આપણે આગળના ભાગમાં જોયું દેવને માર પડે છે પણ તે બધા સામે રડતો નથી તે માર ખાઈને પણ હસતો ચહેરો રાખે છે .અરવિંદભાઈ પણ મુંઝવણમાં મુકાય છે મેં દેવને એટલો માર્યો પણ તેને કોઈ અસર નથી અરવિંદભાઈ પણ થાકી જાય છે અને દેવને મારવાનું બંધ કરી બેસી જાય છે . દેવના મમ્મી મયુરિબેન પણ હવે તેના દીકરાને માર પડ્યો હોવી તે દેવને વહાલ કરે છે પણ દેવ તેનાથી દૂર જઇ એક ખૂણામાં બેસી જાય છે . હવે મયુરીબેન અને તેના મમ્મી મંજુબેન બેસે છે . મયુરીબેન તેના મમ્મી સાથે વાતો કરે છે અરવિંદભાઈ તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે .બીજી બાજુ દેવની બહેન રસોઈ કરતા કરતા તેની સામે જોયા કરે છે . દેવ એક ખૂણામાં માથું બેય પગ વચ્ચે રાખી નારાજ થઈ બેઠો છે .આરતી પણ હવે તેના ભાઈને લઈને ટેન્શનમાં છે કેમ કે તે માર તો ખાઈ છે પણ આજે બધા હતા અને તેના પપ્પાએ માર્યો તે આરતીને પણ નથી ગમ્યું આજે પણ તેના પપ્પાથી બધા ડરે છે એટલે તેની સામે કોઈ કઇ બોલી શકતું નથી .આરતી રસોઈ બનાવી લે છે હિતેશ બહારથી ઘરમાં આવે છે તેને ખબર જ નથી કે આજે તેના ભાઈને માર પડ્યો છે તે તેના મિત્રો સાથે બહાર રમતો હતો ઘરે આવીને જોવે છે હાથ પગ મોઢું ધોઈને તે સીધો રસોડામાં પાણી પીવા માટે જાય છે . ત્યાં આરતી તેને કહે છે ડિરે રહીને ભાઈ આજે પપ્પા પાછો દેવને માર્યો છે આજે જીદ લઈને બેઠો હતો દોરી માટે પપ્પા ને કબર પડી તો માર માર્યો . નાનીમાં હતા તો પણ આજે પપ્પાએ તેને માર્યો .મને ના ગમ્યું આજે ભાઈને માર્યો તો બધા હતા તો .હિતેશ પાણી પીને સીધો દેવ ખૂણામાં બેઠો છે તેની પાસે જાય છે અને કહે છે પપ્પા ના લઇ આપે તો મારી દોરી તને આપી દઈશ પણ તું ચાલ મારી સાથે . પણ દેવ મોઢું ઊંચું કરીને જોતો પણ નથી બસ એમ જ બેઠો રહે છે .આરતીએ જમવાનું બનાવી લે છે અને મમ્મી ને સાદ પાડે છે અને કહે છે મમ્મી ચાલી બધા જમવા અને તે બધું તૈયાર કરવા લાગે છે જમવાનું . બધા જમવા આવી જાય છે પણ દેવ જમવા આવતો નથી તે ખૂણામાં બેઠો બેઠો બધું સાંભળે છે પણ જમવા જતો નથી . બધા જમવા આવી જાય છે બધા મયુરીબેનના મમ્મી જમવા બેસે છે સાથે અરવિંદભાઈ અને હિતેશ પણ બેસી જાય છે .મયુરીબેન પોતાના લાદલા દીકરાને જમવા માટે મનાવે છે પણ દેવ માનતો નથી તે બસ એમ જ નીચે જોઈને બેઠો રહે છે .હોવી મયુરીબેન પણ દેવને માનવીને થાકે છે અને પણ જમવા જતા રહે છે તે જમવા બેસી જાય છે આરતી બધાને પીરસતી હોય છે અને પછી જમવા બેસવાની હોય છે તે પીરસીને તે હાથ મોઢું ધોવા જતી રહે છે .હાથ મો ધોઈ આવીને તે સીધી દેવ પાસે આવે છે .
આરતી : ભાઈ ચાલને બધા બેસી ગયા જમવા. તારે નથી જમવું?
દેવ : ના મારે નથી જમવું .
આરતી : ભાઈ નાની માંં આવ્યા છે બેસી જા ને જમવા .
દેવ : ના માંંરે નથી જમવું કીધું ને મેં તને તું જમી લે .
આરતી : સારું
હવે આરતી જમવા જતી રહે છે અને બધા સાથે બેસી જાય છે અને પોતાની થાળી બનાવે છે .આ બાજુ દેવ હજી પણ ગુસ્સામાં બેઠો જ રહે છે .તે જમવા જતો નથી તે બધું બેઠા બેઠા સાંભળે છે .નાનીમાં ને બધા જમતા જમતા વાતો કરે છે બોવ જિદ્દી છે આ છોકરો કોઈનું માનતો જ નથી .
અરવિંદભાઈ :આ બધી તમારી દીકરીના જ કામા છે તેને જ માથે ચડાવ્યા છે એટલે જ .
મંજુબેન : એમા મારી દીકરીનો સુ વાંક કાઢો છો તો લઇ અપાયને તમારે જે માંગે તે .
અરવિંદભાઈ: ના બધું ના લઇ અપાય .
મંજુબેન : તમે ના લઇ આપો તો હું લઇ આપીશ બીજું શુ હવે છોકરા મોટા થઈ ગયા છે એવી રીતે ના મરાય .
અરવિંદભાઈ : તમે જોયું નહીં તમે આવ્યા એટલે જ નહીં તો કઈ કરાત નઈ હવે તેને ખબર પડી ગઈ કે મહેમાન આવ્યા છે એટલે મારા પપ્પા લઇ આપસે પણ હું નથી જ લઇ આપવાનો .
મંજુબેન : સારું તો ના લઇ આપતા . હું લઈ આપીશ પણ તમે એકવાર તેની પાસે જઈને જમવા તો બોલાવી લાવો .
અરવિંદભાઈ : ના હું તેને બોલવા નહીં જાવ .તમારે જવું હોય તો જાવ . ખાવું હશે તો આવી જશે નહીં તો ભલે એક દિવસ ભૂખ્યો રહે એટલે તેને પણ ખબર પડે.
મંજુબેન : હા તો સારું હું જાવ છું મનાવા .
અરવિંદભાઈ : હા જાવ હું નહીં જાવ.
મંજુબેન ઉભા થઈને દેવ પાસે આવે છે .
મંજુબેન : ચાલને દીકરા જમી લે . તારો પપ્પો ભલે ના લઈ આપે દોરી હું તને લઈ આપીશ ચાલ જમવા .
દેવ : ના મારે નથી જમવું તમે જમી લો માથું નીચું રાખીને જ બોલે છે .
મંજુબેન : આટલી બધી ખીજ નઇ સારી જમવા ઉપર ના ઉતરાય માથે હાથ ફેરવીને કહે છે .
દેવ : ના નાનીમાં તમે જમી લો મારે નથી જમવું .
મંજુબેન : સારું દીકરા જેવી તારી ઈચ્છા તેમ કહીને માથે હાથ ફેરવીને ઉભા થઈને જતા રહે છે .અને જમવા બેસી જાય છે .અને તે રવિંદભાઈને કહે છે હવે તમે જ જાવ નહીં તો નહીં આવે જમવા છોકરાને ભૂખ્યો ના સુવા દેવાય .
અરવિંદભાઈ : ના હું નહીં જાવ .પણ મનમાં ને મનમાં તે પણ તેનો લાડકો દીકરો છે એટલે જમતા જમતા ઉભા થાય છે અને દેવ પાસે જાય છે .
અરવિંદભાઈ : દેવને માથે હાથ ફેરવીને ચાલ જમવા નહીં તો પાછો માર ખાઈશ .
દેવ : ના મારે નથી જમવું .
અરવિંદભાઈ : તું આવે છે કે મારું તને .ચાલ ઉભો થા .દેવનો હાથ પકડીને ઉભો કરે છે અને કહે છે જા પેલા મોઢું ધોઈ નાખ નહીં તો તને ધોઈ નાખીશ .
દેવ : મારે નથી જમવું રડમસ અવાજે કહે છે હાથ મુકો મારો .
અરવિંદભાઈ : કીધુને તને જમી લે .
દેવ હોવી તેની વાત માનીને સાથે સાથે ચાલવા લાગે છે અને બાથરૂમમાં જઈને મોઢું ધોઈ આવે છે અને જમવા બેસી જાય છે .રોજ તેના મમ્મી પાસે બેસે છે પણ આજે તે આરટી પાસે જમવા બેસી જાય છે . કેમ કે આજે તેની મમ્મી પણ પપ્પા મારતા હતા ત્યારે આડી ના આવી અને મારવાની ના ન કહી એટલે તેનાથી પણ ગુસ્સે છે .આરતી દેવ માટે થાળી પીરસે છે બધા જમવા બેસે છે. ઝડપથી દેવ જમીને ઉભો થઈને બહાર નીકળી જાય છે . હજી કોઈ કાઈ સમજે તે પહેલાં દેવ ઘરની બહાર હોય છે અરવિંદભાઈ દેવ દેવ કરતા હોય છે પણ દેવ સાંભળતો હોવા છતાં પણ ના સાંભળ્યું હોય તેમ કરીને બહાર નીકળી જાય છે.