Love Blood - 13 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - પ્રકરણ-13

Featured Books
Categories
Share

લવ બ્લડ - પ્રકરણ-13

લવ બ્લડ
પ્રકરણ-13
બોઇદાએ મુંચા સાથે રતિક્રીડા કરીને તૃપ્તી કરી લીધી હતી મુંચા એને પસંદ આવી ગઇ હતી એકવાર છોકરી સાથે સંબંધ બાંધ્યા પછી ફરી એની સાથે સંબંધ કરતો નહીં પરંતુ મુંચાને માણ્યાં પછી બીજી કોઇ સાથે આવી મજા નહીં આવે એવું પાકું સમજી ગયેલો ઘાટ ઘાટનાં પાણી પીનારો છોકરીઓની બાબતમાં એકકો જ હતો.
મુંચાએ એને રતિક્રિડામાં એવું શરીર સુખ આપેલું કે એ ઉત્તેજનાથી તૃપ્તિ સુધીની સફરમાં જાણે સ્વર્ગીય સુખ માણી ઉઠેલો.. એનાં મનમાંથી મુંચા ખસતી નહોતી એણે મુંચાનાં ગયાં પછી એનાં ચમચાઓને પૈસાની લહાણી કરીને કહ્યું "મુંચા સાથેનાં નશાની તૃપ્તિમાં વન આસવનો તો જાણે નશો જ ઉતરી ગયો. લાવ બીજો રાઉન્ડ...
એણે ફરીથી વાંસનાં પ્યાલાંમાં વન આસવ મંગાવ્યો અને પીવાની શરૂઆત કરી ત્યાં બામ્બુ ગુફામાં કંઇક ચહલ પહલ થવાનો એહસાસ થયો.... થોડીવારમાં તો બોઇદો એનાં ફોલ્ડરો સામે બેઠો હતો ત્યાંજ મીંજ આવીને ઉભો એણે બોઇદાને જોયો.... બોઇદાએ એને.. બંન્ને એકબીજાની સામે ટગર ટગર જોઇ રહ્યાં... અને....
****************
દેબુની માં સુચિત્રા રોય સવારનાં વહેલાં ઉઠી ગયેલાં ભગવાનનાં ભજનની મીઠી કડીઓ ગાતાં ગાતાં પોતાનાં બગીચામાંથી સેવાનાં ફૂલો લેવા લાગ્યાં સાથે સાથે પ્રભુનું નામ સ્મરણ ચાલુ હતું. એમનો અવાજ એટલો મીઠો હતો કે વૃક્ષો અને શ્રુપો પણ જાણે ખુશ થઇ જતાં.
સૃષ્ટિનાં નિયમ પ્રમાણે એમનાં ભજનથી આકર્ષિત થઇને શ્રૃપો અને વૃક્ષો ફૂલ ફળ વધુ આપતાં અને અનોખુ સૌદર્ય ઉભુ કરતાં.
સુચિત્રા રોયની મીઠી વાણીમાં સંભાળતા ભજનથી ઉઠીને આવેલો દેબુ બગીચામાં આવીને માને ગળે વળગી ગયો અને વ્હાલ કરવા માંડ્યો.
માં એ કહ્યું "ઉઠી ગયો દીકરા ? ચાલ તું વહેલો નાહી ધોઇ પરવારી જા... પછી હું સેવાની તૈયારી જ કરું છું. તું પણ સેવામાં આવીજા તારી આજથી કોલેજ ચાલુ થાય છે.

દેબુએ કહ્યું "હાં મને ખબર છે એટલે તો તારી સાથે સાથે જ ઉઠી ગયો છું હવે હું ન્હાવા જ જઊં છું હું આજે ખૂબ જ ખુશ છું આજથી કોલેજ ચાલુ થશે.
માં એ કહ્યું "મારી સાથે સાથે નહીં પાછળ પાછળ હુ તો તૈયાર થઇને હવે સેવા કરીશ. દીકરાં ચલ તૈયાર થઇ જા. તારાં જીવનનાં મહત્વનો દિવસ છે. માં મહાકાળીને ખૂબ પ્રાર્થના કરીશ તારું આ કોલેજ જીવન ખૂબ ઉજળું રહે સારામાં સારાં ટકા સાથે કાયમ આગળ વધે મારો એકનો એક દીકરો એનાં જીવનમાં અપ્રતિમ પ્રગતિ કરે એમ કહી દેબુનાં માથે હાથ ફેરવ્યો અને કપાળ ચૂમી લીધું.
દેબુએ સામે વ્હાલ કરીને કહ્યું "આઇ લવ યુ મંમી તમારાં ગાર્ડનના આવવાથી જ જાણે ગાર્ડન ખીલી ઉઠે છે ખબર નહીં તમે શું જાદુ કરો છો કેટલાં રંગેબેરંગી અને સુગંધી ફૂલો છે જાણે નજારો જ સાવે જુદો છે.
માં એ કહ્યું "દિકરા આ પ્રકૃત્તિનું સાક્ષાત સ્વરૃપ છે... આપણે માનવ અને ઇશ્વર સાથે જોડતી જાણે આ જ કડી છે ઇશ્વર દ્વારા સંચિત સંસ્કાર બધાં આ પ્રકૃતિ વનસ્પતિ જ શીખવે છે એટલે એ પણ વંદનીય છે નમામી દેવી વનસ્પતયે નમઃ મારાં માટે તો એ માં નું જ સ્વરૂપ છે. કાયમ એમની કાળજી લેજે અને સેવા કરજો એમાંથી જ બધું પ્રાપ્ત થાય છે.
દેબુ સાંભળીને ખુશ થયો હાં માં મને તમારાં જેટલું જ્ઞાન નથી પણ હું જ્યારે પણ અહીં ગાર્ડનમાં આવું છું મારું મન પ્રફુલ્લિત થઇ જાય છે.
માં હુ સ્નાનાદી પરવારીને સીધો સેવામાં આવું છું એમ કહેતો એ બાથરૂમમાં ઘૂસ્યો.
સુચિત્રા રોય ફૂલો લઇ વૃક્ષો ક્ષૃપોનો આભાર માની સેવામાં વ્યસ્ત થયાં. દેવુ સ્નાન કરીને તૈયાર થવા લાગ્યો અને એનાં કપડામાં રાખેલ ધોઇને તૈયાર કરેલો દુપટ્ટો લીધો એણે હળવાં સ્પર્શે એને પોતાનાં ચહેરા પાસે લઇ આંખો બંધ કરીને ચૂમી લીધો અને એનાં મનમાં અને વિચારમાં નુપુર જ છવાઇ ગઇ. એણે દુપટ્ટો ધોવા નાંખ્યો ત્યારે માં એ પૂછેલું આ દુપટ્ટો કોનો છે. અને આતો લોહીથી ખરડાયેલો છે દીકરા...
દેબુએ કહેલું માં એને સરસ ધોઇ આપો જેનો છે એનો પાછો આપી દઇશ... મને માથામાંથી લોહી નીકળતું હતું એ અટકાવવા એણે... માં એ પૂછેલું એણે એટલે કોણે? દેબુએ કહેલું માં મારી કોલેજમાં જ એડમીશન લીધેલુ એ છોકરી... ત્યાંથી પસાર થતી હતી તો મને મદદ કરી હતી. એનુ નામ નુપુર છે..
માંએ કીધુ "વાહ નામ કેવુ મીઠું અને સરસ છે એ પણ એવીજ મીઠી અને સુંદર હશે. વધુ ના બોલતાં કહ્યું "કંઇ નહીં પાછો આપી દેજે. મારાં વતી થેંક્સ કહેજે.
દેબુને એ બધો જ માં સાથેનો વાર્તાલાપ યાદ આવી ગયો અને આંખમાં નુપુરની તસ્વીર ઉપસી આવી અને એને જાણે ફરીથી પ્રેમ થઇ ગયો.
દેબુને આજે એ પણ ખુશી હતી કે આજે નુપુર મળશે કેટલાય સમયે એને હું જોઇશ. એનાં પેરેન્ટસ ને મારી હાજરી ના ગમે અને નુપુરને ઠપકો મળશે તો ? એમ કહી હું એનાં ઘરે જ ના ગયો. પણ આજે તો એ રૂબરૂ મળશે. એમ વિચારો કરતો નુપુરનાં દુપટ્ટાને વ્હાલ કરવા લાગ્યો અને ચૂમીઓ ભરવા લાગ્યો.
ત્યાંજ માઁની બૂમ આવી "દેબુ ચાલ કેટલી વાર આવીજા સેવામાં પરવારવાની વાર લાગશે તો તારે મોડુ થશે. આજે પ્હેલાંજ દિવસે મોડું કરે નહીં સારું.
દેબુએ દુપટ્ટો એની બેગમાં નાંખ્યો અને ફાટફટ સેવામં જઇ પહોચ્યો. માં એ દેબુ પાસે મહાદેવને અભિષેક કરાવડાવ્યો અને માં મહાકાળીની સિંદુર પૂજા કરાવી અને આશીર્વાદ લીધાં.
માં બાબાને ચઢાવેલ પ્રસાદની સાકર દેબુનાં મોઢામાં મૂકી અને કપાળે તીલક કર્યું અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યાં દીવાની જ્યોતને હાથથી તાપીને ફરીથી આશિર્વાદ આપ્યાં અને દેબુ માં ને પગે પડી ગયો અને આશીર્વાદ લીધાં દેબુએ કહ્યું માં પાપા હજી પાછા નથી આવ્યા ? આજે મારે એમનાં પણ આશીર્વાદ લેવાં છે. પાપા બે દિવસથી ગયાં છે હજી નથી આવ્યાં.
દેબુ તું દૂધ નાસ્તો કર ત્યાં સુધીમાં તારાં પાપા આવી જ જશે મારે રાત્રે જ એમની સાથે વાત થયેલી કે કાલથી દેબુની કોલેજ ચાલુ થાય છે કોઇપણ હિસાબે તમે આવી જ્જો. એમણે કહ્યુ છે તો આવી જ જશે.
અને... ત્યાં જ પાપાની કાર કમ્પાઉન્ડમાં આવી અને કાર આવવાનો અવાજ સાંભળી દેબુ સીધોજ બહાર તરફ દોડ્યો અને પાપા ગાડીમાંથી નીચે ઉભાં અને દેબુ વ્હાલથી વળગી ગયો. પાપા હું તમારી જ રાહ જોતો હતો.. તમારાં આશીર્વાદ લેવાનાં છે.
સૂરજીતરોયની આંખોમાં ઝળહળીયાં આવી ગયાં એમણે ભીની પણ આનંદી આંખે દેબુનો ચહેરો અને કપાળ ચૂમી લીધાં અને કહ્યું "દીકરાં તને તો સદાય આશીર્વાદ છે આજે કોલેજ શરૂ થાય છે તારાં જીવનની ખૂબ અગત્યની ઇનીંગ શરૂ થાય છે ખૂબ સરસ ભણજો મારાં આશીર્વાદ છે અને વિશ્વાસ છે જ તું કાયમની જેમ અવવલ જ આવીશ સાથે સાથે આ કોલેજ જીવનનો આનંદ પણ લેજો. કારણ કે આ સમયકાળ જીવનમાં કદી પાછો નથી આવતો અને આ સમયકાળ એવી મજા તંદુરસ્ત કે બેફીકરાઇ જીવનમાં કદી નહીં મળે એટલે ખૂબ એન્જોય કરજો. બસ ડ્રાઇવ કરતાં ધ્યાન રાખજો આમ વગાડી લાવેલો એ નહીં ચાલે.
દેબુ પાપાને વળગીને બોલ્યો "હાં પાપા ખૂબ ધ્યાન રાખીશ જ. અને તમારાં જેવાં પાપા હોય મને શું ચિંતા છે ? હું ખૂબ સારું ભણીશ અને તમારી નિશ્રામાં કોલેજ જીવનની મજા લઇશ. લવ યુ પાપા.
દૂર ઉભેલાં સુચિત્રા રોય બધુ નિરખી રહેલાં એમણે બાપ દીકરાના સંવાદ સાંભળ્યા અને એમની આંખો ભીની થઇ ગઇ. એ નજીક આવીને દેબુનાં ઓવારણાં લીધાં.. દેબુ માંપાપા બન્નેને સાથે વળગી ગયો અને બંન્ને જણાં હાથ એનાં માથે ફરી રહેલાં...
વધુ આવતાં અંકે--- પ્રકરણ-14