં બબડતા કહ્યું.
“તો કહેતો કે કોઈ પણ ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?” ફરી બીજો સવાલ અાપતા મેમ એ કહ્યું.
“કંટ્રોલ પી “ મેં ફટાફટ જવાબ આપ્યો અને પોતાના મોટા ભાઈ ને મનમાં ને મનમાં આભાર માન્યો કેમ કે આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર એના કારણે જ આપી શક્યો હતો. દીપિકામેમ ના બે પ્રશ્નોના જવાબ શું આપ્યા એ તો મને કોમ્યુટરનો ગોડ ફાધર સમજી લીધો. અને એક પછી એક પ્રશ્નો કરતા ગયા ને હું બધા જ પ્રશ્નોના જવાબમાં માત્ર સોરી મેમ કહેતો રહ્યો.
સીએસ વિષયએ કોઈ થીયરી બેસ વિષય નહોતો આ માત્ર ને માત્ર પ્રેક્ટીકલ બેસ વિષય હતો, અને જે વિષય માત્ર ને માત્ર પ્રેક્ટીકલ વિષય હોઈ તો પ્રેક્ટીકલ એક્ઝિામ ના આગલા દિવસ પહેલા વાંચવો મોટું પાપ હતું. અને આ મોટું પાપ હું કેમ કરી શકું એટલા માટે દીપિકામેમના પ્રશ્નોના જવાબમાં માત્રને માત્રે બે જ શબ્દો બોલતો સોરી મેમ...
“વાંચવાનું ચાલુ કરી દે નઈતર હું તને ફેઈલ કરી દઈશ સમજ્યો,સીટ ડાઉન.” મેમ એ વોર્નિંગ આપતા કહ્યું. એણે મને ફેઈલ કરવાની ધમકી શું આપી મારું તો જાણે શટર જ ડાઉન થઇ ગયું હતું. ચુપચાપ રોવા જેવી શકલ બનાવી હું બેસી ગયો.
“ અરમાન, આની પર ટ્રાય કર આ તારાથી પટી જશે.” દીપિકા મેમ ના ક્લાસમાંથી જવાની સાથે જ અરુણે મને કહ્યું.
“આને પટાવીને શું કરું આ સાલી બેડ પર સુતા સુતા ય એચટીટીપીનું ફૂલફોર્મ પૂછશે.” મેં પણ મજાક કરતા કહ્યું.
“અરે આનાથી સારો માલ નઈ મળે.” અરુણે ફરી કહ્યું.
“એશ ડાર્લિંગ છે ને..” મેં આંખ મારતા કહ્યું.
“પોતાના અરમાન પર કાબુ રાખ બેટા નહીતર....” અરુણ બોલતા જરા અટકો.
“નહીતર?...’ મેં તરત જ પૂછ્યું.
“આ ચાંપલી ફરી આવી ગઈ” અરુણે કહ્યું.
“અબ્બે કોણ?” મેં અરુણને આમ ટોપિક બદલતા જોઇને હું ચોક્યો.
“આ શેરીન સાલી ફરી સામે આવી ગઈ.” અરુણે ખીજ કરતા કહ્યું.
મેં સામેની બાજુ નજર નાખી તો સામે એ જ છોકરી ઉભી હતી જે કોલેજના પહેલા જ દિવસે નેતાગીરી કરતી હતી અને ઇન્ટ્રોડક્શન ક્લાસ ચલાવતી હતી. આમ તો અરુણ ક્લાસમાં કોઈ છોકરીઓને ગાળો નહોતો ભાડતો પણ શેરીનને જોઇને એનો પારો સાતમાં આસમાને ચડી જતો અને એના મો માંથી શેરીન માટે પ્યાર ભરા શબ્દોની સરવાણી ફૂટવા લાગતી.

ક્રમશઃ