ભાગ 4 : શું કરે છે યાર એ..!
ગયા અંકમાં આપે જોઈ વર્ષો પછી મળેલા જુના મિત્રો, કહો કે ખાસ મિત્રોની ખાસ પંચાત.
હવે આગળ..
"અહમ અહમ..! હમેં કિસીને યાદ કિયા ક્યાં ?" દરવાજા પાસે ઉભેલા નિખિલે ટકોર મારી.
"લ્યો..! શેતાન કા નામ લિયા ઔર..!"
નિધિ બસ આટલું બોલી ત્યાં નિખીલે પાસે આવી જોરથી ગાલ ખેંચી લીધા નિધિના..! ( નાના ભાઈનો ત્રાસ )
"મમમ...નિક મુક ને..! દુખે છે યાર."
"અરે મેં તો શેતાન હું ના, તું જ તો કહેતી હતી. તો મુકું કઈ રીતે નિધિડી..!"
(હવે આ ભાઈ બેન મારામારી પર ન ઉતરી આવે તો સારું 😂)
"અરે નિકભાઈ,છોડો આ બધું, એ તો કહો ક્યાં હતા ?" મીનુંએ વચ્ચે પડતા કહ્યું.
"નવી ભાભી શોધી હશે ઇન્સ્ટાગ્રામ પર, એની સાથે જ ચોટયા હશે બીજું શું 😂😂😂😂😂!" ફરી નિધીએ આંગળી કરી, ને આ વખતે અમે પણ સુર પુરાવ્યો.
"અવવાવવાવવાવવાવવાવવાવવા.... નિખિલ...!" ત્રણેય સાથે હુમલો કરતા બોલ્યા.
"નિખિલ, આવો બધો પ્રેમ..! અમને ય તો બતાવ." મનન બોલ્યો.
"ઓહો..તો નિધિ જોડે આમનું કામ પણ તમામ કરી નાખીએ, એક સાથે પતી જાય." મીનું હસતા હસતા બોલી ઉઠી.
"બસ કરો રે, બચ્ચે કી જાણ લોગે કા સી..!" નિખિલ પણ કંટાળ્યો.
અમે અત્યારે નિખિલની પુરે પુરી મજા લઈ રહયા હતા.
(પણ વેઇટ, ફિલ્મની હિરોઇન દિપાલી ક્યાં ખોવાઈ ગઈ)
અમારી પંચાત તો બસ આમ જ ચાલુ હતી, પેલા ત્રણ તો હજુ નિક સાથે જ વાતોમાં લાગ્યા હતા, પરંતુ અબ મેરી નજર બદલી. એક તરફ પેલી મસ્ત મજાની પંચાત અને બીજી તરફ પલંગના ખુણા પર એક ઓશીકું ખોળામાં રાખીને, બન્ને હાથ વડે પટ પટ ટાઈપિંગ કરતી કરતી ચેહરા પર બ્લશીંગ સાથે દિપાલી એકલી એકલી હસતી હતી. ત્યારે બસ તેને જ જોઈ રહ્યો હતો.
(hey wait , did I just said કે તે 'બ્લશીંગ' કરતી હતી ! ઉફફ...! હવે લાગે છે મારી નજર સાથે મનમાં પણ અમુક વંટોળો ફૂંકાયા રે..! બધા સાથે હોય , વર્ષો પછી મળ્યા હોય, વાતો કરતા હોય ત્યારે દિપુની આ હરકત મને થોડી અજુગતી લાગી.)
"ચલો ચલો બચ્ચા લોગ..! નીચેથી પણ બધા અડધો પડઘો નાસ્તો કરીને આવી ગયા હતા, ચલો હવે કઈક ખાઈ પી તો લો..!" .હું હજુ એ જ વિચારોમાં ખોવાયો હતો, ત્યાં મમ્મી રૂમમાં નાસ્તો અને જ્યુસ-શરબત લઈને આવ્યા.
એક મિલ્કરોઝ, એક કેસર અને બે સ્ટ્રોબરી.
"આંટી, તમને હજુ અમારા નાનપણના ફેવરિટ ફ્લેવર્સ યાદ છે ?" નિખિલ બોલ્યો.
"અરે, કેમ ન હોય બેટા..! નિખિલનું ગુલાબી ગુલાબ, મીનુનું કેસર ને આ બન્ને ગાંડાઓનું સ્ટ્રોબરી..!" 😅😅 મમ્મીજી બોલ્યા.
"વેકેશનમાં આમ જ વીડિયો ગેમ્સ ને પત્તા રમતા, ત્યારે પણ તમે આ જ રીતે લઈ આવતા બધા માટે , યાદ છે એ હજુ.કેવી મજા આવતી નહિ ?" નિધિ હળવા સવરમાં, જાણે એ ભૂતકાળ જ જીવી રહી હોય, તેમ યાદ કરતા બોલી.
મમ્મી આવ્યા, ત્યારે દિપાલી પણ ફોન મૂકી અમારી સાથે જોડાઈ ચુકી હતી.
"હા આંટી, ને તમારો ફેવરિટ ફ્લેવર હતો પેલો કાલા-ખટતા..! ગોલો ખાવા જતા કે ઘરમાં શરબત હોય, તમને એ જ સૌથી વધુ ફાવતો. બરાબર ને આંટી ?" આ વખતે દિપાલી બોલી.
"સો ટકા સાચું યાદ છે બેટા તને. એ વખતે જ્યારે તમારા ફેવરિટ એવા રસનાના પેકેટમાંથી યાદ છે તમને અલગ અલગ જીવડા નીકળતા ?"
"હા, યાદ છે ને..!" હું બોલ્યો.
"તો એ પણ યાદ હશે ને એ લેવા માટે તું ને દિપાલી કેવા રોતા..!"
"હા મમ્મી, પણ હું નહિ, આ દિપાલી ..!"
"હવે જાને..તું જ રોઈને મને ગમતા એ લઈ જતો. !"
"હશે હવે, બીજું શું..!"
"ચલો પી લો હવે, ગરમ થઇ જશે નહિ તો..! હું જાઉં , તમે તમારું કામ ચાલુ રાખો..!" ને આમ કહી મમ્મી કામ પતાવા નીચે ગયા.
બસ, હજુ નાનપણની યાદોને જીવવામાં જ લાગ્યા હતા અમે તો. પણ દિપાલી ફરી પોતાની દુનિયામાં ચાલી ગઈ, એના ફોનમાં. ચેટ ને એનું સો કોલ્ડ બ્લશ.
ખબર જ નહોતી પડતી, શુ કરી રહી હતી.
વધુ આવતા અંકે..
આશા રાખું છું, તમને પણ તમારી કોઈ દીપલીની યાદ આવી હશે ને ફેસબુક પર તેને શોધવાની કોશિશ શરૂ કરી હશે. ને કદાચ મળી પણ ગઈ હશે. પણ આ દિપાલી ને મનનનું શુ થશે, એ જાણવા આવતા ભાગ (ભાગો) માટે જોડાયેલા રહો. ઇસીકે સાથ મેં ચલા અપની ગલી, આવતા શનિવારે ફરી મુલાકાત કરીએ, દિપાલી અને મનન સાથે. ત્યાં સુધી..હસતા રહો. આભાર..! 😊😊