Lagniyo Nu Shityuddh - 3 in Gujarati Fiction Stories by Aadit Shah books and stories PDF | લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 3

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 3

પ્રકરણ – 3

ઘણું બધું કહેવું હતું તમને,

પણ ....

ક્યારેક તમે ન મળ્યા ....

ક્યારેક શબ્દો ન મળ્યા .....

કેબિનની અંદર, પોતાની રિવોલ્વિંગ ચેર પર અનંત, વૈભવી સાથેની તેની છેલ્લી રાતની વાતચીત ફરીને ફરી વાંચી રહ્યો હતો, જે ઘણા લાંબા સમય પછી બની રહેલી ઘટના હતી. આટલો મોટો બિઝનેસ હોવા છતાં અનંત ભાગ્યે જ પોતાના હેન્ડસેટને જરૂર કરતાં વધુ વાપરતો. જે રીતે એ પોતાની ચેટને અનિમેષ નજરે જોઈ રહ્યો હતો, એવું જણાઈ રહ્યું હતું કે જાણે તે પોતે તેમાં સમાવા જઈ રહ્યો હતો. એ ચેટના એકેએક શબ્દો જાણે એને પોતાની તરફ ખેંચી રહ્યાં હતા. જીવનમાં આમ પણ અમુક સંબંધો અને અમુક શબ્દો વ્યક્તિના કેરેક્ટર અને એના વ્યક્તિત્વ પર એટલી હદ સુધીની ગાઢ અસર કરી જાય છે કે એ વ્યક્તિને આજીવન એમાંથી કળ નથી વળી શકતી, બહુ લાંબા ગાળાના જખમો હોય છે એ..... અને આવો જ કોઈ જખમ પોતાના દિલના કોક ખૂણે છુપાવીને અનંત બેઠો હતો.

# # #

"હાય ... ...?", 90161XXXXX નંબર પરથી એક મેસેજ આવ્યો.

"કોણ ??", અનંતે પ્રશ્ન કર્યો

"વૈભવી."

"વૈભવી ?? કોણ વૈભવી ?? ", અનંતે વળતો પ્રશ્ન કર્યો.

"ઓહ, તુ મને કેવી રીતે ભૂલી શકે છે અનંત ? આપણે સુરતમાં ઘણા લાંબા સમય સુધી એક સાથે હતા, એ તુ પણ જાણે છે અને હું પણ, " તેણીએ થોડું ખિજાઈને જવાબ આપ્યો.

"ઓહ ...! અરે હા, હા....યાદ આવ્યું મને.. વૈભવી, વૈભવી પટેલ ", અનંતે કેટલાક વિચિત્ર ઇમોજીસ સાથે રિપ્લાય કર્યો.

અનંત વૈભવીને ન ઓળખી શકવાનો ઢોંગ કરી રહ્યો હતો. હકીકતમાં તો તેના આંખો એ જ સમયે ચમકી હતી જ્યારે એણે પોતાના વોટ્સએપ પર 9016157848 નંબર જોયો હતો અને સ્વભાવિક વાત છે કે કોઈ વ્યક્તિ એ વ્યક્તિને કઈ રીતે ભૂલી શકે છે જેને તે સમગ્ર દુનિયામાં સૌથી વધુ ચાહતો હોય, જેની સાથે એણે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય, પરંતુ અમુક સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહેવા માટે સર્જાયા હોય છે, એમની કિસ્મતમાં સાકાર થવાનું નથી લખ્યું હોતું.

"કહો ... શું કામ છે?", અનંતે વાત આગળ ધપાવી.

"શું અર્થ છે તારો આ સવાલ પૂછવાનો ?", વૈભવીએ પૂછ્યું.

"બસ એમ જ, અર્થ એટલો જ કે હું એ જાણવા માંગુ છું કે આટલા વર્ષો પછી, પોતાના આટલા વ્યસ્ત શિડ્યુલમાં તને ટાઈમ કઈ રીતે મળ્યો મને મેસેજ કરવાનો.... અને ખરેખર તો તને જેટલું જાણું છું એ પરથી કહી શકુ કે તુ એ વ્યક્તિ તો નથી જ કે જે પોતાના સ્વાર્થ કે મતલબ વગર કોઈને પણ યાદ રાખે કે મેસેજ કરે.".

અહીં, અનંતનું વર્તન થોડું કડવું અને કઠોર બની રહ્યું હતું અને આવું વર્તન કરવા માટે પણ એને ફરજ પાડવામાં આવી હતી. અનંતે પોતાને આવા સ્વરૂપમાં પોતાની જાતને ઢાળવી પડશે એવી કદી કલ્પના પણ કરી ન હતી.

"હમ્મ", તેણીએ જવાબ આપ્યો.

"હવે મુદ્દાની વાત થઈ ને... બહુ અંદર સુધી જાણી લીધી છે તને વૈભવી, એ લાંબા ગાળાની ટૂંકી રિલેશનશિપમાં..અને એ પણ ઘણી સારી રીતે", અનંતે રિપ્લાય કર્યો.

"મને તારી પાસેથી મદદની જરૂર છે".

"બરાબર! બસ આ જ સાંભળવું હતું મારે.., પરંતુ તારી પાસે એક ખરાબ સમાચાર છે ડિયર ".

"શું ?"

"અનંતે અજાણ્યા લોકોને મદદ કરવાની એની ખરાબ આદત છોડી દીધી છે"

"પણ યાર, અહી હું મારી વાત કરી રહી છું... વૈભવી, તારી વૈભવી"

"ઓહહ !! મારી વૈભવી? ", અનંતના અવાજમાં ધિક્કાર, ફિટકાર અને નફરતના પડઘા વર્તાઈ રહ્યાં હતા..

"અંતે તને લાગ્યું તો ખરા કે તું મારી છે અને એ પણ એ જ સમયે જ્યારે તને મારી જરૂર છે, સોરી...જરૂર નહિ...ગરજ છે ત્યારે... ખરેખર તું એમ માને છે કે તું મારી વૈભવી છે ? ? ? જો તારો જવાબ હા માં છે, તો એમ વિચારવું એ મને છોડ્યા પછીની તારી જીવનમાં કરેલી બીજી સૌથી મોટી ભૂલ હશે !!!, પારડન પ્લીઝ !!! ધેટ્સ વ્હાય આઈ એમ ચેન્જડ, જસ્ટ બિકોઝ ઓફ ફાઈ પિપલ લાઈક યુ", ... અનંતે વેધક ઉત્તરોના બાણ છોડવાનું ચાલુ રાખ્યું હતું.

"અનંત, હું ફરીથી તે દિવસ માટે માફી માંગું છું, આઈ હાર્ટલી અપોલોજાઈઝ"

"કયા વાહિયાત દિવસ વિશે તમે વાત કરી રહ્યા છો, મિસ વૈભવીજી ? ? ?", અનંતે અહીં વૈભવીના નામના ઉચ્ચારણ પર ભાર મૂક્યો હતો...

"અનંત, હું વાત કરી રહી છું ... ..."

"વેઈટ ! વેઈટ ! મિસ વૈભવી, જો તમે કેટલીક ભૂતકાળની ક્ષણો વિશે વાત કરી રહ્યાં હોવ તો પછી ધ્યાનમાં રાખી લો કે અનંત જીવનની વીતી ગયેલી કડવી યાદોને કચડી નાખીને કચરાપેટીમાં ફેંકી દેવા માટે ટેવાઈ ગયેલો છે", તેણે કેટલાક ગુસ્સો સાથે જવાબ આપ્યો. ગુસ્સાના કારણે એરકન્ડિશ્ડ કેબિનમાં પણ તેમનો ચહેરો પરસેવાથી તરબોળ થઈ રહ્યો હતો.

"અનંત, પ્લીઝ વેઈટ ... પ્લીઝ વેઈટ ફોર અ મોમેન્ટ ...", તેણીના અવાજમાં વિનંતીનો ભાવ રૂદનનો ભાવ હતો.

(અનંત ઓફલાઈન થઈ ગયો)

દેખીતી રીતે અનંત માટે એ કહેવું બહુ આસાન હતું કે એ જીવનની કડવી યાદોને પાછળ છોડી ચૂક્યો હતો, પરંતુ વાસ્વિકતાની દ્રષ્ટિએ, એ કથન શક્ય નથી કારણ કે સારી હોય કે ખરાબ... વ્યક્તિના માનસપટ પર એ યાદો ક્યાંક ને ક્યાંક અંકિત થયેલી જ હોય છે અને લાખ પ્રયત્નો કરવા છતાં પણ એ યાદોના જખમો પુનઃજીવિત થઈ જ જાય છે. સમયના બદલાતા મંજર કડવી યાદોના એવા ખંજર લઈને આવે છે કે એ મજબૂતમાં મજબૂત મનોબળવાળા માણસને છેક અંદર સુધી તોડી નાખે છે.

# # #

ગાંધી કેમ્પસમાં વૈભવી સાથેની મુલાકાતને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હતો અને હજુ પણ તેના જ વિચારોમાં ખોવાયેલો હતો અનંત. તે વૈભવીને એની આસપાસ - દરેક જગ્યાએ - તેની લાગણીઓમાં, તેના વ્યક્તિત્વમાં, તોના અસ્તિત્વમાં પણ - બધે જ અનુભવી રહ્યો હતો.

અનંતની આ બધી જ વાત અને એનું વર્તન માત્ર એક જ વ્યક્તિથી છૂપું ન હતું અને તે હતો ધ્રુવલ. ધ્રુવલ હિન્દુસ્તાન પેઇન્ટ્સ કંપનીમાં માર્કેટીંગ એક્ઝિક્યુટિવ તરીકે જોબ કરતો હતો અને સુરતમાં અનંતના સંઘર્ષના દિવસોથી સાથે રહેલો પ્રથમ મિત્ર હતો.

ધ્રુવલ ખૂબ શરમાળ સ્વભાવની વ્યક્તિ હતી પરંતુ તે માત્ર એક જ વ્યક્તિ સાથે નિખાલસ હતો અને તે અનંત હતો. તે દરેક વ્યક્તિ સાથે વાત કરવા માટે ટેવાયેલો ન હતો. તેનું વ્યક્તિત્વ ઓછાબોલું હતું. ધ્રુવલ અને અનંત પહેલી વાર , બંનેની મ્યુચ્યુઅલ ફ્રેન્ડ ખુશીના રેફરન્સથી એક નાઈટ વોક દરમ્યાન મળ્યા હતા. ખુશી સુરતમાં અનંતની પાડોશી હતી, જે અનંતની પી.જી.ની નજીકના જ બિલ્ડિંગમાં રહેતી હતી.

અનંતના બદલાયેલા વર્તનને કારણે ધ્રુવલને દાળમાં કંઈક કાળું અનુભવાતું હતું કારણ કે તે અનંતને સારી રીતે જાણતો હતો પણ તેઓ છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહેતા હતા. એકવાર ધ્રુવલે તેને પૂછપરછ કરવાનું શરૂ કર્યું, પરંતુ અનંત કઈં જ સ્વીકાર કરવા તૈયાર ન હતો કે તે એક અનજાન છોકરીને પસંદ કરવા લાગ્યો હતો. એ છોકરી - જેને તે ફક્ત એક જ વાર મળ્યો હતો ... માત્ર એક જ વાર. એ દરમિયાનમાં ઘણી વખત ધ્રુવલે એને પોતાની હથેળીમાં વી આકારની કેટલીક ચિત્રામણ કરતા પકડી પાડ્યો હતો.

તાપી નદીના કાંઠે ચોપાટી ગાર્ડન ખાતે ધ્રુવલે પૂછ્યું, "શું તારે તેને ફરી એક વાર મળવું છે ?"

"હમ્મ ... માત્ર એકવાર", મીંચેલી આંખે સાથે અનંત, એને ગુલાબના ફૂલોની મહેકમાં અને તાપીના શાંત જળપ્રવાહ પરથી પસાર થઈ આવતી હવામાં જાણે મહેસૂસ કરી રહ્યો હતો.

"શા માટે ? ? અને માત્ર એક જ વાર ? ??", ધ્રુવલે પૂછ્યું.

"કારણ કે, જો એક વખત હું તેને મળું તો હું બીજી વાર મળવાની તૈયારી કરી શકું ને...અનંતે મસ્તીભર્યા અંદાજમાં તેને આંખ મારી.

"તું સાલા, નાલાયક", ધ્રુવલે તેને પકડીને ગલીપચી કરવાનું શરૂ કર્યું અને તેઓ બંને ફરી એક વાર ખડખડાટ હસી પડ્યા...શાયદ અજાણ હતા કે જિંદગી હસાવે તો છે પણ હસાવ્યા પછી ખરાબ રીતે રડાવે પણ છે.

# # #