🔷સોશ્યલ મીડિયા ની દુનિયા જ્યાં કોણ કેટલું સાચું છે, અને કોણ કેટલું ખોટું છે. સાચા ખોટા ની ફરક તો આપણે માણસ સામે હોય ત્યારે પણ કદાચ નથી સમજી શકતાં. માટે હંમેશાં સાવધાન રહેવું અનિવાર્ય હોય છે. કોઈપણ વ્યકિત જોડે આપણે વાત કરીએ છે, જે વ્યકિત ને આપણે જાણતાં નથી, એ શું છે, એ ક્યાં સુધી માં મોટો થયો છે, એની માનસિકતા શું છે, એના વિચારો કેવા છે. એની અને તમારી દુનિયામાં કેટલો તફાવત છે.
🔹જાણીતાં લોકો પણ ક્યારેક આપણાં માટે ખરાબ સાબીત થઈ જતાં હોય છે. તો પછી અજાણતાં લોકો માટે આપણે શું વિચારી શકીએ. કઈ નહિ ને! કોઈપણ વ્યકિત જોડે ઓનલાઈન દોસ્તી કરવામાં કે પછી એ વ્યક્તિ જોડે વાતો કરવામાં કઈક ખોટું નથી, પરંતુ દોસ્તી ની પણ લિમિટ માં હોવી જોઈએ.હંમેશાં એક સાવધાની તમારે વર્તવી જોઈએ કે કોઈ તમારાં ભોળપણ નો ફાયદો નાં ઉઠાવી શકે.
🔷વિચારો કે તમારે કઈ રીતે ક્યાં માણસ ને પારખવાનું છે.તમે કોઈના જોડે વાત કરી રહ્યાં છો, અને પછી એ વ્યક્તિ પહેલાં તમારા જોડે તમને ગમે એજ વાતો કરશે. અને ખોટાં વ્યકિત માં સહનશક્તિ પણ ગજબ હોય છે, એ લોકો તમારાં ગુસ્સા ને પણ સહી લેશે. ખોટાં વ્યક્તિ પોતાની ઈમેજ ને ક્યારે ખરાબ નહિ થવા દે, અને બીજું કે માણસ સામે હોય તો આપણે એનાં હાવ ભાવ પરથી કઈ અનુમાન લગાવી શકીએ, અને સમજી શકિએ સામેવાળા ની નિયત શું છે.
🔹અને અહીંયા આપણને નિયત સમજવું કઈ રીતે, તો બહુજ સરળ હોય છે. સામેવાળો વ્યક્તિ તમને મળવાનું કેશે, અને એ વ્યક્તિ જો પહેલીવાર તમને મળવાનું પબ્લિક પ્લેસ માં નાં કે અને બીજે કે તો એની નિયત માં ખોટ છે. પરંતુ અમુક લોકો એટલી નાની વાત પણ નથી સમજી શકતા.જ્યારે કોઈ વ્યક્તિ તમે મળ્યાં અને સૌથી પહેલાં એ વ્યકિત જો તમારાં રૂપ રંગ ઉપર કોઈ નેગેટીવ કોમેંટ્સ કરે તો સમજી જવુ કે આ વ્યક્તિ ની માનસિકતા કેવી છે. જે વ્યકિત પોતાનાં મિત્ર ને મળવા માટે આવ્યું છે, એનાં માટે સે વ્યક્તિ નો બહારી દેખાવ કોઈ મેટર નથી કરતો.
🔷ત્યાં તમે હવે સાવચેત થઈ ગયાં સામેવાળા ની નિયત થી, એટલે એનાથી દૂર રહેવાનું અને એવા લોકો જોડે કોઈ રબતા નહિ રાખવા. અમુક લોકો એવા હોય છે કે એ લોકો સીધે સીધો તમારાં સામે પોતાની નિયત નો પ્રસ્તાવ મૂકી દેતા હોય છે. અને તમે એ વ્યકિત જોડે મિત્રતા રાખો છો, એનું એવું બોલ્યાં પછી પણ, તો હવે તમે વિચારો તમારે શું કરવાનું છે, તમારે શું કરવું જોઈએ.દરેક માણસ સારું મળશે એવી ગલતફેમી માં જીવન નહિ જઈ શકે.
🔹દરેક પ્રકાર ના માણસ ભટકાવાના છે, તો એમાં તમે પોતાની જાત ને દોષ આપશો કે કોઈ તમને આવું કંઈ રીતે કહી શકે, તો પોતાની જાત ને નહિ કોસો પણ સમજો કે તમે જેટલાં સીધા છો, એટલી દુનિયા બુરી છે.એટલે કોઈને એટલો હક નહિ આપવો કે એ તમને કઈ કહી શકે. એવા રહો કે એ વ્યકિત તમને કઈ કહેતાં કે બોલતાં પહેલાં પરિણામ નો વિચાર કરે.
🔷 તમે પોતાની જાત ને જ્યારે બીચારા લીસ્ટ માં નાખી દો છો. જ્યારે તમે પોતાનાં માટે સ્ટેન્ડ નથી લઈ શકતા. હમેંશા ખોટાં લોકો અને એમનાં ખોટાં વિચારો ને પોતાનાં ઉપર પ્રભાવિત થવા દેવા નઈ. અને જ્યારે કોઈપણ વ્યક્તિ તમારી પાસે એનાં ખોટા નિયત લઈને આવે ત્યારે તમારે તરત પોતાનાં માટે સ્ટેન્ડ લઈને, અવાજ ઉઠાવવી જોઈએ.
🔹 તમને ઓનલાઈન નહિ પરંતુ હર એક જગ્યા એ આવા લોકો મળવાના છે. તો હંમેશાં સાવધાન રહેવું જોઈએ.